સોમવાર, 7 નવેમ્બર, 2016

શાયર- ૨૬. ઉપસંહાર


શાયર- ૨૬. ઉપસંહાર 
કવિરાજની જીવનયાત્રા પૂરી થઈ. સોનાપુરમાં એના અગ્નિસંસ્કાર થયા. સ્થળે સ્થળે એના મૃત્યુના સમાચાર ફરી વળ્યા. સ્થળે સ્થળે લોકોએ અફસોસ બતાવ્યો. કવિરાજ્ નું જન્મસ્થાનમાં 
સ્મારક કરવાનુમ ભાવિકોએ નક્કી કર્યું. ધનિઓએ પૈસા આપ્યા. સરકારે જમીન આપી. કવિરાજનુ સ્મારક થયું. કાળાંતરે એની સ્મૄતિ લોપાવા માંડી. ત્યારેય એ શેષ રહી ચિત્તભ્રમ થયેલી
આશામાં . એના પિતાને ઘેર રહે છે એ . દિવસોના દિવસો એ શૂન્ય મુખે બેસે છે. જીવનમાં રસ લેતી કરવાના એના પિતાના પ્રયાસો એળે ગયા છે. કોઈક વાર એને ઘૂરી આવે છે, ત્યારે 
એ ઘરમાંથી નાસી જાય છે. એ નાસી જાય છે ત્યારે એને પાછી શોધવામાં ઝાઝી તકલીફ નથી પડતી. કવિરાજ ના બાવલા સામે એ ઊભી હોય છે. બાવલા સામે જોઈને કોઈવાર હસે છે, 
કોઈવાર રડે છે. ગામના વૄદ્ધોને એની ઉપેક્ષા છે, નારી વર્ગને એની દયા છે, બાળકોને એક જોણું છે. 
એક દિવસે ઘેરથી એ ગઈ. એને પાછી તેડી લાવવાને પ્રભુરામ ને ગવરીશંકર ગયા. એમણે જોયું કે આશા હવે કદી પાછી આવશે નહિ. કવિરાજનાં પૂતળાં ને બાથ ભરીને એ પડી હતી. 
એની માથે પૂતળું પડ્યું હતું. પૂતળાં એ એનો કૄશ દેહ છૂંદી નાંખ્યો હતો. આશાના ચહેરા ઉપર એના કૌમાર્ય કાળનું મોહક હાસ્ય હતું. તાપીના તટમાં એના અંતિમ સંસ્કાર થયા. 
( સમાપ્ત )

૨૫. ચિરવિદાય


શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ--૨૫ચિરવિદાય
' શું કરીએ ભાઈ !' ચંચળે ગવરીશંકરને કહ્યું  ' કવિરાજના નિમિત્તનું જે કાંઈ કરીએ છીએ
 અવળું  ઊતરે છે. ' 
તમે કરવા ગયા અમારું ને એમનું ભલુંને તમને નમાજ પઢતાં મસ્જીદ કોટે વળગી  શેઠ સાહેબને ઊલટા ચાવડીએ લઈ ગયા. ' 
મને તો ફિકર થાય છેભાઈપીળી પાઘડીવાળા એમને ઉપાડી ગયાએમને ત્યાં શું કરશે ? '
ગવરીશંકરે કહ્યું  ' પીળી પાઘડીવાળાની મજાલ છે કે શેઠને કાંઈ કરી શકે ? ' ગવરીશંકરને પીળીપાઘડીના સંયમ ઉપર કે શેઠના વ્યક્તિત્વ ઉપર વિશ્વાસ હતો એમ  હતુંખરે વખતે 
બેમાંથી કોણ શું કરે એનો વિચાર કરવા એનું મન ના પાડતું હતુંબાઈ માણસને હિંમત આપવી  મરદનો ધર્મ.
તમારા મોઢામાં સાકરબાકી હું તો એમને..... મેં તો ભાઈ એમને પાછા હેમખેમ જોઉં પછી  મોંમાં અન્નનો દાણો મૂકવાની બાધા લીધી છેને છોકરાંઓ પણ કકળાટ કરી રહ્યાં છેમને તો 
સૂઝ પડતી નથીમને તો હું ચાવડીએ જાઉં એમ થાય છે.' 
બાઈ માણસથી તે જવાય ? તમે ધરપત રાખોસહુ સારાં વાનાં થશે. ' ભાઈમાણસથી જવાય કે નહિ  પ્રશ્ન ગવરીશંકરને રજૂ કરવો અસ્થાને લાગ્યો
આપણે ઘેર પોલીસ આવેઆપણા મહેમાનોને હાંકી કાઢે  કાંઈ ઓછી નાલેશી છે ? મને તો થાય છે કે ગામમાં હું મોં કેમ બતાવીશ ? ' 
કાં શું વાંધો છે તમને મોં બતાવવામાં ! ' બારણામાંથી ચતુરદાસ શેઠનો અવાજ સાંભળીને ચંચળ હર્ષના અતિરેકમાં એમની સામે જોઇને રડી પડીચતુરદાસે પાઘડી ખીંટીએ મૂકતાં ચંચળ
ને કહ્યું  ' બસ કે ? મારી પાછળ તારે છાતી કાઢીને ઊભું રહેવું જોઇએ કે આમ મીણનું પૂતળું થવું જોઈએ ?  તો ઠીક છે કે સાહેબ બહુ ભલો માણસ છેમાણસને ઓળખે છેએટલે તો 
હેમખેમ આવ્યાપણ સરકાર માબાપ છે ને જાણે અજાણે આપણો પગ અવળો પડે ને મને કાંઇ થયું હોત તો તું તો માથે હાથ દઈને રોત  કે બીજું ? '
ના શેઠજીસાવ એમ નથીશેઠાણી તો ચાવડીએ આવતાં હતાંમેં એમને રોક્યાંકે શેઠ તો દેશ પરદેશ ખેડેલા માણસએક શું દશ ગોરાને ઘોળીને પી જાય એવા છેઆખરે તો અમારા
કવિરાજના ચેલાનેઅમારા કવિએ તો સાહેબને એવા જીભના સપાટાઅ ચખાડ્યા કે સાહેબ તો ચૂં કે ચાં બોલી   શક્યોમિયાંની મીંદડી ! ચતુરદાસ શેઠ  કિસમના માણસ છે.
એને સાહેબ વળી શું ડરાવે ? ને ચતુરદાસ શેઠ ડરી જાય એમાં માલ શો ? ' 
આમાં ડરવાડરાવવું જેવું હતું  નહિ. ' ચતુરદાસ શેઠને વાતનું વહેન બીજે ધોરિયે 
ચડાવવાનું ઠીક લાગ્યું  ' જીભાજોડીનીય વાત  હતીવાત હતી કાયદાના એક મુદ્દાની પૂછવા મને સાહેબે યાદ કર્યો ને ફોજદારે વાતનું વતેસર કર્યુંસાહેબે મારી પાસે માફી માંગી. ' 
માફી માગી ? કેમ  માગે ? હું શું કહેતો હતો તમને ? કવિરાજનો ચેલો ક્યાંય દાબ્યો દબાય  વાતમાં માલ શું ? ' 
ગવરીશંકરે આવું કે આવી મતલબનું પોતાને કહ્યું હોવાનું ચંચળને ખ્યાલમાં નહોતુંપણ  કાંઇ મોટી વાત  હતીમોટી વાત તો  હતી કે ચતુરદાસ પાછા આવ્યા હતા - હેમખેમ
સલામતહસતાબીજી વાતો ચંચળને મન ગૌણ હતી
હવે કપડાં ઉતારીને તમે બેય જમવા બેસી જાઓછોકરાંઓએ કોઈએ ખાધું નથી હજી  ને રસોઈયાને કારણ વગરનું મોડું થાય ને પછી ? '
મનથી એકદમ હળવી બનેલી ચંચળ જમવાની તૈયારી કરવા ગઈગવરીશંકર ભોજન પહેલાંની સ્નાનવિધિ પતાવવા ઊઠ્યોશેઠ ઊઠીને અંદર ગયાચંચળને એણે ઇશારત કરીને બોલાવી.
એક વધાઈ આપુંહમણાં કોઈને ના કહીશતને એકને  કહી મૂકું છુંસરકાર મને મુંબઈનો શેરીફ નીમવાની છે ! '
શેરીફ એટલે ? '
ગાંડી ! શેરીફ એટલે નગરશેઠહમણાં વાત  કરીશકોઈનેવાત પાકી છેસાઉટર સાહેબે મને કહ્યું. ' પતિના ઉદયથી પ્રસન્નતા અનુભવતી ચંચળ અંદર ગઈશેઠ બહાર હીંચકતા રહ્યા.
શેઠજી ? ' રુરુદિષાથી ભરેલો અવાજ પોતાની પાછળથી આવતો જોઇને શેઠે ચમકીને પાછળ જોયુંઆજાર દેખાતી , પીળી પડી ગયેલી એક બાઈ ઓશિયાળી જેવી ઊભી હતીએના
કપડાં ઉપર લોહીના ડાઘા હતા
કેમ ? મારું કામ છે બહેન ? જુવાન માનો તો વૄધ્ધ લાગે ને વૄધ્ધ માનો તો જુવાન લાગે એવીઆજારીના બિછાના ઉપરથી પાંડુરોગ સદેહે ઊઠીને આવ્યો હોય એવી દેખાતી બાઈને જોઈને
ચતુરદાસનું સાહજિક હમદર્દ દિલ આદ્ર બન્યું  ' મારું કામ છે બહેન તમારે ? બાઈનું કામ તો એને બોલાવું ! ' બાઈની આંખો ભીની બની
ગભરાઓ નાબહેન ! કામ હોય તે કહો. ' 
મારે આપની થોડી મદદ જોઇએ છે ! ' 
કહો !'
મારો પતિ ખૂબ બીમાર છેમને લાગે છે કે એમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ છેજો આપ કોઈ માણસ મોકલીને મને કોઈ વૈદ કે દાકતર બોલાવી અપાવો તો ....હું શહેરની અજાણી
છુંને કોઈને ઓળખતી નથીઆપનો બંગલો ઉઘાડો જોયો ને આપને જોયા એટલે અંદર આવી. ' 
એમાં શું ? હમણાં માણસ મોકલું છું. ' ચતુરદાસ શેઠે હાક મારી  ' અરે રામા ! રામા ! ' 
કોઈ દિવસ નહિ ને શેઠને ખુદને રામા માટે જોરથી બૂમ પાડતા સાંભળી રામો દોડતો આવ્યોચંચળ એની પાછળ ઉતાવળી આવી.
અરે રામા ! ' શેઠે કહ્યું  ' તું કપડાં પહેર ને આપણા વૈદ ભાણજીભાઈને જલ્દી બોલાવી લાવ. ' ્ચંચળ સામે જોઈને શેઠે કહ્યું  '  બહેનનો પતિ બીમાર છે. '
ચંચળે બાઈ માણસ સામે જોયુંએને પારખીએના અવાજમાં કરૂણા આવી  ' આના ઘણીને ફોજદારે માર્યો હતો. ' 
અરરર ! ' ચતુરદાસ બોલી ઊઠ્યા
વૈદની એકાએક બૂમ ઊઠતાં ગવરીશંકર જલ્દી જલ્દી સ્નાનવિધિ પતાવીને ઉતાવળે  અબોટિયું પહેરીને બહાર આવ્યો
આશા બહેન ! ' એના કંઠમાંથી ચીસ નીકળી ગઈ  ' આશા બહેન ! ' ગવરીશંકર દોડ્યોઆશા સામે ઊભો રહ્યોજાણે જોયેલું માનતો  હોય એમ આશાના માથા ઉપરહાથ ઉપર હાથ ફેરવી રહ્યો  ' અરે બહેનતમને શું થઈ ગયું ? 
 તો સાવેસાવ અજાણી નહિપણ ગવરીશંકરની ઓળખીતી નીકળી જોઈને ચતુરદાસ ગવરીશંકર સામે જોઈ રહ્યા
શેઠ ! તમે  કવિરાજ ને શોધો છો ને ? '
હાકેમ ? ' 
જેને તમે શોધો છો  કવિરાજ ગૌતમનાં  પત્ની છેજેને હું શોધું છું એજ  આશાબહેન ! ' 
ચતુરદાસ ખાટ ઉપરથી કૂદકો મારી ઊઠ્યો
કવિરાજનાં પત્ની ! આશાદેવી ? કવિરાજ ક્યાં છે ? '
હું એમને માટે  વૈદને બોલાવવા આવી છું. ' 
કવિરાજ બીમાર છે ? '
પાંજરાપોળમાં નાટક ગોઠવાયું હતુંત્યાં પોલીસ આવીને એમને પાંજરાપોળના મહેતાજી તરીકે નાટક ભજવવાની કેમ રજા આપી એનો ગુનો  ગણીને ફોજદારે ધક્કો માર્યએમાં  મેજ
સાથે અથડાયાએમની તબિયત મૂળ નબળીએમાં એમને છાતીમાં વાગ્યું છે ઘણું ને લોહીની ઊલટીઓ થાય છેઅટકતી  નથી ! '
પોતાના ઉપર તહોમતનામું ધડાતું હોય એમ ચતુરદાસ સાંભળી રહ્યાશું પોતે કવિરાજને ધક્કા મારવા ને ધક્કા મરાવવા  પેદા થયો હતો ? શું પોતાને હાથે કવિરાજની વિડંબના થવાની 
 સરજાઈ હતી ! ' પોતે  બંગલાંમાં કવિરાજની શોધ કરેને પાડોશની પાંજરાપોળમાં  કવિરાજ ખોડાં ઢોરનાં ઘાસ ને દાનનો હિસાબ રાખનારા મહેતાજી તરીકે કામે ! 
આખા મુંબઈમાં જોરશોરથી પ્રસિધ્ધિ કરીને પોતે કવિરાજનું નાટક ભજવવાની તજવીજ કરે પોતાનું નાટક એજ પાંજરાપોળમાં ભજવવાનું નક્કી કરેત્યાં નાટક  અધૂરું રહે ને કવિરાજ
ને પોતા થકી પહેલીવાર માર પડ્યો ને પોતે ટિકિટ ચેકરમાંથી શેઠમાંથી નગરશેઠ બન્યોઓહકેવી ફલદાયી છે પોતાને કવિરાજની પૂજાને કેવી દુઃખદાયક છે કવિરાજને  પૂજા !
મારે તો તમનેય ઘણું કહેવું છે ને કવિરાજનેય ઘણું કહેવું છેપણ  બધું પછીહમણાં તો આપણે એમની તબિયત સુધારીએએમને પાંજરાપોળમાં રહેવા દેવાય નહિને તમનેય એમની
સાથે એકલાં રહેવા દેવાય નહિચંચળ ! તમે આશાબહેન સાથે હમણાં ને હમણાં  જાઓગવરીશંકર ! તમે પણ જાઓરામા ! તું  પણ જાખાટલામાં નાંખીને કવિરાજને આહીં લઈ 
આવોને દીવાનખાનામાં એમને મારા પલંગ ઉપર  સુવાડોહું  જાતે જઈને વૈદને તેડી આવું છું - અરે વૈદ શુંસારા દાક્તરને  તેડી આવું છુંતમે જાઓ. ' ચતુરદાસ શેઠ પોતાના
 કપડાં ઉતાવળા ઉતાવળા પહેરવા માંડ્યાઆશાને  બધું સાંભળીને કાંઈક હોંશ આવીગવરીશંકરે ઝપાટાબંધ કપડાં બદલ્યાંચંચળ તો પહેરેલે કપડે  નીકળીજ્યારે તેઓ ઓરડી
 પહોંચ્યા ત્યારે ગૌતમને આશા એશ વળી હતી કાંઈક.  એણે ગવરીશંકરને પિછાણ્યો ને કાળજાં સોંસરવું ઉતરી જાય એવા મ્લાન સ્મિતથી એનો આદર કર્યોઆશાને કહ્યું  '  ગવરીશંકર
ને  પાડોશના શેઠનાં પત્ની તમને અહીંથી લઈ જવા માગે છે  બાજુના બંગલામાં. ' 
ગૌતમે માથું ધુણાવી ના પાડી
કેમ ભાઈ ! શેઠ ને શેઠાણી માણસ સારાં છેને અહીં તમને કેમ રહેવા દેવાય ! ' ગૌતમે માથું ધુણાવ્યુંધીમે ધીમે  પથારીમાં બેઠો થયો  ' ખોડાં ઢોર પાંજરાપોળે  શોભેમારે ક્યાંય 
નથી જવું ! ' 
એમ તે કાંઈ ચાલે ? ને તમારી આવી બેવકૂફ વાત કોઈ માને કે ? ' 
બેવકૂફ ? હું બેવકૂફ  રહ્યો છું જિંદગીભર. હવે શાણા નથી થવુંમારી હાંસી કરાવવા માટે નથી જવુંઆશા ! મારે ક્યાંય નથી જવું. ' 
 ગવરીશંકરે કહ્યું  ' પણ તમારે માટે શેઠ દાકતર બોલાવવા ગયા છે ! '
મારે કોઈ દાક્તર નથી જોઈતાકોઈ શેઠે નથી જોઈતાતમે આવ્યા  તમારો પાડપણ તમેય જાઓઆશાને એકલી રહેવા દોઆશા ! જિંદગીભર મારી કહ્યાગરી બનીને રહીહવે મને
શું કામ પજવે છે ? શા માટે મારી બેવકૂફીનું પ્રદર્શન કરે છે ? રહી રહી ને મારી નાલેશીમાં તને મજા આવે છે ? આશા ! તને હવે વધુ નહિ સતાવુંમોત આવી ચૂક્યું છે મારું ને હું મારી માતા
મને  બોલાવે છે  સાદ સાંભળું છું . મને શાંતિથી મરવા દે આશા !  મારી બેવકૂફીમાં મરવા દેલોક મને બેવકૂફ માને છેહું પોતે મને બેવકૂફ માનું છુંઅરેરે ! મેં જેટલી કવિતાની સેવા 
કરી એટલી જો ભગવાનની સેવા કરી હોત તો મારે મરતી વેળાએ આશાનું જીવતું પ્રેત જોવું ના પડત.....બેવકૂફ.....બેવકૂફ....બેવકૂફ......' 
ગૌતમ ! ગૌતમ ! ' આશા રડી પડી
સ્તબ્ધ બનેલા ગવરીશંકર ને ચંચળ બહેન ગૌતમના માથાના ઉપરવાસે ઊભાં રહ્યાંગૌતમ એને જુએ નહિ ને ઉશ્કેરાય નહિ ! 
આશા ! મારી પાસે બેસતારે બહુ થોડીવાર બેસવાનું છે હવે હો બેવકૂફ માણસ તને સુખી નથી કરી શક્યો ! આહ ! તને સુખી જોવાની મારી કેટલી ઇચ્છા હતી ! આશા ! મને વચન 
આપમારા મૃત્યુ પછી તું પુનર્લગ્ન કરજે ! '
ગૌતમ ! '
સાચું કહું છું આશા ! તાંરો શું વાંક ? '
ગૌતમ ! હું તને મરવા નહિ દઉં . '
મારી ટિકિટ કપાઈ ગઈ વખતે વગર ટિકિટે મારે મુસાફરી નથી કરવીટિકિટ કપાઈ છેગાડીયે આવી ગઈ છેહવે મને ક્યાંય ખેસવીને મારુમ મોત ના બગાડીશ કોઈ માણસને 
આવવા દઈને મારા મોતની હાંસી  કરાવીશઆશા !  ઓરડી બંધ કરી દેએને તાળું મારી દેએની ચાવી મને દે ! ' 
ગૌતમ ! '
આશા ! તું આટલી નિર્દય  સમે થાય છે ? મારી કવિતા ગઈમારી શ્રધ્ધા ગઈમારી માણસાઈ ગઈમારી નિરાશા પણ તું મારી પાસેથી લઈ લેવા માંગે છે ? મારુમ એટલુમ ભાથું યે તારે મારી પાસે નથી રહેવા દેવું ? '
ગૌતમ ! ગૌતમ ! ' 
સમજ્યોતને તારો બાપ યાદ આવ્યોગવરીશંકર તને તેડવા આવ્યો છે ને તારે જવું છેતું યે જાખુશીથી જા. ' 
આંસુ લૂછી હોઠ પીસીને આશા ઊભી થઈએણે ગવરીશંકર અને ચંચળને બહાર કાઢયાંકહ્યું  ' માફ કરજોપણ હવે દાકતરની જરૂર નથી કેટલા ઉશ્કેરાય છે  તમે જુઓ છો. '
ઓરડીની એણે સાંકળ દીધીમાથે તાળું દીધુંચાવી ગૌતમને આપીપોતે ગૌતમ પાસે બેઠી
ગૌતમહવે તો ખાતરી થઈને કે મને બાપ નથી સાંભર્યા ને બાપના ઘરનું તેડું પણ મને નથી આવ્યુંજ્યાં તું ત્યાં હું -- જીવ્યે અને મૂવે. '
ચતુરદાસ શેઠ બહાર કોટમાંથી ગોરા દાક્તરને તેડીને આવ્યા ત્યારે એમણે ગવરીશંકર અને ચંચળને હતાશ જેવાં બેઠેલાં જોયાંચંચળે એમને સમાચાર આપ્યા
ગૌતમ ક્યાંય જવા માગતો નહોતોગૌતમ કાંઇ દવા કરવા માગતો નહોતોગૌતમનો અંતકાળ આવી ચૂક્યો હતો ને કોઈ દાક્તર કે દવા હવે એને મદદ કરી શકે એમ  હતુંને ગૌતમ
કોઈને મળવા કે જોવા કે સાંભળવા માગતો  હતો ! ને એના ઉપર હવે કશું દબાણ કરવું  નર્યો અત્યાચાર થશે ! '
ચતુરદાસે દાકતરને વિદાય કર્યા પછી પૂછ્યું  ' તેં કવિરાજને નજરો નજર જોયા ' 
હા. '
કેવા છે ? '
ઝૂંટારાને હાથે જખમી થઈને આપણો છોકરો ઘેર મરવા આવ્યો હોય એવા  લાગે છે. ' 
હું જઉં આશાબહેન પાસેમારે બીજું કાંઇ નથી જોઈતુંએકવાર દર્શન કરવાં છે. '  ચતુરદાસે ગયાઓરડીના બંધ બારણા આગળ ઊભીને એમણે કહ્યું  ' આશા બહેન ! મને એક્વાર દર્શન કરાવોમારે બીજું કાંઇ નથી જોઈતું. ' પરંતુ ઓરડાનાં બારણાં ઊઘડ્યા નહિઅંદરથી કોઈએ જવાબ  આપ્યો
બહેનહું ક્યાંય જવાનો નથીક્યાંય ખસવાનો નથીબહાર ઊભો છુંકામ હોય તો બોલાવજોમારું ૠણ અદા કરવાનિ એટલીયે તક નહિ આપો મને ? ' ધીમેથી ઓરડીનાં બારણાં જરા 
ઊઘડ્યાં ને આશાએ ધીમે સાદે કહ્યું  ' આપનો તો હું શું ઉપકાર માનું ? પણ  ઉશ્કેરાય છેને મને  ખોટું લાગે છે. ' બારણું પાછું બંધ થયું
સવારના પહોરમાં સારા મુંબઈ શહેરમાં સમાચાર ફરી વળ્યા કે જે કવિરાજની કવિતાઓએ જુવાનોને પાગલ બનાવ્યા હતા ને બુઢ્ઢાઓને જુવાન બનાવ્યા હતા તો પાંજરાપોળમા મહેતાજી
તરીકે કામ કરતા હતા ને એમનો અંતઃકાળ આવ્યો છેએમનો  જીવનદીપ કાં બુઝાયો હશે કે કાં તો બુઝાઇ જશેઘડીતાલમાં . ને લોકોનાં ટોળા પાંજરાપોળ આગળ જમા થયાં
કવિરાજ ! કવિરાજ ....કવિરાજ ! ' 
ચતુરદાસે આશાને ફરીને વિનંતી કરી  ' બહેન ! મને એક્ને તો તક આપોએમનાં દર્શન કરવાનીયે  મારી પાત્રતા નથીએમના હજારો પ્રેમીઓ આવ્યા છેશું એમને પણ તમે દર્શનથી 
વંચિત રાખશો ? '   આશાએ અર્ધ બેભાન ગૌતમ સામે જોયુંબારીમાંથી નીચે ટોળે વળેલાં લોકવૄંદ સામે જોયું . નીચે આખો રસ્તો લોકનાં ટોળાંથી ચિકાર ભરાઈ ગયો હતોલોકોનાં ટોળા
માંથી વારંવાર એક  અવાજ ઊઠતો હતોલોકો આતુર વદને ઊંચે જોઈ રહ્યા હતામાનવીઓના મનોભાવ તરત કળવા મુશ્કેલ છેમાનવીના ટોળાના મનોભાવ ક્ષણમાત્ર પણ છાના રહી
શકતા નથીઆશાએ ગૌતમને કહ્યું  ' ગૌતમહજારો માણસો તને જોવા આવ્યા છે. ' 
એક બેવકૂફ કેમ મરે છે  જોવાને ? '
 ' નહિએના કવિને જોવાને. '
કવિ ક્યારનોય મરી ગયોપાંજરાપોળનો મહેતો છે હવે ! '
ગૌતમતારે મારું મોઢું સદાય કાળુમ કરવું છે ? '
કેમ ? '
મારું મોઢું તો ઉજળું રાખઉજળું બનાવતને લાગે છે કે માણસો તારો ઉપહાસ કરેબતાવી દે કે સિંહ બોડમાં ભરાય છે હરણોના ટોળાંથી ડરીને નહિશિકારીઓનાં ટોળાંથી ત્રાંસીને નહિમાત્ર પોતાના જખમ પંપાળવાને'
હા.' 
 ' તું રાજા હો તો મારી બેવકૂફીનો ઉપહાસ છેલ્લો વહેલો સાંભળીશમને ટેકો આપમને રવેશમાં લઈ જા. ' ગૌતમે મહાપ્રયાસે બેઠો થયોઆશાએ ટેકો આપ્યોરવેશમાં આવીને તેઓ 
ઊભાંગૌતમે લોકટોળાં સામે જોયું ને લોકટોળાએ ગૌતમ સામે જોયુંલોકટોળાંએ કવિનું મોટા હર્ષની બૂમથી સ્વાગત કર્યુંગૌતમે લોકનો મનોભાવ પારખ્યોઆદર અને પ્રેમ પારખ્યો
આમાંથી કોઈ ઉપહાસ કરવા નથી આવ્યાપણ બધાયે એની વિદાય લેવા આવ્યાં છેને કોણ જાણે ક્યાંથી એની કાયામાં જાણે બળ દોડવા લાગ્યુંએના હૈયામાં જાણે સુકાયેલાં ઝરણાં 
ફરી તાજા થયાંએણે આશાને દૂર ધકેલીબારણાં ઊઘડતાં દોડી આવેલા ચતુરદાસ સામે જોયું નહિ
કેવળ લોક - જેને માટે એણે લખ્યું હતું - અને જે એમને પહોંચી ચૂક્યું હતું એવા લોકો - સામે જોયું . એના ચહેરા ઉપર પ્રભા ખીલી ઊઠી અને બીમારીનો થડારોય  સંભળાય એવા બૂલંદ 
સૂરે એણે લોકોની વિદાય લેતું હૈયામાંથી ગંગાસરવણીની જેમ પ્રગટતું કાવ્ય ગાવા માંડ્યું

એકાએક એનો અવાજ જરા થડક્યોએણે એક એક લથડિયું ખાધુંકોઈનેય કાંઇ સમજ પડે  પહેલાં સમતોલપણું ગુમાવીને રવેશમાંથી  નીચે ઊથલી પડ્યો.  નીચે ઊભેલા લોકોના માથા ઉપર  પડ્યો - ને એના પ્રાણ ઊડી ગયા હતા. (ક્રમશઃ)