આન્યા (October)
આન્યા આવી ત્યારથી કામ કરતી આવી છે પણ ધક્કો વાગતો રહ્યો ને પોતે બધું જીરવતી આવી , જીવતી આવી. આન્યા ને બાપુજી નો પડ્યો બોલ ઝીલવાનો ને બા તો ખડે પગે જ રાખે ને કહે ઘરના કામકાજ માં હાથ બટાવો પેહલા પછી સિવણગૂંથણ કરો સૌથી છેલ્લે રમતગમત ને પછી ભણવાનું. અરે પણ બા જમાનો બદલાઈ રહ્યો છે એમ સામુ નો બોલાય એથી તેણે ચૂપચાપ બધુ સહન કર્યું ને એમ તેના લગ્ન પણ નાની ઉંમરે થઈ ગયા. હવે તેર વર્ષની આન્યા જ્યારે લગ્ન કરીને સાસરે પહોંચી તો વાહે વાહે ફરતો દેવર મળ્યો ને ચોપડીયું વાંચે રાખતા સસરાજી પણ મળ્યા. ત્યારે તો જઈને પગે લાગી ને બાપુજીના પગ આગળ બેસી ગઈ. ઠેઠ મોડી રાતના બાપુજી આરામ ખુરશીમાં જ સૂઈ ગયા તોય ઇ તો ત્યાં જ બેઠેલી પરાગ ઉઠાડી લાવ્યો ને બોલ્યો બાપુજીને એમના રૂમમાં સૂવડાવ્યા ને આન્યા ને કમરામાં લઈ આવ્યા ત્યારે આંખો ચોળતી આન્યા બોલી કેમ સૂઈ જાંઉ બાપુજીએ હજુ આશિષ આપ્યા નથી. અરે પણ કાલ પડશે ખરી ને ત્યારે વાત ..માંડ માંડ વાત પતાવી. તોય વેહલી ઉઠી નાહી-ધોઇ ને પૂજા ના વાસણો સાફ કરી તુલસીને પાણી પાઈ આંગણે ઉગેલા પારિજાત વીણ્યા ને ફૂલથી થાળી ભરી દીધી. ઓરસિયે ચંદન લીપ્યું ને એમાં ઓરી પારિજાત ની ઓરેંજ ડાળખી. ભીના વાળ નો અંબોડો જયાં છૂટો થયો સૂરજ દાદાએ હઉકલી કરી જોયું...સોનેરી સોનેરી પથરાયું ને ઘાસ પરનું ઝાંકળ પણ ચમક્યું. લ્યો સવાર પડી પણ હજુ કોઈ ના જાગ્યું. ઘર પાછળ થોડે દૂર ગાયોનું ધણ જતા જોયું ને છાપરે ઓ'લો મોરલો ટહુક્યો... ભંડારિયામાંથી ખોખા (સીંગદાણા) વાટકી માં લઈ આવી ને મોર ને ધર્યા. મોર ઉડીને છાપરેથી આંગણે આવીને ખાવા માંડ્યો. મંદિર માં પ્રાતઃકાળ ની આરતી થઈ ને જય જગદીશ બોલી ને દ્દૂરથી વંદન કર્યા. બાપુજી ખોં ખોં કરતા સળવળ્યા તો આન્યા ચા બનાવા બેઠી કે હમણા આવશે બાપુજી. પણ ઇ તો એમના છાપા માં મોં સંતાડી ને બેઠેલા. 'બાપુજી પગે લાગુ છું' કહી આન્યા નમી તો બોલ્યા 'દીકરીઓ પગે ના પડે બેટા અાશિશ છે સદાય મારા હવે બોલો તમને કંઈ જોઈએ છે ?' 'ચા થઈ ગઈ છે બાપુજી' 'અરે, દીકરા ચાલ ચાલ આપણે સાથે પી લઈએ ..ને જુઆ આ ચોપડીઓ માંથી જે વાંચવી હોય તે વાંચો ને કામ કાજ ની બહુ ચિંતા ના કરવી. એ તો થશે. લક્ષ્મી આવશે તે બધુ કરશે તમતમારે જે કરવું હોય તે કરો.' પિયરથી બધુ જ અલગ અહીં જોયું તેણે લક્ષ્મીને કહ્યું આન્યા દિકરા ની સળી ના કરવી ને એને સતાવવી પણ નહીં...ચડાવીને કે કૂથલી કરવી કે કોઈની પંચાત પણ કરવી નહીં ..!! દીકરી આન્યા એ ધીરે ધીરે બધુ ઉપાડી લીધું ધરનું ને બહારનું કામ ઉપરથી તેનું વાંચન તો ખૂબ વધ્યું. દેવર જી હતા ભારે નટખટ ...સાથે સાથે ને વાંહે વાંહે. ભાભીની સાથે મજા પણ કરે ને મજાક પણ કરે. બંને ને એકબીજા વગર ગમે નહીં એક વાર તોફાન શું સૂઝ્યું કે બાપુજીની આરામ ખુરશીમાંથી દાંડિયો કાઢી નાંખ્યો પણ કપડું એમ નું એમ કોઈને ખબર જ ન પડે કે કંઇ વાંધો છે...જેવા બાપુજી બેસવા ગયા ભડામ્મ દઈને પડ્યા...બારણા પાછળથી પેટ પકડીને હસ્તા દેવરજી આન્યાએ જોયા ને સાચે એમનો કાન પકડી ને વઢ્યા ..અરે ગમ્મત ની પણ હદ હોય ને ! જાઓ બાપુજીને ઉભા કરો ને માફી માંગો. હસતા હસતા બાપુજીએ માફી આપી ત્યારે 'શું તમેય બાપુજી! ' થોડા જ સમયમાં આન્યાને સારા દિવસો જતા હતા, નવરાત્રીમાં તો તેને ગરબા નો ખૂબ શોખ માતાજીની સ્તુતિ ને આરતી પછી ગરબા ઘરે ગાય. બાપુજી ખૂબ ખુશ થાય. દેવરજી ઢોલક લઈને બેસે ને સાથે પરાગ ને બાપુજી પણ આરતીમાં જોડાય. આમ દિવાળી પણ ઉજવાઈ ને આવી ગયું બેસતું વર્ષ પણ. એક સાથે જોડીયા આવ્યા આન્યા ને. એક દિકરો ને એક દિકરી.તો પણ ધીમે ધીમે ઘરકામ સાથે બાળકોનો ઉછેર પતિ ની દેખભાળ ને અન્ય કામ પણ ગૂંથતી ગઈ જીવનમાં. કામ કામ ને ચીંધે. પરાગે ધંધામાં ખુબ પ્રગતિ કરી છે. ઘરે ફોન ગાડી કમપ્યુટર પણ વસાવ્યા ને આન્યા પોતાના સંસાર માં એટલી બધી ગરકાવ થઈ ગયેલી કે ક્યાં પેહલાની ચૂપ ચૂપ રેહતી આન્યા ને ક્યાં આજ ની બટકબોલકી વાચાળ ને સ્માર્ટ આન્યા. બંને બાળકોને જુદા જુદા ક્લાસીસ કરાવે સાથે પોતાનું વાંચન ને લખવાનું ચાલે. આજ ના જમાના માં નહીં પણ વર્ષોથી સ્ત્રી એક સાથે કેટકેટલા કામ આટોપતી જીવનમાં આગળ વધી રહી છે. જ્યારે દેશને જરૂર પડી ત્યારે વીરાંગના બની છે..યાદ છે ને ઝાંસી ની રાણી. દુનિયામાં એક જ તો મધર ટેરેસા ને હેલન કેલર ને કલ્પ્ના કે જે સ્પેસ માં ગયા પણ પાછા ફરતા મૄત્યુ પામેલ તે પણ યાદ હશે જ. અને નવ નવ મહિના ની પીડા સહી સ્ત્રીજ તો જીવ આપીને પણ દીકરા ને કે દિકરીની જન્મ આપે છે. ને કંઇ પણ થાય ત્યારે આપણે સર્વે 'મા' ને જ યાદ કરીએ છીએ ને. ઘર ચલાવવું, બાળકોને કેળવણી આપવી, શિસ્તતા-સ્વરછતા-ધર્મ ના સંસ્કાર વગેરે દરેક ઘરે સ્ત્રી આપતી આવી છે, કદાચ તેથી નારી નારાયણી તરીકે પૂજાઈ છે. હા હું માયા છું... શેશ છું, વિશેષ છુ, તારો જ એક અંશ છું.. મેઘ છું, મલ્હાર છું, બ્રહ્માંડનો સારાંશ છું.. હા હું માયા છું વિશ્વ નો આભાસ છું, દર્દ ની ખારાશ છું.. સાયા થૈ જુડાઈ છું, બુંદ આશ ની છું..હા હું માયા છું લહેરો માં છીપ છું, દરિયાની ખાસ છું ચૂમીને ગગન આઝાદ સાક્ષાત પ્યાસ છું..હા હું માયા છું ચન્દ્ર છુ સૂરજ છુ પણ તારલા ની શાન છું મન ઉજ્વલ તન પાણી ની મિઠાસ છું...હા હું માયા છું અલંકાર છું આભુષણ હું સાદગીનું રાઝ છુ નમ્ર છું વજ્ર છું કંચન થી આભાસ છું ...હા હું માયા છું ---રેખા શુક્લ
પરિપુર્ણતાના આભાસે જીવું અને શુન્યતાનો અનુભવ કરું , છલકાંઉ હર પલેપલે અને અપુર્ણતાનો અનુભવ કરું અને પાછુ યાદ કરું કે હું આખર કોણ છું તે ના ભૂલાવીશ પ્રભુ મને નખશીખ હું તો નારી છું !!
કારણ કે હું નારી છું..!
ખુશી છું જોશ છું,
ઉભરાતી લાગણી ઉમંગ છું
....કારણ કે હું નારી છું..!
મા છું પત્ની છું,
લોહીમાં ભળેલો પ્રેમ છું
...કારણ કે હું નારી છું..!
અરમાન ભરેલા હ્રદયનો ઘબકાર છું,
ને અસ્તિત્વનો પ્રભાવ છું
....કારણ કે હું નારી છું..!
સ્પર્શે વર્ષોની પહેચાન છું,
વરસાદનું ફોરુ ઝીણું ઝાકળબિંદુ છું
...કારણ કે હું નારી છું..!
કર્મે પ્રતિષ્ઠા ને ધર્મે પરંપરા છું,
શરમે પ્રતિમા છું
...કારણ કે હું નારી છું..!
પારસમણી છે તું,
પણ રંગીન સ્વપ્ન છું હું.
……કારણ કે હું નારી છું..! ...
મી યુ આર માય મોમ ...લવ યુ સો મચ !!

----રેખા શુકલ
બીજ કોખ માં પાંગરે ને પ્રકાશે મા નું મુખડું ને બે ઘર ઉજાળે તે સ્ત્રી શા માટે ના પૂજાય ? બસ આમ વિચારતી હતી ત્યાં તો આન્યા આવી ને વળગી પડી કે બીજું જે કંઇ હોય તે તો છે જ પણ ફોર
મી યુ આર માય મોમ ...લવ યુ સો મચ !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો