મંગળવાર, 10 માર્ચ, 2015

ઠાકોરભવન

ઠાકોરકાકા નો ઠ્સ્સો એટલો કે એમની પર્સનાલિટી ને મેચ તો કરેજ ...પણ પૈસો ઘણો બધો ને સમાજ ના માનનિય તો ખરા જ. રાજુલ ને અંજના તેમની બે દિકરીઓ ને પરેશ તેમનો નાનો દિકરો. બે માળ ના આલિશાન બંગલામાં માળી , ઘરમાં મહારાજ, ડ્રાઈવર ને એક ઘોડાગાડી વાળો પણ ખરો...બધા ના ક્વાટર્સ પણ બંગલામાં ...ને આગળ મોટો ઝાંપો...ઠાકોરકાકા સાંજ પડે ઘોડાગાડીમાં નીકળે...ઇરાનીયન સફેદ ઘોડો ઠક ઠક ચાલતો નીકળે ...એની મદમસ્ત છટા માં !! બધા નાના છોકરાઓ ઉભા રહી જાય ને જુવે...માથે લાજ કાઢીને જતી નારી એનો ઘુંઘટ ઉંચો કરી ને જોઈ લે ...અહાહા ઠાકોરકાકા ને શેઠાણી બા કેવા રૂપાળા લાગે છે...ઘોડાગાડી પણ કેવી સરસ બે બાજુ રૂપાળા લેન્ટર્નસ રાતના ઝગમગે..!! વિક્ટોરીયા તળાવની ગોળ ફરી પાછી ફરે...!! માથે ઓઢી ને બેઠેલા શેઠાણી બા ખુશ નજર પડે !! રાજુલ મોટી ભણી રહી તો તેના માટે માંગુ આવવાનું હતું ...ઘર જોઈને કોઈ ના કહી શકે તેમ જ ન્હોતું...અંજના તો રૂપરૂપ નીઅંબાર..!! બંને માં દોઢેક વર્ષનો જ તફાવત...રાજુલ ને જોવા આવેલ આશિષે બધાની સામે જ કીધું મને અંજના પસંદ છે ...રાજુલ નહીં...રાજુલ બિચારી ઝંખવાણી પડી ગઈ...!! તે દિવસે પરેશે એની બાઈક બહુ રફ ચલાવી હતી...ગુસ્સે થયેલો..તે કોઈની નજર બહાર ન્હોતું ગયેલું પણ કરે શુ??? મા-બાપ વિચારી રહ્યા હતા કે શું કરવું...આમેય પરણાવાની તો છે જ બંનેદિકરીઓને...!! આહુતિ આપતા હતા મંત્રોચ્ચારથી ને અંજના એ પણ હોમી દીધી જાત એમાં પ્યારથી. આ બાજુ રાજુલ સમસમી ને લગ્નમાં ગઈ તો ખરી પણ મનમાં એક ગાંઠ પડી હું મોટી છું તેનાથી વધુ ભણેલી છે ને જેને પતિ માનવો હતો તેને જીજુ કેહવાનો ??? અને જેણે તેને શ્યામળી હોવાને લીધે ના કહી હતી ...બસ આટલા છીછરા માનસના માણસ !! હું કે એજ્યુકેટેડ અપટુડેટ વ્યવહારુ ને કામગરી સ્ત્રી છું તેમાનું કશું તેણે જોયું જ નહીં...!! પરેશ ને રાજુલ તે રાત્રે ખુબ રડેલા...રાજુલે કીધું મને દોષિત ભલે બીજા માને પણ તું નહીં માનતો ભાઈ !! હવે હું છું તેવી જ છું ...!! પણ આવી રીતે પાંચ છ જણા ની ના આવી કોઈએ કહ્યું ને કોઈ ના કહી ને ચાલી ગયું !! હું એક બંધ કિતાબ...કવર ઉપર થી કેમ વંચાઉ...? બકુલ ત્રિપાઠી નો લેખ આવેલો ગુજરાત સમાચાર માં ને બીજો એક ફાધરવાલેસ નો ...!! બંને વાંચતા વાંચતા તે રડમસ ચેહરે
બાથરૂમ તરફ દોડેલી કોઈ જોઈ ન જાય તેને રડતા...!! અંજના આ બાજુ સાસરે પહોંચી તેના દેખાવે તેની સાસુ સાથે અણગમો પેદા કર્યો...આટલી રૂપાળી વહુ છે તો ઘરમાં હવે સાસુજીનું મહત્વ ઘટી જશે...તેથી પેહલેથીજ તેને દબાણ માં રાખતા...મહિના દહાડા પસાર થયા ન થયા...ફૂલ ની જેમ ઉછરેલી ઠાકોરકાકા ની અંજના સૂકાઈ ગઈ...! સમજ્ણ આવી ગઈ કે અહીં માવડિયા પતિ ને એક ટ્રોફી વાઈફ જોઈતી હતી...ઘરજમાઈ થઈ ને રેહવું હતું જ્યારે પણ એક્લી ઘરે જાય તો આવે ત્યારે શું શું લેતી આવજે ની માંગણી લિસ્ટ હાથમાં થામી દે તો...પરેશ ખુબ પરેશાન હતો પણ કાંઈ કહી ન્હોતો શકતો...રાજુલ ચૂપચાપ પોતાના રૂમમાં ભરાઈ રેહતી તો સાળી આધી ઘરવાળી કહી કોઈ પણ આગાહી વિના તેના રૂમમાં
પ્રવેશતો...રાજુલ સેહમી સેહમી પરાણે હસ્તી ક્યારેક શરમ ની મારી આધી પાછી થવા રૂમ માંથી નીકળી જતી...તો તેના રૂમ માં નજર નાંખી જોઈ લેતો તેની પસંદ ના પસંદ ને પર્સનલ ચીજો જાણે પોતાની જ ના હોય...!! એક વરસાદી સાંજ નો મોકો મળ્યો ને તેણે તેનો લાભ લીધો...આમેય ઘણીવાર અડપલાં તો કરતો જ હતો..આજે તો હદ વટાવી દીધી ...તેણે સાડી ચેંજ કરતી જોઈ ગયો બસ કસથી પકડી તેને પલંગ પર પછાડી તેના મોં પર હાથ દાબી દીધા..રાજુલ તરફડતી રહી..તેની ચીસો ને ઉંહકારા સાંભળવા કોઈ હાજર ન્હોતું !! લથબદ ભારે શરીરે..પગમાં કળતરે માંડમાંડ તે ઉભી થઈ ..લાગ્યો ડાઘ કોરા શરીરે ક્યાં થી ભૂંસાય પણ પરાણે જાણે શરીર ઘસી રહી...ચોળાયેલા ને ચૂંથાયેલા વાળ ને કપડાં ની સળો પોકારી રહી હતી ...તેના હોઠ થરથરતા હતા..કોને જઈ ને કહે કે હા આજે તેનો બળાત્કાર થયો છે...!! શેઠાણી ને જાણ થતાં તેમને હાર્ટ એટેક આવેલો...ઠાકોરકાકાએ ઘોડાગાડી વેચી દીધી હતી. ને શેઠાણી ને લઈ ને બીજે ગામ જવાની તૈયારી કરવા લાગ્યા..હવે કયl મોંઢે આ જ્ગ્યા એ રેહવું અહીં?? દિકરી તો કાળું મોં કરી ને બેઠી છે...!! અરે મારા મા-બાપ કેમ કઈ સમજતા નથી આમાં મારો શોં વાંક છે તે તો કહો...!! વીક પછી થોડી સ્વસ્થતા ને ઉંડા શ્વાસે તેણે અંજના ને વાત કરી...અંજના તો માનવા તૈયાર જ ન્હોતી...તેણી એ તેને જ દોષિત કહી...! કે તું જૂઠું બોલે છે...તું મારા થી જલે છે કેમ કે તને પતિસુખ મળ્યું નથી ..!! આખરે જ્યારે પરેશ ને વાત મળી તેનાથી ના રેહવાયું...ગમે તે કારણ હોય પણ વાત આટલા હદે પહોંચી જ કેમ...તે અંજના ને મળવા તેના ઘરે ગયો ને ત્યાં બારીમાંથી તેણે અંજના ને બીજા પુરૂષ સાથે જોઈ...!! ઓહ માય ગોડ..શું નું શું થઈ રહ્યું છે કંઈ ના સમજાયું...!! અંજના ને તેના પૈસા મળતા ને તેમાંથી ઘર ચાલતું ...એશઆરામ ની હદ હોય ને...!! પણ ગરજવાન ને અક્કલ ના હોય...!! અંજના ના રૂપ નો દુરુપયોગ થઈ રહ્યો છે...!!
સાસુ હવે સાથે નથી તો પતિ તેના પર જુલમ કરે છે...ના કરવાનું કરાવે છે ન કરે તો મારે છે...!! અહીં રૂપ અભિશાપ બની ગયું છે..તેની સામે રેહતા બિંદેશ એક વાર વાત વાતમાં અંજના ના વખાણ શું કર્યા કે અંજના ને ઘર માં પૂરી રાખે...ને હવે તો ઘરે લાવે કોઈ પણ વ્યક્તિને ને અંજનાને પરાણે સંભોગ કરાવે...કેટલી વિચિત્ર વાત કે પાછો સામે બેસી ને જુવે નફ્ફટ !! ને પૈસા લઈ ને તેનો દોષ કાંઢે કે યુ કેન ડુ બેટર બેબી યુ નો...!! પરેશ થી હવે ના રેહવાયું તેણે હાથમાં જે આવ્યું તે ઉગામ્યું ...લોહી નું એક ખાબોચિયું થઈ ગયું ...અંજના ફાટી આંખે મોં દાબી ને રડી રહી હતી...પરેશ કહે તું ચાલ મારી સાથે તે પેહલા કેમ ના કીધું ...!! બંને બાઈક ઉપર 
રવાના થયા...બધા એક બીજા ને દોષિત ગણતા હતા...સે સમથીંગ બિફોર ઇટ ગેટ્સ આઉટ ઓફ હેંડ...પરેશ કહી રહ્યો હતો..હવે તો ટુ લેઈટ...વી હેવ ટુ રવ અવે..પણ ક્યાં...!!  રાજુલને જાણ થઈ તો તે તો આભી જ થઈ ગયેલી...પોતે કાળી હતી દોષ વગર દોષિત ઠહેરાવેલી...અંજના નું રૂપ તેના માટે દોષિત ઠેહરેલું...ભાઈ ના ગુસ્સા એ ન કરવાનું કર્યું ..પોલિસ તો તેને જ દોષિત ઠહેરાવશે...સામે ચાલી ને તે કીધા વગર ઘરની બહાર નીકળી.. ઓટો પકડી ને રેલ્વે સ્ટેશને ગઈ ...રાત પડવા આવેલી ને ઘુમ્મસ આજે ઘણું હતું...પ્લેટફોર્મ પર ઓછી અવર જવર ને ચહેલ પહેલ હતી...બાંકડા પર પ્લેટફોર્મ ની લાઈટ માં કંઈક લખી રહી હતી...!! બે ત્રણ ટ્રેન આવી ને ચાલી ગઈ પણ તે ત્યાં જ બેઠેલી હતી...આ બધુ થવા પાછળ પોતાનો જ વાંક હતો તેમ તે લખી રહી હતી..ને આખરે કરેલા બળાત્કાર નો આજે બદલો પણ લઈ લીધો છે...બધો આરોપ ને દોષ પોતાનો જ છે તેમ લખી એક છાપા પર કાગળ ને પેન ભરાવી ઉભી થઈ રહી હતી..ટિકીટ વિન્ડો માંથી ત્રિપાઠીજી તેને તાંકી રહ્યા હતા..ઉભાથઈ ને પૂછશે કંઇક..ત્યાં તો એક મોટી સીટી વગાડતી ટ્રેન પ્લેટફોર્મ નજીક આવી રહી હતી...બાંકડે બધુ મૂકી પાણી પીવા ઉભી થઈ...ત્રિપાઠીજી એ હાથ ઉંચો કર્યો તો સામે રાજુલે પણ હા માં માથું ધુણાવ્યું...અચાનક ટ્રેન તરફ ફરી ને ઝંપલાવ્યું...ફાટી આંખે ત્રિપાઠીજી જોતા જ રહી ગયા...ટ્રેન ના રૂકવાના ચિત્કાર સાથે રાજુલ ના શરીર ના ટુકડે ટુકડે થઈ ગયા હતા..!! રાજુલ ના પોતાના હાથે લખેલું લખાણ પોલિસ ને ધરતા ત્રિપાઠીજી ધ્રુજી ઉઠ્યાં હતા..આઈવીટનેસ હતા...આંખો દેખ્યો એહવાલ રોતા રોતા હાલે કહી ગયા...એક બે મિનિટ મોડો પડ્યો..!!
હજુ પૂછવા જ જવાનો હતો કે તને ક્યાં જવુ છે દિકરી આવી રાતે...!! પરેશ ને અંજના ને પોલિસ સ્ટેશને બોડી ઓળખવા બોલાવામાં આવ્યા ને અંજના ને પરેશ તો અરેરાટી ના શોકમાં હા સિવાય કંઇ બોલી પણ ના શક્યા...!! સફેદ ઝભ્ભામાં પરેશ આજે વધુ ફિક્કો પડી ગયેલો લાગ્યો..અંજના ને આછી વાદળી સાડીમાં જોઈ પોલિસે આંખ મારેલી...સારું થયું પરેશે તે જોયું ન્હોતું...!! ઠાકોરકાકા ને શેઠાણી પાછા ફરેલા..આવી ને અવાક...દિકરી વિધવા બની ગઈ...!! બીજી એ આપઘાત કરેલો...ને પરેશ સૂનમુન રેહતો..બંને થી જોવાતું ન્હોતું ...શું કરું હવે લાલજી ...મારી સ્મશાન જેવી આ થઈ ગઈ હવેલી..!!! ઉપરા ઉપરી બની ગયેલા અણબનાવો દિવસ ને રાત તરવરતા...ઉંઘ વેરણ થઈ ગયેલી હતી...પ્રસવેદ બિંદુ ઓ ને આંસુ જ્યારે ને ત્યારે ટપકી પડતા...પરેશ બહુ પરેશાન રેહતો..અંજનાની ખામોશી તેનાથી સેહવાતી ન્હોતી...સમાજ ની સામે કોની નિર્દોષતા પૂરવાર કરું ને કોની નહીં..ગડમથલ ચાલતું રેહતું...! વ્યક્તિ બીજા ના ઓપિયનથી જો દુભાય તો તેનો શો ઇલાજ !ધોળા તો ગધેડા પણ હોય ને કાળી તો કોયલ પણ હોય !! ને આ જિંદગી છે તો માન અપમાન તો રેહવાના...પણ માન થી ના ફૂલાઈ જવું કે અપમાન થી ના છકી જવું..બધું જાણવા છંતા રાજુલે પોતાના ઉપર દોષ સ્વીકારેલો પોતાના ભાઈ બહેન માટે...!! નવે સરથી નવા નાંકે નવી દિવાળી..નવું વર્ષ આવ્યું પરેશ ને અંજના નૈનિતાલ માંથી આજે પાછા ફરેલા...ઘર ખંડેર જેવું લાગતું હતું માળી પાણી પાઇ રહ્યો હતો...બાજુવાળા માસી ના ઘરેથી જમવાનું આવતું હતું તે જોઈ એની આંખમાં આંસુ આવી ગયા..ઠાકોરકાકા ને શેઠાણી બા પથારીવશ હતા...માંડ માંડ ઉભા થઈ ને પરેશ અંજના ને જોતાં બોલ્યા આવી ગયા તમે લોકો.?આછા અંધારા ઓરડામાં ચશ્માં ચડાવતા પતિ પત્નિ એક બીજા ની ઓથ વગર ઓશિયાળા લાગ્યા ને બંને રડી પડ્યા..!! બદામ ના ઝાડ પર મોરલો આવતો..અગાશીએ ટહુકતો..પરેશકાયમ તેને ખોખા -આખા શિંગદાણા ખવડાવતો....તે ઝાડ હવે રહ્યું ના રહ્યું માંડમાંડ વંડીને અડી ને ઉભું હતું ...એક માળી ના હોવા છંતા ફૂલો ઉગવા તૈયાર ન્હોતા..જાણે બધુ રડમસ ખખડતું ઠેહરી ગયેલું સ્થિર !! નૈનિતાલ માં સારું કમાતા હતા તે બધું લઈ ને આવેલા...અંજના ને મા-બાપ ની આંખ માં ઉત્સાહ ને ઉમંગ જોવો હતો ...પરેશ ને પૂછી ને થોડું રંગરોગાન કરી ઘર પેહલા જેવું ઓલમોસ્ટ કર્યું...હવે તે ઘરમાં શાંતિ થી રહે છે ..શેઠાણી બા સાથે મંદિરે જાય છે. આરામ ખુર્શી માં ઠાકોરકાકા ને પરેશ વાતો કરતા બગીચા ની મજા માણે છે...!! બાજુવાળી વર્ષા આવી ને અંજના સાથે રોજ ભળે છે ને આખરે પરેશ ને વર્ષાના લગ્ન થઈ જાય છે...ઠાકોરભવનમાંથી હવે ઠાકોરજી ના ભજનો સંભળાય છે.
....રેખા શુક્લ

રવિવાર, 8 માર્ચ, 2015

શર્મિલા

કવિતા નો કેકારવ ને હ્રદયના લેખ..તો વારંવાર વાંચતા આવ્યા..પણ સ્ત્રી પોતાની મરજી મુજબ જો જીવે તો લોકો ને કેમ નથી ગમતું સમજાતું નથી ક્યારેક..ધબકતું હૈયું હોય ઉમંગ થી ખળભળ હૈયા પર મૌન નામ નું તાળું લગાવી ને રેહવાનું કેમ હોય...? એમ વિચારતી રીચા હજુ બહુ ન્હાની હતી પણ આમ કેમ તેમ કેમ ??? એને મળો એટલે હંમેશ પ્રશ્નો ની ઝડી નો સામનો કરવાની તૈયારી રાખવાની. તેનું વિચારમંથન ચાલતું હતું ને પાર્ક માં ચૂપચાપ જોઈ રહી...તેની બહેનપણી શર્મિલા મજા કરી રહી હતી ને પોતે પોતાના જગતમાં ખોવાયેલી..! આ શર્મિલા ને બધું કેહવા જોઈએ તેની પાકી સખી હતી ને....રોજ રોજ ની વાતો સાંભળી રીચા વિચારે મારે ત્યાં તો આવુ કઈ જ નથી થાતું તારી મમ્મી ને પપ્પા કેમ રોજ રોજ ઝગડે છે ? એક વાર પૂછ્યું પણ ખરું ...શર્મિલા કહે અમે છ બેહનો છીએ..મોટીબેન ને જોઈ હોય તેવું યાદ નથી...તે ફિલિપાઇન્સ માં રહે છે !! ને મારો ચોથો નંબર છે મને કોલેજ પણ કરાવશે નહીં તેમ કહે છે હજુ તો નવમું ધોરણ પતશે...! તનેજ મારા અંતર ની વાત કહું છું હો..નાની બેન નું પણ ધ્યાન મારે જ રાખવાનું હોય છે જ્યાં સુધી મમ્મી હોય ત્યાં સુધી તો ખરું જ આજે વળી સ્કુલ માંથી વેહલા છુટ્ટી થઈ ગઈ તેથી તારી સાથે પાર્કમાં, બાકી નાની રેવતી માંડમાંડ બોલતી હોય કે રડતી હોય તો હું જ રાખું તેનું ધ્યાન ...તે બિચારી નો શો વાંક જન્મી ત્યારથી તેને નથી દેખાતું..
ને થોડું કાલુ બોલે પણ સમજે તો બધું જ છે..પણ પપ્પા તેને માર્યા વગર વાત ના કરે...તો હું લઈ આવું મારી પાસે...ને સમજાવું પ્રેમથી..પપ્પા ઓફિસ થી આવ્યા છે તો થાકી ગયા હોય પછી વ્હાલ કરશે તને ...પણ આ પછી ક્યારેય આવેજ નહીં...હા મમ્મી રાત્રે સૂવડાવતી વખતે જરુર ગીત ગાતા સૂવડાવે...એના એજ કરૂણ ગીતો...કદાચ મમ્મી કઈક કેહવા માંગતી હશે આ ગીતો દ્વારા કે શું ...!! વ્યથા ને વ્યાધિ ઉંબરે ઉંબર ડોકાય પણ બારી કોણ ખોલે છે ને ક્યારે ખુલે છે ?? રિચા જ તેની બારી કે ખુલ્લુ દ્વાર બને તો...ઘરે આવી બધી વાત મમ્મી ને કરી છાપામાંથી ડોકિયું કાઢી મમ્મી બોલી તો આમાં રેવતી નો કે શર્મિલા નો કોઈ વાંક નથી પણ સારી સંસ્થા માં જો તેનો ઉમેરો કરે તો કઈક શિક્ષણ ને તાલિમ મળી રહે ...આખરે પોતાના પગ પર ઉભી રેહતા શીખી જાય તો સારું ને..!! લેટ મી સી વોટ કેન આઈ ડુ..!! રિચા ને પણ મદદ તો કરવી જ હતી પણ કઈ રીતે થશે તે વિચારતી હતી ...તેણે પૂછ્યું મોમ આવું કેમ થતું હશે...તેને પણ પ્રેમ તો જોઈએ જ ને...બાળકનું ના દેખાવા છંતા અપંગ કે કદરૂપુ હોવું શુ બાળકનો વાંક હોય છે ? નહીંજ ને તો પછી મા કુમાતા નથી થઈ શકતી તો આ જમાના માં આવો પિતા કેમ હશે..? શા માટે આટલી બધી દિકરી ઓ ??બેટા દરેક પોતાના નસીબ લઈ ને આવે છે આપણે કોઈ ઉપાય શોધીએ. નટુભાઈ પટેલ ને પપ્પા સારી રીતે જાણે છે વાત કરી જોઈએ...!! રેવતી ને સ્કૂલમાં મોકલી દેવાશે તું ચિંતા ના કર. ને હા તારી સખી શર્મિલા ને ક્યારે ઘરે લાવીશ...?? હું પૂછી જોઈશ. નટુભાઈ યુ એસ માં આવેલા ને પપ્પા ઓફિસ માં બહુ બીઝી હતા...વાત કંઈ થઈ ના શકી. આ બાજુ શર્મિલા  પર પણ અત્યાચાર વધતો જતો હતો...રેવતી ને મારી મારી ને અધમુઈ કરી નાંખેલી...ત્રણ દિવસ થી ખાવા ન્હોતું આપેલું શર્મિલા એ પણ ના ખાધું ...મોમ ને માસી ને ત્યા જાવું પડેલું તો પપ્પા ને ખુલ્લુ મેદાન મળી ગયુ જાણે...! શબ્દ ને ના અવકાશ મળે તો તે બિચારી શું કરે...રેવતી ઘરેથી ચાલી ગયેલી ને રાત પડી ગયેલી...શર્મિલાએ ઉંબરે રડતા રડતા પગ મૂક્યો..આંટી ને કહે મારી બહેન ને ગોતી દે રિચા...પણ મમ્મી ને પપ્પા તો કાશ્મીર ગયા હતા...શું થશે હવે...?? ઘરે જઈશ તો પપ્પા શું કરશે તે પણ ખબર નથી મારી બીજી જોડકાં બહેનો રૂમમાં સંતાઈ ગઈ છે ને હા સૌથી નાની બેન ને લઈ ને પપ્પા જમવા બેઠા છે ..કેન યુ
હેલ્પ પ્લીઝ ??? તેનુ રડવાનું બંધ ન્હોતું થતું ...! પાડોશી રંજનમાસી ને ત્યાં બંને ગયા ને રંજનમાસી એ તેમને આશ્વાસન સાથે વચન આપ્યું ...પોલિસ ને ફોન કરીને બધી બાતમી જણાવી ફ્રસ્ટ્રેટેડ પિતાની હાલત પણ વિચિત્ર છે પણ આ તો સરાસર ના ઇન્સાફી છે. રેવતી મળી તો ખરી પણ તળાવ માં ડૂબી ગયેલી મળી. શર્મિલા ચુપચાપ થઈ ગઈ જાણે હંમેશ માટે..હવે રિચા ને તે મળતી નથી. રિચા તેની પાસે જઈ શકતી નથી..તેના પપ્પા ના ડર થી શર્મિલા સ્કૂલ માં નથી આવતી. શુ થયું હશે તેનું વિચાર વંટોળ માં ક્યારે ઓટો વાળાએ હોર્ન માર્યુ ને તે પણ યાદ નથી...અરે અરે જોઈ ને રસ્તો ક્રોસ કરો ને..કેહતો તેતો આગળ વધ્યો..!
આગળ જોઈ ને ચાલતા પણ શું અડફેટમાં નથી આવી જાતા.. ડહોળાઈ ગયું મન આજે તો. સમાજ ના કેહવાતા રિવાજો..પુત્ર ઝંખના માં વધતી દિકરી ઓ ની સંખ્યા..!! રિવાજો પ્રમાણે નહીં પણ સમય પ્રમાણે વર્તવું તે પણ વ્યક્તિ ઉપર આધારીત છે.ને પુત્ર કે પુત્રી માં હવે શો છે તફાવત...ઉપરથી જ્યારે આવી રીતે અપંગ ને ખોડ ખાંપણ વાળા બાળક બાળકી ની તો વધુ પ્રેમ થી ઉછેર કરવો જોઈએ...પણ આવક કરતા જાવક વધારે હોય ત્યાં બીજું શું સંભવિત છે ??  વર્ષો પછી અચાનક એક દિવસ પોરબંદર રિચા ને જવાનું થયું ..ગુરૂકૂળ માં તેની સંચાલિકા તરીકે નિમણુંક  થયેલી. ને રાબેતામુજબ હિસાબ કિતાબ માં ને શિક્ષકગણ માં અવેજી માં આવતા સર્વે સાથે ખુબ સારી રીતે વર્તતી...જિંદગી જાણે યંત્રમય પણ નિયમિત ચાલી રહી હતી...સ્કુલ માંથી ક્યારેક વેરાવળ સોમનાથ પ્રભાસપાટણ જાવાનું થતું આજે ફરી આનાકાની કરતા જોડાણી હતી. દરિયા કિનારો વિશાળ જોઈ ને જ મન ખુશ થઈ જાય..મંદિરે દર્શન કરી પાછી વળી રહી હતી ને તેની નજર સામે શર્મિલા ને પગથિયે બેસેલી જોઈ...રિચા બાજુમાં આવી ને ઉભી હતી પણ તેને ખબર પણ ન્હોતી. ખરેલા પૂષ્પમાં રિચા સુગંધ ખોળી રહી હતી...રુંધાતા શ્વાસે ઉંહકારો કરી જ લીધો...શર્મિલા તું કેમ છે..?? ક્યાં ખોવાઈ ગયેલી...શું કામ તું સ્કુલમાં ના આવી...??બધું પૂછવું હતું પણ તે કાંઈના બોલી શકી...તેની શુષ્ક હથેળી દાબતા.."શર્મિલા" કેહતા રડી પડી...!! શર્મિલા ના ખોળામાં એકાદ બે વર્ષનું હેન્ડીકેપ્ડ બાળક રડતું હતું ...ને તે તેને પ્રેમથી સમજાવી રહી હતી...તું જે માને છે તે બધું જ ના થયું ..મારા લગ્ન કરી નાંખવામાં આવ્યા..ને મે પ્રેમથી તેમનું બાળક સ્વીકારી લીધું ...ભલે મે જન્મ નથી આપ્યો..જન્મ આપી ને મા ગુજરી ગઈ હતી મને તો ખબર પણ ના હતી કે તેમના લગ્ન થયેલા ને આવું બાળક પણ છે..પણ હું ખુશ છું જો મન રેવતી પાછી મળી ગઈ છે...હું તેને સ્કુલ માં મૂકીશ ...જરૂર ભણાવીશ. રિચા ને રડતી જોઈને તે બોલી નબળુ પાસુ જાણી લઈને પાછળ ના પડીએ..આડા અવળા ઉભા થઈ ને આગળ બસ વધીએ..ને રિચા એ જોડાઈ ને કહ્યું ખુશી માટે જિંદગી છે ને ખુશી વ્હેંચી લઈએ..!! પણ રિચા મારે રજની ને ભણાવી છે ને હું જોબ ગોતું છું ...રિચા કહે પોરબંદર મુવ થઈ જા તો જોબ અપાવું...ગુરૂકૂળમાં હું સંચાલિકા છું તું આવીશ ને ??? શર્મિલા ગુરૂકૂળ માં જઈ ને બધું નક્કી કરી આવી હતી ને તેના પતિનું એક્સીડન્ટ માં અવસાન થયું...!! કેટલી વાર પરીક્ષા લેશે આ ભગવાન આ છોકરી ને મા હવે ક્યાં જશે..?? જોબ કરે કે છોકરું સાચવે? પ્રેમ ની જ્યોત પ્રજવલ્લીત રાખતી દીવડી જ ઓલવાઈ જશે કે શું ?? રિચા તેને મળી ને ઘરે જ લઈ આવી અહીં જ સાથે રહી ને આપણે બંને સખી નહીં સગી બહેન ની જેમ રેહશું ને રજની ને મોટી કરીશું...!! દુઃખ નું ઓસડ દહાડા...રજની મોટી થતી ગઈ ને સમાજ માં ભળતી ગઈ..!! શર્મિલાએ રિચા ને પૂછેલું પણ ખરું તે કેમ લગ્ન ના કર્યા..?? રિચા કહે હું ખુશ છું મારા ગુરૂકૂળ માં મારી શર્મિલા સાથે ...તો તે શું ઓછું છે કહીને વાત ટાળી કાઢી...!! મંદિરમાં ઘંટનાદ થાય ને ત્યારે રૂંવાડા જાતે ઉભા થઈ જાય...ઘૂઘવતાં દરિયે બેસો ને આંખો બંધ કરો ને શિવલિંગ નજરે તરવરી જાય...એક મુસલમાન રિક્ષાવાળો હાથ પકડી ને હિંદુ ને દર્શન કરવા લઈ જાય ...આ બધું રિચા ની નજર બહાર ન્હોતું જતું...પૂજારી ની નજર ક્યાંક બીજે ગઈ કે રજની ઉઠી ને શિવલિંગ ને વળગી ગઈ...બે મિનિટમાં હો હો થઈ ગઈ..શર્મિલા થોડી ઝંખવાણી પડી ગઈ...રિચાએ શિવસ્તુતિ અડધેથી બંધ કરી રજની નો હાથ પકડી ને લઈ ગઈ...!!સ્પેશલી ચેલેંજ શબ્દ વાપરવો ઉચિત કેહવાશે હેન્ડીકેપ ને બદલે...ઇમોશનલી તે હજુ ૬ વર્ષની બાળકી જ હતી ..પણ રજની મોટી થઈ રહી હતી !!આમ જો તેની વર્તણુંક નહીં બદલાય તો તેને હેન્ડલ કરવી ભારે પડશે..!! નમેલી આંખે ટપક્યાં અશ્રુ ડુબતા સૂરજ ને વંદી રહ્યા. નટુભાઈ ના ફોનથી સંસ્થામાં દાખલ કરી ને રજની ને ખુશ જોઈને બધા રાજી થયા હતા...રજની હવે હોંશે હોંશે સંસ્થામાં અઠવાડિયે બે દિવસ ૪ કલાક ત્રણ દિવસ ૫ કલાક જાય છે ..સંસ્થામાં રોજ રોજ નવું નવું બનાવાય છે...જુના ન્યુઝ પેપરની શોપિંગબેગ બનાવે છે..ઘર આંગણે સજાવાતી રંગોળી એક ચોરસ કાપેલી ડિઝાઇન માં નિયમ પ્રમાણે મોતી ચોંટાડી ખુશ ખુશ થાય છે તો ક્યારેક નાની નાની દિવડી ઓ ને રંગે છે. સામે એક ક્રાફ્ટ ની દુકાન છે ત્યાં શર્મિલા જતી રહે તેની રજની ને સંસ્થા માં મૂકી ને ..!! ક્યારેક કઈક લે ક્યારેક જસ્ટ વિન્ડો શોપિંગ....!!
પ્રેમ ત્યાં રોજ કામ કરે તેને શર્મિલા ગમી ગયેલી..ઉમંર માં પણ બહુ તફાવત ન્હોતો ..એક દિવસ પ્રેમે પ્રસ્તાવ મૂકયો ...તેને રજની સાથે પણ બનતું ક્યારેક તે શોપ માં આવતી એકાદ બે શેલ્ફ રમણભમણ કરી ને ખુશ થતી...પ્રેમ કદી રોકેટોકે નહીં !! ઉપર થી એકાદ વસ્તુ ખુશ થઈ ને આપે. શર્મિલાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ને ત્રણે જણા એક સાથે રેહવા લાગ્યા...રિચા ફરી વિચારી રહી...પુરૂષ પુરૂષ માં કેટલો ફેર...!! હવે દર રવિવારે ચારેય ભેગા થાય ક્યારેક પિકનિક, ક્યારેક સિનેમા, ક્યારેક નાટક, તો ક્યારેક જ્સ્ટ બેસી ને બગીચે વાતો કરે છે...બધા નો મેળ થઈ ગયો છે ને રજની હવે થોડી થોડી સમજુ ને ડાહી લાગે છે. તેની સંસ્થા ની નવી વસ્તુ બનાવવી તેને ગમે છે. રિચા ક્યારેય તેની વાતો નથી કરતી માત્ર ટાળી દે છે...! પ્રેમ ક્રાફ્ટના નવા પ્રોડક્ટ ની વાત કરે તે સાંભળી ખુશ થાય છે ..કલા છે ભોજ્ય મીઠી, ભોક્તાવિણ મળે નહીં અને દરેક માં કલા તો હોય જ છે ...રેવતી ની સ્મૄતિની નાજુક આંગળીએ સાકાર થતું નાનું સ્વપ્ન એજ રજની...!! સંસ્કૄતિની સાચી સમજ જ આ ,ને તલાશે ઇશ્કની આછી રોશની પણ આ રજની જ ને !!
--------રેખા શુક્લ

શનિવાર, 7 માર્ચ, 2015

અલાસ્કા


વેકેશન માં જવાનું નક્કી કરી બે ફેમિલી એક સાથે પ્રાઈવેટ પ્લેન માં અલાસ્કા ફિશિંગ ટુર માટે નીકળ્યાઆબોહવા ને હવામાન ખુબ ધુમ્મસ વાળું થઈ જતા સામે કઈ દેખાતું ન્હોતું ને પ્લેન
ક્રેશ થયું જેમ્સ તેની વાઈફ કેથી દીકરી સેરા ને દિકરો માઈક બધા ને ઇજા થઈ હતીજેમ્સ ના પગ ચાલતા ન્હોતા લોહી ખુબ નીકળી રહ્યું હતુંકેથી ફસાઈ ગયેલી કે માંડમાંડ હાથ ઉંચો કરી
શકતી હતીક્રેશ થયેલ પ્લેન ના તૂટેલ ભાગ નીચે માઈક દબાઈ ગયેલો અડધો ને ખૂબ જખ્મી થયેલોને સેરા ખૂબ નાની  વર્ષની ગભરાયેલી પણ હાથમાં થોડુંક વાગેલું...ડઘાઈ ગયેલી.
જેમ્સે ઓરેંજ કલર ની નાની ફીશ ને એક જાર માં પાણી સાથે કેદ કરેલી તે આમતેમ ફરતી રેહતીરેસક્યુ ચાર્ટર હેલીકોપ્ટર આવી ને ચાલ્યું ગયું વીઝીલીબીટી ખુબ ઓછી હતી તો પણ બધા
ખૂબ જોર જોર થી ચિસાચિસ કરીને હેલીકોપ્ટર નું ધ્યાન દોરવા માંગતા હતા જાણે કે તેઓ સાંભળી શકતનિરાશા ને નિઃસાસા ને અનહદ દુઃખાવો હતોજેમ્સ સમજાવતો રેહતો કે ચિંતા ના
કરો ને કોઈ સૂઈ ના જાય...દિકરાના માથાને ઉંચકી ને થોડો ટેકો આપ્યો કે જેથી તેને જોઈ શકે પણ વધુ કાંઈના કરી શક્યોનાના સંતરા પણ ચાર  હતા તે જાણે છેલ્લું ખાણું હોય તેમ બસ
ખાઈ ને ફિશ જાર માંથી પાણી પીધું ખબર હતી અંદર પેલી ફિશ હતી તો પણ તેને અવગણી ને...ઉપરથી કેથી પ્રેગનેન્ટ હતી ને તેને તરસ લાગેલીસાંજ થવા આવેલી ને દૂર શિયાળીયાઓ
નો અવાજ આવતો હતો...નાની સેરા રડતી હતી જો પાસે આવશે તો શું થાશે...જેમ્સે તેને માંડ ચૂપ કરી ને કીધું અવાજ સાંભળીને તે પાસે આવશે તો પછી ફાડી ખાશેપછી થોડી વાર માટે
નાની નીંદર લેવાનું કીધું અત્યાર સુધી જાગતા રેહવાનું કેહતો હતો હવે આશા ઓછી હતી કે કોઈ બચશે...બધા ઘવાયેલા..થાકેલા ને નિરાશ થઈ ગયેલાભગવાન ને તેણે પ્રાર્થના કરી ને
કહ્યું થેંક્યુ ફોર નાઈસ લાઈફકેથી મનોમન સમજી ગયેલી અલવિદા નો સમય આવી ગયો છે...!! ને ત્યાં  તેમણે ફરી હેલીકોપ્ટર નો અવાજ સાંભળ્યો...દોરડા ની સીડી ને માણસ ના
પગ જોતાં  બધા રડી પડ્યા...હરખના આંસુ...!! પ્લેન માં કેથી ને સૌથી પેહલા લઈ ગયા હોસ્પીટલમાં ડોકટરે કીધું ઇટ્સ અમેઝીંગ કે તે બેબી સાથે સરવાઈવ કર્યુ પણ બેબી ના જીવંત
રેહવાના ચાન્સીસ ઓછા છે...! એક પણ દુઃખાવાની દવા લેવાની મના કરી ને કેથી તેના પરિવાર ની ચિંતા કરતી હતી...એક મા  કેટલું પોતાના બાળકને ચાહે છે તે કોઈ ના સમજી શકે
મા સિવાય...! માત્રુત્વની પરાકાષ્ઠ્ઠા ...! ટુ સરવાઈવ વીથ ઓરડીલ ને સ્ટીલ થીંકીંગ ફોર અનબોર્ન ચાઈલ્ડ ...ને થેંકફુલ કેથી ને ખબર પડી કે ઓન્લી ટુ સરવાઈવલ છે...તો વધુ પરેશાન
થઈ ગઈ કે ચાર અમે સાથે .કે હતા વોટ ડુ યુ મીન ઓનલી ટે મેઈડ ઇટ !! રોંગ ઇન્ફર્મેશન મળેલ ચારે બચેલા પણ બીજુ કપલ નોટ સરવાઇવ...નાની સેરા તેમના માટે ખુબ રડતી હતી.
રીકવરી લોંગ હતી પણ આખરે બધા ભેગા હતા...ને સેરા ને બ્લ્યુ આઈઝ વાળી સીસ્ટર મળી..રડતા રડતા કેથી ને જેમ્સ નવાગંતુક ને ખોળામાં તાકી રહેલા...જેને રામ રાખે તેને કંઈ ના 

થયું ... હકીકત સત્યઘટના છે. ---રેખા શુક્લ

સોમવાર, 2 માર્ચ, 2015

રૂપા

આખી રાત વિચારમાં  ગઈ ...ક્યારે સમજીશ તું આદિ ? તુજ કાફી તુજ માટે..ચાહવા છંતા તું કાંઈજ ના કરી શક્યો તો વિચાર ને હવે તારી રૂપા માટે હવે તને ડર લાગે છે કે આગળ ઉપર તેનું શું થશેતું એને સમય આપી નથી શકતો..હાજિંદગી હાર્શ છે હાર્ડ છે..પણ તારે એને સ્ટોંગ બનાવાની છે આગળ ઉપર જઈ ને તે મુશ્કેલીઓનો સામનો કરી શકે તેવી...દેવિકાદિદિ નેજો. કેવી રીતે મોટી કરી છે તેની દિકરી ને...કરાટે શિખવાડ્યુ..બોક્સિંગ પણ હમણાં ચાલુ કર્યુ છે..મન્નત માની માની ને બાળકો ની સંખ્યા માં વધારો તો થઈ જાય પણ મોટા કરવા ને મોંધવારી સાથે કદમ મિલાવતા રેહવા બહુ અઘરા છેને ઇરછાઓનો અંકુર ક્યારે ઘેઘુર વડલો થઈ ગયો ને ક્યારે તું મોટો થઈ ગયો તું એને પંપાળી રાખીશ તો રૂપા કદી દૂર નહીં જાય..લાડ કરાય પણ ભૂખલાડ નહીં...નહીં તો આગળ જતાં તને  નડશે તારો પ્રેમ !! ના સમજયો ને...કાલે સ્કૂલે જશે નવા વાતાવરણ માં સૌની સાથે રેહતા શું શિખવું નહીં પડે રૂપાનેભણી ગણી ને આખર બીજા ને ત્યાં  જશે ને દિકરી...તો તેના સૂનમૂન ચેહરા માં ચમક લાવવા તેને શીખવ કે હસ્તા સૌને ગમતાં...પણ દિકરી દિકરા થી કમ નથી ...કારણ ભણેલી હશે તો સારી જોબ મળશે !! બધું છોડી ને પોતાની ઇરછા નો ભોગ આપીને પેટના જણ્યા ને મોટા કરવા  પડે છે...!! જેમ સૌ કરે છેહાપણ હું જ્યાંથી આવું છું ત્યાં તેની કોઈ ને તેની પડી નથી કારણ કે તે છોકરી છે ... કેહવું જોઈએ મારે પણ તે એકલી છે તેની ઉદાસ આંખો મને  શોધ્યા કરે છે ને કામે થી આવુ ત્યારે તો તે સૂઈ ગઈ હોય છે...વ્હોટ નોન્સેંસ છોકરી છે તો ? આઈ ડોન્ટ બિલીવ ધીસ ...વ્હોટ એરા આર યુ લિવીંગ ઇન..માય ગોડ !! ઇઝ ઇટ યોર ડોટર કે નહીંયસ યસ શી ઇઝ માઈન પણ મારું ફેમિલી મોટું છે....!! ઓકે તો ફેમિલીમાં તો છોકરું સચવાઈ જાય ....!! ને વાત અધુરી રહી ગઈ...!!
સાંભળું છું આવુ ત્યારે ગુસ્સો આવી જાય છેજોંઉ જો આવી મૂવી તો અરેરાટી થઈ જાય છે મને પણ તારી જેમ આદિ !! પણ તું ભગવાન નથી ...પણ તેનો અંશ છે ખરો..ડુ યોર બેસ્ટ ! ગોડ ઇઝ ગ્રેટ ...! કહીને છૂટા તો પડ્યા પણ મન માં વાયુ વંટોળ હતો...સાચે ...હા રૂપ અભિષાપ છે....કોઈ બહેન કહી ને કોઈ સખી કહી ને લાભ લે...
કે છેડતી કરે પણ બધાનો આધાર મન ઉપર છેહાથ પકડ્યો હોય નહીં ને જોઈ ને  કુછ કુછ હોતા હૈં તો પ્રોબ્લેમ...બીજા ને દિલાસો દેવો સહેલો પણ સિચ્યુએશન આવી તો કદાચ ઉંમર કે ફાસલે નહીં રેહતે...આમ તો નામ દઈએ રિશ્તા ને પણ.... આખર તો સ્ત્રી પુરૂષ  ને...!! તો તો કોઈ ને મિત્ર  ના હોય ને...બહેનપણી કે જીએફ અરે કોઇ ગર્લ એસ  ફ્રેંડ એમ ! અને પૂરાણો ને શાસ્ત્રો પ્રમાણે તો સ્ત્રી મા બની જમાડે રંભા બની સૂવડાવે..અરે પણ વાસ્તવિક્તામાં તો જોબ કરતી હોય બીજા ની સાથે હળી મળી ને ઘર કરતાં ઓફિસમાં વધુ રેહવાનું હોય તો પછી કઈ રીતે જીવે તેસતિ સાવિત્રી ની જેમ તો નહીં સીધી સાદી સરળ સ્વભાવની પણ સ્પોર્ટી યંગ લુકિંગ મોર્ડન યુવતિ ને સ્ટ્રોંગ માઈન્ડેડ ટુ !! યસ આદિ એને ચેતવી શકીશ પણ ભાવિ નહીં રોકી શકે..કેમકે વિધાતા  લખ્યું સૌનું ભાગ્ય...!! યુ કેન નોટ સેન્ડ હર ઓફ ઇધર...બીજા તેને કેવી રીતે સાચવશે..? ને તું એનાથી ને શું તે તારાથી અલગ રહી શકશે ?કારણ કે પોતાના છોકરા તો પોતે  મોટા કરવા જોઈએ એવું  હું તો માનું છું !! બસ આજ વાત કેહવી છે એમ માની ને તેના ફોન ની રાહ જોતી બેઠી'તી ત્યાંજ રિંગર વાગી ને હું ઝબકી ગઈ. બસ આજ વાત કેહવી છે એમ માની ને તેના ફોન ની રાહ જોતી બેઠી'તી ત્યાંજ રિંગર વાગી ને હું ઝબકી ગઈફોન એડીટર નો હતો..આપની વાર્તા ક્યારે મળશેઅમને ગમે તે કઈક મોકલી
આપશો જલ્દીકહી ને તે તો ગયા પણ હું તો ત્યાં  થંભેલી બેસી રહી રૂપાના વિચારમાં ..શું થશે   વર્ષની બાળકી નું ? સારા કરતા ખરાબ  કેમ વિચારો પેહલા આવે ને ડરાવે ? હું 
તો હ્રદયની વાત  કેવળ જાણવા માંગુ પણ આમાં હું શું કરી શકું ? એક ને  પૈસા બીજા ને પ્રેમ અરે ભગવાન તમે બધાની વિશ પૂરી કરી દો ને એક સાથે...!! તો બધા રાજી ...બધામાં વસે
તું...તું  કરે ખયાલ ...તું  કરાવે કાર્યો ને તું  દે શિક્ષા ?? મુંઝારો થાય છે ને કકડતી થંડીમાં પણ પરસેવે રેબઝેબ ...બી.પી ની દવા લેવી  પડશે...હા કાલે  તો પ્રોમિસ કરેલું કે ટાઈમસર લઇ લઈશ !!! દવા લેવા ઉઠી ને ત્રણ કાર્ડ જોયા ને ત્રણ બાબાસૂટ ...ઓહ હા અનિશા-શૈલી ને નીશુ બધાને બેબી બોય આવ્યા છે પોસ્ટ કરવા જાવાનું છે ...આજે કામ પતાવી 
 દેવાનું છે...ને પાછો રૂપા નો હસ્તો ચેહરો યાદ આવી ગયો....ને વિચારમાળા ગૂંથાઈ રહી..!! આદિ મહેનત ના ફળ 
મિઠ્ઠા ....ને થીંક પોઝીટીવ ટુ...બધુ સરખું થઈ જશે આટલી બધી ચિંતા કરી ને તું બિમાર પડી જઈશ તો પછી રૂપા ક્યાં જશે ? હમે તો સિર્ફ રાહી બન કે સાથ ચલના હોતા હૈ જબ તક સાથ નિભા સકે બસ..અંજામ કા પતા નહીં હોતા ફિર ભી જો ભી કરે દિલ સે કરે બસ !! જિમ્મેદારી હી પ્યાર હૈ સિર્ફ લવ યુ કેહને સે ક્યા હોતા હૈ...યે તો તેરા ખુન હૈ આદિ !! ફોન ના બદલે આદિ  આવી ગયો ...મારી વાત ગળે ઉતરશે એમ માની ને બધું કીધું..
એણે  કીધું અગ્રી ..મારી રાતની શિફ્ટ હવે શરૂ જેથી સ્કુલે મૂકવા જઈ શકીશ ને સ્કુલે થી પાછી આવશે ત્યારે અમે હવે સાથે  રહીશું ...ગુડ આદિ...આઈ એમ રીયલી હેપ્પી..!! ટાઈમકો મેનેજ કરના હી પડતા હૈં !----રેખા શુક્લ