સોમવાર, 18 જૂન, 2018

ટર્નીંગ પોઈન્ટ ઇન એલ. એ

ન્યુયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃધ્ધ શહેર એટલે લોસ એંજલ્સ.. ફિલ્મી દુનિયાનાં હોલિવૂડે અહીંની ઇકોનૉમીને ખુબ જ ઉંચી કરેલી હતી, અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખુબ જ મોંઘી. સદાશીવ તાંબે કહેવાય લેન્ડલોર્ડ અને સોળ સ્ટુડીઓ જેવા અપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક અપાર્ટ્મેન્ટમાં તેની ટ્રાવેલ એજંસી કમ એડ એજંસી ચલાવતો
બાકીનાં ત્રણ અપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાક્નાં ધોરણે ભાડે આપતો. શરૂઆત સરળ પણ પાત્રો અને વાતાવરણ ને ગૂંથતા લેખક લેખિકા આગળ વધે છે ને જેમ જેમ વાંચો તેમ તેમ 
તમારી આતુરતા વધે છે. વાર્તા ને વાત ની શૈલી તમને મંત્રમુગ્ધ કરી રસપ્રદ કરે છે ને તમે પ્રકરણોમાં ખોવાઈ જાઓ છો ખરું ને !! ફરી ને ફરી વાંચવાની મન થાય તેવી શ્રી. વિજયભાઈ
શાહની વાર્તા અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે કે જે સાહિત્ય ના રસિકોને આનંદપ્રિય જરૂર લાગશે. પ્રેમદિવાની રાધા પરિ-રૂપા, શ્રી.સદાશિવ-અલય. જાનકી બધા પાત્રો પોતાની ભૂમિકા રસપ્રદ ને 
રહસ્યમય છતાં ખુલ્લા હ્રદયે ભજવે છે. સમજ ને અણસમજની વાતો આગળ વધે છે કે સપનાની દુનિયા માં જાનકી ને પરિ ખોવાય છે વાંચો ને જાણો...જાણો ને માણો !! આપના
ધરમાં આવી ગઈ સાહિત્યરસિકો માટે નવી જૂની યાદોથી ભરપૂર વાતો વાળી વાર્તા...પસંદગી ની મહોર લગાવતી, ચિનગારીઓની ચમકમાં પ્રેમની વર્ષા સંગ સોડમ પાથરતા દરેક સંબંધના
નામ હોય કે ના હોય પણ વ્હાય સફર ? આયુષ્યની અયોધ્યામાં ટર્નિંગ પોઈંટ આવ્યો લઈને અક્ષર ને રામ અવતાર સંગ જ્યોતિષ વિદ્યા નો પ્રભાવ ને આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરિનો ઇંતજાર હતો..!! ચાલો ત્યારે માણો ને 
મ્હાલો અક્ષર શબ્દ ને શૈલી ના ભાવોમાં ફરી મળવાના વાદા સંગ વિરમું છું. 
----રેખા શુક્લ

સોમવાર, 11 જૂન, 2018

સાત ફૂટી વેદના



ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને 
લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું ્છોભીલુંપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ
'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા 
મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે? સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને  ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું  હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ 
હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા.  ભલુ થયું ભાંગી જંંજાળ... જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા. 
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને  સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ