બુધવાર, 28 નવેમ્બર, 2018

બ્રેન્ડન પાર્ક



"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી" 
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર
ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.
----રેખા શુક્લ

શુક્રવાર, 26 ઑક્ટોબર, 2018

"પ્રેરણાશ્રમ" - પ્રિય રધુવીર,



"પ્રેરણાશ્રમ"
લથડીયા ખાતો કક્કો ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક હસી બા જડી છે !!

આ તો શબ્દ રમાડે "શબ" જીવે આમ જ ખડી છે
લોહી ને વેહવાની ટેવ યાદ ની જ્યાં નદી વહી છે!!

 ભૂલમાં મળી'તી "મા" ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૄભાષા શીખ્યા પછી ગોથે કદીય ન ચડી છે !!
----રેખા શુક્લ
ના સમજાયું ચંદા ને કે શર્માજી રમકડાં ના ફોન કેમ સાથે રાખી ને ફરે છે !! હા, વૄધ્ધાવસ્થા ખરાબ છે પણ આમ તો પાછા નોર્મલ જ લાગે છે.. જુઓ તો બધું પોતાની મેળે જ કરે છે. જમવાના ટાઈમે સમયસર પહોંચી જાય છે ને વોકિંગ કરતા કરતા ફોન પર ટોકિંગ કરે છે. થાલે એટલે બાંકડે બેસે ને ફોનમાં એમની ' આયુષી' સાથે કલાકો સુધી વાતો કરે છે, રમકડાં ના ફોનથી !! સામેથી જાણે ત્રણેક વર્ષની આયુષી દુનિયાભરની વાતો લહેકાથી કરતી હોય તેમ વાતવાતમાં શર્માજી હસી-રડી ને લહેકા- ટહુકા કરે છે. ચંદાબેન નો પ્રથમ દિવસ હતો "પ્રેરણાશ્રમ" માં. રડતાં રડતાં આભા બની ગયેલા આ દ્રશ્ય જોઈને. એમનું ્છોભીલુંપણું બે મિનીટ ભૂલાઈ ગયું. તેમને પણ દીકરા-દીકરીએ જાકારો દઈ દીધેલો...!! ઘરબાર વગરના નિરાધાર નો આશરો આ
'આશ્રમ' હતો. મેઈન એન્ટ્રંસ ગેઈટ ની ડાબી તરફ ફૂવારો હતો.. ચોતરફ નાનુ તળાવ હતું ને તેની ફરતો વોકિંગ પાથ પણ હતો. નાનકડો પુલ હતો ત્યાં કોઈક ઉભું હતું. જમણી તરફ મિસ્ટર જસ્પાલજી છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એમની તો ચંદા પર નજર પણ ન પડી. પોતાના જ કાર્યમાં પરોવાયેલા સરદારજી તરફથી નજર ખસી ન ખસીને ગ્રુહમાતા લક્ષ્મીબેને ચંદાબેનને આવકાર આપતાં ખભે દિલાસો દેતો હાથ ફેરવ્યો. ચંદાબેન રડી પડ્યા ને લક્ષ્મીબેને પણ ઝળહળીયાં લૂછ્યાં પણ કઠણ હૈયે વાત ચાલુ કરી ઃ 'આવો, તમારું ઘર હવેથી આ જ છે. બધા તમારી રાહ જુવે છે.' સામુહિક પ્રેયર રૂમમાંથી ભજન નું મ્યુઝિક સંભળાયું ને ચંદાબેન એમના રૂમ તરફ ચાલ્યાં.વિચારોના વંટોળે ઘેરી લીધા કે જીવ ની જેમ મોટા કરવા છતાં આટલા બધા
મા-બાપ વૄધ્ધાશ્રમમાં કેમ છે? સાત ફૂટના સરદારજી ફરી નજરમાં તરી આવ્યા. બધાના રૂમમાં પોતે ઉગાડેલા ફૂલો પહોંચાડતાં એમનું તેજસ્વી ને સૌમ્ય મુખારવિંદ પ્રતિભાશાળી બધાને  ગમતું. ચંદાબેને જ્યારે થેંક્યું કહ્યું તે બોલ્યા ઃ ' સબ ઠીક હોવે તૂસી હિમંત રખીયો. હમ સબ સાથ હૈ જી' બીજા જ દિવસથી ચંદાબેન લાઇબ્રેરીમાં કામે લાગ્યા. વસુધાબેન આશ્રમની બાજુમાં રહેવા છતાં કીચનમાં એજ રાંધતા, બધાને એમની રસોઈ બહુ ભાવતી ને રામુકાકા તથા દીનદયાલ કાકા પણ મદદ કરતાં... આમ આશ્રમમાં નિયમમુજબ કામ કાજ ચાલતું. શર્માજી છેલ્લા દસ વર્ષથી હતા. હજુ પણ પોતાના દીકરા-દીકરી તથા આયુષી ના ફોનની રાહ જો'તા. એમની દયાજનક દશા જોઈને હૈયું ભરાઈ આવતું.. ક્યારેક જસ્પાલજી સાથે હિંદીમાં વાત કરતા સાંભળો તો તેમનું  હિંદી સાંભળી હસી જ પડો. જસ્પાલજી પણ હવે તો ટેવાઈ ગયા છે સમજી જાય છે એમની વેદના પણ પોતાની વેદના નથી કહેતા. આખી જિંદગી ભરપૂર પ્રેમ આપ્યો કુટુંબને પોતાનો વિચાર કર્યા વગર બધાની દરેક માંગ દરેક સપના પૂરા કર્યા...પણ દીકરા ત્રણેયે મોં ફેરવી લીધું ? ને દીકરીએ તો પોતાની પત્નીને પણ એમની વિરૂધ્ધ કરી નાંખ્યા !!.
કોઠી ની જાહોજલાલી ખૂટી ખૂટે તેમ ન્હોતી તે દીકરાઓની બૂરી આદતોમાં ખરચાઈ ગઈ. દીકરી-જમાઇએ તો મા ને ફોસલાવી કરોડોના ઘરેણાં પડાવી લીધા ને કીધું અત્યારે બીઝનેસમાં જોઈએ છે પછી પરત કરી દઈશું. બાપનું હૈયું કકળી ઉઠ્યું કે પોતાના બાપ-દાદાની મિલ્કતને પ્રોપર્ટી આમ વેડફાઈ જશે તેવો તો સપને પણ ખ્યાલ નહોતો. પતિને એકલો આશ્રમમાં જવા દે તે કેવી પત્ની ? કેવી મમતા ને કેવી સુખ સાહ્યબીનું વળગણ ?? અબળા સ્ત્રી માટે બહુ લખાયું હા, પણ સાત ફૂટના સશક્ત પુરૂષની વેદના કોઈના સમજ્યું ... ના દીકરા-દીકરી કે પોતાની પત્ની પણ ના સમજી?? ના આવ્યો કદીય ફોન પણ કે આ આવ્યું કોઈ મળવા રૂબરૂ !! ને લોકો હજુય દીકરો દેજો દીકરી દેજો ની મન્નત માને છે !! શું ફેર પડે છે જ્યારે બધા આવા નાલાયક નીકળે છે ?? આ વ્હોટ્સઅપમાં 'ટિન' 'ટિન' મેસેજ મૂકાતા રહે ત્યાં તો પેલો રમકડાં નો ફોન રણક્યો ઃ આયુષી બોલી ઃ "બાપુજી?" ને શર્માજી ને જીવલેણ
હાર્ટ એટેક આવ્યો ને બધા ગૂમસૂમ થઈ ગયા.  ભલુ થયું ભાંગી જંંજાળ... જસ્પાલજી ને વસુધાબેન આશ્વાસન આપતા હતા...કે સમજાવવાનો સાવ ખોટો વ્યર્થ પ્રયાસ કરતા હતા.
હવે કોઈને પોતાના સ્વજનના આવવાની રાહ જોવી નથી. બધા એકબીજા સાથે જ ખુશ છે. રામુકાકા ને દીનદયાલ કાકા રાબેતા મુજબ આવે છે જાય છે એમનું મૌન એમની વેદના પોકારે છે. ફૂલો વિવિધ રંગ ને આકારના છે તેમજ પાંદડાઓ પણ રંગ રંગ ના ને આકૄતિના છે વિન્ડોમાંથી તાંકતો જસ્પાલ થોડો દુઃખી જણાય છે પણ બધા આવી એને પ્રેયરરૂમ માં લઈ જાય છે. "સસરીયા કાલ" કહેતા શર્માજી નો અવાજ લગભગ તેને  સંભળાય છે....ભણકારા છે ખબર છે પણ માનવતા જ્યારે મરી રહી છે ત્યારે દિલ તો પ્રેમાળ શબ્દ નો સહારો જ ગોતતું રહે છે ને ! છ છ દાયકા નીકળી ગયા ક્યાં તે મને યાદ નથી પણ આ પછી નો દાયકો કેવો જશે ? મારી બર્થ-ડે માટે એટલું જ માંગુ કે હાથ પગ ચાલતા રહે ને પ્રભુ જલ્દી માં જલ્દી લઈ લે જે. અસ્તુ
----રેખા શુક્લ

આપની સાથે એક છત નીચે--અમૄતા ને રઘુવીર
મીઠી બોલકી, ચંચળ આંખો...પાંખો જેમ ઉડતા પગલાં, રૂપા નો દેહ ને સૂરજ ની પેહલી કિરણે સોનેરી ચમકતી લે અંગડાઈ ને પવનથી પણ ના રહેવાય અડપલાં કરે તેની લટો ઉડાડી ગુલાબી ગાલ ને ચૂમી જ લે. આ અમૃતા બાર વર્ષે સમાજ ની નજરો માં ચડી આવી એમાં કોઈ નવાઈ નહોતી. ભણવામાં હોશિયાર,ને સદાય હસતી આવી રૂપાળી કોને વ્હાલી ના લાગે? અરે ! જુવાન તો જાય જ વારી વારી પણ મોટેરાં ઓ ની પણ ખુલી રહી જાતી ડાકળી. રિશ્તેદારો માં વાતો નો વિષય બની ગઈ...ચોમેર નજર ફેરવી જુઓ તો સ્પોટલાઈટ એના ઉપર જ હતી. સ્કૂલે જાતી તો સખીઓના ઝૂંડમાં બધા એને જ તાંકતા રહી જાતા. ઘરે આવતો રાવજી એમનો નોકર બહુ સીધો સાદો દેખાવે હતો. એને ભોળી અમૄતા માટે ખૂબ લાગી આવતું...
'બેનબા..! શુ લાવી દંઉ ? શું જોઈએ છે મને કહેજો તમતમારે...સાચવી ને જાજો..ખૂબ ભણજો !! ભગવાન તમારું ભલું કરે.' બસ એ અમૄતાની ગોળગોળ ફરતો જ્યાં સુધી સ્કૂલે ના જાય ત્યાં સુધી ખાસ ધ્યાન રાખતો. જેવો દેખાવે હતો તેવો જ સીધો સાદો સ્વભાવનો પણ હતો.
ગામડે જ્યારે જાય ત્યારે બેનબા માટે કૂંણો પોંક, તાજી મગફળી ને મીઠી શેરડી ને ગુલાબી
પાકા જામફળ લઈ આવતો. કાચી કેરી તો કાયમ લાવે લાવે ને લાવે જ. જોવા જાવ તો અમૄતા ને આ બધી ભેટોથી રીઝાવતો...ખુશ રાખતો. ને  તે પણ રાવજીકાકા કહેતી ને ખૂબ મજા કરતી.
' બેનબા... મારું એક કામ કરી આપશો...??' અટકાતાં અચકાતા તે માંડ બોલ્યો.
' હા.. રાવજીકાકા હા...તમે તેના બદલામાં શું લાવશો મારે માટે ?? બોલો ..બોલો .., જલ્દી બોલો.'
'બેનબા જે માંગે તે..!' ' તો પહેલા પ્રોમીસ કરો તમે લાવશો !!' રાવજીકાકા એ જવાબમાં ડોકું હલાવ્યું 'હા' બોલ્યા વગર. ' પાપડ ના લોટ ના ગુંદલા !! નાની બનાવતા હતા ને તેવા...તીખાં કાળી મરી વાળા '
' બસ ? એમાં શું ! જરૂર લાવી આપીશ પણ પહેલા મારો એક કાગળ લખી દો ને તમે બેનબા..!! '
' ઉભા રહો હુ કપબોર્ડમાંથી પેન ને કાગળ લઈ આવું ...!' ક્યારે ગઈને ક્યારે આવી ગઈ પાછી..પલકારો માર્યો ને આછા વાદળી રંગનો કોરો કાગળ લઈ ને સરસ બ્લ્યુ પેન લઈ ને આવી.
દિકરા ને શીખામણ ને ભલામણ કરતા પ્રેમથી કહેલા ને લખેલા શબ્દોની અસર ઉંડે સુધી રહે છે. લખો બેનબા...'
પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું...
👉જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી...તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય...
👉હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ જ નહિ કહી શકે...
👉આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ જ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય...જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...
૧)જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત કરવો...પણ હંમેશા સાવચેત રહેવું...આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા...
૨)દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય...આ વાત તને ખાસ કામ લાગશે,જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે...જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે...
૩)જીંદગી ટૂંકી છે...જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે...તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે...
૪)પ્રેમ એ બીજું કાંઈ જ નથી,પણ એક બદલાતી લાગણી જ છે...જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે...જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે...સમય દરેક દર્દ ને ભુલાવે જ છે...કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું...અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું...
૫)અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે...પણ એનો મતલબ એ નથી કે...અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય...વિદ્યા થી વધુ કશું જ નથી... ભણવા ના સમયે ધગશ થી ભણજે...
૬)હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો,કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે...અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ,તે પણ મને ખબર નથી...મારી ફરજ તને મોટો કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે...એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ...એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે...
૭)તું તારું વચન હંમેશા પાળજે...પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો...તું સારું કરજે...પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો...જો આ વાત તને વહેલી સમજાઇ જશે,તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે..
૮)મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી...જીવનમાં એમ નસીબ થી જ અમીર થઇ જવાતું નથી...એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે...તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ...
૯)જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી...તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ...કારણ કે આવતો જન્મ તો આવશે જ...પણ એ જન્મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી...તો આ જન્મ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવજે...
લિ. તારો પિતા.. ઝાંઝેરા આશિષ ને અઢળક વ્હાલ. "
એ કાગળ લખ્યાને પંદર વર્ષના ગાળા વિતી ગયા..ત્યારે તો લખ્યું શું ને તેનો મતલબ શું ક્યાં હતી
ખબર પણ કારણ પૂછવાની પણ ક્યાં હતી ખબર.. ? આજ અચાનક રાવજીકાકા ની યાદ આવી ગઈ. પોતે ક્યારે જુવાન થઈ ગઈ..!! પોતાના પ્રતિબિંબથી પોતે શરમાતી ને ક્યારેક હસતી એક્લી પછી
વિચાર કરતી ધત્તેરીકી..!! સચ મે હોતી હૈં જવાની દિવાની.ક્યારે રધુવીર આવી ગયો જીવનમાં ...ઝરૂખે થઈ ગઈ એની શું ઝાંખી ને પ્રેમ થઈ ગયો. ... !!
પિયા પિયા જપતી હૈં સાંસે માલા તેરા નામ,
પિયા પિયા જલતી હૈં શામે ચંદા તેરા નામ
--રેખા શુક્લ
મોટર બાઈક પર કેટલું ફર્યા..સાથે વિતાવેલો સમય...નજરે તરવર્યો..!! જોવા ખાતર જોયેલા પિકચરોના નામની લાંબી યાદી ને પરિમલ બાગમાં માણેલી અસંખ્ય સાંજોની યાદ ઘેરી વળી...ચાંદની જેમ
ચમકતો રધુવીર નો ચેહરો એને ખૂબ વ્હાલ કરતો..એને વારંવાર હસાવતો. ચાંદની થી ન્હાયેલી રૂપની વાંછટો રધુવીર ને સતાવતી ને પોતાના પ્રેમ ના ઉભરા ને તે રોકી ના શકતો. પણ
અચાનક તે બધું ક્યાં ચાલ્યું ગયું ? લગ્ન ના દસ વર્ષમાં શું થઈ ભૂલો ? અમૄતા એ પહેલા પોતાનો દોષ શોધવા માંડ્યો.જમા-ઉધાર ના પાસા પડે એક પાને તેમ જ માંડ્યો હિસાબ...સુવર્ણ અક્ષરોમાં
લખાયેલો હિસાબ જોઈ દૂરથી ડુંગરા રળિયામણાં લાગ્યાં સૌને..!! પણ પોતે તો એક્દમ
નજીક થી નિહાળી રહી હતી...તપાસી રહી હતી. રોકસ્ટાર જોયા પછી આજે ફરિયાદ થઈ ચારેક લીટીમાં ...!!
નદીયાં ગહેરી, …નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા…. ફિરસે ભારી,
બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા… સબ કહાની સારી,
ગલિયાં-ચોબારાં કી વો… રૂહાની
રૂહ સે રૂહ… ….કબસે થી હમારી,
આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબ ભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ
જેના માટે અસહ્ય સહન કર્યુ... લોકોની પરવા કર્યા વગર તન મન ને ધનથી હા, પૂજા કરી !! હા, પાગલ બની પ્રેમ કર્યો..હા, બધાની ઉપરવટ જઈ લીધેલો નિર્ણય લગ્નનો.. શું ભાળી ગયેલી
એનામાં ..?? કેટકેટલાંય આવ્યા સારા નરસાં વિચારો ને મન ડહોળાઈ ગયું !!. એક દીકરીને એક દીકરો જનમ્યો ને ખૂબ પ્રેમથી ઉછેર્યા બાળકો. જીવની જેમ સાચવ્યું ઘર કરકસર કરી ને
ચલાવ્યું ઘર.. ને તેનો બદલો રોજ ના મહેણાં, ટોંણા ને માર ???? રેડિયા ઉપર વાગતું જૂનું ગીત સાંભળતા જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી...!!
રેહતે થે કભી જીનકે દિલ મે હમ જાન સે ભી પ્યારો કે તરહા
બૈઠે હૈં ઉન્હીં કે કૂજે મૈં .......હમ આજ ગુન્હેગારોં કી તરહાં
દાવા થા જીન્હેં હમદર્દી કા.. ખુદ આકે ના પૂછા હાલ કભી
મેહફિલ મે બુલાયા હૈ હમપે..હસને કો સિતમગારો કી તરહાં
બરસોં કે સુલગતે તન મન પર અશ્કોકે છીંટે તો દે ન સકે
તપતે હુવે દિલકે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહાં
સો રૂપ ધરે જીને કે લીયે...... બૈઠે હૈ હજારો ઝ્હેર પિયે
ઠોકર ના લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહાં
રાવજીકાકા ના કાગળના એક એક અક્ષરનુ પાલન કરવા છતાં સારા થઈ ને શું મળ્યું બોલ ને મન...!! મનોમંથન કઈ રીતે રોકાય..વિચારો માં યુધ્ધ ચાલતું રહે..!! હજુ પણ બેસી જ રહેત. ત્યાં રધુવીર આવ્યો. આજકાલ તેની પાર્ટીઓ રોજ રોજ ની થવા લાગી છે. નવાઈની વાત નથી પણ આજ ત્રણ નાચ -ગાન વાળીઓને લઈને નશામાં ધૂત આવ્યો...જોઈ કંઈ પણ બોલ્યા વગર તે
ઉભી થઈ ગઈ ને વરંડામાં ચાલી ગઈ. બર્બાદ કર દેતી હૈં મહોબ્બત, હર મહોબ્બત કરને વાલોં કો ક્યું કી ઇશ્ક હાર નહીં માનતા ઔર દિલ બાત નહીં માનતા..!!હર પળ જીંદગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે, પળ પળ માનવીના મન બદલાય છે, બસ નથી બદલાતા એ સંબંધો, જે સાચા દિલથી બંધાય છે. આમ તો એક ચાદરમાં પણ ઉંઘ ના આવતી આજકાલ અલગ રૂમમાં
સૂવા છતાંય કેમ બેચેની ને બદલે હાશ અનુભવું છું.. મારું બોલવું એ સાંભળ્યું ના સાંભળ્યું જ કરી નાંખે છે ...જાણી જોઈને ધરાહર સાંભળવાની ના કહે છે...!! ફ્રસ્ટ્રેશન ક્યાં ઉતરે ? કોના ઉપર ઉતરે? રામ જાણે પણ એમને તો બસ બધીજ છૂટ, બધું જ મંજુર પણ… આજે હદ કરી નાંખી છે...આમ ને આમ આખી જિંદગી સળગાવે પણ લાકડાભેગું ના થવાય ને મર્યા પછી લાશ કહે હવે શું કામ અગ્નિદાહ દેવાય ? ટપ ટપ પડ્યાં આંસુ સરકી ગાલો પરથી હાથમાં પકડેલા કાગળ પર પોતે ચિત્રેલા
ગુલાબમાં જઈ ગોઠવાયા...જો ફોટો પાડો તો લાગે કે ગુલાબ પર ઝાંકળ પડ્યું છે..!! હા, ઉષા સાથે ઉગતા સૂરજ ને જોઈને રાત રડતી જ હશે છાનીમાની. સાંજ ની ગોદમાં આથમે ને ઉષા
ના ખોળે જાગતો સૂરજ ....રાત તો ય કેમ રડતી હશે? એનો ચાંદ પણ નથી કે નથી સૂરજ ???
આડાઅવળાં કંઈક પ્રશ્નો સતાવે છે પણ ચાર દિવાલોમાં એક ખુરશી ને ખાટલા જેટલું પણ
પોતાના અસ્તિત્વનું મહત્વ ના હોય.. પોતાના બોલ ની કે મંતવ્યની કોઈને પડી જ ન હોય તો ઘરમાં એક છત નીચે રહેવું કે નહીં ? ડુંસકાઓની સુનામી.. ખબર નહોતી આવા દિવસો પણ
આવશે !! થીજી ગયા ગાત્રો, ભંગાતા હશે આમ જ ધર ના માળા...
પૂરી કરવી હતી મારે તો જીવની યાત્રા પગપાળા.. !!
ના'ની ના'ની કળીઓ કરતી જેમ અટકચાળા..
ત્યારથી છું ભરમાયેલી લઈ વરમાળા...
ભીના ભીના વ્હાલાં લાગતા હતા ગરમાળા,
લટક મટક ચમકતી હતી ગળે મોહનમાળા...!!
શાને ફૂલો અચાનક આમ જ કરમાણાં,
અર્પુ શ્રધ્ધાંજલી લઈ કરે હું માળા...
આકુળ વ્યાકુળ જોયા છે ખાલીખમ પંખી માળા,
ધ્યાન રહે મિત્રો ફાટે ના વધારે રોગચાળા...
આ તો પથ્થર ની પથારી છે..મૄત્યુ-સ્નાન સંગ માળા...!!
અહીં તો હલાવો હાથ પગ ને ફૂંટી નીકળે સગપણ અજાણ્યા...!!
 આમ ને આમ ક્યારે વિચાર પૂરા થયા ને ક્યારે સૂઈ ગઈ વરંડાની આરામ ખુરશીમાં તેને તો યાદ પણ ના હતું. અચાનક જાગી ને પાણી પીધું બાજુ ના કમરા માં લાઈટ ચાલુ હતી ચાંપલીઓ ના હસવાના અવાજો આવતા રહ્યા... ચશ્માં ચડાવી ઘડીયાળમાં જોયું તો અઢી વાગેલા... !! ટેબલ પરથી પેન ને કાગળ લઈ ને લખવા બેઠી..
 પ્રિય રધુવીર,
પતિ તરીકે ની તમામ જવાબદારીમાંથી મુકત કરું છું તમને. કરોડપતિ કરોડ ના માલિક, લાખોપતિ લાખોના ..છેવટે દરેક સુકન્યા ના લગ્ન પછી પતિ જ  પુરૂષ કહેવાય છે પણ માલિક બધાનો એક છે...બાજુના રૂમમાંથી જ આ પત્ર લખી રહી છું. સ્વભાવે લાગણીશીલ છું સંવેદનશીલ છું પણ આપને તો પતિ તરીકેના અધિકારો જ ભોગવતા આવડે છે. એક છત નીચે ઉજવાતા શોખ, આનંદ પ્રેમ બન્ને વચ્ચે રહ્યા નથી...તે તમે પણ જાણો જ છો. ત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતા જ વ્યવહારમાં તારી જ પ્રતિકૄતિ બની રહ્યો..કે જે હું ક્યારેય નહોતી ઇરછતી. આજે સવારે જ કોઈ વાત વાતમાં તમે બન્ને એ મને વચમાં દખલ ન કર, અમને ખબર પડે છે. તું શાંતિથી તારું કામ પતાવ...હા, હું કામ પતાવવા માટે જ જીવું છું ને !!
મને મારી ઓળખ બાંગ પોકારી ઝંઝોળે છે...હું મારી ઓળખ શોધવા લાગી ગઈ છું ..!! અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા,પર્સન્ટેજ ની હોડ તો ત્યારે પણ હતી.પણ કમ્પલસરી સબ્જેક્ટ્ના માર્ક્સ ઉમેરાતા નહિ, માત્ર પાસ થવું જરૂરી હતું, પણ એ વાંચવા લાયક, વિચારવા લાયક હોવા છતાં અમે એ છોડી દેતા... યસ્સ્સ્સ્સ ...મને મારો અર્થ સમજાયો ! શક્તિની પૂજા કરનારા સ્ત્રીઓ ને અશક્ત બનાવી દેનાર દંભી સમાજ ની સ્ત્રીમાં ક્યાંય જગ્યા નથી ...હું ગોતું છું મારું ઘર જન્મતાંજ ..મા-બાપ ને ત્યાં..ત્યાંથી વિદાય તો કહેવાય પણ જાકારો મળે પતિને ત્યાં ને પછી હવે ક્યાં ખબર છે ક્યાં છે મારું ઘર ? હું રજા લંઉ છું આપની સાથે એક છત નીચે મારાથી નહીં રહેવાય હવે...નહીં સહેવાય હવે !! '  એજ લિ. તમારી હતી અમૄતા
---રેખા શુક્લ

ગુરુવાર, 25 ઑક્ટોબર, 2018

દુનિયા કરે સવાલ



 ''ઓ હલ્લો આમ ટિકુર ટિકુર જોયા શું કરો છો? કોઈ'દી છોકરી જોઈ નથી કે શું? " સ્વાતિ બોલકી હતી ને સીધી હતી ગુસ્સો આવતાં બોલ્યા વગર ના રહી શકી. જીતેન્દ્ર પણ કાંઈ બોલી ના શક્યો...થયું કે કહી દંઉ કે આપને કભી આપકી આંખે દેખી હૈં...?? પણ એક પલકારું માર્યા વગર બસ તાકતો  ઉભો રહ્યો. મયંક તેને તાણી ને લઈ ગયો.
સ્વાતિ તો હજુ કંઇક બોલતી હતી પણ એણે કંઈજ નહોતું સંભળાયું.
સ્વાતિએ તો એની મસ્ત અણિયારી આંખો કદાચ ધારી ધારી ને પોતે પણ નહીં જોઈ હોય કદી... અરિસા ને પણ હમણાં હમણાં જોને બહુ  વ્હાલ ઉભરાય છે. તેને જીતેન્દ્ર કરતા મયંક ગમી ગયો. સખીઓ સંગ ને કઝીન્સ બધી વાત કરે તે ચૂપચાપ સાંભળતી પણ કદી કંઇ બોલી નહીં, મમ્મીએ ટકોર પણ કરી કે આ બોલકી છોકરીને શું થયું છે ?? આજકાલ કેમ કંઈ બોલતી નથી.
એક દિવસ ફળીયા ના બગીચામાં તે ગાઈ રહી હતી તે પપ્પા જોઈ ગયા. છૂપાઈને સાંભળવા લાગ્યા...કંઈક ગણગણતી હતી, લાગ્યું મીઠ્ઠુ મીઠ્ઠુ હસતી પણ હતી. એમને સમજાયું નહી.ત્યાં મમ્મીએ તેને બોલાવી તો ચૂપ થઈ ગઈ. વાળની લટ ને ગોળ ગોળ ફેરવતી બંધ કરી તો પવને છંછેડી..હવામાં ઉડતા તેના દુપટ્ટા ને સરખો કરતી ભાગી.

સ્વાતિ કોલેજ કરવા અબ્રોડ આવેલી. બધુ જ જુદુ હતું, પોતાનું ધ્યાન પોતાને જ રાખવાનું હતું. ભણવાનું હોય કે ખાવાનું બનાવવાનું હોય પણ જોબ સાથે બધું કરતા શીખી ગઈ હતી. આમ ને આમ પી.એચ.ડી ની ડિગ્રી લેતા તે એકલા રેહતા શીખી ગઈ. હા પણ ભોગ કેટલો મોટો દેવો પડ્યો... તે વિચારતાં ક્યારેક તે રડતી. કદીય કોઈએ પાસે ના બેસાડી. જાપાન માં સાચે જ આવું છે. પબ્લિકમાં અફેક્શન ડિસ્પ્લે ના કરાય. ત્યાં કોઇ કોઇને વ્હાલ કરતા ના જોવા મળે. સ્ત્રી-પુરૂષો અફેક્શન માટે તરસતાં હોય તો પણ નોટ અલાઉડ. લવ ડીપ્રાઇવ યંગ જનરેશન જોઈ ડિપ્રેસ થઈ જાવ તો નવાઈ નહીં, હા આ ડિગ્રી મળી પણ મા ને પિતાને ગુમાવ્યા તો પણ તેમને મળવા જઈ નહોતી શકી. માનવામાં નથી આવતું કે કેટલું અધરું છે મન મનાવવું. કેટલું કઠોર મક્કમ મન કરી પરીક્ષા આપી તે તો તેજ જાણે પણ હું કે તમે હોવ તો વાત અલગ હોય ખરું ને !! પણ એક વાત કહેતા તે રડી પડી ખરેખર. કોણ જીતુ કોણ મયંક ?

ચિંગ યેન ની કહાની સાંભળતી રહી તે કહું તો આપ કોઈ સમજી શકશો કે કેમ તે જ એક પ્રશ્ન છે. આજસુધી પ્રેમ વગર મશીન ની જેમ જીવતી રહેતી હતી. કોઇએ એને પ્રપોઝ પણ કદી ન કર્યું તો આખરે તેણે પોતે જ પોતાની સાથે લગ્ન કર્યા... આશ્રર્યજનક વાત લાગે છે ને હા પણ આ સત્ય હકીકત છે. આંખે ના નિહાળ્યું હોય તો સ્વાતિ માની ના શકત. જ્યારે ના મળે ત્યારે જ વ્યક્તિ કે વસ્તુ ની કિંમત સમજાય પણ હવે તો ઘણું જ મોડું થઈ ગયું છે. અહીં આમ ને આમ મરી જઈશ તો પણ કોને ફેર પડશે ? કોઈને પણ નહીં. હવે બાજુની વિન્ડોમાંથી સામેની તરફ રેહતી ફેન્ગ સ્વાતિને કહે છે કે તું પણ મારી જેમ મેન્સબાર માં કામ કરવા ચાલ. પણ સ્વાતિ હસી ના કહી ગ્રોસરી સ્ટોર તરફ ચાલી જાય છે. સ્વાતિ ની સામે થી એક યુગલને બેબી ગર્લ ને લઈને પ્રામ માં જતા જુવે છે...ઝીણી ઝીણી આંખો હતી ગાલ ખૂબ ક્યુટ હતા.. એકદમ હસતું બાળક જોઈને સ્વાતિ એની સામે હસ્યા વગર ના રહી શકી. બીજી
આઈલમાં જઈ રહેલી બેબી ગર્લ વળી વળી ને જોઇ રહેલી એના નાનકડાં હાથ ને હલાવી રહી હતી. સ્વાતિ પાછી વળી ગઈ ને પોતાના શોપિંગ લીસ્ટને વાંચવાનો પ્રયત્ન કરવા લાગી.ને યાદ આવી કે આ બાળકી ને પણ પ્રેમ નહીં મળે મોટી થશે ને તે પણ બીજી 'ફેન્ગ'  જ બનશે.. થરથરી ગઈ ને કંપારી છૂટી ગઈ. શા માટે નવા જીવ ને આ દુનિયામાં લાવે છે લોકો !!
જીવતા લોકો હોય છે વિચિત્રતામાં- રેહસાતા રહે છે ક્રુરતામાં -વેચાતા રહે લોકો  હ્યુમન ટાફિકિંગમાં -રક્ષા કરવાને બદલે ભક્ષક બની માણસ મારે માણસ ને અને હાડકાં પણ વપરાય વિટામિન બનાવવામાં. અરે વિયાવેલી ગાય ભેંસ ના પેહલાં દૂધમાંથી બનાવેલી બળી- મિલ્ક ચોસલાં લારીમાં વેચાતા જોવા મળે પણ કબરો ખોદાય છે હવે હાડકાં માટે.. તે ગ્રોસરી લીધા વગર જ બહાર રાખેલ બેંચ પર ફસડાઈ પડી. મનમાં વિચારતી હતી દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે.
---રેખા શુક્લ
"અસંભવ"





અક્ષયની નાડાછડી બાંધીને પંડિતજી શ્લોક બોલ્યા. સીમા પણ ધ્યાન દઈને સાંભળી રહી હતી સાથે બેઠેલા કુટુંબના બધા જ સદસ્યો થઈ રહેલી પૂજામાં ધ્યાન દઈ ને શાંતિથી સાંભળતા હતા. ને અક્ષય બોલ્યોઃ ' તમે ને તમારા રીતરિવાજો.. આ બાંધવાની શી જરૂર છે...? તમે એમ માનો છો તો પછી છૂટાછેડા કેમ થાય છે પંડિતજી ? ' એક શ્વાસે તે બોલી ગયો અને પંડિતજી ને તાંકી રહ્યો. બધા ના કાન સરવાં થઈ ગયા ને પંડિતજી એક મિનિટ ચોતરફ જોઈ બોલ્યા ઃ 'શ્રધ્ધા ને તર્ક માં આટલો જ તફાવત..ને તર્ક માં વિશ્લેશણ કરવું જરૂરી નથી. અમુક સવાલો માં શ્રધ્ધા હોય તેમ બને તો આપણે માનવા લાગીએ' 'બાકી ઇટ ડઝન્ટ હેવ ટુ મેક સેંસ ઇધર' લોજીક હોય તે જ મને સમજાય ' ફરી અક્ષય બોલ્યો.
બાળપણ માં ને ભોળપણમાં કોઈ કંઈ કહે ને વાત ગળે ઉતરી જ જાય ને વેતાળની વાર્તા ને રાક્ષસની વાર્તાનો ડર લાગે. બાજુમાં રહેતી મારીયાને સ્કેલિટન કે મોન્સ્ટર ઇન ક્લોઝેટનો ડર લાગે. કદાચ તેથી જ તે આખી રાત નાઈટ લાઈટ રાખીને જ સૂતી હતી. એની મોટી બહેન બ્લેક કેટ આડી ઉતરે તો ખરાબ બનાવ બનશે ના ભયથી ડરતી ને ફ્રાઈડે ધ થર્ટીન્થ ને ખરાબ માનતી. એ વખતે રાતે આંબલી ના ઝાડ પર ભૂત રહે છે તેવું કહેતા ને બધા ડરતા અને જો જવું જ પડે તેમ હોય તો પછી ભગવાન નું નામ લેતા લેતા ધડધડ હૈયે ઝડપથી ભાગી નીકળતા. વંડી કૂદવી પડે તો કૂદી નાંખતા જેથી જલ્દી પહોંચી જવાય. કાળીચૌદશ ના રોજ ચાર રસ્તે કરેલા કૂંડાળામાં પગ ના પડે તેની સાવચેતી તેથી જ લેવાય. કાંઈક ગળે ઉતરે તેવા કારણ હોય તો હા ઠીક છે પણ લોજીક વિનાની અંધશ્રધ્ધા જેવી વાતો માટે હવે તો દલીલ થઈ જ જાય. હાય હાય આ શું ! પત્તા ના મેજીક થતાં જોયા છે પણ આમ અચાનક કોઈને અદ્રશ્ય થતા તમારી નજર ની સામે જુવો કે પાણી પર ચાલતા જુવો તો ડર તો લાગે જ ને અને સ્પેશિયલી ધડ વગરનું ભૂત પણ હોય છે તેવું સાંભળ્યું છે !!
હોલોવિન આવે તે પહેલા ઘર ને શણગારી ને આજુબાજુ વાળા એ તૈયાર કરેલું પણ અક્ષયને ત્યાં તો કોઈ પૂજા ના કારણે તોરણો ને અનેરા આનંદથી ને મહેમાનોથી ઘર ભરાઈ ગયેલું. સમી સાંજના સમયે પૂજા થઈ રહી હતી ને અચાનક તેની નજર વિન્ડો તરફ પડીને ત્યાં જ સ્તબ્ધ થઈ ગઈ. સફેદ સાડીમાં ત્યાં કોઈક પડછાયા માં દેખાયું પણ ખરું. એક પલક ને ફરી જોયું તો ત્યાં કોઈજ નહોતું. એક કંપન ઉદભવી ને કપાળે પ્રસવેદ બિંદુઓ જામ્યાં; સીમા એ હલાવીને પૂછ્યુંઃ' આર યુ ઓકે ? ' કોલ્ડ ચિલીંગ કંપારી ફરી તેણે અનુભવી ને બાજુમાં આવી ને કોઈ જાણે અડ્યું એમ લાગ્યું. ડરતાં ડરતાં એણે બાજુમાં જોયું તો કોઈ હતું જ નહીં. લોજીકલી ડોન્ટ મેક્ સેન્સ પણ અનુભવ્યું ત્યારે મન વિચારો ના વંટાળો ચડ્યું. સાયન્સ ના સ્ટુડન્ટ્સ ને સુપરફિશિયલ થીંગ્સ કે ભગવાનની વાત ગળે ઉતરતી નથી હોતી. અને ડેડ બોડી, માંદગી ને ઘડપણ વગેરેથી ડર પણ લાગતો નથી હોતો જ. બીફોર ગ્રેજ્યુએશન ફ્રેંડ્ઝ ડેરીંગ કરી ત્યારે સુનિલ બહુ ફાંકા મારતો હતો તો બધા ડેડ બોડી રૂમમાં મળવા ભેગા થયા ને અક્ષયને ઓઢાડેલ સફેદ ચાદરમાંથી તે ઉભો થયો ત્યારે સુનિલ બેભાન થઈ ગયેલો. ઓહ માય ગોડ હી ઇઝ ટુ સેન્ટી યાર..!! અક્ષય તો હસી હસી ને લોથપોથ થઈ ગયેલો. પણ હસવામાંથી ખસવું થઈ ગયેલું !! હી સો ધ સેઈમ વુમન સ્ટેન્ડીંગ ઇન કોર્નર... અરે પણ આવું તો કૈં બનતું હશે ? હોસ્પિટલ ઇઝ અંડર સર્વેલન્સ કેમેરા એન્ડ ઇન કેમેરા ધે કુડ સી વ્હાઈટ શેડો વોકિંગ.સુનિલ અને અક્ષય બંનેની હાલત ખરાબ હતી બીજા દિવસે બે માંથી કોઈ કોલેજ આવ્યા નહી; આઇ મીન આવી શક્યા નહીં તાવ ચડી ગયેલો.
અને આજે ફરી અહીં ? અંધારી અમાસની રાત હતી ને પવન પાગલ થયેલો હતો. વૄક્ષો નગ્ન ઉભા હતા ને તેની સૂકી ડાળીઓ પર્ણ વિહિન થરથરી રહી હતી. એકાદુ ભૂલુ પડેલું ઘૂવડ આંખો ખેંચી ખેંચીને એની ડોક હલાવી ને હુ.. હુ.. કરતું તાંકી રહેલું. સૂકા પર્ણો હવામાં આમ થી તેમ ઉડતા હતા ને ત્યાં ફરી વ્હાઈટ શેડો દેખાયો...એના પગ નીચેના પાંદડાઓ  નો ચૂરો જાણે ખડખડ અવાજ કરી રહ્યો હતો તે પવન ચિરીને સંભળાતો હતો. હજુ વિજળી ના કડાકા ને ભડાકા થતા હતા ને મૂશળધાર વરસાદ તૂટી પડ્યો. સીમા બ્લેન્કેટમાં કોઈ બુકને ટિપોઈ પર હોટ કોકો લઈ સોફામાં આડી પડેલી. અક્ષય પોતાનું ધ્યાન વિન્ડો તરફથી હટાવી ન્હોતો શકતો ને ત્યાંજ કોઈના આવવાનો અવાજ સંભળાયો..દરવાજે ટક..ટક કોઈએ ફરી દરવાજો ઠોક્યો ને સીમા ઉભી થવા ગઈ ને અક્ષયે તેને રોકી પણ ખરી..પણ તે વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ સીમાની પાછળ દેખાણી. 
Photo

ને ત્યાં ફોન ની રીંગ વાગી ટ્રિંગ ટ્રિંગ...ને અક્ષયનું ધ્યાન તે તરફ ગયું ને વ્હાઈટ શેડો વાળી વ્યક્તિ ગુમ થઈ ગઈ.. રિસીવર હાથમાં લઈને તે બોલ્યો ઃ' હલ્લો !' તો સામેથી અવાજ આવ્યો કોઈ સ્ત્રીનો ઃ' હું ક્યારની રાહ જોંઉ છું પ્લીઝ કમ એન્ડ હેલ્પ મી !' ધડાક કરતું રિસીવર હેંગ કરી સૂનમૂન તે બારણા તરફ ધસ્યો... બારણું ખોલી બહાર ગયો.સીમા પણ તેની પાછળ ખેંચાણી. ગાઢ ધુમ્મસમાં ત્રણેય પાંચેક મિનિટ ચાલ્યા ને કબ્રસ્તાન તરફ વ્હાઈટ શેડો આગળ વધ્યો. સીમા એ બૂમ પાડવા ખૂબ ટ્રાય કરી પણ ગળામાંથી અવાજ જ ના નીકળ્યો.. અચાનક શેડો કોઈ કબર પાસે અટક્યો ને પછી અદ્રશ્ય થઈ ગયો. બાજુમાં ફૂલો ઉગેલા દેખાયા ત્યાં ફરી ફરી તે સ્ત્રી દેખાઈ આંસુ ભરેલી આંખે કરગરતી..પણ અવાજ ના સંભળાયો. અક્ષય ને સીમાએ ત્યાં ફૂલોની નીચે કોઈનો હાથ જોયો..બંને જણાએ જોયું કે ત્યાં કોઈ યંગ મેનની લાશ છે..પણ હજુ તેમાં જાન છે. અક્ષયે તેના પરની ધૂળ ખંખેરી નાંખી તેને ઉંચકી ને સીમા તરફ આગળ વધ્યો. સીમા એ તાત્કાલિક સારવાર માટે પોલિસ ને હોસ્પિટલ ને ફોન કર્યો. યંગ મેન આ છોકરીનો બોયફ્રેંડ હતો. છોકરી ના પ્રેમમાં બીજો કોઈ ગુંડો પડેલો નશામાં એણે એને મારી નાખી હતી. અને આ વાત એનો બોયફ્રેંડ જાણી ગયેલો તો તેનું પણ કાસળ કાઢવાનો પ્રયત્ન કર્યો હતો..પણ તેની આવરદા હશે તો બચી ગયો. પાછા ફરતા સીમા ને અક્ષય મૌન હતા. પણ બંનેને પ્રશ્ન મૂંઝવતો હતો કે આવું શક્ય છે ખરું ?? ને ત્યાં એક માણસે પાછળથી અવાજ દીધો ને અક્ષય ને રોક્યો. ઃ ' આપની પાસે માચિસ છે ? ' અક્ષયે લાઈટર ધર્યું. સિગરેટ સળગાવતાં સળગાવતાં પેલા એ પાછો પ્રશ્ન પૂછ્યો ઃ
'ડુ  યુ બિલિવ ઇન ઘોસ્ટ ' અક્ષયે મના કરી ને સીમા તરફ ફર્યો ત્યાં તો પેલો ગાયબ !! ગળું સૂકાઈ ગયું હોય એમ લાગ્યું ફરી અવાજ ના નીકળ્યો ગળામાંથી..માથું ભમવા લાગ્યું ને ચકરાવો ખાઈને તે બેહોશ થઈ ગયો. સૂમસામ જગ્યામાં ગાઢા ધુમ્મસમાં કોઈ ચીસ પાડતું હતું તે સીમા ને સંભળાઈ તે અક્ષય પાસે ધસી ગઈ ને વળગી પડી.
--રેખા શુક્લ

શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018

અંજલી-શિવાની બેડ ટાઇમ્સ ગુડ ફ્રેંડ્સ


શિવાની ને અંજલી ને બધા બહેન જ માનતા... જ્યારે જુવો ત્યારે 
સાથે ને સાથે જ હોય ! હતી, તો બંને બહેનપણી પણ એક જ ફ્લેટમાં 
ઉપર-નીચે રહે. એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં તેથી 
હોમવર્ક હોય કે કોઈ પણ જગ્યાએ જવાનું બંને એકબીજાને મૂક્યા 
વગર ના કરે. એકસરખી હેરસ્ટાઇલ ને રંગ જુદો પણ કપડાં પણ એકસરખાં જ. હવે સ્કૂલ પતવાની ને કોલેજ જો ના બદલાય તો સારું. 
બંને વિચારે શું બનશું ક્યાં જશું ? ને ભગવાનનું કરવું ને બન્યું પણ 
એવું જ કે બંને ડોકટરી પતાવ્યા પછી ઇત્તફાક કહો તો તે કે મરજી 
રબ ની પણ એક જ હોસ્પિટલ માં કામ પણ મળ્યું. 
ખુશખુશાલ માતા પિતાએ આપેલી બધ્ધીજ છૂટનો ગેરફાયદો કોઈએ 
કદી ઉઠાવેલો નહીં ને એટીકેટ બધી જ શીખવી ને પોતાના પગ પર 
ઉભા રહેતા શીખવેલ. હવે તેને સ્વતંત્ર મિજાજી તો ન જ કેહતા આપ. 
એક સાથે કામ કરે પણ કોઈની પંચાત ના કરે... પ્રશ્ન હોય તો ચર્ચા 
કરે સોલ્યુશન કાઢે બસ. આમાં શિવાની ક્યારે વાસુ ના પ્રેમમાં પડી ના સમજાયું ને અંજલી તરફ આકર્ષિત થયેલ સમીર (ઉર્ફે સેમ). 
જો તેણે ના કહ્યું હોત તો ખબર પડતા હજુ કદાચ વાર લાગત. ખુશી ની વાત તે હતી કે સમીર ગમે તે રીતે અંજલીનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માંગતો હતો. થોડા વખતમાં ડબલ ડેટ પર જવાનું ચાલુ 
થઈ ગયું. 
ને શિવાની-વાસુ ને અંજલી-સમીર ના લગ્ન થયા. પણ સમીરની 
પોસ્ટિંગ લગ્ન પછીના  બે મહિને ઓવરસિઝ થઈ ને બંને આખરે જુદા પડ્યા.બધુ જ્યારે સ્ટેપ બાય સ્ટેપ સરખું જતું હોય ત્યારે ખરાબ કંઈ ના થાય તેવું બધાને થાય છે. તેમ અંજલી અને શિવાની પણ વિચારતા હતા. દરરોજ નું ચેટિંગ એફ્બી પોસ્ટિંગ ને વરસે એક 
ટ્રીપ રૂબરૂ મળ્યાનો સંતોષ તો હતો જ. આ બધું સંભવ હતું શિવાની ડોક્ટર હતી. અંજલીને તો પણ થતું જ તે કંઈક છૂપાવે તો છે જ !! 
અરે, પણ તે પણ ક્યાં પ્રમાણિક હતી. 
Photo
ખુલીને વાત કરે ને ન કરે નારાયણ પોતાનું જ મોત વ્હોરે કાં તો 
બાળકો ની જીન્દગી બરબાદ થાય... બસ, આ જ બીક ના લીધે તે 
પ્રમાણિક નહોતી રહી શકતી. પુરૂષો કેમ આમ કરતાં હશે તે સમજ્વું ને સમજાવવું કદાચ અઘરું હશે ? સમીર ટ્રીપ ના બહાના હેઠળ બેવફા હતો ને ખબર હોવા છંતા અંજલી ચૂપ હતી... પણ કેમ તે પોતે 
હિમંત વગરની હોય તેમ માનતી તે પોતે પણ નહોતી જાણતી. એક વાર ઓવરસિઝ જતા પહેલાં એરપોર્ટ પર સિક્યુરિટીમાં જતા વખતે બાથરૂમમાં જઈને ચૂપચાપ એક બંધ પરબિડિયું શિવાની ના હાથમાં મૂક્યુ ના મૂક્યું ને તેની દિકરી તરફ ઇશારો કરી ચૂપ રહેવાનું કહી 
તરત ચાલી પડી. સિક્ર્યુરિટી લાઇનમાંથી ક્લીયર થઈ લાસ્ટ ગુડબાય કરવા પાછું જોઇ હાથ ઉંચો કરીને ઇશારો કર્યો કે વિ વીલ ટોક લેટર કોલ મી પ્લીઝ. આંખો તેની પ્લીઝ બોલતી હતી ને આંગળીઓ 
ઇશારો કરતી હતી. હોઠ ફફડ્યા હતા પછી પાછું જોઈ પણ ના શકી.
જ્યારે શિવાનીના જીવનમાં જુદી તકલીફ હતી વાસુ સાઉથનો 
રહેવlસી હતો ને પોતાની દિકરી ને લઈને જ્યારે વેકેશનમાં ગયા 
ત્યારે દાદા-દાદી ને જોઇને ખુબ દુઃખી થયેલ તો ઘરે લઈ 
આવ્યા પછી દાદા-દાદી સાથે રહી શકવું ખુબ મુસ્કેલ લાગતું તેની 
દિકરીને. આજ સુધી સ્વતંત્ર રૂમ માં લાડકોડમાં ઉછરેલી વીણા ને 
દાદા કે દાદી સાથે ભાષા ની તકલીફ જણાતી. તેમના ખોરાક પાણી 
ની દુર્ગંધ સહેવાતી નહોતી. તેમના રીતરિવાજો અનુસર કરવા ગમતા નહોતા. પણ ૬ વર્ષની વીણા ને સમજ્ણ પણ કેટલી હોય. વ્હાલ પણ ક્યારેક કામ ન કરે ને વઢો તે પણ ના સમજે. ખૂણામાં એકલી બેસી રડે એની ઢીંગલી સાથે રમતાં રમતાં એની મમ્મી ની નકલ પણ કરે. શિવાની ડોકટરી છોડી શકતી નહોતી. વાસુ બદલી ગયો હતો. એને એમ જ લાગતું કે હિ હેઝ બીન નિગ્લેક્ટેડ એન્ડ નો વન કેર્સ ફોર હીઝ ઓલ્ડ પેરેન્ટ્સ ટુ. નાની છે વીણા તેને પણ વાસુની જરૂર છે. શિવાની ને પણ બે હાથ ને ૨૪ કલાક જ છે. ઓહો આ તો કેવી વિટંબણા છે!
નથી જીવવા દેતી કે  નથી શાંતિ મળતી
વીણા ને ક્યારેક ફોન તો ક્યારેક ટી.વી માં અમુક શો કે મૂવી કે કાર્ટુન જ જોવા હોય... દાદી કે દાદા પોતાની અગડમ બગડમ ભાષાના 
ગીતો જુવે તો રિસાઈ જાય કે રડે... વીણા ને ગમતું કેમ નહીં કરતા 
હોય તે શિવાની ને ના સમજાય. પણ પછી વાસુ લેક્ચર આપે ટી.વી ના જોવા દે. ફોન આપીને તેનું ધાર્યું કરાવે છે પણ તે શું બોલે ? 
શિવાની પેરેન્ટીંગ કંટ્રોલ રાખે. રેટેડ પી.જીફિલ્મ કે ડીઝની મુવીઝ જ જોવા દે. સપનોકી બારાત બીતે દિનોંકો પૂકારે પણ ખરી...કે યંગ હતી ત્યારે 
ટી.વી કે ફોન નહોતા પણ મજા હતી... પીકનીક જતાં વેકેશનમાં 
મામા ફોઈ ને ત્યાં જતા... દિવાળી-હોળી તહેવાર પણ 
માણતાં હવે તો છોકરાંઓ કેટલું બધું ગુમાવશે... નવી નવી ટેકનોલોજી થી આંખ ને નુક્સાન.. કેન્સર જેવી બિમારી ભેળસેળ વાળા અનાજ થી.. એર પોલ્યુશનથી દમ જેવી બિમારી લાગે
છંતા સ્મોકિંગ ને દારૂના આલિશાન મકાનોમાં રોજ નું પ્રદર્શન,  
રેડિએશન એક્ઝ્પોઝ્ડ થી થતી બિમારીઓ.. !! એક બાળકે વડીલ 
પ્રમાણે બધુ જ બનવાનું બધુ જ કરવાનું...સ્ટ્રોંગ પણ 
રહેવાનું...ઓલ રાઉન્ડ પર્સનાલીટી ને તે પણ સોસાયટી કે સોશીયલ 
મિડીયા માટે !! કેટલા થઈ રહ્યા છે સુસાઇડ્ઝ ને કેટલા જીવે છે 
પલપલ મરી ને !! ના ના થીંક પોઝિટીવ ને થીંક ગુડ. 
બટ હાઉ !! ધેર શુડ બી મીડલ વે.. રોજ રોજ એમનું ધાર્યું જમાના 
પ્રમાણે બાળકોએ પણ પાછળ તો નહીં રહેવાય. છૂટછાટ લીમીટમાં આપવીજ પડશે. સોશીયલ એટીકેટ શીખવવા જ પડશે
ટુ બી એક્સેપ્ટેડ ઇન સોસાયટી .. હજુ પણ મન વિચારતું જ રહ્યું હોત તો તેણે વીણા ના રડવાનો અવાજ ના સાંભળ્યો હોત. દાદાએ આજે લીમિટ પાર કરેલી ને તેમનાથી હાથ ઉપડી ગયેલ.વડીલો જ્યારે મિસ્ટેક કરે છે... વ્યસનો કરે છે ને મિસબિહેવ કરે છે ... ડિવોર્સ થાય છે કે લફરા કરે છે. ઘડપણ ને બાળપણ સાચવવામાં મિડલમાં સેન્ડવીચ થતી આજ્ની જનરેશન જસ્ટ ટુ કિપ અપ કરતું રહે ને નાની ઉંમરમાં ઘણું બધું સહન કરે. પણ હેલ્પ મળે તો શક્યતા ને સંભાવનાને 
સફળતા પ્રાપ્તિ મળે.યા રાઈટ !! પણ હાથ ઉપાડે તે નહીં સહન થાયસહન કરનાર નો પણ એટલો જ વાંક !! પણ વીણા તો નાનકડી ને 
અણસમજુ છે. બીજું ટી.વી બીજા જ દિવસે આવ્યું પણ સમીરે તોડી 
 નાંખ્યું ... દારૂના નશામાં ચકનાચૂર હતો ને હવે આ રોજ નું થયું. 
કોઈ કોઈની સાથે વાત નથી કરતું. કાં તો માત્ર અવાજ ને ઘોઘાંટ જ 
સંભળાય છે...કોઈ કોઈનું સાંભળતું પણ નથી.આ તો માણસ માણસને મારે છે ને માણસ મરે છે. વોટ કાઈન્ડ ઓફ ફેમિલી ઇઝ ધીસ !! કઈ સેન્ચ્યુરી માં જીવે છે બધા !! નાઉ આઈ હેવ ટી બી  એ ગો-ગેટર, 
મોમ હેઝ નો ચોઇસ બટ ટુ બી બ્રેવ એન્ડ ટેક કેર ઓફ વીણા. ફોર 
ગોડ સેક આઈ એમ એજ્યુકેટેડ !ડ્રગ્સ ને દારૂ ની લત ને ઉપરથી હવે મારી નાખવાની ધમકી કરતો આ જ હતો વ્યક્તિ કે જેના પ્રેમ ને લીધે લગ્ન કર્યા??? વાસુ ને સમીર આટલા બધા બદલાઈ જશે આવું તો કોઈએ મનમાં
પણ વિચાર્યું નહોતું. ડિવોર્સ ઇઝ સોશ્યલી એક્સેપ્ટેડ ... આઈ વોન્ટ નોર્મલ લાઇફ સ્ટાઇલ ...ઇસ ધેટ ટુ મચ ટુ આસ્ક ? નો આઇ એમ 
નોટ એક્સપેકટીંગ એની થીંગ આઈ ડોન્ટ ડિઝર્વ...!!ઇશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયાં હોય, એવી વ્યક્તિઓને ઇશ્વર મિત્રો બનાવી ભૂલ ને સૂધારી લેતા હોય છે અને રોજ રોજ મળવાનું મન થાય ને છૂટા પડતા કેટલો સમય ચાલ્યો ગયો તે ખબર પણ ના પડે.  મિત્રતામાં સ્ત્રી-પુરૂષનો અપવાદ ના હોય ને 
લાગણી સ્વરછ હોય, જે કેહવું હોય તે કહી શકો, અરે કહો નહીં તે 
પેહલાં સમજી જાય. જ્યાં ને જ્યારે મળો ત્યાં જ પેરેડાઈઝ આઈલેન્ડ બની જાય...!!ફાઈનલી અંજલી ને શિવાની મળ્યા ને ફાઇલ્ડ ફોર ડિવોર્સ... બંનેએ સાથે એક્બીજા ને સાથ આપ્યો ને હવે શિવાનીની વીણા ને અંજલીની મીના ચારેય સાથે રહે છે... અ ફ્રેંડ ઇન ડીડ ઇઝ અ ફ્રેંડ ઇન નીડ ... લોહીના સંબંધ કદાચ તૂટી જતા હશે પણ સાચા મિત્રો હંમેશા સાથે જ રહે છે.
---રેખા શુક્લ
 IMG_0661.JPG

મંગળવાર, 11 સપ્ટેમ્બર, 2018

Chicago River Boat Ride...!!

Image may contain: 1 person

I love my Boat ride 😀The Chicago Electric Boat Company offers a unique, memorable and environmentally friendly way to see the great city of Chicago. By renting boats that are comfortable and easy to drive, the Chicago Electric Boat Company gives even new boaters a chance to get behind the wheel and see the city from this exceptional point of view. My angel was very curious n excited to go in river. We were very Happy n lucky to spend quality time with family. So many architects n beautiful buildings we get to see. I am so thankful to God for perfect weather for us. 
Image may contain: skyscraper, sky and outdoor
When in Chicago, cruising down the Chicago River is a must. Except with us, you’ll be taking in the architecture of the buildings that line the beautiful river. They provide detailed explanations of the construction and history of over 50 significant buildings, wrapping up at the end of the river.Chicago by night cruise 🚢 is so much fun on 4th of July with fireworks 💥 due to celebrations of independence. God bless USA 
—-Rekha Shukla

સોમવાર, 20 ઑગસ્ટ, 2018

ગણેશ

પધારો પાટે શ્રી ગણેશ દૂંદાળા રે...
રિધ્ધી સિધ્ધીના દાતા ગણેશજી ....
Image may contain: 3 people

શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત

શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||
પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||
લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||
વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||
જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

શ્રી ગણેશજીથી કરો શરૂઆત ને આપણા કાર્યો સિધ્ધ થાય... પાર પડે. ગણેશજી ને સ્વયં શિવજીએ વરદાન આપેલું કે ગણપતિજી ની પૂજા સૌ પ્રથમ કરવામાં આવશે ને હજુ કોઈ પણ કાર્ય કરાય ત્યારે સૌથી પેહલા એમનેજ આખા ભારત માં માનવામાં આવે છે પછી ભલે ને તેમના જુદા જુદા સંત-મહારાજ-ભગવાન કેમ ન હોય. જ્યારે મન થાય ત્યારે અચૂક ગાઓ.. ખૂબ મજાની આ છે આરતી...!!!
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા 
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા 
એક દન્ત દયાવન્ત ચાર ભૂજાધારી
મસ્તક પર સિંદુર સોહે મૂસે કી સવારી
અન્ધન કો આંખ દેત કોઢીન કો કાયા
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા
લડૂઅન કા ભોગ લગે સન્ત કરે સેવા
દીનન કી લાજ રાખો શંભુપુત્ર વારી
મનોરથ કો પૂરા કરો જાયે બલિહારી

No automatic alt text available.
શ્રાવણમહિનામાં અચૂક ગણગણુ મારા મમ્મી નું ભજન કે જે મારા દિલ ને  ખૂબ વ્હાલુ છે.
દીન પંથે દીના દર્શન કરવાને
સારા સકળ રૂપ
પાઘડિયે અંતર વાસ વસે
તેને નમે છે મોટા ભુપ
સ્વયંભુના સ્મરણ કરવા રે
ભાવે ભવસાગર તરવાને
શિવના સામો પોઠિયો ને
કંઠે ઘુઘરમાળ,
પાર્વતીજી બેઠાં પુત્ર ઝુલાવે
No automatic alt text available.
ગણપતિ નાનેરૂ બાળ...સ્વયંભુના..
સોમવારે સારી રૂદ્રી કરવીને
પાંચ ધરવા પકવાન
સેવક જમાડીને હર હર બોલાવવા
મહાદેવને દેવા માન..સ્વયંભુના..
શ્રાવણમાસ સોહિતોને
સેવક સાબદા થાય
સુખડ ચંદન ને બિલ્લિના પત્ર,
ફુલનું ફોરું થાય...સ્વયંભુના....
સાંજ વેળા સિવના દર્શન કરવાને
દેવળ દીવા થાય
ઝાલરનગારા ઝણઝણે ને
ઘંટ ઘણેરા થાય...સ્વયંભુના...
પ્રુથ્વી તો તમને પાયે લાગે ને
જગત જોડે બે હાથ
દુનિયા ઉપર તમે દયા કરોને
બંકબિલેશ્વર નાથ..

મંગળવાર, 3 જુલાઈ, 2018

અરે ભૈલા

ઉબર 

ઘરમાં પાંચ પાંચ કાર હતી તો પણ આજે ગરાજ ખાલી હતું ને બહાર જવું પણ ખૂબ જરૂરી હતું... અહીં હવે 'ઉબર' આસાનીથી મળી શકે છે. રીક્ષા ની જેમ જ રાહ પણ ના જોવી પડે ને બધું ક્રેડિટકાર્ડ 
પર સરળતાથી પતી જાય ને તમે તમારા ડેસ્ટીનેશને પહોંચી જાઓ. હા, ચેતતા નર સદા સુખી તે પણ વાત સાચી. પણ અલી - ઉબર 
ડ્રાઈવર બોલ્યો ત્યારે એરપોર્ટ્ની રાહ માં એની જીવનકથની સાંભળવા મળી. સવારના પહોરમાં દુઃખી દુઃખી જીવનકથા... અરે ભૈલા હજી કોફી પણ નથી પીધી ને અડધી ઉંઘમાં તારી બી.એમ.ડબલ્યુ માં બેસવું પડ્યું છે. મજબૂરી છે કે એરપોર્ટ જઈએ પછી જ પ્લેન પકડાશે ને પછી તો વેકેશન શરૂ થાશે. હા, આપણા પ્રશ્નો કે વિકલ્પો આપણને જ બહુ મોટા લાગે !! શું કરવાનું રસ્તો કાઢ્યા સિવાય ? તેથી નક્કી કર્યુ
કે ચૂપચાપ અલી ની વાત સાંભળીએ. વાત ની શરૂઆત તો હાય હલ્લો થી થયેલી ને ચેહરા ઉપરથી લાગે પણ નહીં કે તે 
લેબનીઝ હશે. લેબનોન માં જાહોજહાલી વારસામાં મળેલી ને 
પોતે પણ ખૂબ હાર્ડ વર્ક કરીને નાની ઉંમરે ઘણું કમાઈ લીધેલું તે બધુ આટોપી ને લગ્ન કરી ને'સીયાટલ'માં આવેલો. ત્યાં પણ ભણતરના લીધે સારી આઈ. ટી ની જોબ કરતો. ને સમય મળે ત્યારે ઉબર માટે પોતાની કાર વાપરતો ને પઈ પઈ ભેગા કરતો કેમ કે તેની પત્નીના શોખ જેથી પૂરા કરી શકે. આલિશાન બંગલો, ટોપ મોડલ કાર, કપડાં ધરેણાં થી માંડી શું ના દીધું તેને ???પણ એક દિવસ તે બોલી ઃ અલી મને તારા માં રૂચિ નથી રહી. તે તો અવાક બની તેને તાંકતો રહ્યો ઃ ' તું ઇન્ટરેસ્ટીંગ નથી બોરિંગ છે ! નથી તું ડ્રીંક કરતો સ્મોક કરતો કે પાર્ટી કરતો.
આઈ એમ ફેડ અપ વીથ ધીસ કાઇન્ડ ઓફ બોરિંગ લાઇફ' 
છૂટાછેડામાં ઉદાર દિલના અલીએ ઘર પણ આપી દીધું પોતાની કાર લઈ ને શિકાગો આવ્યો પણ જોબ મળે તે પહેલા સેટલ થવા ઉબર નું કામ સ્વીકાર્યું ને હવે તે ફ્રી જીવાત્મા થઈને ફરે છે.
સાચી વાત છે કે સારા બને તેને જ સહન કરવાનું છે... સમજુ બને 
તેને જ નમતું જોખવાનું છે.. પણ આ પછી પણ શાંતિ જો મળે તો લકી બાકી યાદ તો હંમેશ જલાવે ને સતાવે. ક્યારે એરપોર્ટ આવ્યું ને 
મોટી ટીપ હાથમાં જોઈ "શુક્રિયા શુક્રિયા" બોલતા... જતા અલી ને 
તાંકતી રહી જાત પણ પ્લેન કેચ કરવાનું હતું ને તો મનોમન પ્રભુને પ્રાર્થીને પાછુ વળીને એક વાર જોઈ લીધું... અલી ને તેની 
બી.એમ.ડબલ્યું ટ્રાફિકમાં ખોવાઈ ગયેલા.  
---રેખા શુક્લ

સોમવાર, 18 જૂન, 2018

ટર્નીંગ પોઈન્ટ ઇન એલ. એ

ન્યુયોર્ક પછી અમેરિકાનું ધમધમતું સમૃધ્ધ શહેર એટલે લોસ એંજલ્સ.. ફિલ્મી દુનિયાનાં હોલિવૂડે અહીંની ઇકોનૉમીને ખુબ જ ઉંચી કરેલી હતી, અહીં આવકો વધુ તેથી દરેક વસ્તુ ખુબ જ મોંઘી. સદાશીવ તાંબે કહેવાય લેન્ડલોર્ડ અને સોળ સ્ટુડીઓ જેવા અપાર્ટમેન્ટની ભાડાની આવકોમાં ઘણું કમાતો હતો. એક અપાર્ટ્મેન્ટમાં તેની ટ્રાવેલ એજંસી કમ એડ એજંસી ચલાવતો
બાકીનાં ત્રણ અપાર્ટમેન્ટ ફિલ્મી કલાકારોને કલાક્નાં ધોરણે ભાડે આપતો. શરૂઆત સરળ પણ પાત્રો અને વાતાવરણ ને ગૂંથતા લેખક લેખિકા આગળ વધે છે ને જેમ જેમ વાંચો તેમ તેમ 
તમારી આતુરતા વધે છે. વાર્તા ને વાત ની શૈલી તમને મંત્રમુગ્ધ કરી રસપ્રદ કરે છે ને તમે પ્રકરણોમાં ખોવાઈ જાઓ છો ખરું ને !! ફરી ને ફરી વાંચવાની મન થાય તેવી શ્રી. વિજયભાઈ
શાહની વાર્તા અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે કે જે સાહિત્ય ના રસિકોને આનંદપ્રિય જરૂર લાગશે. પ્રેમદિવાની રાધા પરિ-રૂપા, શ્રી.સદાશિવ-અલય. જાનકી બધા પાત્રો પોતાની ભૂમિકા રસપ્રદ ને 
રહસ્યમય છતાં ખુલ્લા હ્રદયે ભજવે છે. સમજ ને અણસમજની વાતો આગળ વધે છે કે સપનાની દુનિયા માં જાનકી ને પરિ ખોવાય છે વાંચો ને જાણો...જાણો ને માણો !! આપના
ધરમાં આવી ગઈ સાહિત્યરસિકો માટે નવી જૂની યાદોથી ભરપૂર વાતો વાળી વાર્તા...પસંદગી ની મહોર લગાવતી, ચિનગારીઓની ચમકમાં પ્રેમની વર્ષા સંગ સોડમ પાથરતા દરેક સંબંધના
નામ હોય કે ના હોય પણ વ્હાય સફર ? આયુષ્યની અયોધ્યામાં ટર્નિંગ પોઈંટ આવ્યો લઈને અક્ષર ને રામ અવતાર સંગ જ્યોતિષ વિદ્યા નો પ્રભાવ ને આખરે તે દિવસ આવી ગયો જેનો વરસોથી રૂપા અને પરિનો ઇંતજાર હતો..!! ચાલો ત્યારે માણો ને 
મ્હાલો અક્ષર શબ્દ ને શૈલી ના ભાવોમાં ફરી મળવાના વાદા સંગ વિરમું છું. 
----રેખા શુક્લ