સોમવાર, 21 ઑગસ્ટ, 2017

रतिक्रिडा



छोड दो आंचल जमाना क्या कहेगा ? બસ આ જ વાત... દાટ વાળ્યો છે આ જ વાતે તો...ના સમજ્યા કંઈ લ્યો સાવ સીધું ગણિત...!! એમ નહીં અમારું પત્યું પણ તમારું પતશે કે કેમ તે પ્રશ્ન મને સતાવે છે.. 
તમે તો સાયન્સ ભણ્યા..મોટી પદવી લઈને છો બેઠા..પણ રહી નથી શકતા એમ જ ને ? પણ પછી ભરણપોષણ કરવાની ક્ષમતા ધરાવો છો ? કે રઝળતા મૂકી દેશો ? કે પછી એમનું બાળપણ ઝૂંટવી લેશો..અરેરે કેવા છો તમે તો? રતિક્રિડા મનલોભાવન પણ પરિણામ ઉર્ફે 
અંજામ કોણ જવાબદારી લેવા માંગશે? માંગ ને મોંઘવારી હરિફાઈ 
કરે એમાં બાળક બિચારું ફંગોળાતું રહે ને તમને અભિનંદન કઈ રીતે કોઈ આપે ? અનુપમા નો વિરોધ સાચો ને સરળ હતો. પણ બધી અનુપમા યાસ્મીન કે માઈકલ ની સેરા વગેરે વગેરે મરતી રહે પાછળ વણઝાર છોડી ને...માંગ વધે પણ પૂરવઠો પણ સાથે થોડો વધે...તેથી ભેળસેળ ને નકલી માલ દેશ વિદેશ માં વેચાય. લોલુપતા તો પણ ના સંતોષાય ...સાયન્સ વિચારે ગ્રહો ને ઉપગ્રહો પર જીવ ને
લઈ જવા .. ઇમીગ્રેશન કાયદાઓ ત્યાં કદાચ વધુ નોર્મલ હશે ...પત્થર ને આવી પાંખુ ને માણસાઈ મરી પરવારી લ્યો હજી તો કૂંપણ ફૂંટી ના ફૂંટી ને ત્યાંજ પિંખાઈ ગયો...!!! હવે પતિ ને ભગવાન 
માનનારી મંદિરે શું કામ જાતી હશે એ વાત કેમ સમજાઈ ? ને લાખો ખેડૂતોની વસુલાત કરનાર શેઠ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠ્ઠા થતા ભગવાન ને દંડવત પ્રણામ કરી કરી ને મોટુ ડોનેશન ટેક્સ-ફ્રી માટે, પોતાની 
ભૂલોના પ્રાયશ્ચિત્ત માટે કે પછી ભગવાન ને લાંચ આપવા કરે છે તે 
પણ વાત આગળ આંખ આડા કાન કરવાના જ ને ? પરંપરાગત જ 
ખર્ચો ને ભપકો વધ્યા કરે ? હા, ્ચાલો સાચુ ને ખોટુ જો કંઇજ ના હોય તો જે શીખ્યા તે ભૂલી જ જવાનું ને. .. સીધા જવાબમાં કોઈ માનતું નથી. .હા સીધા પ્રશ્નો પૂછી લે ખરા. સરવાઈલ ઓફ ધ ફીટેસ્ટ ની વાત હોય ત્યાં વાત આવે છે ભોળા નાઈવ ડફોળ માણસોની....
કેમ કે તેમની ભલમનસાઈ નો લાભ લેવામાં આવે છે..પણ આપણે તો બધુ યથાવત જ કેમ સહન કરવાનું ? સેલ્ફી વોટ્સઅપ ટ્વીટર ને અન્ય મીડીયા વાળા માધ્યમ પર રોષ-લાગણી ને દુ:ખ-પ્રેમ ને 
છ-ચાર કે બે લાઈનમાં પતાવા હસ્તા મોઢે સળગતા મડદા...!! 
વધે ્મસ્જિદ-મંદિરો ને વધે લૂંટારાઓ પણ રમજાન-દિવાળી-ને ક્રિસમસ થાય જ. હા સંભવ છે હોલમાર્કે બનાવેલા તેહવારો કે 
ભૂલાઈ ગયા કે તે તો ખુશી માટૅ આવતા તેહવારો હતા. કુટુંબ-સમાજ ને દેશ સાથે હસતું માનવી હતું. આજે ભગવાન માં નહીં માનનાર ને શાસ્ત્ર ની શું હોય ખબર પ્રસાદ ને પંચામૄત એટલે શું ...પણ ધારો કે ખબર છે પણ શ્રધ્ધા કેટલી હોય ? વેજ-નોનવેજ-શરાબને ડ્રગ્સમાં ગળાડૂબ સમાજ ના વડીલો ને પોતાના જ બાળ ની ચીસો કેમ નથી સંભળાતી ? નોતરો વિનાશ ને પારણામાં લાલો 
ઝૂલાવો શું પડે છે ફેર ? પેસ્ટેસાઈડ્સ ને કેમીકલ્સ નો કોઈને ડર નથી... અરે હ્યુમનબોમ બની ઝન્નત કોઈ પામતું હશે ? પણ જરૂરિયાતો
તોય પૂરી ના થાય આમાં ભગવાન કહે તમારા કર્યા તમે ભોગવો...!! ફ્લાઇંગ કારમાં બેઠેલો પિન્ટુ બટન દબાવી ને સ્કૂલે પોતાની જાતે  જશે ને સાંજ પડે સ્ક્રીન પર મોમ ને ગુડનાઈટ કરશે પણ હૂંફ મોમ ની ક્યાંથી લાવશે ? ---રેખા શુક્લ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો