સોમવાર, 2 નવેમ્બર, 2015

Rafiki


"મિત્ર મૂવી જોઈ ત્યારે ટેકનોલોજી ના જમાનામાં પતિ-પત્ની પણ અજાણતા ઓન-લાઈન ફેસબુક પર મળી ગયા...વાતો વાતોમાં ફરી પ્રેમમાં પડી જાય છે ત્યારે એમ થાય કે દરેક ને એક મિત્ર જોઈએ જ છે. રફીકી નો મતલબ એજ છે. સો મેની એંજિન સર્ચમાં વેબસાઈટ પણ વધુ માધ્યમ પૂરવાર થયું યુટ્યુબ ને ફેસબુક. ને એમા સેઈમ ઇન્ટરેસ્ટવાળા મિત્રો મળ્યા. ફોન માં ક્લેરીટી નાઅ લીધે સુંદર આવ્યા તો ફોટા તો તારલાં થઈને ઝળહળ્યાં. બધાને કંઇક કેહવું છે અને કેહવાઈ રહ્યું છે આર્ટ ની દુનિયા ગજબની જૉઈ..પ્રેરણાને આનંદ ઘણી મળે. આ એક સુંદર ઓપોરચ્યુનિટી મળી છે જેથી બધાનો આભાર માની શકું. દિલથી દરેક માં ઇશ્વર જોયા છે. બધા ખુશ રહે એમ મારું વિચારવું છે બાકી કોઈને એમ પણ થાય કે કેમ આટલા બધા કાવ્યો કે આટલા બધા ફોટાઓ પોષ્ટ કરે છે..એક માત્ર ઉત્તર કે આજ જેવા કાલે થોડા દેખાશું ખરા ?? ના, તેમ હાથ-પગ પણ કાયમ ચાલશે ખરા ?? તો પછી આજે કેમ નહીં?? આ મારું મંતવ્ય કદાચ બીજા ને ગમે ના ગમે...આમને આમ સમય આવી જશે સ્મશાન ની એશ-ટ્રે માં આયખાની રાખ ખંખેરી નાંખવાનો..તો "માય ડીયર ડીયર રફીકી"(યુ નો હુ યુ આર-કોના કોના નામ લખું ? બધાનો ઉમેરો કંઈ રીતે કરું?) આજની ઘડી જીવી લઈએ, માણી લઈએ. દિપોત્સવી આવી ને ચાલી જશે વર્ષો ખંખેરતી પાનખર વૄધ્ધાવસ્થા ઉંબરે ડોકાઈ રહી છે ત્યારે તો ગમતું થોડું કરી લઈએ. બાકી આપણી જેમ તો દુનિયા પણ બદલાઈ રહી છે....ફોર બેટર...ફોર વર્સ..." ટ્રેનમાંથી ઉતરતા પેહલા કેતકી અને આશા ની વાતો ચાલો રહી હતી. બાજુમાં બેઠેલી સીમા બધુ સાંભળી રહી હતી. માથે દુપટ્ટો સરખો કરતા જરાંક હસી ને બારી ની બહાર જોવા લાગી ને પોતાના વિચાર માં ગરકાવ થઈ ગઈ.

"કિસ બાત કા ખૌફ હૈ ? બસ સિર્ફ યહીં કી ઇન્સાન ઇન્સાન કો માર રહા હૈં..ખુદ રાત ભરભર જાગના ખાન સાહબ કે લિયે અરછા નહીં ..જબ કોઈ આતા નહીં દિલસે મિલને ....ઔર મેરા બચ્ચા..ન તો વો મોહસીન રેહ સકા ન તો વો મોહન બન કે જી સકા !! દુનિયા કા સતાયા હુઆ..યહાં કોઈ નહીં થા ઉસ્કા રફીકી !! યે પાની કે બુદબુદે કરે પાની સે હી દુશ્મની ઔર પાનીસે હી દોસ્તી ? " ફોનમાં દિકરા ના ફોટા પર હાથ ફેરવતા મનમાં બોલી "દેખ તેરે સંસારકી હાલત ક્યા હો ગઈ ભગવાન....કિતના બદલ ગયા ઇન્સાન !! "
------રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો