શનિવાર, 20 ફેબ્રુઆરી, 2016

માનસી


હા, હું માનસી છું કહોને આપ કોણ? મને શબ્દો સાથે પ્રેમ છે ને રંગો તો બધા મને રીઝવે છે. પણ તમે મને ક્યારે મળેલા તે યાદ તો કરાવો.શબ્દો અને રંગોનો જન્મોનો સથવારો છે. કેટલીય રચનાઓનો ઉદભવ તસવીરોમાંથી થાય છે તો કઈ કેટલીય રચનાઓ તસવીરમાં પરિણમે છે.અને લોકો હોળી ની રાહ જુવે છે વસંત ની રાહ જુવે છે કે રંગો ક્યારે બિખરાશે જીવનમાં. અને કોઈક એવા ને મળીએ અને રંગો ભળી જાય જિવનમાં. માનસી પણ એવી હતી જેને મળે તેને ખૂબ વ્હાલી લાગે. તેના ગાલ ના ખાડા બધાને ખૂબ ગમતા.મીઠ્ઠુ મીઠ્ઠુ બોલતી પરાણે વ્હાલી લાગે .
"બિના કંગન ઔર કોઈ ગેહને ભી નહીં ફિરભી તુમ કિતની પ્યારી લગતી હો"મહમદચાચા વ્હાલથી માથે હાથ ફેરવતા બોલ્યા. "જી" બોલી શરમાતી માનસી અભી નો હાથ પકડી ને ભાગી. પણ ગયેલી તે ગયેલી છેક બે દિવસે પાછી ફરી લોકો તો ખૂબ વિચારતા હતા કે શું થયું કે અભી ને માનસી ભાગી ગયેલા. બોલવાની કે કંઈ પણ કેહવાની સખત મનાઈ હતી કારણ કે જો બોલશે તો તેને ને તેના ભાઈ અભી ને ઉપાડી ને લઈ જશે મહમદચાચા ને વખતે તો મારી નાંખશે. ખુબ આજીજી કરી ત્યારે બે દિવસે પાછા ફરવા મળ્યું હતું. વર્ષનો અભી તો ખુબ ગભરાઈ ગયો હતો ને વર્ષની માનસી પોતાની સમજ પ્રમાણે પોતાના કાકા-કાકી પાસે રેહતા હતા. કાકા મોટા ભાગે બહારગામ રેહતા ને કાકી ને પોતાની કીટી પાર્ટી માંથી સમય ન્હોતો મળતો. પણ ઘરની રસોયણ મંજુલા બંને ને જમાડ્તી-નવડાવતીને ધ્યાન રાખતી પણ ત્રણ દિવસથી તેને પણ તાવ આવેલો ને મોકો જોઈને બંને ને મહમદચાચા ઉપાડી ગયા. ખિલખિલાટ રમતી હસતી છોકરી ગભરું ને ગંભીર બની ગઈ !! મા વગર કદી સાચી શિખામણ પણ કોણ આપે તેથી મોટા ભાગે ચૂપ રેહવા લાગી.
મૂડી લોહીની ધાર છે મહોબતના સવાલો ને હું શું ભરું,મૂડી લોહીની ધાર નાહક નક્શા ભરું
વતની યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું…સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું! આવું કઈક આઠ વર્ષની માનસી લખ્યું કે પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી. પણ વાંચવાનું કોણ હતું...૧૦ વર્ષની બાળકી જ્યારે કેહવાતા કાકા ના હાથનો શિકાર થઈ ત્યારે તેની ડાયરીના પાના ચીસો પાડી રહ્યા હતા.
માનસી મુજ ને કહે લોકો ને થાય કે ઉડતી ફિરુ મળે મોકો
એક અધુરી વાતને વધારે લોકો જરાંક જો મળી જાય મોકો
સિધ્ધ તો કરવા ને સપના ફૂલો ને પણ કચડે વિના મોકો
અડગ રહી ઉભા રહે થોર લોકો જાણી જોઈને ખોળે મોકો
રૂદન કે હાસ્ય તેથી છૂપાવે લોકો ભૂંસાવી નાંખે મળે મોકો
મા વગર મળી શિખામણ કે ના ભાળ્યું માન ને મોકો
ધબકતું કેમ રહ્યું છે હૈયું થઈ જાય બંધ રાહ જુવે છે મોકો 
તો પણ ક્યાંથી ખોવાશે મુજની અંકિત છાપ ના ખોળો મોકો
----રેખા શુક્લ
અને નો ઉકેલ પોતે પોતાની રીસ્ટ કાપી ને કરતી. સમજાયું પોતાને પણ કે પોતે આવુ કેમ કરે છે !! યુવાવસ્થા ની મૂઝવણો ના ઉકેલ ની એક માત્ર બારી નશો...નસ કપાઈ જશે તેની પણ બીક નથી. સમજાય માતા-પિતા ને આજના સમયમાં શું અઘરું છે ? મા-બાપ થવું તે કે બાળક થવું તે?  ટ્વેલ્થ ગ્રેડમાં આવી ને તેની ઓળખ તેના ટી્ચર મિસિસ વસુધાબેન સાથે થઈ!. એક મા ની ગરજ સારી જાણે...વાત વાતમાં અંગત પ્રશ્નો ના ઉત્તર મળી ગયા ને એમણે તેને સમજાવી કે મુસીબત નો સામનો કરવા તુ સ્પોર્ટ્સ જોઇન કર, રીડ મોર ને મેક યોર સેલ્ફ સ્ટ્રોન્ગ. સ્કૂલ પછી તારે આગળ પણ ઘણો સામનો કરવાનો છે. હું તારી સાથે છું, તને રાત દિવસ ક્યારેય જરૂર પડે તો હું છું ! મને ખબર છે કેહવું સહેલું પણ કરવું ઘણું અઘરું છે. યુ કેન રીચ મી ઓન માય સેલ એની ટાઈમ કહી માથે હાથ ફેરવ્યો ને માનસી તેમને વળગીને ખૂબ રડી પડી. જીવનમાં આજ પેહલી વાર કોઈએ તેનું સાંભળ્યું. તેને દિલથી સ્પર્શી કોઈ પણ ખરાબ ઇરાદા વગર. અભી ને લઈને બંને જણાએ કરાટે ક્લાસીસ ચાલુ કર્યા. વસુધાબેન ફી ભરતા ને બંને પર નજર રાખતા. ઘરે મંજુલાબેન પણ હતા . મુસીબતો થી ભાગવા બારણાં નહીં તો દ્વાર ખોલી તોય ઘણું. આમ બારી ના કઠેડે માનસી બેસી ને વિચારે છે પોતાનું ભવિષ્ય ને અભી નુ ભાવિ. એક બીજા સાથે રહીશું તો કંઇક કરી શકીશું તેથી તે અભી ને સમજાવતી ને પ્રેમથી પોતાની વાત ગળે ઉતારી શકતી. હવે વસુધાબેન ટીચર મટી મનોમન મોમ બની ગયા છે. તેની ડાયરી માં પતંગિયા ને ફૂલો સાથે મૌલિકતા ભરેલ કવિતાઓ ઉભરાય છે. વસુધાબેન ખૂબ ખુશ છે. એમની પડોસમાં રેહતો સંજીવ ક્યારેક મીઠ્ઠુ સ્માઈલ આપતો તે તેમણે જોયું હતું. એક સ્ત્રી બીજી સ્ત્રી ને વધુ સમજી શકે છે. પણ મારા મતે પૂરૂષોમાં જતુ કરવાની સારાશ વધુ હોય છે. કેમકે આખરે તેમને તમે ખુશ થાવ તે જોઈએ છે.

સંજીવ હવે ક્યારેક અભી ને તો ક્યારેક માનસી સાથે હલ્લો હાય કરે છે. પણ વસુધાબેન ની સામે તેની હિમંત નથી થતી.. સંજીવ નો ફેવરીટ સબ્જેક્ટ કેલ્ક્યુલસ છે. પણ પોતે નાટક કરે છે કે માનસી તને મારા કરતા વધુ આવડે છે ને મને હેલ્પ કરીશ તો હું જ્લ્દી શીખી લઈશ. હજુય માનસી ભોળી છે. તેણે તેને હેલ્પ કરવાની ચાલુ કરી, રોજ લાઈબ્રેરીમાં મળતા. આમને આમ મહિનો થયો હશે ને એક દિવસ માથે પાટો બાંધીને સંજીવ આવતો જોયો...હાય,હાય શું થયું ? કહી ધસી આવતી માનસી ને તે જોઈ રહ્યો. મનોમન લડ્ડુ ફૂંટ્યા પણ રોતલ મોઢે જવાબ આપ્યો કે પડી ગયો ને માથામાંથી લોહી નીકળ્યું હતું ને પાટો પણ બાંધવો પડ્યો. ઓય મા, બહુ દુઃખે છે ? કહી માનસી માથે હાથ ફેરવી રહી. અજાણતા દુનિયાને ભૂલી ગઈ ને બે મિનિટ પછી પાછી ખસી ગઈ !! સંજીવને ખૂબ ગમ્યું પ્રેમ નું બીજ તો ક્યારનું ફૂટ્યું હશે આજ ઉષ્મા શું મળી કૂંપણ ફૂટી નીકળી. માનસી ને પણ લાગ્યું કે પોતે સંજીવને લાઈક કરે છે ને સંજીવ તેને. "આજનો યુવાવર્ગ કાંડા કાપે-આપઘાત કરે કે રેપ ના શિકાર બને તે માટે સમાજ માત્ર નહીં પણ દરેક વ્યક્તિ જવાબદાર છે અને મક્કમ મનોબળ ને તાકાતવાન સ્ત્રી એક પુરૂષ સમોવડી થઈ ને જુદા જુદા ક્ષેત્રો સર કરી શકશે તે માટે હેલ્પીંગ હેંડ વડીલો દેવો જોઈએ શાળા ને સંસ્થા નો પૂરતો ફાળો મળે તો પાંચ આંગળી મુઠ્ઠી બની જાય ને મુક્કો બને તો સમાજ સામે ટક્કર લઈ શકાય " સ્કૂલ ના ન્યુઝ્પેપર્સ માં તેનું કોલમ હંમેશ આવતું પણ વખતે તેણે જે લખ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું ને ઘણી બધી છોકરીઓ ભેગી મળી ને એક સ્પોર્ટ્સ સેંટરમાં ભેગા મળી પોતાની રક્ષા કરવાનું ઝૂંબેશ માથે લીધું. બાજુ સંજીવ ને પણ ગમ્યું કે પોતાની સાથે રેહવા છંતા માનસી જેવી છોકરી ઇન્ડીપેન્ડન્ટ રહી એક સારી મિત્ર બની રહે છે. હેલ્ધી સમાજ ની ગરજ સારે છે. એક બીજાની હૂંફે વધાય આગળ પણ આપમેળે સામનો કરી શકતી નવયુવાપેઢી જરૂર નવુ પૂરવાર કરશે...કે સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પુરૂષથી પણ વધુ સિધ્ધિ મેળવી શકશે. ને આજ જોઈએ તો બંને એકબીજા ના પૂરક એક સિક્કા ની બે બાજુ છે ને.--રેખા શુક્લ