બુધવાર, 27 જુલાઈ, 2016

7 ઓગસ્ટ ના રોજ "ફ્રેન્ડશીપ ડે" છે , જે નિમિત્તે "મિત્રતા ના મણકા"

"મિત્રતા ના મણકા" મિત્ર ની પરિભાષા દરેક જણ માટે અલગ હશે પણ મિત્રતા તો સાથે રહ્યા ને થયેલા પ્રેમથી જન્મેલા સંબંધ ની વાતો, અલગ અલગ તબક્કે તમારી પડખે ઉભા રહે તેમાં છે ને !! મિત્ર એજ સાચી મિરાત માં માનનારો શ્યામ સીધો ન્હોતો ને રામ ખૂબ નટખટ હતો. નાનપણ થી સાથે મોટા થયેલા, એક શેરી માં જુદી જુદી રમતો રમતા ને સાથે સ્કૂલે પણ જતા. વાડીના આંબેથી કેરીઓ ચોરી ને ખાધી'તી..અરે! વંડીઓ ટપી ટપી ને પકડાપકડી પણ રમ્યા હતા. ગિલ્લીદંડો ને ક્રિકેટ પણ ઓબ્વીયસ્લી રમ્યા હતા. રિસેસમાં કાયમ સાથે જુવો, એક ક્લાસમાં એક્બીજા સાથે લેસન કરે ત્યારે બધાને એમ લાગે કે જોડીયાં છે કે શું ! એક મેક ને મૂક્યા વિના અન્ન તો એક દાણો પણ ના ખાય. આને ૠણાનુબંધન કહીશું કે પાકી મિત્રતા ખબર નહીં પણ મન ને દિલ બંને મળી ગયેલા. સમય પેહલાની વાત છે દોસ્તો સુભાષચંદ્ર બોઝ ની ટૂકડી "જય હિંદ" માં બન્ને જ્યારે જોડાયા ત્યારે બ્રિટિશ સરકાર સામે ભારત ને સ્વત્રંતા અપાવામાં ખૂબ સક્રિય ફાળો આપેલો. જ્યારે સ્ત્રીઓ પણ ઘરમાં રહી જે રીતે મદદ થતી કરતી તે સમયે આમના જેવા કેટલાય અનસંગ હીરો થઈ ગયેલા. બંની ખૂબજ સાહસિકતા, ચપળતા ને ચાલાકી દર્શાવી ટૂકડી માં વર્ષો સેવા આપેલી. શ્યામ કુશળ હતો સિફતતા પૂર્વક વેશપલટો કરી ભળી જવામાં ને શ્યામ ને નાના મોટા દારૂગોળા ને શસ્ત્રો સરંજામ ની આવડત હતી -બનાવી જાણતો. "તું જે કહે તે કરવા તૈયાર છું પણ આપણે સાથે રહેશું ને આપણી માતૄભુમિ માટે ભલે બલિદાન આપવું પડે તો આપશું પણ એવો પ્લાન બનાવજે ને એમાં મારો પૂરેપૂરો સો ટકા નો સાથ છે તને." આમ શ્યામ બોલ્યો હતો. દિવસે ને રાતે જુદા જુદા પ્લાન ગુપ્તસ્થાને નક્શા ને શસ્ત્ર સરંજામ સાથે થતા રહ્યા ને ધીમે ધીમે આગળ વધતા ગયા. "શ્યામ વખતે આવા નાના છમકલાં ને બદલે મોટો ધમાકો કરીએ તો?" "પણ, તેને માટે તો આપણ ને પૈસા જોઈશે આપણી ટૂકડી માટે ખોરાક ને તાલીમ માટેની સગવડતા પણ કરવી રહી ને !" વચ્ચે અટકાવતાં રામ બોલ્યો " બધી વ્યવસ્થા કરવાનું કામ તું મારા પર છોડી દે, જો મા મને બાપુ થી છૂપાવી ને સાચવી રાખેલા પૈસા અલમારી માંથી કાઢી આપ્યા ને 'ફતેહ થાઓ' કહ્યું છે. હવે તો જે થવાનું હોય તે સ્કૂલ બંધ ને મરીએ તો પણ મા-ભોમ માટે , જય હિંદ " 'જયહિંદ' બોલી શ્યામે પોતાના પ્લાને નક્શામાં સ્થાન બતાવત રણ-રેતી ઝાડ-ઝાંખરા ને જંગલ ટપાવતાં આગળ વધીશું એમ સમજાવ્યું. બ્રિટિશ ટ્રુપમાં એક વાર આમને સામને થઈ પણ ગયા ત્યારે તેમને 'જયા ને લક્ષ્મી' નો ભેટો થઈ ગયેલો. બંને અંડરકવર કામ કરી માહિતી પહોંચાડતી હતી. હવે તો બે માંથી ચાર થતાં સક્રિયતા વધી ને ઉસ્તાહ પૂર્વક પ્લાન આગળ વધ્યા.એક વાર ઓલમોસ્ટ પકડાતાં પકડાતાં રહી ગયા. સંબંધોથી વસ્તી અહીં કેટલીય હસ્તી, મહાનુભવિ ઓની ભળતી દોસ્તી હતી..રેતના દરિયે સાચા મોતી જોવા મળ્યા,ખોબલી મુગ્ધ છીપલીએ લ્યો ચિત્રોમાં ભળ્યા. વિસ્ફોટ થવાનો છે તેની જાણ થઈ ગઈ હતી ને બ્રિટિશ ટ્રુપને જોઈને બધા ભાગ્યા તો ખરા. ફાયરિંગ થયેલું હા, ને ફાયરિંગ માં લક્ષ્મી ને શ્યામ ઘાયલ થયેલા. તો પણ બંને ભાગી ગયેલા. ને બાજુ જયા ને રામ તો ક્યારના નીકળી ગયેલા. હવે ચારે જણા માંડ માંડ જઈ શકે તેટલી નાની જગ્યામાંથી નીકળી ગયા પણ બ્રિટિશ ટ્રુપ ના નીકળી શકી. બચ્યા તો ખરા પણ હવે બીજા દિવસ ના પ્લાન માટે રામ ને જયા આગળ વધવાનું હતું. ચારેકોર લક્ષ્મી ને જયા ના પોસ્ટર્સ ચીપકાવી દીધેલા નજરે પડ્યા. બધે નાકા બંધી ને ઉલટ તપાસ ચાલુ હતી. તો પણ બંને સિફતતાથી કારતૂસો ને બંદુકો પહોંચાડી ને લૂપાતા છૂપાતા પાછા આવ્યા ત્યારે એકબીજા ને ભેટી પડેલા. સિંદુરી સવારે ગલ્લા લઈ ને ઉઘરાણી કરવાનું ચાલુ હતું એક વાર એક નાની માત્ર બારેક વર્ષની છોકરીએ પોતાના લગ્ન માટે સાચવેલા બધા ઘરેણાં પિતા પાસેથી લઈ ને દાન માં આપેલા. ખુદ સુભાષચંદ્ર બોઝ પાછા આપવા ઘરે ગયેલા ત્યારે તેણીએ એક શરતે પાછા લીધા કે તમે મને તમારી ટુકડી માં સામેલ કરો અને મને દેશ માટે કંઈક કરી છૂટવાનો મોકો આપો. શૂરવીરતા ને સાહસિકતા આટલી નાની ઉંમરે આટલું બધું દેશાભિમાન જોઈને તેઓ ખૂબ ખુશ થયેલા ને તેણીએ પણ લગભગ દસ દસ વર્ષ સુધી દેશ ની સેવા કરી. આવા તો કેટલાયે મિત્રોના મણકા સંધાતા રહયા હશે ભારત દેશ ની આઝાદીની લડત સમયે કે જેનો કોઈ ઉલ્લેખ ઇતિહાસ માં પણ નહીં હોય. કે કોઈ મિત્રતાની વાર્તા માં ઉલ્લેખ નહી થયો હોય !! ટપટપ મારા પુષ્પો ખરતા રહેત પણ ત્યાં રીંગ વાગી ફોનની ને હું બધું નેટફ્લીક્સ પર જોઈ રહી હતી તે એકદમ બંધ કરી ને ફોન લેવા ઉભી થઈ. મિત્ર આપણું બીજું હ્રદય છે એમ ફાધર વાલેસે કીધેલું યાદ આવેલું ત્યાં મારી સ્કૂલની સખી નો અવાજ સાંભળ્યો. બંને ઘણા વખતે પાછા ભેગા થઈ રહ્યા હતા સાથે લંચ લેવા. હા, અમને બંને એક ક્લાસમાં હાઇસ્કુલ માં હતા. બંને પ્રાર્થનારૂમ માં માઈક પર ભજન ગાતા..પણ તેનું ગણિત ખૂબ સારું ને મારું ચિત્રકામ. ચિત્રકળા ના ટીચરના મારા પર ચાર હાથ, હું તેમની ફેવરીટ સ્ટુડન્ટ !! આજે લંચમાં ફરી વાગોળીશું જુની યાદો... દોસ્તીની કુંપણો લાગણીથી સિંચાશે થશે તાજીમાજી 'નવનિર્માણ' આંદોલન ની જુની યાદો....કે જેમાં અમે સક્રિય ભાગ લીધેલો. ત્યારે મિલિટ્રી નો ભય ને અંધારપટ આખી રાત 'જાગતે રહો' ને સવારે 'ભૂખ હડતાલ' ના તંબુ તાણી ને અમે સત્યાગ્રહ કરેલો.
હતા હેતના હૂંફાળા માળખાં પાદરે...............!!  
એકલતાના નામે, માણસ નામે દરિયો
વેદનાની ચીસે દરિયા માં આવે મોજા
મૌન ની ચીસો ઉછાળે આવી ને મોજા
 રડતો છાનો રહે માણસ નામે દરિયો
અબોલ ને અબોધ ભીંતો રૂવે મકાનની
ટીંગાઈ ને ધૂળ ચાટે યાદો લાગણી ની
પાછું વળીને જોયું શું પાદરે, થયું જાગરણ પાદરે
પુષ્પો પ્રભાતી નગરવૄક્ષી પાદરે, ખટમીઠ્ઠા સ્મરણ પાદરે
બુલબુલ કરે ટહુકાઓ પાદરે, અભિવાદન કરે વડ પાદરે
વરસાદી સોડમ ની મહેંક પાદરે, સુગંધીત સરવર પાદરે

---રેખા શુક્લ