બુધવાર, 1 નવેમ્બર, 2017

શોર્ટ સ્ટોરિઝ

Photo
જસ્ટ હેપન્ડ ટુ વોચ સમ શોર્ટ સ્ટોરિઝ ઓન યુટ્યુબ... "ટીસ્પુન" એન્ડ "ઇન્ટીરીયર કેફે નાઈટ" સ્પીચલેસ થઈ જવાયું પણ આપણા સમાજ નું પ્રતિબિંબ દેખાયું. પહેલી ફિલ્મ વેરી ટચી પણ શું કરી શકાય આમાં એકમોટો પ્રશ્ન લાગ્યો. સ્ત્રી જ્યારે બધુ છોડીને આવે છે ને સાસરા પક્ષનું બધુંજ સ્વીકારે છે ત્યારે પુરૂષ ક્યારેય જાણી નથી શકતો કે એના ઉપર શી વિતતી હોય છે.તે જોયું. હા, એક કુટુંબમાં દર મિનિટે વહુના નામ ની બૂમ પાડતા સાસુ ને પણ જોયા...પાણી પાણી પાણી માટે છેક છેલ્લી મિનિટ સુધી બૂમ પાડતા જ રહ્યા...અને તે બીજા કોઈ ના આપે માત્રવહુજ આવીને આપે તેવો આગ્રહ પણ રાખતા હતા. સ્ત્રી ને પુરૂષ બંને કામ કરતા હતા, વચ્ચે બાળકો પણ હેલ્પ કરતા હતા. આ સમસ્યા ના બની જાય માટે ઘરડા ઘર નો પ્રસ્તાવ ફિલ્મ માં 
તેણીએ મૂક્યો ને પતિએ ઇન્કાર કર્યો.જયારે અહીંયા હકીકત માં મૂકી દેતા હોય છે. સીનીયર્સ પર ક્યારેક અત્યાચાર થતા પણ દાખલા ન્યુઝમાં આવે છે.સગાવ્હાલાં પાછળથી લોયર્સ રાખી ઘરડાંઘર પર દાવો પણ કરે છે. મોંઘવારી ઘણી છે...ઘડપણ અનિવાર્ય છે, જોઈ ન શકાય ને પીડા લઈ પણ ન શકાય. અસહ્ય નાજુક પરીસ્થિતી ને આંખ આડા કાન કરવામાં આવે કેમકે છેવટે તો મૄત્યુ જ છૂટકારો આપે છે બધાને બધામાંથી ને...છંતા ઇરછામૄત્યુ સંભવ નથી. યુ આર નોન બાય 
ધ કંપની યુ કીપ...ને સંગ તેવો રંગ ...બાળકો સાથે રહેવાથી આપણેપણ યંગ રહીએ છીએ ...પણ ઘડપણ તો બધાને આવશેજ...તો આનો ઇલાજ શું ? મારો મેઈન સવાલ. ન કરવાનું કરાવે આ લાગણી બહુ સતાવે...!! ઓઢી લાગણી ની ચાદર તો હા, કબર સુધી ખેંચાઈ છું !! ખોટું કરતા ના આવડે, અન્યાય સહન ના થઈ શકે ને રડતા કકળતા ઉંહકારાના ભણકારા સતત સતાવ્યા કરે ...આ માં રોજ મૄત્યુ નજરે જોતી નર્સ-ડોક્ટર કઈ રીતે યુઝ ટુ થઈ શકતા હશે ? 
ચાલુ ઓપરેશને ડોક્ટર્સ ને નર્સ વાતાવરણ ને હળવું કરવા આડી અવળી બીજી કાંઈ પણ વાત કયારેક કરતા હોય છે.. આમાં એક દર્દીએ પાછળથી ડોક્ટર પર દાવો કર્યો કારણકે તેઓ પેશન્ટ પર 
પર્સનલ કોમેન્ટ કરી હસતા હતા ને તે હજુ પણ સભાન હતી. ને બાળકો ક્રુરતા બતાવે છે તેમ માનવામાં આવે છે. એડલ્ટ ખરેખર કોઈ જ નહીં ? ખરી રહ્યા છે પર્ણૉ , દિવસો- વર્ષો ને સર્વે ..... કારણ નવા ઉગશે લીલાછ્મ્મ પર્ણ,પુષ્પો, દિવસોવર્ષો ને ભૂલકાં થઈ સર્વે !! આશા મહાન છે વાસ્તવિકતા કઠોર છે. સચોટ સત્ય હકીકત એક 
કેર-ટેકર જ જાણે છે...!
બીજી ફિલ્મમાં એન્ડ સારો લાગ્યો પણ બધા છૂટા પડેલા થોડા મળતા જ હોય છે ખરા...!! પણ આવી શોર્ટ સ્ટોરીઝ માં નઝીરુદ્દીન જેવા સારા એક્ટર ભાગ ભજવે જાણી આનંદ થયો. કેફેટ્રેન્ડ એન્ડ ઓલ્ડ એજ રાઈટર્સ નો સમાવેશ સુભગ લાગ્યો. ઇમીગ્રન્ટ્સ થતા લાઈફ માં આવતો ચેંજ ને છેવટે જો ક્યાંય ના નહીં તો.. હું તો એક મુસાફર વર્લ્ડ સીટીઝન માં માનું પણ થાયા જ કરે છે છમકલાં ને છબરડાં ઉર્ફે નાના મોટા ધમાકા. આમાં નહીં મળે શાંતિ કદીય. મુવીમાં તો આવે છે વર્તમાન ની ખુશી ની તક ! 
---રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો