ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

હા પસ્તાવો... પ્રકરણ ૬.શરણાઈના સૂરીલા સૂરોનું ગુંજન

Image result for kuryat sada mangalam meaning
કુર્યાત સદા મંગલમ -- હરખભેર આવકાર = રેખા શુક્લ 
મુઠ્ઠી ભરી ને અમે વાવી તી ઝંખના ને સીમ ભરી ઉગી લીલાશ 
ખોબો ભરીને અમે શમણાં પીધા ને પછી રોમ રોમ ફુટયું આકાશ

 અમલ ને શાંતાબાએ અને રસિકભાઈએ ખૂબ વ્હાલથી ઉછરેલો અને અણમોલનુ બાળપણ અને યુવાવસ્થા એવું સ-રસ રીતે ઉછરેલું કે તેનામાં સહાનુભૂતિ સંગ સંવેદનશીલતા ને પ્રેમ સ્વભાવમાં ભળી ગયેલા. કોલોનીમાં રહેતા નેબર્સ તેની સાક્ષી હતા. જ્યારે પણ કોઈ જરૂર હોય તો તેનો શાંતીથી નીવેડો અણમોલ જ લાવતી. શાંતાબાની નજરો તો તેને જોતાં જ ટાઢી થાતી. રસિકભાઈ ને હિંચકે ઝૂલતા છાપુ વાંચવાની ટેવ... ઉપરથી સારા ગુજરાતી સામયિકો મળે તો તેનો લાભ પણ લેતા ને ખુશ થાતા. 'જનકલ્યાણ';'નવનીત';' ધર્મસંદેશ', વગેરે આપતા અણમોલને જોઈ શાંતાબા મલકાતા બોલ્યાઃ ' આવ બેટા ! શું લાવી છે આજે ?' પોપટા (લીલા ચણા) ફોલતા ફોલતા હસ્યા. અણમોલે ઝવેરચંદ મેઘાણીની "સૌરાષ્ટ્રની રસધારા" અને "સરસ્વતીચંદ્ર-ભાગ-૧ " નીચે મૂકતા  ધીમા અવાજે મીઠું હસી બોલી ઃ " ગઈ કાલે લાઈબ્રેરીમાં ગયેલી ત્યાંથી લાવી છું.પણ બા એ આજે ખીર બનાવેલી તો રસોડામાં મૂકું છું ને જાંઉ છું પછી આવીશ પણ કામ કાજ હોય તો જરૂર કહો." 

અણમોલની સાદગી ને સૌમ્યતા જોઈ શાંતાબા હરખાતા બોલેલા આ છો'ડી જ્યાં જશે ત્યાં કૂળ ઉજાળશે. તેના લાંબા કાળા ભમ્મર વાળે વાળેલા બે ચોટલા સ્કર્ટ્ની ધારે લટકતા હતા. ધાર્યુ ધણીનું થાય ને બન્યું એવું કે અમલ અને અણમોલ પ્રેમમાં પડેલા આખરે પરણીને પ્રભુતામાં પગલાં પાડયાં. વર-વધુ ને જોઈને ખૂબ ખુશ થાતા ને શાંતાબા નજર ઉતારવા બેસી જા'તા.અકારણ કુટુંબના કોઈ સદસ્યની મીઠી નજર પણ લાગી જાય અથવા કોઈ જલી જનારું કે તમારું ખરાબ થતું જોઈએન ખુશ થનારું હોય તો.. ના, ના એમ પોતાના પગ પર કુહાડી શું કામ મારવા દેવાય. સોળે શણગારે સજેલી વધુ અણમોલના ઓવારણાં લેતા શાંતાબા એ "અખંડ સૌભાગ્યવતી ભવ" ને પુત્રવતી ભવ કહી ગળે વળગાળતા કહેલું ખુબ ખુબ સુખી થજો ને કરજો."

માથે ઓઢેલ અણમોલના આંખમાંથી બોર બોર જેવડાં આંસુડા ખરી પડ્યા..શાંતાબા ને પગે લાગતા ચરણ સ્પર્શી ભીના થઈ ગયા જાણે તેમના પગ આંસુએ પખાળ્યા. તરત ગળે લગાવતા રડવાનું નથી કહી આંસુ લૂંછી લીધેલા પણ રસિકભાઈની આંખોના ખૂણે પણ ભીનાશ ઉભરેલી. અણમોલની જ્વેલરીનો ઘાટ પણ તદ્દન નવી જ ડિઝાઈનનો હતો. કાકીમા ને ફોઈબા આવીને વખાણી પણ ગયા. ત્યાં બાજુનાઅ ગામમાં રહેતા વિમુબેન પણ એમની રૂપાને લઈને આવી
ચડ્યા. વિમુબેન ગળે પહેરેલ હારને અડતા બોલ્યાઃ ' ઓહોહો ! આજકાલ સાચુ જ કોણ પહેરે છે કે આપ્યું હશે એની મા એ ? ચાંદીનો કંદોરો પણ પોસાયો નથી લાગ્યો સાવ કમર ખાલી છે...એક ઝૂડો તો આપ્યો હોય તો પહેરેને...!' આનુ નામ તે કાગડાના મોઢામાં કદી રામ ન આવે તે. બધા જાણતા જ હતા વિમુબેન કોઇનું સારું કદી ન જોઈ શકતા કે કોઈના વિષે સારું બોલતા.બાજુમાંથી પસાર થનાર અજાણી વ્યક્તિ આવી અણમોલના કાનમાં ગણગણી ગઈ કે " ગામ નો ઉતાર છે એનું શું સાંભળવાનું ? ને ખરાબ લગાડવાનું ? આહા..! આખરે પોત પ્રકાશ્યા વિના ન જ રહે. સદા મંગલમ ભવ માં માનનારા શાંતાબાએ દૂરથી જ ઇશારો કરેલો કે છો બોલે... બોલે એના મોં ગંધાય... ગામને મોંઢે ગયણાં થોડા બંધાય.. ! અણમોલના પિતાના વાક્યો યાદ આવ્યા " જેવી જેની દ્ર્ષ્ટિ એવી જ એની સુષ્ટિ. "

આજે મન બહુ બેચેન હતું કદર કરવાવાળા કરતાં બે કડવા શબ્દો કહેવાવાળા મળી જાય ત્યારે દિલ બહુ દુઃખે છે. આરામથી રહેવા મળે છંતા કટુ વચનો કહેવાય અને સંતોષ ના દેવાનું વિચારીને નીકળેલ વ્યક્તિ પેટભરીને જમ્યા પછી પણ એટલું જ કહે ; ક્યારેક ક્યારેક ભૂલમાં તારી રસોઈ સારી બની જાય છે. મનમાં એમ થાય કે ચૂપચાપ ઓડકાર ખાઇલોને...!! વ્યક્તિ જાણી જોઈને બીજાને હેરાન કરે તેને ભગવાન જવાબ આપે. અથવા બા કહેતા તેમ પણ બને કે જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે. સંજોગો બદલાય અને પૈસાની અછત રહે તો ટોણા મારવાનું કોઈ ના છોડે...ત્યારે તમારા આપેલ ભોગ ભૂલાઈ જવાય. બધા જાણીએ છીએ કે નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ. વક્ત શું શું શીખવે છે તો પણ શાંતિથી હલ કાઢો તો તમે ગ્રોન-અપ થયા ગણાવ. જાડી ચામડીના થઈ જાઓ નહીં તો લોકો તમને 'સેન્ટી' કહેશે. તમારી ઉડાવે તમને નીચે દેખાડે ને કામ હોય ત્યારે જ યાદ કરે. બધું સારું જાય તો પણ ક્યાંક ને ક્યાંકથી તમારો જ વાંક કાઢે. આજે મંદાની યાદ બહુજ આવતી હતી. મંદાને જોયે બહુ વખત થઈ ગયો છે...અણમોલ અને અમલ હજુ સૂતા જ રહ્યા હોત જો ફોન ની ઘંટડી ના રણકી હોત. મંદા નો ફોન આવેલો બસ ખૂબ મજા આવી મળીને ફરી ક્યારે મળીશું બધા શોપિંગ શોરૂમ ની વાતો પછી ફોન મૂકી દીધો.

મેંદીની ડિઝાઈન જોઈને ખુશ થાતી મંદા ની દિકરી રૂપા પણ મેંદી મૂકાવવા બેસી ગઈ. શરણાઈના સૂરોનું ગુંજન મધુર હતુ.  ઓલમોસ્ટ ભાન ભૂલી જવાય...માહોલ પણ એવો જ હતો. માસીની દીકરી બહેન મંદા છે ક અમેરિકાથી આવી હતી. અણમોલના લગ્ન નો મંડપ-માંડવો તો ફૂલોથી સજ્જ હતો. ફુલોના ગજરાં ની વેલો ને ઝૂલો ને તેના પર બેસીને અણમોલ મેંદી મૂકાવતી હતી ને ચાર ખૂણે અકઠી થયેલી પિયરીયાની દિકરીઓ પણ મેંદી મૂકાવતી હતી.. રૂમઝૂમ નુપૂરના અવાજથી ગુંજતું આંગણું ચંદરવા નીચે હસ્તી શિશુ- ઢીંગલીઓથી મહેકતું હતું....વાતાવરણ મનોહર હતું ઉપરથી શાંતાબા ની આજ્ઞા પ્રમાણે રંગરંગના તાજા ફૂલોની ગાલીચા જેવી રંગોળી શોભી રહી હતી ને તેના પર પ્રગટાવેલા દીવડા ઝળહળી ઉઠેલા. કુમકુમ પગલાં પાડતી સોહામણી અણમોલ નો હરખભેર આવકાર થયો ત્યારે ભાઈ મહેશ અને નિશાભાભી દાગીના- કપડાં-સૂકા મેવા-ફળફૂલોની છાબ સંગ દાખલ થયા અને એમની ઢીંગલી "પાયલ " તો ફોઈ અણમોલની ગોળગોળ ફરતી હતી તે ચૂપચાપ જોવા લાગી. અચાનક બોલી ઉઠી ' મને પણ લગન કરવા છે.. કેટલી બધી ગીફ્ટ ફોઈને એકલાને મળી છે.મને તો આટલી બધી બંગડી જોઈએ છે ' કેહતી હાથ પહોળા કરી બોલી રહી ને બધા હસી પડ્યા. 

બે વર્ષે ઘરે પારણું શું બંધાણું તેની તબિયત નરમ ગરમ રહેતી ત્યારથી બસ ન જાણે શું કામ પણ બધાના મિજાજ બદલાતા ગયા. ને ઉલટી થાય ત્યારે બાજુ આવી પંપાળી જતા બા તે જતે દહાડે બંધ થયા. રોજ મરે તેને કોણ રૂવે ? બિચારી તો પણ ઉભી થઈને થાય તે કરે. બને તેટલી મદદ પણ કરે. છેલ્લા દિવસોમાં તો તેનાથી હરવા ફરવામાં તકલીફ ખૂબ પડતી પણ કોઈને પડી જ નહોતી. પછી શું? વોટરબેગ બ્રોક થઈ ને એકલી રીક્ષામાં બેસીને તે પ્રસુતિગ્રુહે પહોંચી... નર્સને બધા તો અવાક થઈ ગયા..!! એની મિનિટ બેબી આવી જશે આટલી વાર સુધી કેમ જલ્દી આવ્યા નહીં..પ્રશ્નો પૂછતા હતા. સ્ટ્રેચર પર ગોઠવીને ડીલીવરી રૂમમાં તાબડતોબ લઈ ગયા..ને તરત જ બેબી બહાર આવવા તત્પર હતી. ડોક્ટર ને નર્સે જોયું કે ઓહ બેબી ને ઓક્સીજન પણ બરાબર મળતો નથી એના ગળે અમ્લીકલ કોર્ડ વિંટળાઈ ગયો છે. સીઝેરીયન કરવાનો પણ સમય નથી બેમાંથી એક ને જ બચાવાશે ?? બીજા ડોકટર રૂમમાં ધસી આવ્યા વધુ અનુભવી હશે કે તરત જ બેબીને ઓક્સીજન દીધો ને કોર્ડ પણ કાપી મા ને પણ ઓક્સીજન આપવાનું ચાલુ કરાવ્યું હાશ ! માંડ માંડ બધુ પાર પડ્યું... પણ બેબી ને 'મંદબુધ્ધિ' સ્પેશિયલ હેન્ડીકેપ બાળક તરીકે બતાવ્યો. તે રડતી રહી ..શું થાશે હવે ? કોણ એની સંભાળ રાખશે પ્રેમથી ? આ બચ્યો જ શું કામ ? હજુ હમણાં તો તેનો ગ્રહ પ્રવેશ થયો ત્યારે તો બધા કેટલા ખુશ હતા... હવે તો કોઈ એનું પણ ધ્યાન નથી રાખતા તો મોર અન્ડરસ્ટેંડીંગ લઈ ને બાળકનું કોઇ ધ્યાન નહીં રાખે...મારા બાળકને સ્પેશીયલ એટેન્શન કોઇ નહીં આપે ...!! મંદબુધ્ધિના બાળકોની સંભાળ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે....તેવું ઘરમાં કોઇ સમજશે કે નહીં. કોઈ સમજે તે પહેલા હું તેની મા છું મારે જ તેની સંભાળ લેવાની છે તેથી મારે મારી જાતનું ધ્યાન પહેલા રાખવાનું છે. મન મક્ક્મ કરી લોકોની વાતો નો અનાદર કરવાનો.. લોકોનું તો કામ છે બક બક કરવાનું. 

---રેખા શુક્લ

રવિવાર, 17 ફેબ્રુઆરી, 2019

"સ્પીક અપ ફોર મી"-- જબ લિયા તેરા નામ

ઉન્માદ શાનો લોહીમાં, શેં રવરવાટ છે?
શબ્દોનો શ્વાસમાં ફરી શું સળવળાટ છે?

પાણી પીધું જે વાવમાં ઉતરી તેં બાર હાથ,
ત્યાં માત્ર ખાલીપો અને નકરો ઉચાટ છે.

કોણે છે તૂટવાનું અને વહેશે પહેલું કોણ?
આંખોના ચોરે લોકમાં આ ચણભણાટ છે.

એકાદી તારી યાદ ત્યાં ભૂલી પડી કે શું?
મનનું સમસ્ત નેળિયું, જો મઘમઘાટ છે.

એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.
– વિવેક મનહર ટેલર

આફ્રિકાથી આફ્રિકન માસ મર્ડર સુધી... હકીકત એમ બની કે તણખલા ના આસન ઉપરથી ના બોલ્યા શબ્દો તો પણ પેટાવી ગઝલ ? ને માંચડે ચડી તો ગયો તો પણ સાથે લેતો ગયો ૫ ને ડૂબાડ્યા ભાવિ ફેમીલી મેમ્બર્સના. માણસ કેટલો ડેસ્પરેટ ને ઇવીલ હશે કે આવું થયું. જન્મી ને મોટો તો હું ઇશ્ટ  આફ્રિકામાં થયો. ને કોલેજ કરવા ઇન્ડીયા પહોંચ્યો. ભણીને આવ્યો પાછો પછી આઇ રીનાઉન્સ માય સીટીઝનશીપ ઓફ આફ્રિકા એન્ડ વેન્ટ ટુ ઇંગલેંડ ત્યાં જનરલ મોટર્સ માં ૮ વર્ષ કામ કર્યા પછી શિકાગો પહોંચ્યો. વર્ષ પછી ઇન્ડીયામાં જઈ લગ્ન કર્યા. ને કામ લાગ્યો,

૨૫ વર્ષ એક કંપનીમાં કામ કર્યુ ને પછી કેમિકલ ડિસ્પોઝલ ન્યુઝમાં કંપની બંધ કરાઇ ને બીજી કંપની માં જોબ ચાલુ કરી. ૧૨ વર્ષ કામ કર્યુ ને છેવટે રીટાયરમેંટ લીધું. મોટો હોદ્દો હોય તેથી હાથ નીચે કામ કરતા માણસો સાથે રોજબરોજ ડીલીંગ કરવું પડે ને કામ કઢાવવું પડે... દરેક ના નેચર જુદા...
ધરના પ્રોબ્લેમ લઈને માથાભારે સ્વભાવ વાળા હોય, કામ કરવાના દગડા, ઉપરવાળા પ્રેશર મૂકે કામ કઢાવો ને આ બધા પાસેથી કામ કઢાવવું એટલે ભીંત સાથે માથું રોજ પછાડવું. તો પણ સમજાવી ફોસલાવી ને કામ કઢાવી ધરે ખુશી ખુશી આવતો એક એજ કારણ કે પત્ની બાળકો ને ખુશ જોંઉ. શિકાગો હચમચી ગયું આજે જ્યારે મારી નજર સામે છ પોલિસ સ્ક્વાડકાર્સ ને શરીફકાર સાયરન વગાડતી પાસ થઈ. આશ્ચર્યચકિત નજરો તાંકતી રહી..ઘરે જઈને ટી.વી ઓન કર્યુ તો ન્યુઝ્માં મારી જ કંપની...!!!! ઓન ગોઇંગ શુટિંગ ના સમાચાર...થરથરી જવાયું કે આ ગેરી જ હશે...બહુજ  ખરાબ માણસ હતો.. તમારી સામે ઘૂરકે ડાઘિયા કૂતરાની જેમ તેથી બધા ડરે ઉપરથી યુનિયન તેથી તેની પાસે કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવા. ઉપરથી ગન 'ઓન' કરતો હતો તો બધા ડરે. ઉપરવાળા લેટ સ્લીપીંગ ડોગ લાય ..ને આંખ આડા કાન કરતા. એને જરૂર પડે તો મારી પાસે મદદ માંગે ને આપેલું કામ ઝડપથી તૈયાર કરી બેઠો બેઠો વજન ઉંચકે...!! હઠ્ઠો-ગઠ્ઠો છ ફૂટ ઉંચો પહેલવાન કોઇ એનું શું કરી લેવાના છે તેવી જ એટીટ્યુડ તેથી ઇવન એચ.આર વાળા પણ કંઇ કરતા નહી. બોસ તમારી સામે કંપલેન ફાડી નાંખે...પોતે રાજા થઈને ફરે પણ રાક્ષસવૄત્તિ છેવટે બહાર આવી જ ગઈ જ્યારે તેને ફાયર કર્યો'. કંપનીવાળાએ કાઢી મૂક્યો તો ત્યાં ને ત્યાં પાંચના જીવ લીધા.. અરે રે ! હું બધાને જાણતો..નાની ઉંમરના છોકરાઓ વાળા ફેમીલી વાળા નું હવે કોણ ? પોલિસ આવી ચાર મિનિટમાં તો ચાર પોલિસોને શુટ કર્યા ને ઘાયલ કર્યા. ને પછી કાયર આટલી મોટી કંપનીનું નામ બગાડી ડરતો ડરતો સંતાઈ રહ્યો કે છેવટે દોઢ કલાકે પકડાયો ત્યારે માર્યો ગયો. પોલિસ એમ્પોલોઈ બધા રાત્રે આઠ વાગ્યા સુધી ધરે ના જઈ શક્યા. તે મર્યો ને મારતો ગયો...આફ્રિકન મર્ડરર !! બધાની આંખો શોકમાં ને તે તો ઓફિસની ફ્લોર પણ સૂતો લોહી લૂંહાણ !! (સત્યઘટના- રેખા શુક્લ )


બુધવાર, 13 ફેબ્રુઆરી, 2019

speak up for me

"સ્પીક અપ ફોર મી"
Image result for border crossing pic

"હું ખુબ નાનકડો છું તેથી કોઈ મને સાંભળતું નથી...
મા બહુ બીઝી છે તેના પોતાના કામ માં.. ઉપરથી ક્યારની ભૂખ લાગી છે પણ ખબર નહી પા ને મા કપડાં ને વાસણ બાંધી ને કહે છે કે ક્યાંક જવાનું છે... આજે બુટ પણ પહેરવા મળ્યા ને મને નાનકી બેગ
પકડવા મળી. પણ હવે તો બે કલાક થયા હશે ચાલતા ચાલતા... આ બોર્ડર એટલે શું ...?? ને કેટલું આધું હશે અમેરિકા..??  પૂછું તો છું પણ જવાબ કોઈ આપતું નથી ને ચાલે રાખ એમ કહેવામાં આવે છે..."

"નથી ઉપડાતી બેગ ભલે તરસ લાગી... પગ જ નથી ઉપડતા ઘસડું જ છું કે ઘસડાઉં છું ..તડકો ક્યારે ઓછો થશે... આ ફાટેલા શર્ટ માં પણ ગરમી લાગે છે..ખાબોચિયામાં બોળી મા એ માથે રૂમાલ મૂક્યો પણ કાનમાંથી વરાળ નીકળે છે. બળી આ બોર્ડર.. ને મારે અમેરિકા નથી જાવું પણ કોણ મને ગણકારે છે... અરે પૂછ્યું પણ નહોતું કે મારે જવું છે કે નહીં? આમ તો આખી શેરી ના ભાઈબંધો મારી જેમ ચાલી રહ્યા છે પણ બધા અડધા માંદા દેખાય છે ગરમીથી રેબઝેબ દેખાય છે...પાણી પીધા વગરના સૂકાઈ ગયેલા મોંઢા..હું ચૂપ છું હવે. ચાલવાનું જ છે તો ચાલું છું."

" ટીણીયા ના પા બોલ્યા ત્યારે ખબર પડી દસ કલાક થી ચાલ્યા જ કર્યું છે, મા ને પા ને ખબર નથી પડતી દવા ક્યાંથી લાવશે ? શ્વાસ લેવા માં પણ તકલીફ પડે છે.માથું તો ફાટી પડે છે.. ઝાડ ની નીચે બેસાડી બધા ક્યાં ગયા ??? આંખો હવે બંધ થઈ જાય છે.. માખી ક્યારેક પોપચાં ઉઘાડી જાય છે. " Can
some one please speak up for me ...??
બધી વાર્તા ઓ ફક્ત...“Pen” થી નથી લખેલી હોતી..જીવન માં ઘણી વાર્તા ઓ*“Pain” થી પણ લખાયેલી હોય છે.*
---રેખા શુક્લ

બુધવાર, 30 જાન્યુઆરી, 2019

જાન્યુઆરી- व्याकुल पथिक !!

બધી વાર્તા ઓ ફક્ત...“Pen” થી નથી લખેલી હોતી..જીવન માં ઘણી વાર્તા ઓ*“Pain” થી પણ લખાયેલી હોય છે.*

જાન્યુઆરી ૧ ના રોજ પ્લેન ઉપડ્યું ને અમે ખુશ ખુશ થાતા વાતે વળગ્યાં. એક તો ૧૨ કલાક નો સમય નો તફાવત પણ પહોંચ્યાં ત્યારે બધા સ્વસ્થ લાગ્યાં. તિલુબેન- શરદકુમાર વહેલા પહોંચી ગયેલા. મારા જેઠ-જેઠાણી ને અમે એક જ પ્લેનમાં હતા. પણ કનેક્ટીંગ ફ્લાઈટમાં છૂટા પડી ગયેલા. ટ્રેન પકડી ને ગયા પછી  પાછા લાઇન માં ભેગા થઈ જાત પણ બીજા ટરમીનલ માં જતા રહેલા છેવટે રાહ જોઈને અમે હોટેલે પહોંચ્યા ત્યારે મોટાઈ-ભાભી તો અમારા પહેલા પહોંચી જ ગયેલા...હા હા હા !! આ બધી વાઇફાઇ ની રામાયણ ના લીધે નહીંતર કોલ કરીને મળી શકાય. સાંજે નક્કી કર્યું કે હવે બેજિંગ બાય નાઈટ પ્રાઇવેટ ટૂર વીથ લૂસી લીધી... રીવર પર ૩૬૦ ડીગ્રી વ્યું મસ્ટ વોચ...ઇન બોટ રાઈડ ... ઓહ માય ગોડ વોટ અ રાઈડ ...અમેઝીંગ વ્યુ !! ચાઇના માં લેન્ટર્ન ને લાઇટ્સ નો બહુ મહિમા છે. આખી રાત ને દિવસ જાગતું શહેર ને ખૂબ બાઇક્સ થી ભરેલું શહેર તે બેઇજિંગ... ગ્રામ વિસ્તાર તરફથી હાઇવે લઈને બીજે દિવસે અમે બધા 'ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના' જોવા નીકળ્યા. બસની ટુરમાં અમે નવા મુસાફરો ને પણ મળ્યા. તેઓ પણ દેશ-વેદેશથી આવેલા.
તું હૈં ફિર ભી મૈં બટ ગઈ...!!પ્રક્રૂતિની ગોદમાં ખોવાવું મને ખૂબ ગમ્યું. વખત થઈ ગયો રીક્ષામાં બેઠા અને ચાન્સ મળ્યો તો છકડામl બેઠા.... હા હા હા....શું મજા આવી ગઈ...અને તે પણ સીંગાપૂરમાં...ત્યાં થી એંકર
કરેલી બોટ પર અમને ઉતાર્યા ને અમે હોડકાં જેવી બોટમાં બેઠા...હાલકડોલક થાતી બોટમાં બેસવા જતાં જે અનુભવ થયો તે સાથે હોય તેજ જાણે છે... પણ યાદ આવે છે ને હસવું આવે છે
ને ત્યાંથી ઉતરતા વખતે જે મજા થયેલી તે અવર્ણનીય છે. કેમ કે બધા ઢોળાઈ પડ્યાં હતા...બિચારા બટુકડા ચીના... !! કે જેમણે અમને હાથ આપી ઉતારેલા... !! રીવરમાં ઘણી બધી બોટ હતી તેથી પાણી ના વહેણોમાં ખૂબ વમળો ને મોજા ઉછળતાં હતા ને બોટ પર અથડાતા હતા ને અમારા મોટાઇ-ભાભી પર વાંછટ બની ઉડતા હતા. ભાભી ખુશ હતા ચીસો પાડતા હતા ને અમે હસતા હસતા મીડલ ઓફ રીવરમાં પહોંચ્યાં કે જ્યાં પાણીમાં હાથ નાખો ને માછલીને અડો તેટલી બધી માછલીઓ હતી. બીજી બોટમાં બેઠેલા બ્રેડ ના ટૂકડા નાંખતા ને માછલીઓ વધુ ઉપર આવતી. બુધ્ધના મંદિરનો પાછલો ભાગ 
હતો. લિલોતરીથી ઘેરાયેલ વિસ્તારમાં ગુલાબી ફૂલોની વેલો ઉગેલી. બાજુબાજુમાં બનાના ટ્રી (કેળા ના ઝાડ) હતા.  પપૈયા ને નાળિયેરી ના વૄક્ષો પણ હતા. દોઢ કલાક ની બોટ રાઈડ પછી અમને બસ 
અમારી બોટ પર લઈ આવી. 
                                                                                                                    મંદિરની કોતરણી અફલાતૂન હતી. બુધ્ધ ની મૂર્તિ ૪૦ ફૂટ થી પણ વધુ ઉંચી ને સોનાની હતી. ત્યાં 
લેન્ટર્ન ને ટાઇગરનો મહિમા ખૂબ 
મોટો છે તે ઉપરાંત ત્યાનું સિલ્ક ખૂબ જ સરસ હોય છે 

Exterior view
આપણાથી વધુ ધાર્મિક મલેશિયાના રહેવાસી લાગ્યા. કુઆલા લંપુરમાં બટુ કેવ માં કાર્તિકેય ભગવાનની ભવ્ય મૂર્તિ છે. સિંગાપોર કોસ્મોપોલિટન સીટી છે કે જે શોપીંગ માટે ખાસ વખણાય છે. 
ત્યાં પબ્લિક અફેક્શન અલાઉડ નથી સંયમતા જાળવતાં સ્ત્રી-પુરૂષો નાની-મોટી શોપ લઈને 
કામમાં વ્યસ્ત જોવા મળે. ફેક્ટરી એરિયામાં તો દિવસે સૂમસામ રસ્તાઓ જોવા મળે. બીજે 
દિવસે -૯ ટેમ્પરેચરમાં અમે વોલ ક્લાઇમ્બ કરી ... માનવામાં નથી આવતું હજુ પણ એકબીજાના સહારે અને પ્રોત્સાહન ને આશ્વાસને શક્ય બન્યું ખરું !! ઉંચા્ણ માટે પગથિયાં એક બાજુને બીજી બાજુ 
ઢાળ ચડવાનો ને પછી ત્યાંથી કેબર કાર ઉપર લઈ જાય...ને ત્યાંથી પાછું ચઢાણ શરૂ કરવાનું. કેમેરો-પાણી-ફૂડ સાથે બેકપેક્માં હિમંતે મર્દા તો મદદે ખુદા..મનમાં વિશ્વાસ રાખી આગળ વધ્યા. 

ઉપરનો નજારો અકલ્પનીય હતો....અવર્ણનીય હતો. શુધ્ધ હવા નો ધૂંટ શ્વાસમાં જતા જ આનંદ 
આનંદ !!  ઉપર બિલાડીઓ બેઠેલી દેખાઇ... ફ્લફી ને રૂંવાડા વાળી પ્રવાસીનું ધ્યાન ખેંચતી. 
મોટી ટેરેસ સુધી પહોંચી જેને હજુ આગળ ચઢવું હોય ને વધું ચાલવું હોેય તે આગળ વધી રહેલા. પણ 
તે પગથિયાં વધારે ઉંચા હતા ને નાનું બાકોરું હતું જેમાંથી બધા આગળ વધતાં દેખાયાં. અમેઝીંગ 
દ્રશ્ય નિહાળતાં ધીમે ધીમે અમે પાછા વળ્યા. સબ વે માંથી કોફી લીધી. ને મેથીના થેપલાં...બધાં ભૂખ્યા થયેલા. સમથીંગ અચીવ કર્યાનો અનુભવ માણતા અમે બધા બોટ પર પહોંચ્યા. 
આમ વિયેટનામ પહોંચી અમે ત્યાં જ્યારે પહોંચ્યાં અમારો ગાઈડ કે જે ભાંગ્યુ તૂંટ્યું અંગેજી બોલતો હતો તેણે કીધું કે વોચ આઉટ ફોર થીફ ઓન બાઇક્સ તમારી વસ્તુ ઓનું ધ્યાન રાખજો. 
શોપ વાળાને રસ્તા પર વેચતા માણસોથી સાવધાન રહેજો ને ઓલ્વેઝ બારગેઈન વીથ ધેમ. નાળિયેર પાણી પીતાં અમે કોરિયામાં પણ ખુબ પોવર્ટી જોઈ.
હિરોશીમા પર જે જગ્યા પર બોમ્બ પડેલો ત્યાં અમે નાગાસાકિ એપી સેંટર ગયેલા. ઉપરથી ગિચોગીચ આજુબાજુ નાનામોટા ઘરો ને ઉપર ક્યાંક ક્યાંક રૂફટોપ કાર પાર્કિંગ બાકી બધા ઉપરને ઉંચાણ 
વાળી જગ્યા પર રહેતા જોવા મળ્યા.ચાલતા જ હોય.. કેટલી બધી હાર્ડ્શીપ...કેટલું બધું થયેલું નુકસાન તેની વાત કરતા કરતા અમારી ગાઈડ સાથે હું પણ સેંટી થઈ ગયેલી.જાપાનથી આવેલી 'જમાઈકા' માં જન્મેલી "મોનીક" જ્યારે અમારી શીપ પર શો માં સીંગ કરતી ને ડાન્સ કરતી ઓડિયન્સમાં પણ 
આવી તમને મળતી... આફરિન તેની સ્ટાઈલ પર તેના અવાજ પર --તેના કોન્ફીડન્સ પર !! 
શીપ પર કામ કરતા લોકો ભેગા થઈને જ્યારે પર્ફોમ કર્યું રંગમંચ સાથે આખું થીયેટર નાચી ઉઠ્યું...ઝૂમી ઉઠયું ! પ્રોફેશનલ આર્ટીસ્ટ થી કમ નહોતું કોઈ.બિંગો રમો કે બોલ ડાન્સ શીખો કે શફલ બોર્ડ રમો બસ અમને તો બધું જ કરવું હતું અમે કેમ નહીં ? 
સૌથી ઉપરના માળ પર આવેલ હોટ ટબ ને પુલ પરથી બ્રેથ ટેકીંગ  વ્યુ વોઝ સુપર્બ... !! 
માઇલ્ડ બ્રીઝ વોઝ કુલીંગ ૮૦ ડીગ્રી. ઓલ કાઇન્ડ ઓફ ડીઝર્ટસ ને ડીનર વોઝ સર્વડ. એવરીબડી ડ્રેસ અપ થઈને અસાઈન્ડ ટેબલ પર નિયમિત સમયસર પહોંચતા.જૂની વાતો ને વાગોળતા ભાઈબહેન ના 
સંવાદો સાંભળતા. પેસેન્જરો માટે ગુડબાય ટ્રીટ બલુન્સ ડ્રોપ કરીને ખૂબ મજા કરાવી. પ્રોફેશન્લ 
ફોટોગ્રાફર ઓન બોર્ડ રોજ ફોટા લે અને વેચે.સ્પા ની મજા અનેરી ને મોંધી હતી. તે ઉપરાંત જ્વેલરી 
શો, સુવેનિયર શોપ ને મેજીકલ શોઝ- વોટ મોર કેન યુ આસ્ક ! અન્ડર સ્ટાર વી સો "ઓવરબોર્ડ" ને
 "આઈ ફીલ પ્રીટી" હસી હસીને બેવડ થઈ ગયા.આમ એક પછી એક પોર્ટ કવર કરતા બેઇજીન્ગ-વિયેટનામ-હોંગકોંગ-બેંગકોક-બૂસાન-નાગાસાકી જાપાન- સિંગાપોર છેલ્લે કુઆલા લંપૂર-મલેશિયા 
પહોંચ્યાં. ત્યાંથી ફ્લાય થયા ટોકિયો ને ત્યાં ૩ કલાક નો સ્ટે હતો ને પચી ૧૧ કલાકે શિકાગો... હોમ 
સ્વીટ હોમ પહોંચ્યાં સ્નો ગ્રાઉન્ડ કવર કરેલો પડેલો પણ ઉબર જીન્દાબાદ !! વી ઓલ મેઈડ ઈટ ઇન વન પીસ...ઇન્ક્લુડીંગ અવર લગેજ... !! હા,હા,હા. થેંક ગોડ. 
----રેખા શુક્લ
મારો મમરો ઃઃઃ

.. સાથે ખાખરા-ગ્રનોલા બાર્સ- કૂકીઝ/ક્રેકર્સ ના હોત તો એકલી બ્રેડ ને સલાડ ઉપર દિવસ કાઢવો પડત. તરસ ના લાગે માટે મોઢામાં ચીંગમ રાખવાની મનાઈ છે. પીપરમીંટ ચાલે ખરી.બુસાન સુધી ઠંડી હતી પણ પછી ૮૦ ડીગ્રીમાં ચઢાણ પર ચડવાનું હોય ત્યારે વેધર પ્રમાણે કપડા હોય તો સારું લાગે. વિયેટનામ માં મોર ધેન ૮ મિલિયન બાઇક્સ છે નો ટ્રાફિક રૂલ્સ ફોલોડ ધેર... તમે હાથ ઉંચા કરી ને રસ્તો ક્રોસ કરી શકો ને તેઓ ગમે ત્યાંથી સિફતથી નીકળી જાય. બીવેર ઓફ બાઇકર્સ ધે કેન સ્ટીલ એન્ડ રન અવે...તમારી વસ્તુ નું ધ્યાન તમારે જ રાખવાનું.સ્પેશીયલી તમારા પાસપોર્ટ આઇડી પૈસા વગેરેનું ખાસ. ત્યાં એરપોર્ટ સિક્યોરીટી વધુ કડક છે...બધા ફોર્મ ન હોય તો રોકી રાખે આગળ જવા ન દે. ટોપી ચશ્મા બેલ્ટ કઢાવે. પણ ફીંગર પ્રીંટ ઇઝ મસ્ટ. સ્ટ્રીટ ફેરિયા- ને લારીમાંથી વસ્તુ લો તો બારગેઇન કરવાનું. બેલ્ટ કે શેવીંગ ક્રીમ ના લઈ ગયા હોય ને શીપ પર થી શોપ કરો તો ઓલ્મોસ્ટ ૩૦ ગણો ભાવ આપો... !! હાથ સેનેટાઇઝરથી વોશ કરવા... બિમારી થી બચવા. પણ જો બિમાર પડ્યા તો ડોક્ટર ની મુલાકાત શીપમાં મળી રહે પણ બીલ ભારે મોટુ આવે. લગેજ એક એર પોર્ટ થી બીજે એર પોર્ટ પર પહોંચે ત્યારે તપાસવો...તૂટી પણ જાય...ફેંકાફેંકી માં..!! બેગેજ ક્લેઇમ કરવા જાવ ને સર્પાઇઝ મળે તો નવાઈ નહીં. વાઈફાઈ ઇઝ મોસ્ટ એક્સપેન્સીવ ને બધા ને ઇંગલીશ ના પણ આવડે...આઈ વીશ "ટ્રાન્સલેટ એપ" બધા રાખતા હોય તો સરખાઈ રહે. ૭ કન્ટ્રીના પૈસા જુદા હોય ને તેઓ ડોલર્સ લે પણ એક્ચેંજ રેઈટ પ્રમાણે દેવા અથવા બેંકમાં કરાવી ને દેવા.









Ni Wa Wa is a famous Chinese children's song. It is sweet for kids to sing "泥娃娃 泥娃娃一个泥娃娃..." #Chinese4kids #Chinesechildrensong #Niwawa #LearnChinese #MandarinChinese #chineselanguage #Chinesesong

બુધવાર, 28 નવેમ્બર, 2018

બ્રેન્ડન પાર્ક



"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી" 
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર
ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.
----રેખા શુક્લ

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

"પ્રેરણાશ્રમ" - પ્રિય રધુવીર,



"પ્રેરણાશ્રમ"
લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!

 ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ
ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું ્છોભીલુંપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ
'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા
મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે? સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને  ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું  હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ
હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા.  ભલુ થયું ભાંગી જંંજાળ... જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા.
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને  સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ

આપની સાથે એક છત નીચે--અમૄતા ને રઘુવીર
મીઠી બોલકી, ચંચળ આંખો...પાંખો જેમ ઉડતા પગલાં, રૂપા નો દેહ ને સૂરજ ની પેહલી કિરણે સોનેરી ચમકતી લે અંગડાઈ ને પવનથી પણ ના રહેવાય અડપલાં કરે તેની લટો ઉડાડી ગુલાબી ગાલ ને ચૂમી જ લે. આ અમૃતા બાર વર્ષે સમાજ ની નજરો માં ચડી આવી એમાં કોઈ નવાઈ નહોતી. ભણવામાં હોશિયાર,ને સદાય હસતી આવી રૂપાળી કોને વ્હાલી ના લાગે? અરે ! જુવાન તો જાય જ વારી વારી પણ મોટેરાં ઓ ની પણ ખુલી રહી જાતી ડાકળી. રિશ્તેદારો માં વાતો નો વિષય બની ગઈ...ચોમેર નજર ફેરવી જુઓ તો સ્પોટલાઈટ એના ઉપર જ હતી. સ્કૂલે જાતી તો સખીઓના ઝૂંડમાં બધા એને જ તાંકતા રહી જાતા. ઘરે આવતો રાવજી એમનો નોકર બહુ સીધો સાદો દેખાવે હતો. એને ભોળી અમૄતા માટે ખૂબ લાગી આવતું...
'બેનબા..! શુ લાવી દંઉ ? શું જોઈએ છે મને કહેજો તમતમારે...સાચવી ને જાજો..ખૂબ ભણજો !! ભગવાન તમારું ભલું કરે.' બસ એ અમૄતાની ગોળગોળ ફરતો જ્યાં સુધી સ્કૂલે ના જાય ત્યાં સુધી ખાસ ધ્યાન રાખતો. જેવો દેખાવે હતો તેવો જ સીધો સાદો સ્વભાવનો પણ હતો.
ગામડે જ્યારે જાય ત્યારે બેનબા માટે કૂંણો પોંક, તાજી મગફળી ને મીઠી શેરડી ને ગુલાબી
પાકા જામફળ લઈ આવતો. કાચી કેરી તો કાયમ લાવે લાવે ને લાવે જ. જોવા જાવ તો અમૄતા ને આ બધી ભેટોથી રીઝાવતો...ખુશ રાખતો. ને  તે પણ રાવજીકાકા કહેતી ને ખૂબ મજા કરતી.
' બેનબા... મારું એક કામ કરી આપશો...??' અટકાતાં અચકાતા તે માંડ બોલ્યો.
' હા.. રાવજીકાકા હા...તમે તેના બદલામાં શું લાવશો મારે માટે ?? બોલો ..બોલો .., જલ્દી બોલો.'
'બેનબા જે માંગે તે..!' ' તો પહેલા પ્રોમીસ કરો તમે લાવશો !!' રાવજીકાકા એ જવાબમાં ડોકું હલાવ્યું 'હા' બોલ્યા વગર. ' પાપડ ના લોટ ના ગુંદલા !! નાની બનાવતા હતા ને તેવા...તીખાં કાળી મરી વાળા '
' બસ ? એમાં શું ! જરૂર લાવી આપીશ પણ પહેલા મારો એક કાગળ લખી દો ને તમે બેનબા..!! '
' ઉભા રહો હુ કપબોર્ડમાંથી પેન ને કાગળ લઈ આવું ...!' ક્યારે ગઈને ક્યારે આવી ગઈ પાછી..પલકારો માર્યો ને આછા વાદળી રંગનો કોરો કાગળ લઈ ને સરસ બ્લ્યુ પેન લઈ ને આવી.
દિકરા ને શીખામણ ને ભલામણ કરતા પ્રેમથી કહેલા ને લખેલા શબ્દોની અસર ઉંડે સુધી રહે છે. લખો બેનબા...'
પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું...
👉જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી...તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય...
👉હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહી શકે...
👉આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય...જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...
૧)જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત કરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા...
૨)દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય...આ વાત તને ખાસ કામ લાગશે,જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે...જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે...
૩)જીંદગી ટૂંકી છે...જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે...તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે...
૪)પ્રેમ એ બીજું કાંઈ જ નથી,પણ એક બદલાતી લાગણી જ છે...જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે...જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે...સમય દરેક દર્દ ને ભુલાવે જ છે...કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું...અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું...
૫)અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે...પણ એનો મતલબ એ નથી કે...અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય...વિદ્યા થી વધુ કશું જ નથી... ભણવા ના સમયે ધગશ થી ભણજે...
૬)હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો,કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે...અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ,તે પણ મને ખબર નથી...મારી ફરજ તને મોટો કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે...એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ...એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે...
૭)તું તારું વચન હંમેશા પાળજે...પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો...તું સારું કરજે...પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો...જો આ વાત તને વહેલી સમજાઇ જશે,તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે..
૮)મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી...જીવનમાં એમ નસીબ થી જ અમીર થઇ જવાતું નથી...એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે...તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ...
૯)જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી...તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ...કારણ કે આવતો જન્મ તો આવશે જ...પણ એ જન્મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી...તો આ જન્મ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવજે...
લિ. તારો પિતા.. ઝાંઝેરા આશિષ ને અઢળક વ્હાલ. "
એ કાગળ લખ્યાને પંદર વર્ષના ગાળા વિતી ગયા..ત્યારે તો લખ્યું શું ને તેનો મતલબ શું ક્યાં હતી
ખબર પણ કારણ પૂછવાની પણ ક્યાં હતી ખબર.. ? આજ અચાનક રાવજીકાકા ની યાદ આવી ગઈ. પોતે ક્યારે જુવાન થઈ ગઈ..!! પોતાના પ્રતિબિંબથી પોતે શરમાતી ને ક્યારેક હસતી એક્લી પછી
વિચાર કરતી ધત્તેરીકી..!! સચ મે હોતી હૈં જવાની દિવાની.ક્યારે રધુવીર આવી ગયો જીવનમાં ...ઝરૂખે થઈ ગઈ એની શું ઝાંખી ને પ્રેમ થઈ ગયો. ... !!
પિયા પિયા જપતી હૈં સાંસે માલા તેરા નામ,
પિયા પિયા જલતી હૈં શામે ચંદા તેરા નામ
--રેખા શુક્લ
મોટર બાઈક પર કેટલું ફર્યા..સાથે વિતાવેલો સમય...નજરે તરવર્યો..!! જોવા ખાતર જોયેલા પિકચરોના નામની લાંબી યાદી ને પરિમલ બાગમાં માણેલી અસંખ્ય સાંજોની યાદ ઘેરી વળી...ચાંદની જેમ
ચમકતો રધુવીર નો ચેહરો એને ખૂબ વ્હાલ કરતો..એને વારંવાર હસાવતો. ચાંદની થી ન્હાયેલી રૂપની વાંછટો રધુવીર ને સતાવતી ને પોતાના પ્રેમ ના ઉભરા ને તે રોકી ના શકતો. પણ
અચાનક તે બધું ક્યાં ચાલ્યું ગયું ? લગ્ન ના દસ વર્ષમાં શું થઈ ભૂલો ? અમૄતા એ પહેલા પોતાનો દોષ શોધવા માંડ્યો.જમા-ઉધાર ના પાસા પડે એક પાને તેમ જ માંડ્યો હિસાબ...સુવર્ણ અક્ષરોમાં
લખાયેલો હિસાબ જોઈ દૂરથી ડુંગરા રળિયામણાં લાગ્યાં સૌને..!! પણ પોતે તો એક્દમ
નજીક થી નિહાળી રહી હતી...તપાસી રહી હતી. રોકસ્ટાર જોયા પછી આજે ફરિયાદ થઈ ચારેક લીટીમાં ...!!
નદીયાં ગહેરી, …નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા…. ફિરસે ભારી,
બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા… સબ કહાની સારી,
ગલિયાં-ચોબારાં કી વો… રૂહાની
રૂહ સે રૂહ… ….કબસે થી હમારી,
આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબ ભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ
જેના માટે અસહ્ય સહન કર્યુ... લોકોની પરવા કર્યા વગર તન મન ને ધનથી હા, પૂજા કરી !! હા, પાગલ બની પ્રેમ કર્યો..હા, બધાની ઉપરવટ જઈ લીધેલો નિર્ણય લગ્નનો.. શું ભાળી ગયેલી
એનામાં ..?? કેટકેટલાંય આવ્યા સારા નરસાં વિચારો ને મન ડહોળાઈ ગયું !!. એક દીકરીને એક દીકરો જનમ્યો ને ખૂબ પ્રેમથી ઉછેર્યા બાળકો. જીવની જેમ સાચવ્યું ઘર કરકસર કરી ને
ચલાવ્યું ઘર.. ને તેનો બદલો રોજ ના મહેણાં, ટોંણા ને માર ???? રેડિયા ઉપર વાગતું જૂનું ગીત સાંભળતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી...!!
રેહતે થે કભી જીનકે દિલ મે હમ જાન સે ભી પ્યારો કે તરહા
બૈઠે હૈં ઉન્હીં કે કૂજે મૈં .......હમ આજ ગુન્હેગારોં કી તરહાં
દાવા થા જીન્હેં હમદર્દી કા.. ખુદ આકે ના પૂછા હાલ કભી
મેહફિલ મે બુલાયા હૈ હમપે..હસને કો સિતમગારો કી તરહાં
બરસોં કે સુલગતે તન મન પર અશ્કોકે છીંટે તો દે ન સકે
તપતે હુવે દિલકે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહાં
સો રૂપ ધરે જીને કે લીયે...... બૈઠે હૈ હજારો ઝ્હેર પિયે
ઠોકર ના લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહાં
રાવજીકાકા ના કાગળના એક એક અક્ષરનુ પાલન કરવા છતાં સારા થઈ ને શું મળ્યું બોલ ને મન...!! મનોમંથન કઈ રીતે રોકાય..વિચારો માં યુધ્ધ ચાલતું રહે..!! હજુ પણ બેસી જ રહેત. ત્યાં રધુવીર આવ્યો. આજકાલ તેની પાર્ટીઓ રોજ રોજ ની થવા લાગી છે. નવાઈની વાત નથી પણ આજ ત્રણ નાચ -ગાન વાળીઓને લઈને નશામાં ધૂત આવ્યો...જોઈ કંઈ પણ બોલ્યા વગર તે
ઉભી થઈ ગઈ ને વરંડામાં ચાલી ગઈ. બર્બાદ કર દેતી હૈં મહોબ્બત, હર મહોબ્બત કરને વાલોં કો ક્યું કી ઇશ્ક હાર નહીં માનતા ઔર દિલ બાત નહીં માનતા..!!હર પળ જીંદગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે, પળ પળ માનવીના મન બદલાય છે, બસ નથી બદલાતા એ સંબંધો, જે સાચા દિલથી બંધાય છે. આમ તો એક ચાદરમાં પણ ઉંઘ ના આવતી આજકાલ અલગ રૂમમાં
સૂવા છતાંય કેમ બેચેની ને બદલે હાશ અનુભવું છું.. મારું બોલવું એ સાંભળ્યું ના સાંભળ્યું જ કરી નાંખે છે ...જાણી જોઈને ધરાહર સાંભળવાની ના કહે છે...!! ફ્રસ્ટ્રેશન ક્યાં ઉતરે ? કોના ઉપર ઉતરે? રામ જાણે પણ એમને તો બસ બધીજ છૂટ, બધું જ મંજુર પણ… આજે હદ કરી નાંખી છે...આમ ને આમ આખી જિંદગી સળગાવે પણ લાકડાભેગું ના થવાય ને મર્યા પછી લાશ કહે હવે શું કામ અગ્નિદાહ દેવાય ? ટપ ટપ પડ્યાં આંસુ સરકી ગાલો પરથી હાથમાં પકડેલા કાગળ પર પોતે ચિત્રેલા
ગુલાબમાં જઈ ગોઠવાયા...જો ફોટો પાડો તો લાગે કે ગુલાબ પર ઝાંકળ પડ્યું છે..!! હા, ઉષા સાથે ઉગતા સૂરજ ને જોઈને રાત રડતી જ હશે છાનીમાની. સાંજ ની ગોદમાં આથમે ને ઉષા
ના ખોળે જાગતો સૂરજ ....રાત તો ય કેમ રડતી હશે? એનો ચાંદ પણ નથી કે નથી સૂરજ ???
આડાઅવળાં કંઈક પ્રશ્નો સતાવે છે પણ ચાર દિવાલોમાં એક ખુરશી ને ખાટલા જેટલું પણ
પોતાના અસ્તિત્વનું મહત્વ ના હોય.. પોતાના બોલ ની કે મંતવ્યની કોઈને પડી જ ન હોય તો ઘરમાં એક છત નીચે રહેવું કે નહીં ? ડુંસકાઓની સુનામી.. ખબર નહોતી આવા દિવસો પણ
આવશે !! થીજી ગયા ગાત્રો, ભંગાતા હશે આમ જ ધર ના માળા...
પૂરી કરવી હતી મારે તો જીવની યાત્રા પગપાળા.. !!
ના'ની ના'ની કળીઓ કરતી જેમ અટકચાળા..
ત્યારથી છું ભરમાયેલી લઈ વરમાળા...
ભીના ભીના વ્હાલાં લાગતા હતા ગરમાળા,
લટક મટક ચમકતી હતી ગળે મોહનમાળા...!!
શાને ફૂલો અચાનક આમ જ કરમાણાં,
અર્પુ શ્રધ્ધાંજલી લઈ કરે હું માળા...
આકુળ વ્યાકુળ જોયા છે ખાલીખમ પંખી માળા,
ધ્યાન રહે મિત્રો ફાટે ના વધારે રોગચાળા...
આ તો પથ્થર ની પથારી છે..મૄત્યુ-સ્નાન સંગ માળા...!!
અહીં તો હલાવો હાથ પગ ને ફૂંટી નીકળે સગપણ અજાણ્યા...!!
 આમ ને આમ ક્યારે વિચાર પૂરા થયા ને ક્યારે સૂઈ ગઈ વરંડાની આરામ ખુરશીમાં તેને તો યાદ પણ ના હતું. અચાનક જાગી ને પાણી પીધું બાજુ ના કમરા માં લાઈટ ચાલુ હતી ચાંપલીઓ ના હસવાના અવાજો આવતા રહ્યા... ચશ્માં ચડાવી ઘડીયાળમાં જોયું તો અઢી વાગેલા... !! ટેબલ પરથી પેન ને કાગળ લઈ ને લખવા બેઠી..
 પ્રિય રધુવીર,
પતિ તરીકે ની તમામ જવાબદારીમાંથી મુકત કરું છું તમને. કરોડપતિ કરોડ ના માલિક, લાખોપતિ લાખોના ..છેવટે દરેક સુકન્યા ના લગ્ન પછી પતિ જ  પુરૂષ કહેવાય છે પણ માલિક બધાનો એક છે...બાજુના રૂમમાંથી જ આ પત્ર લખી રહી છું. સ્વભાવે લાગણીશીલ છું સંવેદનશીલ છું પણ આપને તો પતિ તરીકેના અધિકારો જ ભોગવતા આવડે છે. એક છત નીચે ઉજવાતા શોખ, આનંદ પ્રેમ બન્ને વચ્ચે રહ્યા નથી...તે તમે પણ જાણો જ છો. ત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતા જ વ્યવહારમાં તારી જ પ્રતિકૄતિ બની રહ્યો..કે જે હું ક્યારેય નહોતી ઇરછતી. આજે સવારે જ કોઈ વાત વાતમાં તમે બન્ને એ મને વચમાં દખલ ન કર, અમને ખબર પડે છે. તું શાંતિથી તારું કામ પતાવ...હા, હું કામ પતાવવા માટે જ જીવું છું ને !!
મને મારી ઓળખ બાંગ પોકારી ઝંઝોળે છે...હું મારી ઓળખ શોધવા લાગી ગઈ છું ..!! અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા,પર્સન્ટેજ ની હોડ તો ત્યારે પણ હતી.પણ કમ્પલસરી સબ્જેક્ટ્ના માર્ક્સ ઉમેરાતા નહિ, માત્ર પાસ થવું જરૂરી હતું, પણ એ વાંચવા લાયક, વિચારવા લાયક હોવા છતાં અમે એ છોડી દેતા... યસ્સ્સ્સ્સ ...મને મારો અર્થ સમજાયો ! શક્તિની પૂજા કરનારા સ્ત્રીઓ ને અશક્ત બનાવી દેનાર દંભી સમાજ ની સ્ત્રીમાં ક્યાંય જગ્યા નથી ...હું ગોતું છું મારું ઘર જન્મતાંજ ..મા-બાપ ને ત્યાં..ત્યાંથી વિદાય તો કહેવાય પણ જાકારો મળે પતિને ત્યાં ને પછી હવે ક્યાં ખબર છે ક્યાં છે મારું ઘર ? હું રજા લંઉ છું આપની સાથે એક છત નીચે મારાથી નહીં રહેવાય હવે...નહીં સહેવાય હવે !! '  એજ લિ. તમારી હતી અમૄતા
---રેખા શુક્લ

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2018

દુનિયા કરે સવાલ



 ''ઓ હલ્લો આમ ટિકુર ટિકુર જોયા શું કરો છો? કોઈ'દી છોકરી જોઈ નથી કે શું? " સ્વાતિ બોલકી હતી ને સીધી હતી ગુસ્સો આવતાં બોલ્યા વગર ના રહી શકી. જીતેન્દ્ર પણ કાંઈ બોલી ના શક્યો...થયું કે કહી દંઉ કે આપને કભી આપકી આંખે દેખી હૈં...?? પણ એક પલકારું માર્યા વગર બસ તાકતો  ઉભો રહ્યો. મયંક તેને તાણી ને લઈ ગયો.
સ્વાતિ તો હજુ કંઇક બોલતી હતી પણ એણે કંઈજ નહોતું સંભળાયું.
સ્વાતિએ તો એની મસ્ત અણિયારી આંખો કદાચ ધારી ધારી ને પોતે પણ નહીં જોઈ હોય કદી... અરિસા ને પણ હમણાં હમણાં જોને બહુ  વ્હાલ ઉભરાય છે. તેને જીતેન્દ્ર કરતા મયંક ગમી ગયો. સખીઓ સંગ ને કઝીન્સ બધી વાત કરે તે ચૂપચાપ સાંભળતી પણ કદી કંઇ બોલી નહીં, મમ્મીએ ટકોર પણ કરી કે આ બોલકી છોકરીને શું થયું છે ?? આજકાલ કેમ કંઈ બોલતી નથી.
એક દિવસ ફળીયા ના બગીચામાં તે ગાઈ રહી હતી તે પપ્પા જોઈ ગયા. છૂપાઈને સાંભળવા લાગ્યા...કંઈક ગણગણતી હતી, લાગ્યું મીઠ્ઠુ મીઠ્ઠુ હસતી પણ હતી. એમને સમજાયું નહી.ત્યાં મમ્મીએ તેને બોલાવી તો ચૂપ થઈ ગઈ. વાળની લટ ને ગોળ ગોળ ફેરવતી બંધ કરી તો પવને છંછેડી..હવામાં ઉડતા તેના દુપટ્ટા ને સરખો કરતી ભાગી.

સ્વાતિ કોલેજ કરવા અબ્રોડ આવેલી. બધુ જ જુદુ હતું, પોતાનું ધ્યાન પોતાને જ રાખવાનું હતું. ભણવાનું હોય કે ખાવાનું બનાવવાનું હોય પણ જોબ સાથે બધું કરતા શીખી ગઈ હતી. આમ ને આમ પી.એચ.ડી ની ડિગ્રી લેતા તે એકલા રેહતા શીખી ગઈ. હા પણ ભોગ કેટલો મોટો દેવો પડ્યો... તે વિચારતાં ક્યારેક તે રડતી. કદીય કોઈએ પાસે ના બેસાડી. જાપાન માં સાચે જ આવું છે. પબ્લિકમાં અફેક્શન ડિસ્પ્લે ના કરાય. ત્યાં કોઇ કોઇને વ્હાલ કરતા ના જોવા મળે. સ્ત્રી-પુરૂષો અફેક્શન માટે તરસતાં હોય તો પણ નોટ અલાઉડ. લવ ડીપ્રાઇવ યંગ જનરેશન જોઈ ડિપ્રેસ થઈ જાવ તો નવાઈ નહીં, હા આ ડિગ્રી મળી પણ મા ને પિતાને ગુમાવ્યા તો પણ તેમને મળવા જઈ નહોતી શકી. માનવામાં નથી આવતું કે કેટલું અધરું છે મન મનાવવું. કેટલું કઠોર મક્કમ મન કરી પરીક્ષા આપી તે તો તેજ જાણે પણ હું કે તમે હોવ તો વાત અલગ હોય ખરું ને !! પણ એક વાત કહેતા તે રડી પડી ખરેખર. કોણ જીતુ કોણ મયંક ?

ચિંગ યેન ની કહાની સાંભળતી રહી તે કહું તો આપ કોઈ સમજી શકશો કે કેમ તે જ એક પ્રશ્ન છે. આજસુધી પ્રેમ વગર મશીન ની જેમ જીવતી રહેતી હતી. કોઇએ એને પ્રપોઝ પણ કદી ન કર્યું તો આખરે તેણે પોતે જ પોતાની સાથે લગ્ન કર્યા... આશ્રર્યજનક વાત લાગે છે ને હા પણ આ સત્ય હકીકત છે. આંખે ના નિહાળ્યું હોય તો સ્વાતિ માની ના શકત. જ્યારે ના મળે ત્યારે જ વ્યક્તિ કે વસ્તુ ની કિંમત સમજાય પણ હવે તો ઘણું જ મોડું થઈ ગયું છે. અહીં આમ ને આમ મરી જઈશ તો પણ કોને ફેર પડશે ? કોઈને પણ નહીં. હવે બાજુની વિન્ડોમાંથી સામેની તરફ રેહતી ફેન્ગ સ્વાતિને કહે છે કે તું પણ મારી જેમ મેન્સબાર માં કામ કરવા ચાલ. પણ સ્વાતિ હસી ના કહી ગ્રોસરી સ્ટોર તરફ ચાલી જાય છે. સ્વાતિ ની સામે થી એક યુગલને બેબી ગર્લ ને લઈને પ્રામ માં જતા જુવે છે...ઝીણી ઝીણી આંખો હતી ગાલ ખૂબ ક્યુટ હતા.. એકદમ હસતું બાળક જોઈને સ્વાતિ એની સામે હસ્યા વગર ના રહી શકી. બીજી
આઈલમાં જઈ રહેલી બેબી ગર્લ વળી વળી ને જોઇ રહેલી એના નાનકડાં હાથ ને હલાવી રહી હતી. સ્વાતિ પાછી વળી ગઈ ને પોતાના શોપિંગ લીસ્ટને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી.ને યાદ આવી કે આ બાળકી ને પણ પ્રેમ નહીં મળે મોટી થશે ને તે પણ બીજી 'ફેન્ગ'  જ બનશે.. થરથરી ગઈ ને કંપારી છૂટી ગઈ. શા માટે નવા જીવ ને આ દુનિયામાં લાવે છે લોકો !!
જીવતા લોકો હોય છે વિચિત્રતામાં- રેહસાતા રહે છે ક્રુરતામાં -વેચાતા રહે લોકો  હ્યુમન ટાફિકિંગમાં -રક્ષા કરવાને બદલે ભક્ષક બની માણસ મારે માણસ ને અને હાડકાં પણ વપરાય વિટામિન બનાવવામાં. અરે વિયાવેલી ગાય ભેંસ ના પેહલાં દૂધમાંથી બનાવેલી બળી- મિલ્ક ચોસલાં લારીમાં વેચાતા જોવા મળે પણ કબરો ખોદાય છે હવે હાડકાં માટે.. તે ગ્રોસરી લીધા વગર જ બહાર રાખેલ બેંચ પર ફસડાઈ પડી. મનમાં વિચારતી હતી દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે.
---રેખા શુક્લ
"અસંભવ"





અક્ષયની નાડાછડી બાંધીને પંડિતજી શ્લોક બોલ્યા. સીમા પણ ધ્યાન દઈને સાંભળી રહી હતી સાથે બેઠેલા કુટુંબના બધા જ સદસ્યો થઈ રહેલી પૂજામાં ધ્યાન દઈ ને શાંતિથી સાંભળતા હતા. ને અક્ષય બોલ્યોઃ ' તમે ને તમારા રીતરિવાજો.. આ બાંધવાની શી જરૂર છે...? તમે એમ માનો છો તો પછી છૂટાછેડા કેમ થાય છે પંડિતજી ? ' એક શ્વાસે તે બોલી ગયો અને પંડિતજી ને તાંકી રહ્યો. બધા ના કાન સરવાં થઈ ગયા ને પંડિતજી એક મિનિટ ચોતરફ જોઈ બોલ્યા ઃ 'શ્રધ્ધા ને તર્ક માં આટલો જ તફાવત..ને તર્ક માં વિશ્લેશણ કરવું જરૂરી નથી. અમુક સવાલો માં શ્રધ્ધા હોય તેમ બને તો આપણે માનવા લાગીએ' 'બાકી ઇટ ડઝન્ટ હેવ ટુ મેક સેંસ ઇધર' લોજીક હોય તે જ મને સમજાય ' ફરી અક્ષય બોલ્યો.
બાળપણ માં ને ભોળપણમાં કોઈ કંઈ કહે ને વાત ગળે ઉતરી જ જાય ને વેતાળની વાર્તા ને રાક્ષસની વાર્તાનો ડર લાગે. બાજુમાં રહેતી મારીયાને સ્કેલિટન કે મોન્સ્ટર ઇન ક્લોઝેટનો ડર લાગે. કદાચ તેથી જ તે આખી રાત નાઈટ લાઈટ રાખીને જ સૂતી હતી. એની મોટી બહેન બ્લેક કેટ આડી ઉતરે તો ખરાબ બનાવ બનશે ના ભયથી ડરતી ને ફ્રાઈડે ધ થર્ટીન્થ ને ખરાબ માનતી. એ વખતે રાતે આંબલી ના ઝાડ પર ભૂત રહે છે તેવું કહેતા ને બધા ડરતા અને જો જવું જ પડે તેમ હોય તો પછી ભગવાન નું નામ લેતા લેતા ધડધડ હૈયે ઝડપથી ભાગી નીકળતા. વંડી કૂદવી પડે તો કૂદી નાંખતા જેથી જલ્દી પહોંચી જવાય. કાળીચૌદશ ના રોજ ચાર રસ્તે કરેલા કૂંડાળામાં પગ ના પડે તેની સાવચેતી તેથી જ લેવાય. કાંઈક ગળે ઉતરે તેવા કારણ હોય તો હા ઠીક છે પણ લોજીક વિનાની અંધશ્રધ્ધા જેવી વાતો માટે હવે તો દલીલ થઈ જ જાય. હાય હાય આ શું ! પત્તા ના મેજીક થતાં જોયા છે પણ આમ અચાનક કોઈને અદ્રશ્ય થતા તમારી નજર ની સામે જુવો કે પાણી પર ચાલતા જુવો તો ડર તો લાગે જ ને અને સ્પેશિયલી ધડ વગરનું ભૂત પણ હોય છે તેવું સાંભળ્યું છે !!
હોલોવિન આવે તે પહેલા ઘર ને શણગારી ને આજુબાજુ વાળા એ તૈયાર કરેલું પણ અક્ષયને ત્યાં તો કોઈ પૂજા ના કારણે તોરણો ને અનેરા આનંદથી ને મહેમાનોથી ઘર ભરાઈ ગયેલું. સમી સાંજના સમયે પૂજા થઈ રહી હતી ને અચાનક તેની નજર વિન્ડો તરફ પડીને ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. સફેદ સાડીમાં ત્યાં કોઈક પડછાયા માં દેખાયું પણ ખરું. એક પલક ને ફરી જોયું તો ત્યાં કોઈજ નહોતું. એક કંપન ઉદભવી ને કપાળે પ્રસવેદ બિંદુઓ જામ્યાં; સીમા એ હલાવીને પૂછ્યુંઃ' આર યુ ઓકે ? ' કોલ્ડ ચિલીંગ કંપારી ફરી તેણે અનુભવી ને બાજુમાં આવી ને કોઈ જાણે અડ્યું એમ લાગ્યું. ડરતાં ડરતાં એણે બાજુમાં જોયું તો કોઈ હતું જ નહીં. લોજીકલી ડોન્ટ મેક્ સેન્સ પણ અનુભવ્યું ત્યારે મન વિચારો ના વંટાળો ચડ્યું. સાયન્સ ના સ્ટુડન્ટ્સ ને સુપરફિશિયલ થીંગ્સ કે ભગવાનની વાત ગળે ઉતરતી નથી હોતી. અને ડેડ બોડી, માંદગી ને ઘડપણ વગેરેથી ડર પણ લાગતો નથી હોતો જ. બીફોર ગ્રેજ્યુએશન ફ્રેંડ્ઝ ડેરીંગ કરી ત્યારે સુનિલ બહુ ફાંકા મારતો હતો તો બધા ડેડ બોડી રૂમમાં મળવા ભેગા થયા ને અક્ષયને ઓઢાડેલ સફેદ ચાદરમાંથી તે ઉભો થયો ત્યારે સુનિલ બેભાન થઈ ગયેલો. ઓહ માય ગોડ હી ઇઝ ટુ સેન્ટી યાર..!! અક્ષય તો હસી હસી ને લોથપોથ થઈ ગયેલો. પણ હસવામાંથી ખસવું થઈ ગયેલું !! હી સો ધ સેઈમ વુમન સ્ટેન્ડીંગ ઇન કોર્નર... અરે પણ આવું તો કૈં બનતું હશે ? હોસ્પિટલ ઇઝ અંડર સર્વેલન્સ કેમેરા એન્ડ ઇન કેમેરા ધે કુડ સી વ્હાઈટ શેડો વોકિંગ.સુનિલ અને અક્ષય બંનેની હાલત ખરાબ હતી બીજા દિવસે બે માંથી કોઈ કોલેજ આવ્યા નહી; આઇ મીન આવી શક્યા નહીં તાવ ચડી ગયેલો.
અને આજે ફરી અહીં ? અંધારી અમાસની રાત હતી ને પવન પાગલ થયેલો હતો. વૄક્ષો નગ્ન ઉભા હતા ને તેની સૂકી ડાળીઓ પર્ણ વિહિન થરથરી રહી હતી. એકાદુ ભૂલુ પડેલું ઘૂવડ આંખો ખેંચી ખેંચીને એની ડોક હલાવી ને હુ.. હુ.. કરતું તાંકી રહેલું. સૂકા પર્ણો હવામાં આમ થી તેમ ઉડતા હતા ને ત્યાં ફરી વ્હાઈટ શેડો દેખાયો...એના પગ નીચેના પાંદડાઓ  નો ચૂરો જાણે ખડખડ અવાજ કરી રહ્યો હતો તે પવન ચિરીને સંભળાતો હતો. હજુ વિજળી ના કડાકા ને ભડાકા થતા હતા ને મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. સીમા બ્લેન્કેટમાં કોઈ બુકને ટિપોઈ પર હોટ કોકો લઈ સોફામાં આડી પડેલી. અક્ષય પોતાનું ધ્યાન વિન્ડો તરફથી હટાવી ન્હોતો શકતો ને ત્યાંજ કોઈના આવવાનો અવાજ સંભળાયો..દરવાજે ટક..ટક કોઈએ ફરી દરવાજો ઠોક્યો ને સીમા ઉભી થવા ગઈ ને અક્ષયે તેને રોકી પણ ખરી..પણ તે વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ સીમાની પાછળ દેખાણી. 
Photo

ને ત્યાં ફોન ની રીંગ વાગી ટ્રિંગ ટ્રિંગ...ને અક્ષયનું ધ્યાન તે તરફ ગયું ને વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ ગુમ થઈ ગઈ.. રિસીવર હાથમાં લઈને તે બોલ્યો ઃ' હલ્લો !' તો સામેથી અવાજ આવ્યો કોઈ સ્ત્રીનો ઃ' હું ક્યારની રાહ જોંઉ છું પ્લીઝ કમ એન્ડ હેલ્પ મી !' ધડાક કરતું રિસીવર હેંગ કરી સૂનમૂન તે બારણા તરફ ધસ્યો... બારણું ખોલી બહાર ગયો.સીમા પણ તેની પાછળ ખેંચાણી. ગાઢ ધુમ્મસમાં ત્રણેય પાંચેક મિનિટ ચાલ્યા ને કબ્રસ્તાન તરફ વ્હાઈટ શેડો આગળ વધ્યો. સીમા એ બૂમ પાડવા ખૂબ ટ્રાય કરી પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.. અચાનક શેડો કોઈ કબર પાસે અટક્યો ને પછી અદ્રશ્ય થઈ ગયો. બાજુમાં ફૂલો ઉગેલા દેખાયા ત્યાં ફરી ફરી તે સ્ત્રી દેખાઈ આંસુ ભરેલી આંખે કરગરતી..પણ અવાજ ના સંભળાયો. અક્ષય ને સીમાએ ત્યાં ફૂલોની નીચે કોઈનો હાથ જોયો..બંને જણાએ જોયું કે ત્યાં કોઈ યંગ મેનની લાશ છે..પણ હજુ તેમાં જાન છે. અક્ષયે તેના પરની ધૂળ ખંખેરી નાંખી તેને ઉંચકી ને સીમા તરફ આગળ વધ્યો. સીમા એ તાત્કાલિક સારવાર માટે પોલિસ ને હોસ્પિટલ ને ફોન કર્યો. યંગ મેન આ છોકરીનો બોયફ્રેંડ હતો. છોકરી ના પ્રેમમાં બીજો કોઈ ગુંડો પડેલો નશામાં એણે એને મારી નાખી હતી. અને આ વાત એનો બોયફ્રેંડ જાણી ગયેલો તો તેનું પણ કાસળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો..પણ તેની આવરદા હશે તો બચી ગયો. પાછા ફરતા સીમા ને અક્ષય મૌન હતા. પણ બંનેને પ્રશ્ન મૂંઝવતો હતો કે આવું શક્ય છે ખરું ?? ને ત્યાં એક માણસે પાછળથી અવાજ દીધો ને અક્ષય ને રોક્યો. ઃ ' આપની પાસે માચિસ છે ? ' અક્ષયે લાઈટર ધર્યું. સિગરેટ સળગાવતાં સળગાવતાં પેલા એ પાછો પ્રશ્ન પૂછ્યો ઃ
'ડુ  યુ બિલિવ ઇન ઘોસ્ટ ' અક્ષયે મના કરી ને સીમા તરફ ફર્યો ત્યાં તો પેલો ગાયબ !! ગળું સૂકાઈ ગયું હોય એમ લાગ્યું ફરી અવાજ ના નીકળ્યો ગળામાંથી..માથું ભમવા લાગ્યું ને ચકરાવો ખાઈને તે બેહોશ થઈ ગયો. સૂમસામ જગ્યામાં ગાઢા ધુમ્મસમાં કોઈ ચીસ પાડતું હતું તે સીમા ને સંભળાઈ તે અક્ષય પાસે ધસી ગઈ ને વળગી પડી.
--રેખા શુક્લ