શુક્રવાર, 17 નવેમ્બર, 2017

મિત્ર એટલે તું...Hum Sath Sath Hai :)





કોમર્શીયલ આર્ટ વર્ક સ્ટારટેડ ઇન બાર્ન...એનીમેશન ની દુનિયામાં પગ મૂક્યો પણ ઓલરેડી પાંચ છ વર્ષ લેટ થઈ ગયેલું. ત્યાં સુધીમાં તો એમજીએમ તથા ફિલિક્સધ કેટ ન્યુયોર્ક માં બીગ  કંપની થઈ ગયેલ. ને કામ મફતમાં કર્યા પછી જ્યારે કોન્ટ્રેક્ટ ઓર્ડર મળે તો પૈસા ના મળ્યા ને પછી છેવટે પોતાની કંપની ખોલી પોતાના જ માટે કામ કરવાનું વિચાર્યું... આ વાત છે આર્ટીટ્સ્ટ વોલ્ટ ડિઝની ની...ફાર્મ પર ઉછેર થવાથી  બાળપણમાં હાર્ડ વર્ક કરવાની ટેવ પડી ને ત્યાં ઉછેરાતાં એનીમલ્સ
સાથે પણ વોલ્ટ ને ખૂબ મેળ.. બાર્ન ફેન્સ પર ચોક થી ડ્રો કરે બતક ને ઘોડા..પણ તેના ફાધર ને જરા પણ ના ગમે. આર્ટીસ્ટ નેવર મેક્સ મની આ જ માન્યતા ના લીધે પપ્પા એ કદી મને આર્ટ લાઈન ના લેવા દીધી...ને લગ્ન પછી ફરી મોકો મળ્યો ત્યારે હજુ ડ્રાઇવીંગ નહોતું આવડતું ને આર્ટ કોલેજ ૩૫ માઈલ દૂર હતી તો ટ્રેન પકડીને જવાનો ડર હતો. પ્રોગ્રેસ ડરે જ અટકાવ્યો. પપ્પા નું આર્ટ એકદમ ટોપ રેંકનું હતું દાદાજી દેવલોક પામ્યા ને ઘર ની બધી જવાબદારી તેમના પર આવી ગઈ ને રહી
ગયું આર્ટ બાજુમાં ..!! ક્યાંક કશુંક કે કોઈ છૂટી જાય કાં તો છોડી દેવાય ...ને સમજાયું કરવું છે તો કરવું જ જોઈએ. અત્યારે ને આજ થી જ શરૂઆત ..ને આમ વેઝ પેઇન્ટીંગ ચાલુ થયું ને શ્રી. મહેશજી નો બેસ્ટ સપોર્ટ હંમેશા મળ્યો. ઘરકામ માંથી જ્યારે સમય મળે ત્યારે લખવાનું ચાલું થઈ ગયું હા જીવવાનું શરૂ થઈ ગયું ...કામ સાથે. બાળકો શીખવે, દિવસો શીખવાડે, ને દર શિયાળે ભારત ખૂબ યાદ આવે પણ બિલ ભરવાના હોય ત્યારે માથૂં ઉંચુ કર્યા વિના બંને કામ કરતા રહ્યા. ખેદ નહોતો પણ અક્ષરોને મળી વાચા તો મજા નો રંગ ભળ્યો...સપના ભળી કવિતા સંગ ને અક્ષરોની કૂંપણ ફૂંટાતી રહી. ધબકાર બની ને કવિતા બ્લોગ પર ઉતરી ને છેવટે બુક પ્રકાશિત કરી.



શનિવાર, 11 નવેમ્બર, 2017

ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર

'એમા
નાનકડી સાત વર્ષની ઢીંગલી જેવી 'એમાઆજે કેટલી બધી ખુશ હતી કેમ કે એના બર્થ-ડે માટે એના ફાધર કેક લઈ આવવાના હતાકૂદાકૂદ કરતી બાલ્કનીમાં ભાગમભાગ કરતી હતી.
મોમ આવી ને વઢી ગઈ કે કામ ડાઉનરેલિંગ પર ચડી તો પડી જઈશ ' નાનો ભાઈ  વર્ષનો આવી ને કહી ગયો પ્લીઝ બી કેરફૂલ ' ચાર્લી ને ટોની બંને મોટા ભાઈઓ પણ ફાધર
સાથે અંદર આવ્યા અને એમા થી મોટી આયેશા બાલ્કનીમાં આવી એમા નો હાથ પકડી ને લઈ ગઈએમા ફાધર ને વળગી પડી ફાધરે ખૂબ વ્હાલ કર્યું ને બોલ્યાઃ ' હેપ્પી બર્થ-ડે માય સ્વીટહાર્ટ
યુ આર માય સન શાઈન ! એપલ ઓફ માય આઈ એન્ડ મામાઝ એન્જલ ! ' ફાધરને વળગીને એમા ખુશ રહી હતીત્યાં બાલ્કનીની બહાર થી લોકોનો અવાજ સંભળાયો ને
પછી મિલિટ્રી સોલ્જર્સ નો અવાજ આવ્યો..ટોળામાં ગણગણાટ થયો ત્યાં તો કોઈને ગોળીબાર થી 
વિંધ્યોબાલ્કનીમાંથી એમા ને પરિવારના બધા સદસ્યોએ જોયું પાછા રૂમમાં આવી ગયા.
ત્યાં એનાઉન્સમેંટ સાંભળી 'સરંડર યોર સેલ્ફઇવેક્યુટ એન્ડ લીવ નાઉફાધરે મૂકેલી કેક સામે એમા જોતી રહી પણ આયેશાએ બોલાવી લીધીમોમ ને ફાધરે બધાને જરૂરી સામાન પેક 
કરવાનું કહ્યુંઅને બધા રસ્તા ઉપર એક્ઠાં થયાં વખતે કંબોડિયા વોર માં ફસાયેલું હતું બાજુ જ્યાં સુધી અમેરિકન સોલ્જર્સ હતા ત્યાં સુધી બધાને વાંધો ના આવ્યો પણ વિયેટનામ
સોલ્જર્સ વિચિત્ર હતા વિયેટનામ વોર માં કંબોડિયા દેશના૨૫ ટકા માણસો મૄત્યુ પામ્યા 
અને તે પણ કૄરતાની ચરમસીમા વટાવીને
હાજેની પાસે વાહનો હતા તેમના વાહન પણ જપ્ત કરી લેવાયા ને પગપાળા ચાલતા લઈ ગયા 
કલાકો ના કલાકો સુધીત્રણ દિવસે એમા બોલી: 'ફાધર મારે ઘરે જવું છે હવે નથી ચલાતું'
ફાધરે તેના હાથમાંથી વજન લઈ લીધુંમાથે હાથ ફેરવી વ્હાલ કરી કહ્યું ' યુ આર માય ડીયર વી હેવ નો ચોઇસ કમ લેટ મી કેરી યુ ' કહી તેડી લીધીબધાના હાથમાં સામાનનું વજન 
હતું ફાધર પોતાનુ કોને આપે ? એમા સાથે સામાન પણ ઉપાડી ચાલવા માંડ્યું. કોઈને ક્યાં ખબર હતી હજુ તો ઘણું ચાલવાનું ને સહન કરવું પડવાનું છે ! જરૂરિયાતની વસ્તુઓ પણ વચ્ચે વચ્ચે જપ્ત કરી લેતા ને મારવાની ધમકી આપતા સોલ્જર્સ જાનવરના ધણથી
પણ ખરાબ રીતે વર્તન કરીને માણસોને ઢસડી જતાઅશક્ત ઘરડાં ને  ચાલી શકનાર ને જુદા કરી મારી નાંખતા.  દયા નો છાંટો નહોતોએમા ને એની મોમે બર્થ-ડે ગીફ્ટમાં લાલ રંગ
નું ફ્રોક આપેલ તે સાથે તેના સ્લીપર્સ પણ જપ્ત કરી લેવાયા..  રડી શકતી દરેક વિવશ આંખો નમ હતી પણ મૌન હતીત્યાર પછી વધુ ભણેલા ને પૈસા વાળા ને અલગ કરવામાં આવ્યા જે લોકો પોતાની આઇડેન્ટી છૂપાવી ના શક્યા તેમને પકડી ને સજા યે મૌત ફરમાન કરાયારાઈસ ફાર્મ માં કલાકો ના કલાકો ફરજીયાત કામ કરાવતા કોઈ અપવાદ નહીંમાથે વરસાદ 
પગ સતત પાણીમાં ને ખાવા ચમચો ભાત મળતોએક સરખી લાઈનમાં કોદાળી થી ખોદાવતા નાની એમા માંડ માંડ પાવડો ઉપાડી જમીન ખોદતી હતીઅરેરે..  સાત વર્ષની આયુમાં તેની 
આંખો શું શું જોઈ રહી હતી ને મૌન રહેતી હતી !! 
પછી યંગ જુવાનોને લઈ અલગ કરાયા કે જેમાં એમા ના બંને ભાઈઓ ચાર્લી ને ટોની ને લઈ જવામાં આવ્યામૂક ચીસો ને આક્રંદ આંખો કંઇ ના કરી શકીમા પોતાના બાળકોને ખેંચી જતા
જોઈ રહી...રડતી રહી ને સાનમાં સમજાવતી હતી કે ડોન્ટ ગેટ ઇન ટુ એની ટ્રબલડુ હાર્ડ વર્ક એન્ડ ડુ એઝ ધે સે ટુ સરવાઈવ ' હે ભગવાન કેટલું કઠણ છે આવું જોવાનું ને કરવાનું એનો
અંદાજો લગાવી નથી શકાતોએક વહેલી સવારે ધણા પુરૂષોને લઈ ગયા કે જે કદી પાછા ના દેખાયાપાવડાથી માથામાં મારી મોટા એક ખાડામાં બધા ને ફેંકી દેવામાં આવતા..અધમૂવા
હોય તો પણ..!!! જેનો ડર હતો તે થઈને  રહ્યું ફાધરની આઇડેન્ટી પકડાતા તેને ઘરપકડ કરી લઈ જવામાં આવ્યા...ફાટી આંખે મા ભેટી ને રડતી રહીસોલ્જર્સ ના પેટ પર બાંધેલી કોદાળી
ને હાથમાં રાઈફલ જોઈને એમા ને પણ અંજામ ની જાણ થઈ ગઈફાધરે ભેટીને વિદાય લેતા કહ્યુ બેટા લવ યુબી વીથ મોમ એન્ડ બી ગુડ 'ભૂખમરો ને રોગચાળો વધવા લાગ્યો માણસો  ને ખોરાક-પાણી વગર હાડકાં પાંસળા દેખાય તેમાં જીવતાં મરેલાં બણબણતાં કણસતાં અધમૂવા ની સારવાર કરવા સ્ત્રીઓ રખાઈ .
એમા ની મોમ  બધુ જોઈને સમજી ગઈ કે મૄત્યુ  અંજામ છે પણ આટલું બધું ફ્રેશ વેજીટેબલ ને રાઈસ ઉગાડવા છતાં ચાર દાણા રાઈસ નો સૂપ આપવામાં આવે છે ને સોલ્જર્સ પૂરું જમે 
છેબે માઈલ બીજી છાવણીમાં પોતાની એમા અને આયેશા ને ઓરફન તરીકે દાખલ કરવી તેનો 
વિચાર કરે છેસૌથી નાનો  વર્ષનો ભૂખના માર્યો રડતો હતો તો ખેતરમાંથી એક કાકડી
લઈ ને પાછા ફરતા સોલ્જર્સે ભાઈને મારી મારીને લોહી લૂંહાણ કરેલો ને ઝૂંટવી લીધેલ કાકડી.. બધું હવે સહન થતું ન્હોતું તેથી મોમ ના કહેવાથી બંને બહેનો જંગલ વટાવી ઓરફન 
તરીકે બીજી છાવણીમાં દાખલ થઈ ને કામ કરવા લાગીબધા ને એક સરખા કાળા રંગના રંગેલા કપડા  પહેરવાનાડર ના માર્યા દરેકે દરેક કહ્યા પ્રમાણે કરતા રહ્યામધ્યાહ્ને બે મોટા
ચમચા ભાત મળ્યો એમા  ને આયેશા ખુશ ખુશ ઝડપથી ખાઈ ગયાએક વાર કોકરોચ - વંદા પણ શેકીને ખાધેલા ને રાઈસ ફાર્મમાં પાણીમાં સાપ આવ્યો તેને પકડી ને મારી ને ખાધો...
ભૂખની કેવી ચરમસીમા હશે કે આવું ખાવા પણ તત્પર થયેલા...!! નાની વયે કેટલી અસ્ંભવ લાગતી પરિસ્થિતીમાંથી એમા પસાર થઈ રહી હતી એનું વર્ણન અતિશય કપરું છે...તો એમા ની
મનઃસ્થિતી કેવી હશે કે જેને આવા કપરા સમયમાંથી પસાર થવું પડે છે ને બધુ એક્લા હાથે પોતાનો બચાવ કરવા કેટકેટલું  સહન કરવું પડે છે(આમ સોલ્જર્સ તાણી ગયા ને મારા પિતા ને મારી નાંખવામાં આવ્યા ,અહીં નામ ચેંજ કરી ને વાત લખું છું પણ વાત છે ફર્સ્ટ ધે કિલ્ડ માય ફાધર ની સત્યઘટના )વિચારીને કંપારી છૂટે જલિયાવાલા બાગઆજ રીતે આફ્રિકા માં પણ ગવર્મેંટ ચેંજ થઈ ત્યારે  માસીકર કીલીંગ લક્ઝુરિયસ હોટલ રાન્ડા માં આશરો આપીને કેવું બને છે તે  અસંભવતાની પરાકાષ્ટા.વોરમાં કેટકેટલું થઈ જાય છે એનો અંદાજ કરવો અશક્ય છેવોર ની અંતમાં અંતે બંને ભાઈઓ ને બંને બહેનો ની મુલાકાત થાય છે પેહલી ને છેલ્લી વાર ચારેય હસ્તા 

જોવા મળે છેપણ ક્રુરતાની હોરર ચરમસીમા માંથી કેટલી સમજ વાપરી સરવાઇવ થાય છે એનાથી ' અસંભવવાત કઈ હોઇ શકે ? ---રેખા શુક્લ