મંગળવાર, 27 માર્ચ, 2018

"ટોકો-ટેકો"

મુઠ્ઠી ભરો તો રેતી છે અને 
જો વાવતા રહો તો ખેતી છે
હા
ઘડીયે પડીયે વાતવાતમાં ટોકો તો 
શું કોઈના ઘડતરમાં તમારો ટેકો છે?
બેય લગ્ન કરવા તૈયાર થયા હતા. બેય ને કશાય નો વાંધો ન્હોતો લાગ્યો.  પણ ત્યાં અચાનક બધુ જાણે બદલાતું નજરે ચડ્યું... 
દિકરા રાકેશે પરાણે પાટલે બેસવાની ચોખ્ખી ના પાડી હોવા છંતા કાકુભાઈએ એક ન સાંભળી. આમ તો જુવાન છોકરો ને પિતાજી તો મિત્ર જેવા જ હોવા જોઈએ. 'કપાળ મારું !! કેહતા રાકેશે ઉભરો એની પરણેતર સિમ્મી પર કાઢ્યો. સિમ્મીએ પણ પોતાની મમ્મીની અડિખમતા ને રિવાજોને પકડી રાખવાની વાત કરી. "ચાલ ભાગી જઈએ તો આ બધી જ જંજટમાંથી છૂટીએ. " તે નિર્ણય લેવાયો પણ ઘરે જઈએ એજ નિર્ણય સૂરસૂરિયો થઈ ગયો. 

જાનમાં હજાર આવશેનો બોમ્બ ફાટ્યો ત્યાંથી ફોટો ગ્રાફર -મહારાજ- જમણવાર- ડેકોરેશન- પીણાં ( સાદા નહીં હો પ્રીમિયમ જ જોઈએ) વગેરેથી ચાલુ થયેલો વરઘોડો વ્યવ્હાર માં શું શું કરવું ત્યાં પહોંચ્યોં હતો. જ્યાં સુધી નીવેડો ના આવે ત્યાં સુધી વર-કન્યા ને મળવાની મનાઈ ફરમાવી હતી. 
"અરે પણ આ બધી બબાલ કોના માટે છે મમ્મી...?" રાકેશ બોલ્યો ત્યાંજ ચુપ કરાવી દીધો. " તને નહીં સમજાય બધાને ત્યાં ચાંદ્લો કરી આવ્યા છીએ તો આપણે પણ બધાને બોલાવવાના જ હોય ને ?"
"ચાંદલો ભેગો કરવા ?????" ફરી રાકેશને ચૂપ કર્યો.."એ બધું તને નહીં સમજાય " મમ્મી રૂમમાંથી બહાર નીકળી ને રાકેશે ફોન લગાવ્યો.  સામે સિમ્મી રડી રહી હતી. મમ્મી-પપ્પા લગ્નમાં આવવાની ના પાડે છે કહી ને રીતસરનો મોટો ભેંકડો તાંણ્યો. રાકેશને ના સમજાયું કે આને ચૂપ કેમ કરવી...ફોન પર પપ્પીઓ થતી સાંભળી ગયા કાકુભાઈ...હાથમાંથી લઈને બારીની બહાર ફોન ફેંકી દીધો. ને એક લાફો માર્યો. રાકેશ કાંઈ કરી ના શક્યો...આશ્રર્યજનક વિસ્મઈ રડમસ ચેહરે બારી ની ફોન ની ચિંતા કરવા લાગ્યો. બારીની બહાર મારા હાથમાં ફોન આવ્યો..!!

ઘણા ના લગ્ન જુદા સમાજ માં થવાથી કોઈએ આપઘાત કર્યો. કોઈએ ભાગીને લગ્ન કરી લીધા. કોઈએ એકના એક છોકરા-છોકરીમાં મતભેદ ઉભા કરાવી માન હાણી કરાવી ને છેવટે છૂટાછેડા કરાવ્યા. શું આવા હોય પપ્પા ને મમ્મી ??? લોભી-લાલચુ-પોતાનું જ ધાર્યુ કરાવવા વાળા -જીદ્દી-મન્યુપુલેશન કરાવે તેને પ્રેમ ના કહેવાય !! પીંખાઈ જતુ હોય શિશુ ને શાંતિ ના હોય ને કહે હું ધાર્મિક છું. ક્યારેક સ્વાવલંબી ને પછેડી એટલી સોડ તાણવાનું શીખી જવાય તો પોતાનાથી અલગ રેહતા બાળક માટે છાતી ગજ ગજ કેમ ના ફૂલે તે આ નવદંપતી ને કોઈ કેમ સમજાવે ? વડીલ જ્યારે ખોટા ત્યાં જુવાનપેઢી ક્યાંથી હોય સમજ્દાર...ને શિશુ ને શું મળે છે તાલીમ તે તો કોઈ કેમ ના વિચારે ?? 

બસ આટલો મારો મેસેજ પહોંચતો કરશો ને સમજવાનું વર-કન્યા ના માતાપિતાએ પેહલા છે પછી વર- કન્યાએ છે કે ક્યારેક પુટ યૌર ફૂટ ડાઉન, સ્ટેન્ડ અપ ફોર યોર સેલ્ફ..!! 
આ બધું વિચારીને લગભગ પાંચેક મિનિટમાં જ અંદર આવીને જોયું તો રાકેશે કાંડુ કાપેલ ને બેડ આગળ કાકુભાઈ ઇમરજ્ન્સી ફોન કરી રહ્યા હતા... !! સિમ્પલ સોલ્યુશન ને બદલે લાઈફ ને કેમ કોમ્પ્લીકેટેડ કરે છે લોકો ? તે વિચારવાનું છોડી ને મદદમાં લાગી ગઈ. રાકેશ ના શર્ટમાં તેનો ફોન મૂકી શાંત થવાનો ઇશારો કર્યો. 

દીકરી એટલે બાપનો પડ્છાયો, વિશ્વાસનું વ્હાણ, પ્રેમનો ભંડાર, હેતનો હિંડોળો, સૄષ્ટિ નો શણગાર, સ્નેહની પ્રતિમા ને પ્રેમનું પારણું-- આ બધું માત્ર પોતાની દીકરી માટે નહી પણ 
સઘળું છોડીને આવેલી વહુ માટે જો લાગુ પાડો તો તમે દીધો 'ટેકો ' જરૂર ... બાકી જો ' ટોકો ' તો તમે જ કહો તમને ગમે છે? તો એને ક્યાંથી ગમવાનું ? અને જિંદગી આખી ભણતર, ગણતર ને ઘડતરમાં નીકળે બધાની તો શીખવાનું ને શીખવાડવાનું પણ પ્રેમથી તો જગ જીત્યાં બરાબર - ગંગા સ્નાન કર્યા બરાબર !! આટલું લખ્યું હવે તારા પપ્પા ને પણ બે અક્ષર લખવા જગ્યા રાખું છું બેટા. બાકી આજે જ નહીં પણ કાયમ તમને મારા અંતઃકરણ ના આશિષ.

લિ. મમ્મીના શુભાષિશ. 

' ગુણગ્રાહી બનો ને સુખી થાઓ' રાબેતામુજબ અહીંયા બધા ક્ષેમકુશળ છીએ. અમે પણ વારંવાર તમને યાદ કરીએ છીએ. ' પંછી ' સિરીયલ સારી છે જો સમયની અનુકૂળતા મળે તો જોઈ લેવી. બાકી કાંઇ નવીન નથી. પૂ. બા ની તબિયત થોડી  નબળી પડતી જાય છે. ચિ. મનીષ ઉર્ફે મન ની ઇરછા પૂરી કરનાર પણ મજામાં છે.
- લિ. પપ્પાના આશીર્વાદ
ડબડબ આંસુ તો સર્યા કરે. ફોન કે ફેસબુક વગર ફેસટાઈમ તો બે લીટીની વચ્ચે થઈ જાય... હા, આજ તો હતી ઇન્લેન્ડ પત્રની કરામત, લખાણની કિંમત, લાગણી ને વ્યથાની સૄષ્ટિ,આતુરતાનો આવતો અંત જ્યારે મહિને બે મહિને પત્ર આવતો. દરેકનું જીવન માત્ર ભલે ને રોક-ટોક માં ઉછર્યું હોય પણ બધા સાથે જમે, સાથે રમે ને સાથે ભજે .... તેથી જ તો જીવન માં હેતાળ ને હૂંફાળો ટેકો મળતો જતો ને સુખ-દુઃખ વહેંચાઈ જતા !!
---રેખા શુક્લ

મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2018

વેલેન્ટાઇન્સ ડે

વેલેન્ટાઇન્સ ડે 

'વેલેન્ટાઇન્સ ડે આવે છે ચાલો ને આપણે પ્લાન કરીએ .. પેલા નિખીલ ને પજવીએ શું કહે છે નીમા ? ' એક શ્વાસે પૂર્વી બોલી ઉઠી પણ નીમા તો લખવામા મશગુલ હતી
ફૂલોને આવ્યો છે 'ફ્લ્યુને ભમરાં છીંકો ખાય છે
ઝરણું બેડું ફોડી પર્વત ને સતાવે છે
મહિમા રેડ મુન નો,  સમૄધ્ધિ એને રંજાડે છે
દરણું મેલી છોરી મોરલી વગાડે છે
કાનો રાધા પછવાડે, બેકયાર્ડે ધૂન મચાવે છે
ગાણું ગાંઉ  શિવજી ડમરૂં લૈં નચાવે છે----રેખા શુક્લ
બસ આટલું કંઇક સૂઝ્યું ને પૂર્વીના અવાજે એને ચમકાવી....આઈ મીન આગળ લખતા રોકી લીધી.' ઓહો જ્યારે હોય ત્યારે નિખીલ... નિખીલ... નિખીલ..!! તને કંઇ બીજું સુઝે છે ખરું ??
ટેરવાં ના સ્પર્શે શું કર્યું જાદુ કે એંગેજ્મેન્ટ તો થઈ  ગયા ને લગ્ન ની તારીખ થશે નક્કી જસ્ટીફીકેશનમાં ...પૂર્વી ને ખબર પણ ના પડી ને જોતજોતામાં બધું  રંગે ચંગે પાર પડ્યું હા
 નીમા એની બેસ્ટ ફ્રેંડ સાથે સાથે ભાગંભાગ ના કરત તો લગ્ન ની બધી તૈયારી અધૂરી  રહી હોત...!! નિખીલ ખુશ હતો...લગ્ન પહેલા તેને ખૂબ પજવેલો એનો બદલો લેવાનો દિવસ
આવી ગયોબંનેના હૈયા જોર જોરથી ધબકતાં હતાંહૈયાની ફ્રેમમાં બંનેની મઢેલી છબીમાંથી 
મોરલો નાચતો હરખાતો હતોઆટલું  રીએકશન ?? તો થોડું તોફાન ને થોડી મસ્તી પણ 
બને  છે ને એમ વિચારી નિખીલ રૂમમાં પ્રવેશ્યો...ઘૂંઘટ ઓઢીને બેઠેલી નવવધુ ને જોઈ ને બોલ્યો; ' ચલો આજ થોડા સા રૂમાની હો જાયે...મૈં તુજ મે સમા જાંઉ  તુમ મુજમે ખો જાયે'
કંઇ અવાજ કે ચહલ પહલ ના થઈ તેણે ઘૂંઘટ ઉઠાવ્યો તો સામે રાઉન્ડ પીલોઝ પર સાડી ઓઢાડી ને એની દુલ્હન બનાવેલી તે જોઈ દંગ રહી ગયો..ત્યાં તો બેડ પાસે સંતાયેલી નીમા 
ખડખડાટ હસતી ફૂલોના હારો ના ડેકોરેશન ને ખસેડી પાસે આવી..' યુ કેન્ટ ગેટ મી નિખીલ...આઇ હેડ હંચ કે યુ વિલ થીંક ટુ ગેટ મી...બટ આઈ ગાટ યુ... હા હા હા !!એની નિખાલસતા
એની આંખોમાં દેખાતી હતી..તેના હાસ્યને માણી રહ્યોને એક્દમ ઉભો થઈ ને તેને બાથમાં ભરી લઈ બોલ્યોઃ ' નેવર માઇન્ડ આઇ ગાટ યુ નાઉ માય ડીયર !' દર વર્ષે   રમત રમાતી પૂર્વીના લગ્ન નિખીલ સાથે થયેલા તેમ છતા નીમા  તેની દુલ્હન 
બનતી ને બંનેને ખૂબ સતાવતીઆજે દસમો વેલેન્ટાઈન આવી ગયો હતોને પૂર્વી-નિખીલ
ને ઉલ્લુ બનવાનો ને સાથે મળી આનંદ કરવાનો દિવસ હતોપણ નીમા ક્યાંય ના મળીફોન પણ સ્વીચ ઓફ હતોક્યાં ગઈ હશે ને શું થયું હશે ની ચિંતા માં તે લોકો  પણ ના કરી
મજાના બનાવ્યો કોઈ પ્લાન કે ગયા બહાર.. બીજે દિવસે પણ ના મળ્યા સમાચાર ત્યારે નિખીલ-પૂર્વી ફ્રેંડ સર્કલ માં તપાસ ચાલુ કરીકોઈએ કંઇ કહ્યુ ને કોઈએ અજાણ્યાં રહી તમાશો 
જોવાનું નક્કી કર્યુંફ્રેંડ્ઝ લાઈક ધેટ હુ વોન્ટ્સ એનીમી..!! મહાબળેશ્વરથી પાછી ફરેલી નીમા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે બંને ને દરવાજા પાસે બેઠેલા જોયાપૂર્વી ધસી આવી ને રડતા
રડતા બોલી ;' વ્હેર હેવ યુ બીન ? ઓહ માય ગોડ વ્હોટ્સ રોંગ વીથ યુ ? ' 
'તમને લોકો ને કહેવાની મારી હિંમત નહોતીસુરેશ ટુક મી ફોર રાઈડ...માય લાઈફ ઇઝ રુઈન !! મને ડ્રગ કરીને લઈ ગયેલો. .. સુરેશ આવો નીકળશે તેની જાણ મને નહોતી. ' તે રડતી
રહીનીમા ને રડતી જોઈ પૂર્વી ને નિખીલ પણ રડી પડ્યાં પૂર્વી ને પછી ખબર પડી કે સુરેશ તેની સાથે કામ કરતો હતો...પણ ચાલ ચલી ગયોએણે કહ્યું કે પૂર્વીને નિખીલ આપણને અહીંયા 
મળવા આવે છેતો ચાલ આપણે તેમને સરપ્રાઇઝ આપીએ..રસ્તામાં ફોટો સ્ટુડિયોમાંથી તેમનો કેનવાસ પીક પણ પીકઅપ કરતા જઈએએકદમ નેચરલ વાત કરતો સુરેશ મનમાં 
કેવા કેવા પ્લાન કરીને બેઠેલો તેનો જરા પણ ખ્યાલ ના આવ્યોનીમા  સાથે ડીનર પણ લીધું પણ જ્યારે તે ડીનર આવ્યા પહેલા હાથ વોશ કરવા ગઈ ત્યારે સુરેશે વેઈટર ને સમજાવી
દીધું ને હાથમાં પૈસા ને પડીકી સરકાવી દીધાને તેના લીધે પાણી માં ડિઝોલ્વ થયેલ ની સ્મેલ કે ટેસ્ટ કે રંગ ના જણાયાં બિચારી નીમા ... વેલેન્ટાઈન્સ ડે ના ડેટ રેપ નો શિકાર બની.
હવે તો જોબ છોડવી કે શહેર બસ એજ ઓપ્શન હતાને મનમાં પણ એજ ઘૂમતું હતું બટ વ્હાય..વ્હાય એન્ડ વ્હાય મી કાશ પૂર્વી-નિખીલ કોઈ ઉકેલ કાઢી શકત.
કોફી બનાવી પૂર્વી  તેને ફોર્સફૂલી શાવર લેવડાવી ફ્રેશનઅપ થવાની આજીજી કરીનિખીલ એની લખેલી પંક્તિ ફરી ફરી વાંચી રહ્યો....
तुम कैसे वजुद हो जिसके लिये घर छोड के आई.... 
अफसोस  उस्को ही रुला दिया ...??
दवा तो ना बन सके तो झहर क्युं बन गये ??
क्या मिला  हंसना छीन के ???
औरत ने तो जनम दिया अफसोस तुम मरद ना बन सके ..!!
---रेखा शुक्ला

હસવામાંથી ખસવું બની ગયેલા  દિવસ ની યાદ તો દર વેલેન્ટાઇન્સ ડે ના આવે  પણ હવે ત્રણેયમાંથી કોઈ  દિવસ ઉજવતા નથી----રેખા શુક્લ 02/13/2018

ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018

અષાઢી રાતે

અષાઢી રાતે
Photo
હર્ષિકા હાલરડું ગાઈ રહી હતી ને તેના  મહિનાના દિકરા ને સૂવડાવવાની ટ્રાય કરી રહી હતીબાજુના રૂમમાં યોગેન તેની રાહ જોતો પોતાનું કામ પતાવવાનો ડોળ કરતો મનોમન ધૂંઆફૂંઆ
થઈ રહ્યો હતોબહાર ઝરમરતો વરસાદ દરેક પાંદડીઓને વ્હાલ કરતો રૂફ ઉપર ટપ ટપ નાચતો 
હતો.  ખળખળ વહેતું પાણી કોઈ ખાબોચિયાં માં આશરો લઈ રોકાઈ ગયું ને વધારાનું વહી ગટર તરફ વળી ગયું
આકાશ કાળુ ધબ્બ હતું મૂશળધાર વરસાદ ના એંધાણ દેતું હતું. ' કેટલી વાર છે હજુ ?' ઉદ્વેગતા ને ઉગ્રતા સંગ યોગેન બોલ્યો ને હર્ષિકા  બેડરૂમ માં પ્રવેશ કર્યો.
અરે પણ હજુ હમણાં  સૂતો ને મૂકી ને આવી...તમે તો ભારે ઉતાવળા છો હોંબોલો શું કામ પડ્યું ?' બાકી રહેલા વાળેલાં કપડાં ગોઠવતાં ગોઠવતાં તે બોલીએના હાથમાંથી કપડાં લઈ લેતાં તેણે પાછળથી વળગી હાથોમાં જકડી તેના ગાલે કિસ કરી
     બીજા ચાર વર્ષે બીજો દિકરો આવ્યો હતોવચ્ચે એક બે વાર સખત તાવ આવેલો તો પિયર આવેલીફેમીલી ડોક્ટર ની દવા ને થોડો આરામ કર્યો ને સાજી થઈ ગયેલીકદી યોગેન કે ઘરની વાત બહુ ના થાતીપણ  વખતે બંને ને લઈને આવી હતીથોડી વાતમાં પણ ચિડાઈ જતીમમ્મીને ઘણી વાત કહીમમ્મી  સારો એવો સમય સાંભળી પછી કીધું કે  'ઉપાય
તો બધા આપણે  કાઢવા પડશેસ્ત્રી  તો એક વિરાંગના ની જેમ લડવું પડે છે બેટાપુરૂષો તો ભોળા હોય છે ને સંયુક્ત કુટુંબમાં સાસુ-સસરા-દિયર-જેઠ-જેઠાણી તારે તો બધાનું ધ્યાન રાખવાનું છે ને આમ હિમંત હાર્યે થોડું ચાલશે ?' તે વાત ને બીજા પાંચ વર્ષ વિત્યાં ને સાસુ ને કેન્સર થયું હતુંહર્ષિકા  બાની દિલ થી ખૂબ સેવા ચાકરી કરીનમ્યાં તે ગમ્યાં પણ જ્યાં સુધી પોતાના મા-બાપ ના કામ પત્યાં ત્યાં સુધી બધા પતિ સારા તેની જેમ દિકરાઓના લીધે પણ ઘરમાં ખટપટ ચાલુ થઈ ગઈસાસરેથી દુઃખી થાતી પિયરે આવી તો ત્યાં પપ્પા ને બિમાર
જોઈ ખુબ દુઃખ લાગ્યુંપાર્કિનસન બહુ ખરાબ રોગ છેને શફલ થાતાં પગલાં ભરતાં પપ્પા ને જોઈને તે તો રડી  પડીસૌથી નાનો ભાઈ મિડલ સ્કુલ માં હતો હવે  ક્યારે મોટો થશે ને
હેલ્પ કરશે કોણ જાણે ? પણ લાગણીનું બંધન કેવું ગજબ એણે વિચાર્યું કે ભાઈ ને સાસરે લઈ જઈ ને ત્યાં એક વર્ષ તો ભણાવું તો મમ્મીને થોડી રાહત થશે !! વિધીના લેખ કોઈ ના જાણેપોતાના ભાઈ ને સુધારવા કરતા પોતાનો દિકરો બગડશે તેની કોઈને ખબર ઓછી હોય ? બન્યું કાંઈક એવું  કે દિકરા  હર્ષિકા નું સાંભળવાનું બંધ કર્યું જે ને લીધે તેનો અભ્યાસ નબળો પડ્યોયોગેન તો કામેથી આવી ને ગુસ્સો  કરતોહવે ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયુંબન્ને ભાઈઓ વચ્ચે પણ ઉંમરનો તફાવત તો હતો  ને ઉપરથી ત્રીજે પોતાનો ભાઈ કે જે સમજતો નથી ને દિકરા ને બગાડે છેલાગણી છિન્નભિન્ન થઈ વિંધાણીપ્રેમ ને શાંતિ વાતાવરણમાં ક્યાંક ખોવાઈ ગઈ...ના કહેવાય ના સહેવાય આમાં કઈ રીતે જીવાય.
નાની નાની વાતો ભારેલા અગ્નિની જેમ મોટો દિકરો સોળ વર્ષનો થયો ત્યારે મોટી જ્વાળાઓ થઈ ગયેલીમનમાં વેર-આવેશ-આવેગ-ને ગુસ્સો વસી ગયેલોયોગેન ને હર્ષિકા કે જે એક
બીજા વગર રહી ન્હોતા શકતા તે હવે અંડર વન રૂફ રહેવા ન્હોતા માંગતાબંને વચ્ચે નું અંતર ખૂબ વધેલું ને માનસિક તણાવ વધતાં હર્ષિકાને ખાતરી થઈ ગયેલી કે તેની કોઈને જરૂર  
હતીનાની અમથી વાતમાં પણ કોઈનો સાથ ના મળે ..ને ઉપેક્ષા થતી જોઈ રહી. 'માસંવેદનશીલ હોય છેશામ-દામ-દંડ-ભેદ બધું અજમાવવા તત્પર બનેલી હર્ષિકાથી હાથ ઉપડી ગયો.
દિકરો અવાક થઈ ગયો પણ સામો થયોદાંત ભીંસીને બરાડ્યો..ને બાજુમાં પડેલી લાકડી ઉગામી મારવા માંડ્યોનાનકો દિકરો ડરી ગયો દરવાજા પાછળ સંતાઈ ગયોપોતાનો ભાઈ  બધું જોઈ રહ્યો ચૂપચાપ...તે પણ ટીનએજર હતોખુલ્લી બારી ના લીધે દિકરા-મા નો અવાજ પાડોશીઓએ પણ સાંભળ્યો પણ આતુરતાથી બારીની બહાર ડોકિયાં કર્યાં ખરા પણ ત્યાં તો યોગેન ઘરમાં પ્રવેશ્યોસોસાયટીમાં ઘણી બારીઓ ખુલ્લી હતી પણ જઈ ને તરત તેણે પોતાના ધરની બારીઓ બંધ કરી દીધીદિકરા ને વઢવા ને બદલે વ્હાલ કરી પોતાના બેડરૂમમાં જઈ હર્ષિકા ને ભલુબુરું કહી એકાદ બે લાફા મારી દીધાગુસ્સાથી આંખેથી તણખાં ઝરતાં અવાક હર્ષિકા તાકી રહીસ્કૂલે જાતા દીકરાના મોજાંને પણ ઇસ્ત્રી કરી દેતી.તેના યુનિફોર્મને પોતે જાતે ધોઈ નાખતી
સાચવીને તેનું ટિફીન ભરી રોજ યાદ રાખીને આપતીસ્કૂટર પર લેવા મૂકવા જતીબધુંજ નજરે દેખાયુંને આંસુ માં વહી ગયુંહાથ ઉપડ્યો  કેમ ? તે  માત્ર યાદ રહ્યુ બધાનેહવે દિકરો બોલતો નથી ને યોગેને ડિવોર્સ માટે ફાઈલ કર્યું છે.આજે ખૂબ બફારો હતોઘરમાં નિરવતા છવાયેલી હતીકોઈને હર્ષિકાની જરૂર નહોતી કે નહીંપણ એવું તેને લાગ્યાં કરતુંસૌ પોતપોતાનું કામ જાતે કરતા. નાનકો ક્યારેક પાસે આવવા માંગતો પણ પપ્પાના ડર ના લીધે હવે તે પણ 
મમ્મીથી અલગ થઈ ગયેલોહર્ષિકાને જીવન જીવવા લાયક  ના લાગ્યું...અતિસંવેદનશીલ વ્યક્તિત્વ ના લીધે એણે આપઘાત કરવાનું નક્કી કર્યું !! 
ચાર વર્ષના મોટા દિકરા ને ખોળામાં બેસાડી હિંચકા ખબડાવતી હર્ષિકા સૂરીલા સૂરમાં ગાતી ત્યારે તે કલાકો સુધી તેને વળગી ને સાંભળતો હતોતેને ભાવતી વસ્તુ  હાથે બનાવી ને 
જમાડતી કોળિયા ભરાવતી ખુશી ખુશીપણ ક્યાં ને ક્યારે શું ઓછું પડ્યું...!! કેટલી વાર સોરી પણ કીધું ..કેટલું રડી ?? હવે તો રડી રડી ને માથું દુઃખી ગયું !! ઉંઘની ગોળીઓ નો ઓવર
ડોઝ લઈ ને ગોઝારી રાતે લંબાવ્યુંહર્ષિકા ને પડેલી જોઈને યોગેને તેને ઢંઢોળી .. અડધી સભાનતામાં લખેલી સુસાઈડ નોટ તેની પાસે  પડી હતી તે વાંચી યોગેન વધારે ગુસ્સો થયો.
તેને વાળથી ખેંચી ને દાદરા ઉતરવા લાગ્યોઢસડાતી ફંગોળાતી હર્ષિકા અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચીડોકટરે પોલિસ કેસ ફરમાવ્યો ને ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ કર્યોહવે
સાથે રહેવામાં મજા નહોતીડીવોર્સ ફાઈલ તો કરી  દીધેલા બધાથી દુઃખી થયેલી હર્ષિકા પિયરે ધસી આવીભાઈ-મમ્મી-પપ્પા બધા ગભરાઈ ગયેલાવાજતે ગાજતે પરણાવેલી દિકરી
જ્યારે પાછી આવે છે ત્યારે મા-બાપની શું હાલાત હોય ? તે વિચારવું તો અશકય નથી
પણ અનુભવવું કપરું છે ખરુંપાડોશી પણઆવીને દયા ખાઈ જાત વાત જાણી જાય...એમાં થોડું
મીઠું મરચું ભભરાવી વાત આગળ વધારે. ગામમાં ઢંઢેરો પીટાતો જાય..કો' ના દિકરા-દિકરી વગોવાતા જાય ને મા-બાપ ના જીવ કકળતા રહે
સ્કુલની નોકરી મળી તો ખુશ ખુશ થાતી હર્ષિકા યોગેનપાસે આવી હતી. ' લુક યોગી આઇ એમ ગોઇંગ ટુ ટીચ ઇન કોન્વેન્ટ ' વાહ ખુબ સરસ કહી યોગેને તે દિવસે ફ્લાવર્સ-સાડી ને ચોકલેટ
ભેટ કરેલાંદર વીક ની જેમ  વીક પણ પોતાના પતિને રાત્રીના સમયે સમી રહીપણ અતિશય પીડાતીપથારીમાંથી ઉઠી પણ નહોતી શક્તીકાશ પુરૂષ રમજી શકતો હોય રીયલ મેડિકલ રીઝન પણ એની વે સમજવા નો સમય કે જાણવાની ઇંતેજારી કોને હોય છેએક રૂમ કે બે રૂમમાં સંયુક્ત 
કુટુંબ માં બાપરે બાપ બધુ  રાબેતા મુજબ થાતુ રહે પછી ભલે ને આંખ આડા કાન કરવાં પણ પડે...!! સસરા - ને સાસુ તો પહેલાં ચાય વગર ના ઉઠી શકેએમાં બીજા દિકરા ને રોજ ગાંઠીયા જલેબી જોઈએ...ભલે ને પાણી માત્ર બે-ત્રણ કલાક માટે  આવે પણ એને રડવા દેવાનો નહીં ને હર્ષિકા  બધાનું ધ્યાન રાખવાનુંએમાં વંઠેલ નણંદબા ઘરે આવે ત્યારે સોફા પર પગ વાળી ને મા દિકરી બેઠા બેઠા વાતો ના ગપાટા મારે 
પણ કામ જરાય
ના કરેદરવખત ની જેમ  વખતે પણ નણંદબા ઘરે આવ્યા હતા પણ પગ વાળી ને બેસતા નહોતા...ઘડીએ પડીએ બારીમાં ઝાંખે રાખતાં , કાંઈક ઇશારા ને નખરાં તો ચાડી ખાતા  
હતાંપણ આજે તો ધોયેલા વાળનો ઢીલો ચોટલો લઈ ને બેય બાજુ લટો કાઢી ને લાલ છડી મૈદાન ખડી થૈ ને ગયેલા ને ચાર કલાકે ખબર પડી કે તે બાજુ ની સોસાયટી ના યંગમેન નયન
સાથે ભાગી ગયાં છેહર્ષિકા ચૂપ હતી પણ યોગેન તો ગુસ્સા માં પોતાના ભાઈને લઈને સ્કુટર ભગાવતા ગોતવાં નીકળેલાંહે ભગવાન શું જમાનો આવ્યો છે !! 
  બધુ થાળે પડ્યુ  પડ્યું ને કોન્વેન્ટ જવાનું ચાલુત્યાં મોસ્ટલી ખ્રિસ્તીઓ કો-વર્ક્ર્સ હતા.
 હર્ષિકા ની જેમ સાડી ના પહેરે તેથી માઇકલ ની નજર હર્ષિકા પર રોજ પડેનૈનો નચાવતાં
ભાઇ સાહેબ પહોંચી ગયેલા લાઇન મારવાં..પણ હર્ષિકા ના હાથ નો લાફો ખાધેલોપણ આમ હાર માને તેવો નહોતોસ્કૂલ પછી પાછળ પાછલ ઘર સૂધી આવેલોહાંફળી ફાંફળી હર્ષિકા
 ઘરમાં યોગેન ને કહી દીધું ને યોગેને માઈકલ ને ધોઈ નાખેલોપછી તો માઈકલ ને સ્કૂલ માંથી પણ કાઢી મૂકવામાં આવેલોસયાજીરાવ ગાયકવાડના મ્યુઝિયમમાં ફરીવાર જ્યારે
જોયો ત્યારે પણ હર્ષિકા ડરી ગયેલીયોગેને તેને બાંહેધારી આપતાં સમજાવ્યું કે પોતે છે ત્યાં સુધી ડરવાની જરૂર નથીબે  મિનિટમાં ઝડપથી પલાયન થતાં માઈકલ ને જોઈ રહીબીજો દિકરો પણ પપ્પા પાસે  રખાયો ત્યારે મનમાં ભરાયેલો ક્રોષસમાજે કરેલી અવગણનાસમયાંતરે એના અજુગતા વર્તનમાં જણાઈ આવતુંપણ હવે તે રડતી નથી ક્યારેક કહે છે :'મને મારો મોટો મળવા આવેલોભૂલાતું નથી પોતાનું સંતાન કદીય... મે તો બે બે દિકરાઓ ને 
જન્મ આપ્યો છે ને હવે તો હું સાસુ પણ બની ગઈ છું. !! ' છેલ્લી વાર સાંભળ્યું કે તે હવે 
હરિભજન કીર્તન તરફ વળી ગઈ છેઆજે મળી તો કહે 'કોઈને કહેતા નહી પણ હું શ્રી કૄષ્ણ સાથે 
વાત કરી શકું છુંમારા માટે ભક્તિ  મારું ભાવિ છે ...!! ' વાહ રે કિસ્મત... વાહ ખુદાઈ
ટુકડે ટુકડે જીવી અષાઢી રાતે ....રોજ રોજ ઉઠી ને મરાતી જીન્દગી કેમ જીવી અષાઢી દહાડે !!

----રેખા શુક્લ