ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2016

૨. લક્ષ્મી ચાંલ્લો કરવા આવી


શાયરશ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ -
લક્ષ્મી ચાંલ્લો કરવા આવી
સુરતના ગોપીપુરામાં શોભારામનું બાપદાદાનું નાનું મકાન હતુંપોતાની નકલોનું બાકીનું કામકાજકોરા કાગળોલેખણોપોતાનું ઢાળિયું પોતાના ધંધાનો તમામ સામાન ગવરીશંકરને આપીને
પોતાના મકાન તરફ જવા શોભારામ નીકળ્યો
ચાલીસ વરસની  પોતાની અન્નપૂર્ણા,. સુરતની સદર અદાલતની બહારની પરસાળ જગ્યાને શોભારામે પ્રણામ કર્યાએના શરીર ઉપરથી જાણે દશ વર્ષની આયુનો બોજ ઉતરી ગયો
એના જીર્ણશીર્ણ કપડામાં પણ જાણે નવી રોનક પુરાઈ
રાવસાહેબે એને પગથિયા સુધી વિદાય આપીબધાએ જે જે કર્યાપટાવાળાઓએ કાકાને સલામ ભરીદરવાજા ઉપરના હથિયારબંધ સંત્રીઓએ પણ મોઢાં ઉપર સ્મિત લાવી કાકાને જય જય
કર્યા.
અદાલત બહાર નીકળીને કાકાએ ફરી એક વાર અદાલત ને નખશિખ જોઈ
હજાર જૂઠહજાર કજિયા ને હજાર તકરારોના  ધામમાંથી એને શાંતિની રોજી મળી હતીઅન્ન મળ્યું હતુંવસ્ત્રો પણ મળ્યાં હતાંઆબરૂ-- આબરૂ પણ મળી હતી !
 અદાલતની પરસાળમાં  સો શબ્દના એક પૈસા લેખે અરજીઓ લખતો હતોજ્યાં  દરેક પટાવાળાને 'ભાઈકહેતોકારકુનને સાહેબ કહેતોરાવસાહેબની ખુશામત કરતો ને મોટા 
સાહેબની અવરજવર વખતે બધાની જેમ 'ટંચનઉભો રહેતો અદાલતમાં હવે એનો દીકરો--એનો ગૌતમઅમલદાર તરીકે આવશેહવે એના હાથ નીચે કારકુનો રહેશેપટાવાળા રહેશે,
બીજા અમલદારોની જેમ  પણ ધોડાગાડીમાં આવશે.....
....ઘોડાગાડી તો રાખવી ગવરીશંકરની વાત ખોટી નહોતીહવે પોતાનાતી બહુ ધક્કા થતા નથી ને નજીકની દુકાનેથી  શાક વગેરે લાવવાં પડે છેએને બદલે શાક માર્કિટમાંથી તાજાં 
નવા શાક લાવી શકાયમોટા અમલદારને વાહન તો જોઈએ ને ગૌતમ રૂસોનો અમલદાર હતોરાવસાહેબે વીસ વરસ નોકરી કરી તો  એનો પગાર એંસીભલે રાવસાહેબ કહેવાય ને
માણસ ભારે મજાનોછતાં છેવટે તો  ચિટનીસને ! ચિટનીસ કારકુનોમાં ભલે મોટો હોયપણ કાંઈ અમલદાર તો નહિ  ને ! ગૌતમ તો વળી કાલ પરીક્ષામાં પાસ થયોનહિ અરજીનહિ કોઈની મિજાજપૄચ્છીઆપમેળે અમલદાર !જમાના પ્રમાણે ચાલીસ વરસની પોતાની ભલાઈનો  બદલો ઓછો છે ? કોઈ કાળો
સાહેબ હોત તો ખુશામદ કરાવતજોડા ફડાવત તો ગોરો સાહેબમોઢે બોલે નહિપણ મનમાં રાખી બેસેવખત આવે કરીને ઉભો રહે.
પોતાને ખબર પણ ન્હોતી કે મોટા સાહેબ પોતાની ભલાઈથી વાકેફ છેસાચું પૂછો તો એવા મોટા માણસને એક ગરીબ અરજી લખનારની પડી યે શું હોય ? પણ ગોરો  ગોરો માણસ
જાણે રાજ કરી જાણેસમય આવ્યે એણે ગૌતમને સીધો અમલદાર  બનાવ્યો.
હવે એને કોઈના ગરબડગોટાળા જેવા અક્ષરો વાંચવા નહિ પડેહવે એને કોઈના અધૂરાં વાક્યો પૂરાં કરવાનાં નહિ રહેહવે એને પારકા કજિયાની વાતો હાથેથી કાગળ ઉપર ઉતારવી નહી પડે.
ને હવે એનાથી થતું પણ નથી હો ! હવે એનો હાથ વારંવાર થથરી જાય છેકોઈ મોટા માણસ હોય તો એમ કહેવાય કે એને 'લખ-વાથયો છે પહેલાંના મોટા સાહેબને 'લખ-વાથયો હતો.
તે  મહિનાની ચઢતે પગારે રજા ઉપર ઉતર્યા હતા.* ( * ઘણું લખનાર માણસને જમણે હાથે થાક લાગે એને અંગ્રેજીમાં રાઈટર્સ ક્રેમ્પ કહે છે તે.)
પોતે ગરીબ માણસરજા ઉપર ઊતરે તો સો શબ્દનો પૈસો આપે કોણપણ છોકરાએ દી વાળ્યોછોકરો અમલદાર થયો ! ને ભગવાનના નામની માળા ફેરવતાં 'લખ-વાઆડો નથી આવતો
આજ એક જો ગંગા જીવતી હોતએની રાંકનાં રતન જેવી ઘરરખ્ખુ ગંગાપણ બાપડીના નસીબમાં ઘણીની ગરીબી  હતી ! ફાટેલું છાયલ  હતું ! વાસણની ' ને ઘરનો કચરો  હતો !
છોકરાંના મળ ને મૂત્ર  હતાં.
એક દિવસ.. બસ એક  દિવસ ગંગાએ છોકરાની સાહ્યબી જોઈ હોત ? કોટપાટલૂન ને માથે ટોપો ઘાલીને ઘરની ઘોડાગાડીમાં એનેહાફીસેજતો જોયો હોત ! ખેર !
ગૌતમને કપડાં જોશેસાહેબને મળે ત્યારે સારા કપડાંમાં સજ્જ થઈને જાય તો ફેર પડે ને ? એક નૂર આદમીલાખ નૂર કપડાં
ડોસાએ કાપડિયાની દુકાન જોઈ. ' આવો કાકાશું આપું ?'
ચાર કોટનું સારું કાપડ આપશો ? ને ચાર પાટલૂનનું કાપડ પણ આપો.' કાપડિયાએ કાપડ ફાડ્યુંડોસાએ કાપડ બગલમાં માર્યું.
મુખ્ય રસ્તો ચાતરી ડોસા એક શેરી માં વળ્યાશેરીમાં એક ડેલો હતોડેલાની વચમાં એક માણસ એક ટાંગાનું સમારકામ કરતો હતો.
'આવો કાકા !'
'અરે ગાડીધોડો જોઈએ છેઆતાભાઈ.'
'ક્યાં જવું છે ? ક્યારે મોકલું ?'
'ભાડે નહિ, વેચાતો.'
વેચાતો આપુંજોવા છે?'
'મને આમાં સમજ  પડેભાઈમજબૂત સિગરામ ગાડી ને સોજું ઘોડું જોઈએ. '
'ભલે એક બે દિવસમાં તમારા લાયકનું શોધીને મોક્લાવીશકેટલું ખરચ કરવું છે ?'
'આપણો છોકરો ગૌતમ અમલદાર થયો છે.' 'એમ ? કાકાત્યારે તો બહુ સારુંભાઈને લાયક ગાડીધોડો મોકલાવીશકીમત સમજી લેશું પછીભાઈની ક્યાં નોકરી થઈ ?'
'નોકરી નહિઅમલદારીઆંહી અદાલતમાં દફતરદાર સાહેબ તરીકે એની નિમણૂંક થઈ.'
સારું થયુંસારુંઘોડાગાડી માટે તમને  કહેવું પડેકાકા એક બે દિવસમાં આવિ જાય.'
શેરીમાંથી કાકા રસ્તા ઉપર આવ્યામિઠાઈવાળાને ત્યાંથી મિઠાઇ લીધીગંગાને અત્યારે ખબર પડતી હશે કે  ? ચાર વરસનો છોકરો મૂકીને-- તો એને એકલો મૂકીને ચાલી ગઈ સાત
વરસનો ઘરસંસારને સંસાર પણ કેવો ? ગરીબીનોગૌતમને ચાર વર્ષનો મૂકીને  ચાલી ગઈપોતે ત્યારે કાંઇ ઘરડો  ન્હોતોપણ એને બીજી કરવાનો વિચાર ના આવ્યોકદાચ 
આવ્યો હોત તો એના જેવા ગરીબને બીજી દે પણ કોણ ? ગૌતમને એણે ઉછેર્યોગંગાને ખબર તો હશે  ... મરેલાં માણસો પોતાની પાછળ જે આત્મજનો મૂકી જાય છે એના હાલ મૄત્યુ ને  પેલે પારથી જોતા તો હશે  ને ?  સંસારની કાંઇ માયા
એમને રહેતી  નહિ હોય ? અગર ગંગા રહી હોત ને એને બદલે પોતે ચાલ્યો ગયો હોત તો,- તો પોતે તો ભૂત થઈને ભમતગંગા ભૂત થઈને...ના ના તો બિચારી ભોળી હતીએના દિલ
માં પાપ પણ ન્હોતું શા માટે ભૂત થાયલોભિયા થાયગંગા ભૂત ના થાયતોય....તોય... જોતી તો હશે .
 છોકરાને મેં માની ખોટ નથી પડવા દીધી એણે જોયું હશે છોકરાને ભણાવવા માટેની મારી રાતદિવસની મજૂરી પણ એણે જોઈ  હશેઆજ મારા ખિસ્સામાં  હુકમ પડ્યો છેગંગા
જીવતી હોય તો  વાંચી   શકતએને વાંચતાં આવડતું  હતું, પરંતુ મૃત્યુ  પછી તો જરૂર વાંચી શકતી હશે
બસ ભાઈને હવે કન્યા મળવામાં શું વાર ? સારા ઘરની કન્યા મળેભાઈને હું પરણાવુંબસ પછી ભગવાન પાસે એટલું માંગવાનુંભગવાન ભાઈને સલામત રાખજેવરધોડિયાંને સલામત
રાખજેમારો તો ઠીકએનો સંસાર સુખી કરજેઆજ  રસ્તા ઉપર પોતે ચાલતો જાય છેપણ ગૌતમ તો ગાડીમાં  ફરશે
એની ગાડી નીકળશે ને પોલીસ એને સલામ ભરશેફરવા નીકળેલા કારકુનો એને સલામ ભરશેલોકો એને સલામ ભરશેનાતના નાનામોટા માણસો પણ એને સરકારી અમલદાર તરીકે જે  
જે કરશેકોટપાટલૂન ને હેટમાં એનો ગૌતમ કેવો શોભશે ? ને પોતે પોતે પુત્રની મહત્તાના તેજથી ઊજળો થશેશાંતિથી ભગવદભજન કરશેએના હાથને આરામ મળશેએના દેહને 
આરામ મળશેએની આંખોને આરામ મળશે.
એકાએક પોતાના ઘરની ડેલી સામે જોઈને શોભારામ થોડીવાર તો અજાયબીમાં ગરક થયૉઅરે ઘર ક્યાંથી આવી ગયું ? શું ઘર ચાલીને એની સામે આવ્યું ? નહિતર રોજ અખૂટ લાગતો
પંથ આજ આટલો ટૂંકો કેમ બને ? ડેલીમાં  પેઠોઅંદર થતી વાતોનો અવાજ એને કાન પડ્યોસાંભળીને  ક્ષણભર થંભી ગયો
 શું ! આજ એને વિચારવાયુ ઊપડ્યો છે કે શું ? બાપ ને દીકરા એના  વસેલા ઘરમાં  વળી કોઈ સ્ત્રીનો અવાજ કેમ સંભળાય ? ને  અવાજ એને ગંગા જેવો કેમ લાગે છે ? આજ એના
કાનમાં ગંગાના ભણકારાં કોણે ભરી દીધા છે ? ગંગા તો ક્યાંથી હોય ? શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૄના અવાજ્ના ભણકારા સંભળાવા માંડે ત્યારે મોત નજીક આવેલું સમજવુંમોત આવે તો હવે શું વાંધો ? એની અખૂટ લાગતી મજલનો આટલે
વરસે અંત આવ્યો છેસુખી અંત આવ્યો છેહવે તો મોત આવે તો ગંગાને મળાય ! છોકરો જુવાન થયો છેભણીગણી ઊતર્યો છેઅમલદાર થયો છેહવે ત્યાં એનું કર્તવ્ય પૂરું થાય છે.
છોકરો માન મેળવેઆબરૂ મેળવેસુખી થાય... મોત આવે તોય હવે વાંધો નહિ !....પણ એક જો ગૌતમને  પરણાવિ દે ત્યાં સુધી...ગંગાએ આટલી ધીરજ રાખી છેતો થોડીક વધારે રાખે
તો ? છોકરો અમલદાર થયો એટલાથી સંતોષ માનવાને બદલે એને પરણાવી ઊતરીએ તો ?.....
શોભારામને લાગ્યું કે ગંગાએ જાણેપોતાની આરજુ સાંભળીએના કાનમાંથી ગંગાના અવાજના ભણકારા ઊડી ગયાએને બદલે એટલો  કોમળ પણ બીજા જુદા  સ્વરથી ભરેલો
અવાજ એને સંભળાવા માંડ્યોએણે કાન માંડ્યાઅને એના ઉપર જરા ઝલક આવી ગઈ
 તો પાડોશના પ્રભુરામ ની મુંબઈગરી છોકરી આશા નો અવાજ હતોસુરતના મશહૂર વેપારી આત્મારામ ભૂખણની પેઢીજેને ત્યાં કંપની સરકારની શરાફી  હતીકંપની સરકારના નોકરોના
ખાનગી વેપારની શરાફી હતીફિરંગી સરકારની આડત હતીદેશ પરદેશની ધીકતી આડત હતીએક ગામ વસી જાય એટલો વછિયાત રોજ એને ઘેર આવતા
પ્રભુરામ સુરતમાં   પેઢીનો મુનીમ હતોપ્રભુરામનો નાનો ભાઈ મુંબઈમાં  પેઢીનો મુનીમબે ભાઈ સુખીબહુ સુખીને બે ભાઈ બે સગી બહેનને પરણ્યા હતાએટલે સંપ સારોપ્રભુરામ
ને છોકરાં ઘણાં ને એના ભાઈ માયારામને કાંઈ નહિએટલે આશા ઘણો વખત માયારામને ત્યાં  રહેતીઘણો વખત શુંકહોને બધો  વખતકોઈક વાર સુરત આવતી પોતાના કાકા
માયારામને 'બાપુકહેતીને પોતાના બાપ પ્રભુરામને 'કાકાકહેતી.
આત્મારામ શેઠની પેઢીને ગોરાઓ સાથે ઘણી નિસ્બતગોરા અમલદારો સાથે ઘણો વહેવારએટલે માયારામે દેશી ભણતરની વ્યવસ્થાથી નારાજ થઈને પોતાની લાગવગનો ઉપયોગ કરીને
આશાને પાદરીઓની અંગ્રેજી શાળામાં ભણવા મૂકેલીને ત્યાંથી એણે એક ભયંકર વાત કરી દીધેલીબે ભાઈનાં મન ઊંચા થાય એવીબે બહેનોનાં મન ઊંચાં થાય એવું એણે કરેલુંએણે આશાને કોલેજમાં ભણવા મૂકી.
'તમારા છોકરાં તમને ઠીક પડે તેમ ભણાવો તો મારી છોકરી છેહું એને મને ઠીક પડશે એમ ભણાવીશ.'માયારામે પ્રભુરામને રોકડો જવાબ આપેલો.
અને આમ આશા કોલેજમાં ભણતી થઈ હતીજે કોલેજ માં ગૌતમ હતો   કોલેજમાં એનો અભ્યાસ થતો હતોત્યારે આશા ગૌતમ ને અભિનંદન દેવા આવી લાગતી હતી ! શોભારામના પગ
જરા થંભી ગયાએના મનમાં વિચાર આવ્યો કે આશા ને ગૌતમનાં લગ્ન થઈ શકે  નહિ ? 
 જાતનો વિચાર શોભારામને કાંઇ પહેલી વાર આવ્યો  હતોપણ આજ પહેલાં જ્યારે જ્યારે  વિચાર આવતોત્યારે ત્યારે તરત  સરી પડતોઅરે જીતવા ! તું તે ખાલી લહિયોને 
પ્રભુરામ તો આબરૂદારમાલદારતારા ઘર સુધી એની છોકરી હોય ખરી ?
પણ આજ  વિચાર આવ્યો--- આવીને મનમાં વસી રહ્યોશું વાંધો પ્રભુરામને ? મારો છોકરો ભણ્યો છેગણ્યો છેઅમલદાર છેએના જેવો છોકરો બીજો એને નાતમાં મળવાનો છે ક્યાંથી?
 વિચારની મિઠાશને શોભારામ પી રહ્યોને એના કાનમાં વાતો સંભળાઈ.
'મને થાય છે કે હવે તમે કોઈ કવિતા લખશો કે નહિ ?' આશાએ કહ્યું મને તમારી કવિતાઓ બહુ ગમતી.' ગૌતમે જવાબ આપ્યોઃ ' ગુજરાતના જુવાન માટે કવિતાઓ લખવાની મોસમ હોય છે મોસમી પાક બનતાં સુધી કોલેજમાં પેદા થાય છેકોલેજમાં  ઉતરી જાય છેગુજરાતમાં કવિતા માટે
કોલેજ બહાર ધરતી  નથી'
'થયું ત્યારે.'
'વાત એમ છે કે મારે હવે નોકરી કરવી પડશે.'
'નોકરીને  ને કવિતાને નથી બનતું ?' 'કોણ જાણે . પણ મને લાગે છે કે નથી  બનતું.'
'મારા 'કાકા'તો મેં કહ્યું હતું કે ગૌતમ પાસ થઈ ગયા છેતે હવે તમે એને ક્યાંક તમારી પેઢીમાં ગોઠવી દોમારા કાકાએ શું કહ્યું  કહું ?'
'શું કહ્યું ?'
'મને કહે કે પેઢીમાં કવિ તરીકે નોકરી હોતી નથીને કવિઓ કદી નામાંઠામાં જાણતા નથી તો ભણ્યો છે અંગ્રેજીક્યાંક કારકુની મળી જશે એનેપેઢીમાં એનું કામ નહિ.'
'તમે જોયું ને ! કવિઓ માટે બહાર કેવી ભૂમિ છે ? એટલે જો નોકરી કરવી હોય તો કવિતા લખવી મૂકી દેવાની.'
આશાને અચાનક હસવું આવ્યું.
કેમ ?'
'નાપણ કાકાએ મને એક ભણેલા માણસની વાત કહી તે યાદ આવી !'
'હસવાજોગ  વાત હશેભૂલશો મા કે તમે પણ ભણેલાં છોને કોઈ ભણેલા માણસની બદનક્ષી કરે તો થોડોક કાદવ તમને પણ ચોંટશે.'
'કાકા કહે કે એમની પેઢી ઉપર એમણે એક ભણેલો માણસ રાખ્યો હતોએકવાર ઘરાકે મુંબઈથી સુરતની જરી મંગાવીબજારમાંથી પેઢીનો ગુમાસ્તો લાવ્યો ત્યારે પાંચ રૂપિયાભાર ને બે આની
ભાર થઈ.એનું એટલું વજન હતું ને એટલો આંકડો હતોકાકાએ  ભણેલાને વજનની કસોટી કરવા કહ્યુંભણેલાએ તો મોટું ત્રાજવું લીધું ને એક બાજુ જરી મૂકીબીજી બાજુ પાંચ રૂપિયા
નાંખ્યામાથે બે આની ભારબે આની હતી નહિ એટલે બેઆનીને બદલે આઠ પૈસા નાંખ્યાને પછી ત્રાજવું હાથમાં પકડીને આવ્યા કાકા પાસેને કહ્યુંઃ ' આટલી બધી ઓછી છે વજનમાં!' 
ત્યારથી મારા કાકાએ પેઢી ઉપર ભણેલા ગુમાસ્તાને નોકરીએ રાખવાના સમ ખાધા છે.' એમાં સમ ખાવા જેવું શું હતું ?'
'તમેય કવિ  રહ્યા લાગો છોપહેલાં તો જરી ત્રાજવામાં  તોળાયએનો તો નાનો કાંટો આવેને બીજું બે આની ભાર એટલે પેલી નાની બે આની આવે છે ને એટલી બે આનીના પૈસા
બજરમાં ચાલેવજનમાં  ચાલે.' 'સમજ્યો. '
શું સમજ્યા ?'
કે હું પણ તમારા કાકાની પેઢીએ કામ કરવા લાયક નથીતમે  જોયું ને કે ભણતર માણસને કેટલું બેવકૂફ બતાવે છેખાલી ભણતર  જો બેવકૂફ બનાવતું હોય તો પછી કવિતા તો શું 
કરે ?'  'સાચે  તમે કવિતા નહિ લખો ?'
'કવિતા કરવી ને નોકરી શોધવી ભસવું ને સાથે લોટ ફાકવા જેવી વાત છે.'
'તમારી લખેલી કેટલીયે કવિતા મારી પાસે છેકેટલી મજાની છે. !'
મૂંઈ ભેંસના મોટા ડોળાકવિ મરી ગયો એટલે એની કવિતા તમને પ્રિય  લાગવાનીહવે તો જે રહ્યો છે તે કેવળ નોકરીનો ઉમેદવાર  છે !'
શોભારામ અંદર આવ્યોઅંદર ખાટ ઉપર ગૌતમ હીંચતો હતોઆશા અરધી ઉંબર પર ને અરધી અંદર બેઠી હતી.
શોભારામને જોઈને  ઊભી થઈ ગઈબે હાથ જોડીને વિનયપૂર્વક આશા બોલી  'હું રજા લઈશહવે.'
જરાક ઊભી રહેબેટા.' પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢીને શોભારામે આશાને આપ્યો  '  જરા વાંચને બેટા !'
મોટા સાહેબે ગૌતમે રૂ૧૦૦ ના પગારથી દફતરદાર તરીકે નીમેલો હુકમ હતો
વાંચીને આશાએ કહ્યું મુબારકબાદીગૌતમતમને નસીબ બરાબર ફળ્યાંએક તો તમે પાસ થયા ને થતાં  સીધા અમલદાર નિમાઈ પણ ગયાં.'
એણે ગૌતમને કાગળ આપ્યોગૌતમે  વાંચ્યો.
આશાએ કહ્યું હું જઉં છુંમારા કાકા  જાણીને રાજી થશે !' આશાની વિદાય પછી ગૌતમે એના બાપને કહ્યું બાપુતમે તો ભારે કરી હો !'
મેં કાંઈ નથી કર્યુંબેટા ! મોટા સાહેબના મનમાં મારી ગરીબીને તારી લાયકાત વસ્યાંહવે તમે એને મળી આવજો.' 
'ક્યારે જાઉ ?'
હું  કાપડ લેતો આવ્યો છુંદરજી પાસે તરતમાં  એક દિવસમાં  કોટ  પાટલૂન શીવડાવી લેજોપછી  જજોતમે અમલદાર છોજરા મોભામાં જવું જઈએ.'
'કાલ ને કાલ  કપડાં શીવડાવુંપરમ દિવસે સાહેબને મળી આવું.'
'તરત દાન ને મહાપૂનસાહેબને મળી યે આવો ને તરત  નોકરીએ પણ જોડાઈ જાઓ !'
'બાપુ ! આજે તમારું મોઢું કેમ ઉદાસ લાગે છે ?' ગૌતમે પિતાજીનું મુખ કંઈક ઉદાસ જોઈ કહ્યુંઃ 
'બીજું તો કાંઈ નહિભગવાને મને તને આપ્યો છે તે બધું આપ્યું છેપણ જો આજ તારી મા હૈયાત હોતને.'
ગૌતમને માતા ઝાઝી યાદ નહોતીતેમ એને માતાની ખાસ ખોટ પણ ન્હોતી જ્ણાઈનાનપણમાં તો બીજા છોકરાઓને એની માતાઓ ધમકાવતીવઢતીમારતીત્યારે એને લાગતું કે એના
પિતાએ સમજીને  પોતાની ખુશહાલી માટે  પોતાના ઉપર માતાનું કોઈ લફરું  રાખ્યું  હતુંએની હાજરીમાં આજ પહેલાં પિતાએ માતાને કદી યાદ પણ નહોતી કરી.
પરંતુ આજ પિતાને એની માતાને સંભારીને ખિન્ન થતા જોઈને ગૌતમને પણ ખિન્નતા આવીત્યાં પ્રભુરામનો ચાકર આવ્યો.
આપ ઘરમાં  છો ને હમણાં ?' શોભારામને એણે કહ્યું. ' હાકેમ ?' 
પ્રભુરામ શેઠે કહાવ્યું છે કે તમને વખત હોત તો  તમને મળવા આવે !'
'કહે એમનેખુશીથી પધારે !' 'શોભારામનો જવાબ લઈને ચાકર ગયો
શોભારામને મનમાં વિમાસણ થઈશા માટે પ્રભુરામ કોઈ દિવસ નહિ ને આજ એને ઘેર આવતા હશે ? પ્રભુરામ પેઢીએથી ઘેર આવ્યા હશેચાહ પીતા હશેચાહ પીને ફરવા જવાનો એમનો 
નિયમઆમાં કોઈ દિવસ ફેર  પડે ને આજ આમ કેમ? એમ બને કે આશા સવાર બપોર સાંજ ગૌતમ પાસે આવે જાય છે તે માટે શેઠ ઠપકો દેવા માગતા હોયને ઠપકો દે તો દેવા જોગ છેપ્રભુરામ કોઈ જેવી તેવી આસામી નહિ તો ! આત્મારામ
ભૂખણની પેઢીના મુનીમમોટા ને છોટા સાહેબોને ત્યાં એની ચિઠ્ઠી પાછી  ફરેને  સાહેબોની એના ઉપરની ચિઠ્ઠી પાછી  ફરે એવાગામમાં હજાર જણ ઉપર એના હજાર હાથ કદાચ 
પોતાની છોકરીને વારી  શકતા હોય તો ગૌતમને વારવાના હક્ક્દાર હતામાણસ પોતાનાં જણ્યાં પાસે લાચાર થાયકાંઈ પારકાં જણ્યાં પાસે થોડા લાચાર થાય ? એમ  હોવું જોઈએ
ત્યાં પ્રભુદાસ આવ્યા  ' કાં દફતરદાર છે કે ?'
જી.' શોભારામે જવાબ દીધો.
'' જીગૌતમે સાથોસાથ જવાબ દીધોપ્રભુરામ આવ્યાખાટે બેઠા.
'શોભારામ ! ભાઈ પાસ થયો નેમને આશાએ ખબર આપ્યાબહુ સારું થયું હું બહુ રાજી થયો.'
જી તો આપની દયા છે.'
દયા ભગવાનીમહેનત ભાઈની.'
તો ભાઈપાડોશી તરીકેનાતીલા તરીકે તમે ઓથ આપી  હોત તો છોકરો મુંબઈમાં તો શું સુરતમાંયે ક્યાં ભણી શકવાનો હતો ? મુંબઈના ખરચાભણતરના ખરચા મુજ ગરીબથી શે 
ઊપડે ? પણ આપની પાકી ભલામણને મયારામભાઈનો પૂરો ટેકોરહેવાની સગવડખાવાની સગવડમારાથ કેટલીયે વાર  પહોંચાય તો ફીની સગવડએક નહિબે નહિઇ ને ચાર
ચાર વરસની સગવડમારી ચામડીના જોડા શીવડાવું તોય ઓછું છે.'
એમાં શું શોભારામ કાકાઆજ અમને ભગવાને દીધું છેતે નાતીલાનો એક છોકરો ભણી જાય છેભગવાન કોને કોના નસીબનું દે છે  કોણ જાણે છે વાત તમારે મનમાં લાવવી  
નહિતમે તો નસીબદાર છો ભાઈ ! એકનો એક છોકરો વંઠ્યા વગર ના રહેતમારો છોકરો લાયક છેને  તો અમારે ગંગાનો છોકરોગંગા મારા બાપના માસાની છોકરીની છોકરી થાય 
મારી બેન થાય ને આધેની પણ બેન થાય નેએટલે ગૌતમ તો અમારા ભાણેજમાં થાય.'
'આપ સંબંધ રાખો છો એટલી આપની વડાઈ છે.'સારુંકાલે અમારે આશા તરફથી ગૌતમને પાર્ટી આપવાની છેરવિવાર છેસાંજના ચારેક વાગે રાખશુંહું આમંત્રણ આપવા આવ્યો છું.'
'છોકરો આપનો છેહું શું કહું ?'
'અમારો  છે ને એમાં તમારાથી કંઈ ના પડાશે ? તો ભાઈ ગૌતમ ! તમે જાઓ ને આશાને કહી આવો !'
ગૌતમ ગયો ડેલી બહાર નીકળ્યો ને પ્રભુરામે કહ્યું ?' શોભારામ કાકા ! વેણ નાખું તો પાછું તો ઠેલશો નહિ ને ?'
'ગરીબની મશ્કરી શું કામ કરો છો ? આપનો બોલ પાછો ઠેલનાર હું કોણ ?'
'કાકા ! હું તો મારુમ વેણ નાંખીને તમારાથી યે વધારે ગરીબ બનવાનો છુંતમને નાતમાંથી ખૂબ માગાં આવશેપણ હક્ક મારો પહેલો હોમેં તો આજ ચાર વરસથી ધ્યાનમાં રાખ્યું છેહવે 
તમારી હા થવી જોઈએઆશાનું સગપણ ગૌતમ સાથે કરવું છે મારે.'
શોભારામ મૂંગો  થઈ ગયોએનું હૈયું ભરાઈ આવ્યુંભગવાને આટલી બધી દયા ઉપર કેમ વરસાવવા માંડી હશે ? પ્રભુરામ ! ચોવીસ ગામની નાતનો પટેલસુરતના નગરશેઠનો મુનીમ.
સરકારી કચેરીઓનો ધણી રણીઆજ એની છોકરીને ચાલી ચલાવીને પોતાના પુત્રને આપવા આવે ! ' કાકા ! શું વિચારમાં પડ્યા ?' પ્રભુરામે પૂછ્યું  ' મે મારા ભાઈને પૂછાવી રાખ્યું છે
આશાને આંહી એટલા માટે  બોલાવી છેબેય જણ એકબીજાને ઓળખે છેએકબીજાથી રાજી છેતમે કાંઇ બીજી ધારણા રાખી છે ?'
શોભારામની આંખમાં આંસુ આવ્યાંપાઘડી ઉતારીને  પ્રભુરામના પગમાં  પડી ગયોપગ પકડીને  ધ્રુસ્કે ધ્રુસ્કે રોવા માંડ્યો.  'હંહંશોભારામ ! શોભારામ ! ' પ્રભુરામે શોભારામને ઉઠાડ્યો
આંખો લૂછતાં શોભારામે ભારે હૈયુ કહ્યું  ' માફ કરજોહવે ઘરડો થયો ને હૈયું ભરાઈ આવ્યુંક્યાં હું ગરીબ મુફલીસ માણસએક ટકાનો લહિયોફાટેલ તૂટેલ ગાભા પહેરીને ઉઘાડે પગે 
રખડતો ભિખારીને ક્યાં આપ ? મારે ઘેર તો લક્ષ્મી પધાર્યામારા બાપ ! ગરીબનાં સોણલાં યે ગરીબ હોય મારા બાપઆવું તો સ્વપ્નાંમાંયે નહિ જોયેલુંઆજ મારે આંગણે આવીને ઉભું રહ્યું.'
'નસીબના વારાફેરા છેમારું માનજો શોભારામતમે તો બડભાગી છોતમારું મન અભિમાનથી ભરાતું નથીત્યારે  વાત તમારે કબૂલ ?'
લક્ષ્મી ચાંદલો કરવા અવે તો મોઢું ધોવા કોણ જાય ? ખાલી કબૂલ નહિમારા કુળની લક્ષ્મી માર આંખમાથા ઉપર.'
'તો પછી કાલે પાર્ટીમાં જાહેર થશે ને સાંજે ચાંદલા કરીએ તો કેમ ?' 
જી !'
પ્રભુરામ ઉઠ્યાએમણે વિદાય લીધીજતાં જતાં એમણે કહ્યું  'આશાએ મને કહ્યું  તમારા દીકરા દફ્તરદાર થયા તેબહુ સારું થયુંવરઘોડિયું સુખી થય તો આપણી આંખો ટાઢીઆપણે 
ગંગા ન્હાયા.' 
પ્રભુરામ ગયા.
શોભારામ મૂક અને મૂઢ જેવો બેઠો રહ્યોહરખથી જાણે એનું હૈયું ફાટી જશે એવી બીક લાગી
'ગંગા ! તું આજ નથીને હું  હવે નથીજ્યારે મળીએ ત્યારે કહેજે કે તારા ગયા પછી તારા છોકરાને મેં ઠીક સાચવ્યોમારે ભરોસે મૂકી ગઈને મેં પંથ કાપ્યો છે એકલાંઉજ્જડએકલો-તોય મજલ પૂરઈ કરીમજલ પૂરી થઈ ને હું થાકી ગયો છુંહાથ પગ આંખ હવે કામ નથી કરતાંહવે ઝાઝી વાર નથીમળશું ત્યારે એટલું તો કહીશને કે હું તારી વહુ સાચી ને તું મારો
વર સાચો.'
ભીની આંખે ભારે હૈયે શોભારામ ઊઠ્યોગૌતમ આવે ત્યારે એનું મોઢું વીલું  જુએ એટલે  પાણિયારે મોઢું ધોવા ગયોડેલી ઉઘાડી ફળિયામાં કોઇક આવ્યું.
'આશાઘરમાં કોઈ લાગતું નથીબાપુજી પ્રભુરામભાઈ સાથે બહાર ગયા લાગે છે.'
તો એમાં શું થયું ? ઘર તો મારું છે ને ?'
'તારું ઘર ?'

'હવે તો કહીશસાતવાર કહીશ કે હું તારી વહુ ને તું મારો વરકેવી મજા ! 
કેવી મજા !( ક્રમશ ઃ )