રવિવાર, 21 જૂન, 2020

નાનકી-તૃપ્તિ.

પરિવારમાં સૌથી નાની ને દોડીદોડી ને કામ કરતી તેથી બધા એના ઉપર નિર્ધારીત  રહેતા. શ્વેતાથી મોટી ત્રણ બહેનો હતી ને બધા પોતપોતાનામાં વ્યસ્ત રહેતા. સ્કૂલ હોય લેસન હોય ને ધરકામ પણ હોય ઉપરથી મહેમાન દર વેકેશનમાં અચાનક પણ કાયમ આવી જતા મઝા પણ પડતી પણ કેશ એન્ડ કેરી જેવા સ્ટોર હજુ ખુલ્યા નહોતા ને તેથી કામવાળો કપડાં વાસણ ને કચરો વાળી પોતા કરી જતો હોય પણ આખા વર્ષનું અનાજ તો વીણી ને સાફ કરવાનું બધાની જવાબદારી. બધા ચોખા દાળ ને મોઈ ને મમ્મી ભરતા અને હા, જાતભાતનાં અથાણાં પણ ઘરે જ બનાવાતા. તેથી ઉનાળો બીઝી બીઝી પસાર થઈ જતો. તેમ છંતા બધા કઝીન્સ સાથે રમતગમત પત્તા ને પકડાપકડી જરૂર રમાતી. કામ કર્યા પછી બાળકોને ખુશ કરવા દાદીમા બરફનો ગોળો ખવડાવતા પણ ક્યારેક દાદીને મનાવવા પડતા તો ક્યારેક દાદી ધમકી દેતા કે જે કોઈ આજે સૂઈ નહીં જાય બપોરે તો તેને બરફનો ગોળો નહીં મળે. ખબર નહીં પણ ગરમીમાં ત્યારે બરફનો ગોળો જેણે ખાધો હશે તેને જ મજા ની ખબર પણ હશે જ. ફ્રીજ વગર ચાલતું પણ ખાવાનું ગમે તેટ્લું ખાધું કેમ ન હોય પણ રોંઢો કરવા બધા તત્પર રહેતા.. ભલે ને પછી વધેલી રોટલીને તેલમાં સાંતળી દીધી હોય ને મીઠું મરચું નાંખ્યું હોય પણ આહાહા... !! મજા પડી જતી હોય. ત્યારે લેફ્ટ ઓવર નહોતા મળતા. જુવાન બાળકોની સંખ્યા જોઈને. બાળકોની ભૂખમાં એક 'રોંઢો' કરવા પણ જો રોટલીઓ વધે તો ભયો ભયો. હા, અહીં કાઠિયાવાડી  તળપદી શબ્દ વાપર્યો છે. પણ હવે તેને અત્યારે બપોરનો નાસ્તો કે ટી-ટાઈમ કહેવાય છે. આમ ને આમ ક્યારેક દહીંમાં વધારેલી રોટલી પણ માણતા. ફરી હતા ત્યાં ના ત્યાં ભૂખ્યાં ના ભૂખ્યાં. નાનકી તો ચપટી કે માંડ ચમચી ખાતી હશે. સાવ દૂબળી એની ચોલી ફુગ્ગા બાંય નું માપ પણ ઢીંગલીના કપડા જેવું જ લાગતું. નાનકડી ઘાઘરી ને ચુન્ની જેટલી ઓઢણી..અને એમાં ડાન્સ શીખવાડી ને મમ્મીએ સ્ટેજ પર ઉભી રાખી દીધી " હુંં નાની ને નમણી દૂધવાળી' નો ડાન્સ કર્યો...બધા ખુબ ખુશ થયા ને તાલીઓથી વધાવી લીધી.

આંખો તો એની બોલતી જ હતી  I miss you ને સામેથી I Love you નો રીપ્લાય ક્યારે આવશે તે વિચારતી. બસ એક લાગણી પડી હતી તૂટેલી વિખરાયેલી કે કોઈએ આવી ને એને સમેટીને પોતાની કરી લીધી...પ્રેમ પાંગર્યો ને છેવટે ધર છોડી ભાગી ને લગ્ન કરી લીધા.
તું આમ જ મને છોડી ગઈ !!
લે જો તરસઘર બન્યા દેશે ઘરમાં
કોઈ'ક તો આવી ક્યારેક જો હરખાવશે
તરસ્યા મલકનો મેઘ જો બનશે !!
સાચેસાચ ના માંગુ સુવર્ણચંદ્રક, પારિતોષિકો કે પુરસ્કાર
ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
તું આમ જ મને છોડી ગઈ !!
આમ ને આમ સંસ્કૄતિના દાબ હેઠળ,
છોડ બધુ ઓ' વનસુંદરી તું જો પ્રવેશે..
પ્રકૄતિસૌંદર્યના અંકૂર ફૂટી મહોરાવુ પુષ્પ સમર્પિત
શું ટાંકુ વેદના અરે !! આખરી તીવ્ર જીવંત વેદના,
ભાષા ચિતરાઈ જો ને પાને પાને ;
પાણે... પાણે !! ડૂબી જીન્દગી આંગણે ને
તું આમ જ મને છોડી ગઈ ઉગતા ઘડપણે !!

 હા, એને એમ કે ધરકામ ને વૈતરાં માંથી છૂટી તો ખરી. પ્રેમ હશે તો જગ જીતાશે. પણ સામે મોટું પરિવાર હતું.. સાસરું ને પિયર નજીકનજીક હતું... તેથી કામ બમણું થયું...!! સાસુ સસરા, બબ્બે જેઠ જેઠાણી ને નણંદબા... લગ્ન પછી કામકાજ વધ્યા. ઘરડાં થયા સસરાજી તો તેમની શ્વેતાએ ખૂબ ચાકરી કરી..સાસુના હોવા છંતા..તે ખડે પગે ઉભી રહેતી. આખર સસરાજી પરલોક સીધાવ્યા. તો કાકીજી આવ્યા. બીમાર ને નિરાધાર , લાગણી રડે ને શ્વેતા દિલથી સેવા કરે.પહેલા ખોળે દીકરો અવતર્યો. અને પછી આવી લક્ષ્મી દીકરી બનીને. સંપૂર્ણ પરિવારની પરિભાષા સચવાઈ. ખર્ચા વધ્યા... કામ વધ્યું, સાસરે તો જેઠ જેઠાણી નણંદ પરિવાર બધા આવતા જતા કેમકે સાસુજી (બા) હતા ને..!! સ્ત્રી પ્રેમ મળે તો બધુજ સ્વીકારે છે. બધા સાથે ભેગા મળી દિવાળી - હોળી- નવરાત્રી- રક્ષાબંધન વગેરે તહેવારો સ-રસ ઉજવતા રહ્યા. ખુશી અને સુખી પરિવાર ને બાંધી રાખવા હંમેશા તે પોતે ભોગ આપતી રહી...ઘસાતી જ રહી. સાસરા પક્ષે ને પિયર પક્ષે જાણે તે ઝઝૂમતી રહી. ક્યારે બેસાંધા ભેગા કરવા વાર તહેવારની વસ્તુઓ વેચતી રહી... ધરે બેઠા કમાતી રહી. પોતે જે કમાતી તે ભેગુ કરવાની ટ્રાય કરતી પણ ક્યારેક વેચાણ ઓછુ થાય તો નિરાશ થવાને બદલે પરિવાર ને ખુશ રાખતી. સમજણથી સમજોતો કરતા શીખી ગઈ હતી શ્વેતા પોતે પાયાની ઇમારત બનીને.

શ્વેતાનું મન ને દિલ ચોખ્ખુ અને આપવા-લેવાની સૂઝ પણ ખૂબ પડે. કોને કેટલાનું કરવું જોઇએ અને મહારાજે વિધી બરાબર કરાવી કે નહીં તે પણ સમજાય. બધાના મન સાચવતી જાય હસતી જાય અને કામ કરતી જાય. બધું સારું ચાલતું હોય તો જીવનમાં એથી વિશેષ જોઇએ શું ? દિવસે ન વધે તેટલી રાતે વધે દીકરી... ને સમય આવે એના લગ્ન લેવાય..તેવું દરેક 'મા' ના જીવનમાં આવે છે આ ખુશી ને સાથે વિદાયનું દુઃખ એજ " કન્યાદાન" શ્વેતાના જીવનમાં પણ દિવસ આવી ને ઉભો. ને દીકરીના લગ્ન એટલે કેટલો ઉત્સાહ !! કેટલો ઉમંગ !! કેટલા કામ-વ્યવહાર -બધાના લિસ્ટ બનાવતા તે વિચારી રહી. મામેરૂ થશે, ચોરી માં વરવધુ ને જાનૈયાઓ માટે 'અલુચલુ' પીરસાશે. ચોખ્ખા ઘી માં તળેલાં દહીંથરા સુંવાળી ને દળેલી બૂરું ખાંડ
ને ઉપરથી રેડાશે ઘી ની ધાર ! સાળી ની સાથે સખીઓ ગોઠડી ને મસ્તી મજાક કરતી જશે. અણવર ને વરરાજાની ટીખળી કરતી જશે ... ને લાગ આવે વરરાજા ના જૂતા (શુઝ) ચોરી જશે.થોડું હસવું આવી ગયું... પાછું મનને મનાવ્યું કે આ બધી પ્રથા તો મજાક મસ્તી કરવા માટે નહીં પણ વાતાવરણ હળવું કરવા માટે હશે... મારું શું થશે ? ના  હું તો હસતા હસતા જ વળાવીશ.પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ. મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

ચોરીનો મંડપ ફૂલોથી બંધાય પછી જાનૈયાઓ ચંદરવા નીચે ખુરશી ટેબલ પર જમશે.બધું રાબેતા મુજબ જ થયું. મેંદી મૂકતી છોકરીઓ હસી રહી હતી. આનંદ આનંદ !! ગણેશસ્થાપના ને વિધી થઈ...મિંઢણ બંધાયા... પાથરેલું આણુ બધાયે ખૂબ વખાણ્યું. ભારે સાડીઓ ને મેચીંગ ઘરેણાં ને શુઝ ઉપરાંત હેરસ્ટાઈ ને મેકઅપ બધુ દરેક વખતનું નક્કી કરાયેલું તે પ્રમાણે જ થયું.ભોળી દીકરી ને મલકાતી જોઈ કઈ 'મા' ના હરખાય !! યસ શ્વેતા પણ હરખાઈ પણ પછી યાદ આવ્યું કે આટલી મોટી કરી દીધી હવે જાતી રહેશે ને આંખો ભીની થઈ ગઈ...છાનું રડી લીધું .નહીંતર દીકરી જો ઢીલી થઈ જશે તો તેના પપ્પા ને નહીં સચવાય.  આપણામાં દિકરી ને પપ્પા ખુલ્લા દિલથી વાતો નથી કરી શક્તા...વિદાયવેળા એ ઉભરો છલકાય છે !! પ્રેમ કરું  છું એમ પણ ના કહે પણ હા, "જીવતી દાટી દઈશ જો કોલેજ ના નામે લફરાં કર્યા છે તો" એવી ધમકી આપતાં ના અચકાય. અને આખરે અજાણી વ્યક્તિને આખી ને આખી સોંપી દે દીકરી..ને તેને કન્યાદાન દીધું કહેવાય !! ઉપરથી સલાહ દેવાય પડ્યુ પાનુ નિભાવજે...બધાનું ધ્યાન રાખજે ને ડાહી થઈને રહેજે... વગેરે વગેરે કહી વિદાયવેળાએ માતા-પિતા ખૂબ રડે..ક્યારેક એમ થાય આવું કેમ ?
દિકરી વળાવુ હું જાણી લેજો..ભૂલ થાય તો વાળી લેજો...!!
હસતી એનો માણી લેજો..આંસુ એના વાળી લેજો...!!
આંસુ ને તો સરવાની આદત ...ભોળી આંખે રડતા "આંસુ" શ્વેતાનું ઘર દીકરી વગર સૂનું સૂનું લાગે ...એ તો સારું થયું કે દીકરી બહુ દૂર નથી રહેતી તેથી આવજા ચાલુ રહી છે. દીકરો તો એના કામ ના લોંગ આવર્સના લીધે ક્યારેક જોવા મળતો. તેથી શ્વેતાએ ઘરમાંથી જ ટપરવેરનું વેચાણ કરે આમ પાયો મજબૂત રાખવા દરેક સ્ત્રી મનેકમને ઘસાતી જ આવી છે ક્યારે ધોળા વાળ આવી ગયા ને અરીસો અણગમતો થઈ ગયો ખબર નથી પણ આ માટે સ્ત્રી પૈસાથી વધાવાતી કે કોઈને એવોર્ડ મળતા... પણ કરેલો ભોગ સુગંધ બની બાળકોના પ્રોગ્રોસમાં જોવા મળે જ છે. વડીલોની કરેલી સેવા ચાકરી ના મેવા શુભાષિશ થઈ ફળે જ છે. દાદીની આર્થરાઈટીસ ની બિમારી ને લીધે એમના આંગળા કામ ન કરે ને સાવ વળી ગયેલા કમરેથી ...તેથી નાનકી શ્વેતા જ્યારે આવી ને માથું ઓળી આપે ને નવડાવી દે ને ચા બનાવી દે તો ખુશ થઈ જાય. એમને સાચવી લેતી ..પણ તેમના સ્વર્ગવાસ પછી વર્ષમાં જ પપ્પાની પાર્કિનસન થી જે હાલત થયેલી તે જોવાતી નહોતી. દિલ ને હજુ સમજાવીને કઠણ કરતી. માનવામાં ના આવે તેટલા દવાખાના ના ધક્કા થવા લાગ્યા ને તબિયત તો વધુ કથળતી જ ગઈ..!! દિલ આજે પત્થર બની કે શું આસું પણ થીજી જ ગયા છે કે શું ? પપ્પા ના દેહ ને તાંકતી શ્વેતા મૂરત થઈ ગઈ હતી.

સ્મરણ માં સપનું છળ થઈ ભળ્યું, લ્યો આખર મુલાકાતી નું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણ મીઠ્ઠી થઈ ફળ્યું. અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું
---રેખા શુક્લ

મંગળવાર, 16 જૂન, 2020

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ
"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી"
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.આજે એનો ફોન આવ્યો ભાઈ ઇઝ ગેટિંગ સીક, આઇ થીંક !!  કંઈક તો કહે છે

બંધ પડી બારી દરવાજા કંઈક તો કહે છે
સડકો પર પ્રસર્યો સન્નાટો કંઇક તો કહે છે

બંધ સિનેમા મોલ દુકાનો, ઉભી રેલ-બસો
શોરૂમો પર લટક્યા તાળા, કંઇક તો કહે છે

બહુ દિવસોની તરસી જે તરસ બુઝાવતી'તી
સૂકી નદીયો સૂના કિનારા કંઈક તો કહે છે

મળે ભલે એમને આશ્વાસન લાખ સરંક્ષણનું
ચિન્હો ગુંગળાય ગભરાટી કંઇક તો કહે છે

સૂરજ ચંદ્ર દંતકથાના બેશક બન્યા કિસ્સા
સાચા અંધારી રાત ના તારા કંઇક તો કહે છે
---- રેખા શુક્લ

ઉધરસ ને શરદી સખત છે ને હોસ્પીટલ જવા તૈયાર જ નથી. પણ એમનું કોણ ધ્યાન રાખી શકે ? ધરેથી તો ધરેથી પણ જોબ તો કરવી જ પડે છે. કોરોના હશે તો ?? એટલીસ્ટ ટેસ્ટ કરવા લઈ જ જઈશ. શોશિયલ ડિસ્ટન્સ ને લીધે હું ગીલ્ટી ફીલ કરું છું પણ ના છૂટકે આ જ કરવું પડશે. આ લોકડાઉન તો ખૂબ ચાલ્યું પણ કોરોના તો બધાને ભરખી જ રહ્યો છે. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,
મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .
કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ, તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.
કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે.
મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ, આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.
અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે ,હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે
ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી,જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે
તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે,બસ વિશ્વાસ રાખજો.
આજે બધા મંદિરો બંધ છે કારણકે,બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં
સફેદ કોટ પહેરીને સેવામાં છે. ,કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા
ખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે,બસ સમયને સમયસર સાચવી લેજો
બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે,જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે,
એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે.શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી જ પડે,જીવનમાં કપરો સમય તો આવે જ છે
તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો
કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા ,પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું
એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી,કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે
જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો,સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે
કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે,જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે
સમય સમયની વાત છે સાહેબ, પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું
હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું, કોરાના એ લોકોને સમજાવ્યું કે,
આપણો દેશ અને આપણા ઘર જેવી ,સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી
જ્યારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો,નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે
સમય પણ ઘણો મજાનો છે સાહેબ, પહેલા મળતો નહોતો અને હવે જતો નથી
ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય
એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે
કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા, થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે
આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા
અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું, ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું
અને જિંદગીથી હાથ ધોવા કરતાં ,સાબુથી હાથ ધોવા સારા
જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું
સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને ,નકામા કહેવામા આવતા
અને આજે ધરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. અમે હળદરવાળું દૂધ સાથે પીધું માસ્ક પહેરી તેને મદદ કરી કારમાં બેસાડી ગાડી ઇમરજન્સીમાં દાખલ કરી. પીડિતો ની સંખ્યા જોઈ હું દંગ. પણ ભાઈએ અચાનક કહ્યું હું સમજું છું તારી
ગડમથલ મને ખબર છે તું મારી સાથે જ છે મને પ્રેમ કરે છે ને મારી કેર કરે છે. જો હું પોઝિટીવ કોરોના કેસ હઈશ તો પણ અંતરથી ખુશ છું કે આપણે તો આટલા વર્ષ સાથે શાંતિથી રહ્યા.કેટલી બધી સમજ છે ને ભાઈને લોકો ફિઝીકલી ચેલેંજ માને છે !!.
--- રેખા શુક્લ