વેકેશન માં જવાનું નક્કી કરી બે ફેમિલી એક સાથે પ્રાઈવેટ પ્લેન માં અલાસ્કા ફિશિંગ ટુર માટે નીકળ્યા. આબોહવા ને હવામાન ખુબ ધુમ્મસ વાળું થઈ જતા સામે કઈ દેખાતું ન્હોતું ને પ્લેન
ક્રેશ થયું જેમ્સ તેની વાઈફ કેથી દીકરી સેરા ને દિકરો માઈક બધા ને ઇજા થઈ હતી. જેમ્સ ના પગ ચાલતા ન્હોતા લોહી ખુબ નીકળી રહ્યું હતું. કેથી ફસાઈ ગયેલી કે માંડમાંડ હાથ ઉંચો કરી
શકતી હતી. ક્રેશ થયેલ પ્લેન ના તૂટેલ ભાગ નીચે માઈક દબાઈ ગયેલો અડધો ને ખૂબ જખ્મી થયેલો. ને સેરા ખૂબ નાની ૭ વર્ષની ગભરાયેલી પણ હાથમાં થોડુંક વાગેલું...ડઘાઈ ગયેલી.
જેમ્સે ઓરેંજ કલર ની નાની ફીશ ને એક જાર માં પાણી સાથે કેદ કરેલી તે આમતેમ ફરતી રેહતી. રેસક્યુ ચાર્ટર હેલીકોપ્ટર આવી ને ચાલ્યું ગયું વીઝીલીબીટી ખુબ ઓછી હતી તો પણ બધા
ખૂબ જોર જોર થી ચિસાચિસ કરીને હેલીકોપ્ટર નું ધ્યાન દોરવા માંગતા હતા જાણે કે તેઓ સાંભળી શકત. નિરાશા ને નિઃસાસા ને અનહદ દુઃખાવો હતો. જેમ્સ સમજાવતો રેહતો કે ચિંતા ના
કરો ને કોઈ સૂઈ ના જાય...દિકરાના માથાને ઉંચકી ને થોડો ટેકો આપ્યો કે જેથી તેને જોઈ શકે પણ વધુ કાંઈના કરી શક્યો. નાના સંતરા પણ ચાર જ હતા તે જાણે છેલ્લું ખાણું હોય તેમ બસ
ખાઈ ને ફિશ જાર માંથી પાણી પીધું ખબર હતી અંદર પેલી ફિશ હતી તો પણ તેને અવગણી ને...ઉપરથી કેથી પ્રેગનેન્ટ હતી ને તેને તરસ લાગેલી. સાંજ થવા આવેલી ને દૂર શિયાળીયાઓ
નો અવાજ આવતો હતો...નાની સેરા રડતી હતી જો પાસે આવશે તો શું થાશે...જેમ્સે તેને માંડ ચૂપ કરી ને કીધું અવાજ સાંભળીને તે પાસે આવશે તો પછી ફાડી ખાશે. પછી થોડી વાર માટે
નાની નીંદર લેવાનું કીધું અત્યાર સુધી જાગતા રેહવાનું કેહતો હતો હવે આશા ઓછી હતી કે કોઈ બચશે...બધા ઘવાયેલા..થાકેલા ને નિરાશ થઈ ગયેલા. ભગવાન ને તેણે પ્રાર્થના કરી ને
કહ્યું થેંક્યુ ફોર નાઈસ લાઈફ. કેથી મનોમન સમજી ગયેલી અલવિદા નો સમય આવી ગયો છે...!! ને ત્યાં જ તેમણે ફરી હેલીકોપ્ટર નો અવાજ સાંભળ્યો...દોરડા ની સીડી ને માણસ ના
પગ જોતાં જ બધા રડી પડ્યા...હરખના આંસુ...!! પ્લેન માં કેથી ને સૌથી પેહલા લઈ ગયા હોસ્પીટલમાં ડોકટરે કીધું ઇટ્સ અમેઝીંગ કે તે બેબી સાથે સરવાઈવ કર્યુ પણ બેબી ના જીવંત
રેહવાના ચાન્સીસ ઓછા છે...! એક પણ દુઃખાવાની દવા લેવાની મના કરી ને કેથી તેના પરિવાર ની ચિંતા કરતી હતી...એક મા જ કેટલું પોતાના બાળકને ચાહે છે તે કોઈ ના સમજી શકે
મા સિવાય...! માત્રુત્વની પરાકાષ્ઠ્ઠા ...! ટુ સરવાઈવ વીથ ઓરડીલ ને સ્ટીલ થીંકીંગ ફોર અનબોર્ન ચાઈલ્ડ ...ને થેંકફુલ કેથી ને ખબર પડી કે ઓન્લી ટુ સરવાઈવલ છે...તો વધુ પરેશાન
થઈ ગઈ કે ચાર અમે સાથે ઓ.કે હતા વોટ ડુ યુ મીન ઓનલી ટે મેઈડ ઇટ !! રોંગ ઇન્ફર્મેશન મળેલ ચારે બચેલા પણ બીજુ કપલ નોટ સરવાઇવ...નાની સેરા તેમના માટે ખુબ રડતી હતી.
રીકવરી લોંગ હતી પણ આખરે બધા ભેગા હતા...ને સેરા ને બ્લ્યુ આઈઝ વાળી સીસ્ટર મળી..રડતા રડતા કેથી ને જેમ્સ નવાગંતુક ને ખોળામાં તાકી રહેલા...જેને રામ રાખે તેને કંઈ ના
થયું ...આ હકીકત સત્યઘટના છે. ---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો