પ્રગટી ફૂલ આપણ ને પણ પ્રગટ કરે છે ને એક સાવ કાચી માટી નું પૂતળુ તમારી નજરે પડે છે ને તમે કૂતુહૂલતા ભરી
નજરે તેની બાજુ માં પડેલી તખ્તી વાંચો છો ને તમારી નજર ભીંજાય છે ને ત્યાં જ વરસાદ ચાલુ થાય છે. તમે છત્રી ખોલી આંખો લૂંછી બીજી તરફ થી આવી રહેલી ટ્રેન ને નિહાળો છો. પાંચેક મિનિટમાં ટોળા માંથી આગળ ખસતા છત્રી વાસી તમે ટ્રેન માં બેસો
છો ને ટ્રેન ચાલુ થાય છે . તમારું મન ચગડોળે ચડે છે ને મનમાં વિચારો દોડે છે. ગરીબ બાળક ને પૂછો તો કેહશે કે પૈસા છે જરૂરી
ભણવા માટે જેથી મોટા માણસ બની શકાય. અનાથ ને માટે તો માબાપ પોતાની સલામતી ને રક્ષણ કાજ જરૂરી છે. યુવાન માટે
પ્રેમાળ સાથી વગર જીવવું છે અઘરું ને વૄધ્ધ ને ટેકો લાકડી નો ...પણ દેશપ્રેમી 'કેપ્ટન રવિ' માટે તો દેશની રક્ષા એજ એક લક્ષ્ય હતું ને તે માટે તેઓ દિલોજાન ન્યોછાવર કરવા તત્પર રેહતા હતા. આર્મી માં જોડાયા ત્યારે તેમની મુલાકાત 'મોતી' સાથે થઈ હતી. મોતી ઘણો સમજુ, ચાલાક માયાળુ ને વફાદાર કૂતરો હતો.અને આપણે જાણીએ છીએ કે જીવનમાં દરેક કામ માં જીવમાત્ર , પછી એ
માનવી હોય, મૂંગૂ પ્રાણી હોય કે ઝાડપાન હોય પણ તેને ચોક્કસ પણે મૄદુ શબ્દો અને અમી નજરની જરૂર હોય છે.
સાંજ પડે ને બંને જેવા ભેગા થાય તો પરિશ્રમ ને ટેન્શન તેનુ ઉતરી જાય . મોતી વ્હાલ થી આવકારે જાણે કે આખા દિવસની
તેની આતુરતાનો અંત આવ્યો છે. રોજ રોજ નવી નવી વાતો, રમતો ને ગમ્મત થી ઘાસમાં આળોટતા બંને જણા
કેટકેટલું વ્હાલ વરસાવતા,હસ્તા હસ્તા દોડતા ને હાંફતા પણ હસતા જાણે ...ને રમ્યા પછી જે ભૂખ લાગે ત્યારે સાથે જમતા પણ ખરા. જમ્યા પછી નો પ્રોગ્રામ રેહતો કે સાહિત્ય રસિક કેપટન પોતાની નોંધપોથી માં રોજ કંઇક ટપકાવતાં...ને આજે અચાનક આવું
લખાઈ ગયું તેમની રોજનીશી પછી.
ઉપવન ભવનમાં રેહતા હતા 'મોતી' સાથે
માતૄભૂમિનું રક્ષણ કરતા 'કેપ્ટન રવિ' સાથે
મૈત્રીના સંબંધો માણે અધૂરી ઝંખના સાથે
ગૂંચવાયેલી ક્ષણો ઉકેલે પળભર માં સાથે
આતુરતાતો એટલી ઘરતી ચૂમે ના પગસાથે
મોતી વ્હાલો હાથ આપે રવિ પ્રેમાળ સાથે
કુદરતમાં શું વસંત ઉગી ભળ્યો ગેલમાં સાથે
સક્રિય કેપ્ટન યુવાન લાગે વિરાટ પગલાં સાથે
સમજણભર્યો વ્યવહાર રાખો સૌ મિત્રની સાથે
વાણીને પાણી ગાળી ને વાપરો ને રહો સાથે
----રેખા શુક્લ
પાછળ પાના ફેરવતા પાછું કંઈક યાદ આવ્યું ને વાંચતા વાંચતા બીજું ટપકાવ્યું. છાપા ઓ ઉથલાવતા કે મજેદાર સાહિત્ય વાંચતા તો તેમની ખુરશી ની નજીક પગ પાસે મોતી બેસે ચૂપચાપ. જો કેપ્ટન પાણી પીવા પણ ઉઠે તો તેની આઈબ્રો ને કાન ઉંચા કરી પૂંછડી પટપટાવતો મેક શ્યોર
કરે માલિક બરાબર છે ને...!! ને પટુડો થતો ટી.વી જોતા કેપ્ટન ના ખોળામાં બેસી નિરાંત નો દમ
ભરતો. કેપ્ટન પણ હતા પ્રેમાળ આફટર ઓલ ડોગ ઇસ ધ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ !! એક વાર તો જાણભેદુ જાસુસે કેપ્ટન પર હુમલો કરવાનો પ્રયાસ કરેલો ત્યારે પોતે ગોળીથી વિંધાયેલો ને રવિ નો જાન બચાવેલો
આટલો તો તે વફાદાર હતો. તેની કૂતુહૂલતાનો પાર ન્હોતો, જરાંક અવાજ ઉપર-નીચે બહાર કે
અંદર થયો નથી ને તેના કાન સરવા થઈ જતા. ઉંચી ડોક કરીને હં હં બે બાજુ મોઢું ફેરવતો તેની પ્રશ્ન પૂછતી આંખો જોઈ કેપ્ટન કામ ડાઉન ને સ્ટે ઓર્ડર કરતા તેના પર હાથ ફેરવતા. ગળામાં તેના નામનો
ટેગ રણકતો ને લાંબી લીશ લઈ આવી વોક માટે રેડી રેહતો. બંન્ને નીકળે ....ટપ ટપ પટ પટ ચાલતો. ફૂલ , પાંદડા, બરફ , વરસાદ, ખિસકોલી, પતંગિયું કે પક્ષી કે
ઇવન પોતાના જ પડછાયા નો રસપ્રદ અનુભવ માણતો. કેપ્ટન તેની સારી બિહેવીયર ને બિરદાવતા
ડોગી ટ્રીટ આપી બોલે ગુડ બોય ને સરપ્રાઈઝ્ડ બાઉન આઇઝ તેમને તાંક્યા કરે.
જતા કેપ્ટન ને પાછળ આગળ ઘૂમી ને આગળ પાછ રાહ જોતો રહે...રોજ નો આ જ ક્રમ કે
ટ્રેઈન સ્ટેશને મૂકવા જતો. ટ્રેન ઉપડે ને પોતે જાતે એકલો ઘરે આવવા પાછો ફરે. રસ્તામાં આવતી બેકરી વાળા તેને ડોગ બિસ્કીટ ની ટ્રીટ ધરે તે લઈ જાણે બધા ને હલ્લો હાય કરતો ઘરે ફરે.શોપ કિપર પણ તે ને બરાબર જાણતો તે પાસે બોલાવે ને વ્હાલ થી હાથ ફેરવી ટ્રીટ આપે. હાઈ ફાઈવ આપે મોતી પોઝ
થી રોજ નો આ જ ક્રમ કદી ના તૂટતો.
પણ એક દિવસ જ્યારે કેપ્ટન જવા તૈયાર થતા હતા ત્યારે મોતી ભૂંકતો ને રોકતો હતો. જવા માટે રોકતો
હતો જાણે આગાહી જાણતો હતો.એક્ચ્યુઅલી આગલી રાતે પણ રડતા રડતા ભૂંકતો હતો. તે છંતા કેપ્ટન ગયા ને ટ્રેન નો ભયંકર એક્સીડન્ટ થયો ને તે કદી પાછા ન આવ્યા.
એ સાંજ મોતી આખી રાત ટ્રેઈન સ્ટેશને રાહ જોતો બેઠો રહ્યો. મોટુ સ્નો સ્ટોર્મ વરસાદ ને બરફના કરા પડ્યા પણ એ ના જ હલ્યો.
બીજે દિવસે પણ તેની સામે જોઈ જે કોઈ એના નામથી જાણતું તે બે ઘડી બોલી ને પસાર થઈ જતું પણ ન તો તેણે પૂંછડી પટપટાવી કે આંખો ઉંચી કરી ને ઉત્સુક્તા કે વ્હાલ દર્શાવ્યું.
એ તો બસ રાહ જોતો હતો કેપ્ટન રવિની !! બીજે દિવસે ખાધા પીધા વગર નો રાહ જોઈને કંટાળેલો
અમીટ નજરે જતી આવતી ટ્રેન ને
ભીની ને ધુંધળી આંખે જોઈ રહ્યો...સાંજ પડતા તેણે પણ કાયમ માટે આંખો મીંચી દીધી . અતૂટ મૈત્રી ને આતુરતાની પરમસીમા ની ગરિમા જાળવવા ગામવાળા ઓ એ નક્કી કર્યું ને મોતીનું સ્ટેચ્યુ બનાવ્યું ને
તે જ જગ્યાએ રાખ્યું. એની જેમ એના માલિક ની રાહ જોતુએ સ્ટેચ્યુ જોઈને યાદ અપાવતું મોતી ની
વફાદારીની વાત.
ન્હાના ભૂલકાં સાચું કૂતરું માની પંપાળી પણ જાય છે તેની પ્રેમાળ આંખો જોઈને જાણે ખુશ દેખાય છે.
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો