સોમવાર, 18 જૂન, 2018

ટર્નીંગ પોઈન્ટ ઇન એલ. એ

ન્યુયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃધ્ધ શહેર એટલે લોસ એંજલ્સ.. ફિલ્મી દુનિયાનાં હોલિવૂડે અહીંની ઇકોનૉમીને ખુબ જ ઉંચી કરેલી હતી, અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખુબ જ મોંઘી. સદાશીવ તાંબે કહેવાય લેન્ડલોર્ડ અને સોળ સ્ટુડીઓ જેવા અપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક અપાર્ટ્મેન્ટમાં તેની ટ્રાવેલ એજંસી કમ એડ એજંસી ચલાવતો
બાકીનાં ત્રણ અપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાક્નાં ધોરણે ભાડે આપતો. શરૂઆત સરળ પણ પાત્રો અને વાતાવરણ ને ગૂંથતા લેખક લેખિકા આગળ વધે છે ને જેમ જેમ વાંચો તેમ તેમ 
તમારી આતુરતા વધે છે. વાર્તા ને વાત ની શૈલી તમને મંત્રમુગ્ધ કરી રસપ્રદ કરે છે ને તમે પ્રકરણોમાં ખોવાઈ જાઓ છો ખરું ને !! ફરી ને ફરી વાંચવાની મન થાય તેવી શ્રી. વિજયભાઈ
શાહની વાર્તા અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે કે જે સાહિત્ય ના રસિકોને આનંદપ્રિય જરૂર લાગશે. પ્રેમદિવાની રાધા પરિ-રૂપા, શ્રી.સદાશિવ-અલય. જાનકી બધા પાત્રો પોતાની ભૂમિકા રસપ્રદ ને 
રહસ્યમય છતાં ખુલ્લા હ્રદયે ભજવે છે. સમજ ને અણસમજની વાતો આગળ વધે છે કે સપનાની દુનિયા માં જાનકી ને પરિ ખોવાય છે વાંચો ને જાણો...જાણો ને માણો !! આપના
ધરમાં આવી ગઈ સાહિત્યરસિકો માટે નવી જૂની યાદોથી ભરપૂર વાતો વાળી વાર્તા...પસંદગી ની મહોર લગાવતી, ચિનગારીઓની ચમકમાં પ્રેમની વર્ષા સંગ સોડમ પાથરતા દરેક સંબંધના
નામ હોય કે ના હોય પણ વ્હાય સફર ? આયુષ્યની અયોધ્યામાં ટર્નિંગ પોઈંટ આવ્યો લઈને અક્ષર ને રામ અવતાર સંગ જ્યોતિષ વિદ્યા નો પ્રભાવ ને આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરિનો ઇંતજાર હતો..!! ચાલો ત્યારે માણો ને 
મ્હાલો અક્ષર શબ્દ ને શૈલી ના ભાવોમાં ફરી મળવાના વાદા સંગ વિરમું છું. 
----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો