ગુરુવાર, 5 મે, 2016

શ્રીમાન- શ્રીમતી તસ્વીર બોલે છે-જુન ચેપ્ટર



ફોર્થ ફ્લોર ની બાલ્કની માંથી સુનીતા સાંજ પડે ત્યારે હાથ માં કોફી મગ લઈ ને રસ્તા પરની ચહલ-પહલ માણતી હતી. શ્રીમતી ની કીચન વીન્ડો માંથી ઉંચુ જુવો તો સુનીતા રોજ નજરે પડતી. રોજ હાથ હલાવી ને હાય ને બાય માં પતાવે. શ્રીમતી મોટે ભાગે કીચન માં જોવા મળે. પણ વેહલી સવારે અને આથમતી સાંજે પોતાની બાલ્કની માં ઉગાડેલા ગુલાબ ના છોડવા ને પાણી પાય.બાલ્કની ફરતે ની રેલિંગ પર મોટો મની-પ્લાન્ટ ચડાવેલો. ખૂબ માવજત કરી ને ઉછેરતા હતા. તેથી બધા આકર્ષીત થતા ને રસ્તે જનાર દરેક ની નજર પડતી. ઘરની સજાવટ માં સુશીલ શ્રીમતીજી ને ખૂબ સમજ પડે. ચીવટ વાળા પણ ખૂબ ,ખાતર નાંખે ને ક્યારેક ગણગણતા હોય કે પ્લાન્ટ સાથે વાતુ પણ કરતા જોવા મળી જાય. એ ભલા ને તેમનું ઘર ભલું. નવી નવી વાનગીઓ પણ પીરસવાનો શોખ ધરાવતા શ્રીમતી થી બધા ખુશ...કોન્ટીનેન્ટલ બ્રેકફાસ્ટ હોય કે લંચન ગેટ-ટુ-ગેધર હોય તેઓ સુંદર રીતે ગોઠવી ટેબલ સજાવે. આફટર ઓલ ઇટ અપીલીંગ ટુ ધ આઈ હોય તો જ વાનગી માણવી ગમે ને !! ડીનર માં ડેકોરેટેડ ડીઝર્ટ હોય ને લંચ સમયે ડેકોરેટેડ ફૄટ-ડીશ હોય.અદભૂત કળા કાર્વીંગ ધ ફ્રૂટ્ની જોઈ ઘણા તો ફોટા પાડવાનું ના ચૂકે.
એની-વે શ્રીમાન ને જૉઈને ગુડમોર્નીંગ ને જયશ્રીક્રૂષ્ણ કહે...ને દુપટ્ટો સરખા કરતા. હસે. ચાય-નાસ્તો ગરમ ઉતારતા હોય ત્યાં સુધીમાં શ્રીમાન ખુરશી માં બેઠા બેઠા છાપું વાંચતા જોવા મળે. વર્ષો નો આ જ ક્રમ આમાં કદી ફેરફાર ન થાય. શ્રીમાન ને માથે બહુ ઓછા વાળ જ્યારે શ્રીમતીજી બોબ-કટ માં ઘણા ક્યુટ લાગે. આજુબાજુ જોયા વિના એમના છાપા માં ફ્રાઉન ફેઈસ કરી ને શ્રીમાન વાંચતા જાય.જેમ જેમ વાંચે તેમ તેમ હૈયા ઉકળાટ કાંઢતા જાય...ક્યાંક લૂંટફાટ થઈ હોય તો તેમની ભૄકૂટિ તંગ થઈ જાય મોટા મોટા વાળ વાળા ભંવા જોઈ ને મારા જેવા ને એમ થાય કે ઉપર ચોંટાડ્યા હોય તો ટકલા તો ના જ લાગે !! જો જો પાછા તમે કંઈ ના કેહતા હો ! આગળ વધીએ તો ટૂંકા ઝભ્ભા લૅંઘામાં બેઠેલા છાપુ વાંચતા એટલે જ શ્રીમાન એમ જ બધા ઓળખે. રોજ ના બળાપા કરતા શ્રીમાન  અંતરે અંતરે મમરો મૂકી ને ટીકા કરતા જાય. નેતાઓ પર સખત ગુસ્સો કરે રાજકારણ ની હેડલાઈન્સ મોટે થી વાંચે . શ્રીમતી જી હા સાંભળું છું, અરે પણ આપણે શું ? ઓકે સાંભળ્યું હો કેહતા જાય ને તેમના કામ પતાવતા જાય. અનેક જાતના ભાવ-વધારા, મોંધવારી ના સમાચારો, ગેસના ઉંચા ઉંચા જ્તા ભાવ, બાકી રહી ગયું હોય તેમ વાઈલ્ડ લાઈફ ના કેમેરામાં કેપ્ચર થયેલ વાઘ ના બચ્ચાં...!! ઓહોહો, માવા ને દારૂના નશામાં ધૂત નવરા યુવાનોએ કરેલો સમુહ બળાત્કાર ...શિવ શિવ શિવ કરતા ચૂપ થઈ જાય.

પાછા સ્ટોક્સ-બોન્ડ ના પત્તા પર નજર ફેરવે ન ફેરવે ને ધીરૂભાઈ નું ફલાણું-ઢીંકણું વાત કરવા માંડે...હજુ થોડી વાર થાશે... તેથી શ્રીમતી ટોપિક ચેંજ કરતા સિનેમા જગત ના સમાચાર પૂછે.છે. આમેય સિને-જગત ની બહોળી માહિતી વાળા શ્રીમાન નું ફેવરીટ પેઈજ હતું ખોલતા જ બોલી ઉઠ્યા "આપણી બિપાશા એ પણ લો લગ્ન કરી લીધા"  શ્રીમતી જી ને કોઈ જ નવાઈ ન્હોતી લાગતી પણ ચાય ને ગરમા ગરમ મેથી ના ઢેબરા લઈ ને ટેબલ પર મૂક્યા, સાથે અથાણા ને ખીચું પણ પાછા લઈ ને આવ્યા. ને બોલ્યા "સુનિતા એ બનાવ્યું છે હો ભાવશે જ " બિપાશા ભૂલીને સુનિતા નુ નામ સાંભળી ચમક્યાં પાછા ભવાં તંગ કરતા તાડુક્યા જ જાણે..." કેમ ! એને શું જોઈએ છે તે બહુ ડાહી થાય છે તે ?" "મને એના મનની શી ખબર હોય તમ તમારે દબાવો ને !"બોલી ત્યાં તો નાસ્તો લેતા શ્રીમાન વદયા " રણબીર ને છોડી ને કટરીના કૈફ પણ ગઈ!!  શું કરવા ગઈ હશે એ છોડી ?" આમ ઉપાડ્યા ઢેબરા ને મોટો ચમચો ભરી ને લીધું ખીચું ને જમવા
લાગ્યા. "તમારા આવા ભાતભાતના સવાલો ના મારી પાસે ક્યાંથી જવાબ હોય સૌને ગમે તેમ કરે એમાં પણ આપડે શું ?" ચાય કીટલી માંથી પોર કરતા તે બોલ્યા ને પોતાનું મનપસંદ પેઈજ
"હું શાણી ને તું શકરાભાઈ" ને પાછળ ની કોમિક્સ વાંચવા ઉત્સુકતા સહ ટેબલ પર બેસી ગયા. પંદરેક મિનીટ માં વાંચી ને ઉભા પણ થઈ ગયા ને પોતાના કામ માં લાગ્યા...ત્યાં તો શોખીન
જીવડા શ્રીમાન જી કવિતા નું પત્તુ ખોલી ને મોટેથી વાંચવા લાગ્યાં...!વાંચતા વાંચતા જ શ્રીમાન છાપુ લઈ ને બાથરૂમ તરફ વળ્યા અને શ્રીમતીજી બાલ્કની તરફ ફર્યા.
એમને બધા ન્યુઝ માં કંઇક ને કંઈક વાંધો લાગે તો શા માટે છાપું વાંચતા હશે તે  ના સમજાય..સાચે  જેને વાંચવું  હોય તો તેને તો  કેટલુંય વાંચવાનું મળી રહેહા એમને ધર્મ ના
ચોપડા આપો તો હમણાં નહીં કાલે... કાલે નહીં પરમ દિવસે કરીને ગલ્લા તલ્લા કરીને રવાડે ચડાવેબાકી જે વાંચે તેમાનું ક્ંઈ આચરે પણ નહીશ્રીમાન ને ઘડીએ પડીએ ગોવિંદ બોલો 
હરી ગોપાલ બોલો ગાતા સાંભળતા હવે આજે શ્રીમતીજીથી ના રેહવાયું ને બોલ્યા  ગોવિંદ બોલો કે ગોપાલ બોલો જમવાનું જોઈતું હોય તો વટાણા ફોલોલ્યો  થાળી ને  રહ્યા વટાણા

ને મને થોડું કંઈક યાદ આવ્યું તે હું ટપકાવી ને પાછી આવું છું હો જો જો પાછા ભૂલી ના જતા હોં ! 
વાવાઝોડું ઉઠે વંટોળ લૈ વિચારનું વમળ...!!!
અધરે ઝુલતા પ્રશ્નો ના કેમ નથી હોતા જવાબો?

સાચું બોલવું કેમ કે જુઠું બોલવું તે પાપ છે....
ક્રુત્રિમતા દેખાડી ને તોય ડીપ્લોમેટીક બનવું ?

સડા હક્ક ઐથે રખ્ખ...!! નિયમ કેમ બદલાતા રહે?(રોક સ્ટાર)
નેચરના રક્ષક જ નેચરના ભક્ષક કેમ રહે?


પ્રેમ-ધરમ-ને કર્મ નું ફળ બધા માટે કેમ ન રહે?
આશુતોષ પર્વત પર ગંગાને શિર પર ધારી રહે?


પાર્વતીજી બેઠા પુત્ર ઝુલાવે ગણપતિ નાનેરું બાળ રહે?
મગરૂર અને મહાપાપી ને વરદાન કેમ મળતા રહે?


સંતાપના વમળે ડુબવા ને લઈ ઝુલતો પતંગ રહે?
સંવેદના ને હર્ષની ઉજાણી ની નાનકી ડાયરી રહે?


વિપતના વાદળા-સંઘર્ષણ ની વિજળીની ડીક્ષનેરી રહે?
ડુબાડી દે ફુલડાં જગતના કેમ પથ્થરો તરતા રહે?


વિશ્વ શાંતિ ઝંખે છે એના નામે દંગા કેમ થાતા રહે?
દ્રષ્ટાંત નો ફોટો મ્યુઝિયમમાં અકબંધ ફ્રેમમાં મળે?


સાચવી રાખવા કુમળા રિશ્તા ક્યારેક તો સમય મળે?
શ્રધ્ધા ને ભક્તિ આલિંગન મનોમન ક્યારેક તો ફળે?


હંસલા ને બગલા નદી કિનારે, બંધ પાર્કમાં મજા મળે?
ત્રિવેણી સંગમ નો મળે સમન્વય તેવો બસ આભાસ મળે?


સુરક્ષિત, સુંદરતા ને સૌમયતા તો ક્યારેક અહીં સળવળે?
છુંદાય, કરમાય ને લુંટાઇ જાય બાળ-પણ ભડકે બળે?


નશામાં ધુત યુવાન પૈસા ખંખેરે ક્યારેક તો કળ વળે?
તુ દુર છે કે પાસ હું ક્યારેક તને અરિસો મળે?


ઠંડાગાર બરફમાં બધું ખોવાઈ જાય જ્યારે તું મળે?
કહે ને ક્યાં છે તું..? ક્યાં મુજને મળે?


વ્રુંદાવનમાં કે મથુરામાં કહે છે સૌ કે અહીં મળે?
નજરું થાય બંધ તે પેહલા જોવું છે તું મળે?


નજરું નહીં મળે તો અહલ્યા જ અહીં મળે?
અવિનાશ ચારેકોર, સ્વર્ગ પ્રુથ્વી પર મળે!!
-રેખા શુક્લ


મંગળવાર, 3 મે, 2016

માઈકલ -રેચલ -જેનીફર = તસ્વીર બોલે છે- જુન ચેપ્ટર

તસ્વીર બોલે છે- જુન ચેપ્ટર
રેચલ ને પેહલા દીકરી જેનીફર ઉર્ફે 'જેની' અવતરી ને પછી આવ્યો દીકરો માઈકલ. જ્યાં જુવો ત્યાં ને જ્યારે જુવો ત્યારે લગભગ ત્રણેય ભેગા જ જોવા મળે. માર્ક (કિંગ ઓફ ધ કેસલ) હંમેશા 
કામમાં બીઝી રહેતો. રેચલ બંને ને પ્રેમથી ઉછેરે, તેમને નવું નવું રોજ કંઈક શીખવે, પાસે બેસાડી રમાડે ને ભણાવે. તેનો પોતાનો મોટા ભાગ નો સમય બાળકો સાથે વીતે તો પણ બેકયાર્ડ માં થોડી વનસ્પતિ-શાક પાંદડા ને ફૂલો ઉગાડેલા. 
નાનકડા બગીચામાં ડેઝી ના ફૂલો ને છૂટા છવાયા ટુલીપ્સ ઉગાડેલા. બીજી બાજુ લેટીસ, સીલાન્ટ્રો (કોથમીર), પાર્સલી,ક્યુકંબર જોવા મળે. ને
બેબી ટમેટોઝ તો ખૂબ મીઠા ઉગે જેની ને બહુ ભાવે. માઈકલ કૂણી કાકડી લઈ ને આગળ પાછળ ફરતો નજરે પડે. પોતે આખો દિવસ કોફી પોટ માંથી ગરમાગરમ કોફી બનાવી પીવે તેને ખાવા ની રૂચિ બહુ ઓછી થતી તેનું ધ્યાન કામ માં વધુ હોય. 
રૂપરૂપનો અંબાર હતી તેના નેચરલ રેડ હેર ખસેડ્તી જાય ને મૂવો પવન તેને છેડતો જાય. સીમ્પલ પણ એવી પગથી ગળા સુધી
ઢંકાયેલું તેનુ આવરણ સૂર્ય ના પ્રકાશમાં દીપિ ઉઠે. હાથ પકડી ને ચાલતા તેના બાળકો તેની આંખો ના તારા હતા એપલ ઓફ ધ આઈ કહો તો પણ સેઈમ !! રોકફર્ડ માં કામ કરવા માર્ક રોજઅપ-ડાઉન કરે પોતાની ટ્રક લઈ વેહલી સવારે નીકળી જતો અને છેક મોડી 
સાંજે પાછો ફરતો ત્યારે બાળકો સૂવા જવાની તૈયારી કરતા હોય. ક્યારેક તો સૂઈ પણ ગયા હોય. ૬ વર્ષ ની જેની
રેચલને ઘણી વાર ફરિયાદ કરે પણ તે પણ શું કરે...? મૂંઝારા ને દબાવી ને છોકરા ને સૂવડાવતા ક્યારેક વાંચે ડીઝની બુકો તો ક્યારેક નર્સરી સોંગ્સ સંભળાવે. વન ડે એટ અ ટાઈમ નું થીંકીંગ રાખેલું. ફાઈનલી એન્ડ ઓફ મંથ ના સન્ડે પર માર્ક ને રજા હતી તો 
બધાએ પીકનીક જવાનું ને સાથે આખો દિવસ પસાર કરવાનું નક્કી કર્યું. સવારે વેહલો ઉઠી ગયો સૌથી નાનકડો માઈકલ
પોતાનો બ્લેન્કેટ ને બોલ લઈને આવ્યો રૂમ માં બધાને વેક અપ કરવા. રેચલ ને માર્ક જોઈ હસી પડ્યા 
ને તેમને જોઈને જેની પણ ખડખડાટ હસી પડી. મોમ ને હેલ્પ કરતા તે બોલી આજે તો આપણે દેર થી આવીશું 
હું હિંચકા પર બેસીશ ને માઈકલ ને સ્લાઈડ માં રમાડીશ. યાદ કરી કરીને રેચલે બધું લીધું ને આખો દિવસ બધાએ ઝરણાં વાળા પિકનિક એરિયામાં ખૂબ મજા કરી.સેન્ડવીચ ચીઝ ગ્રેપ્સ ને વાઈન બ્લેન્કેટ ઉપર જ ખાધા. ઝરણાં ના નાનકડા ધોધ નીચે પલળ્યા. 
આખો દિવસ યાદગાર બની ગયો. પિકનિકની યાદોને મમળાવતા બધા પાછા ફર્યા. 
બીજા બે વિક પસાર થયા હતા ત્યારે ગુલાબી થંડી ચાલુ થઈ ગયેલી. પણ બે દિવસ માં તો ગ્લુમી ને ક્લાઉડી દિવસો ચાલુ થઈ ગયેલા. વેહલું અંધારું થઈ જતું અને ઉપરથી હતું ગાઢું ધુમ્મસ. સામે શું છે તે ફૂલ હેડલાઈટ ઓન રાખો તો પણ દેખાતું નહોતું. 
વાદળા ને ધુમ્મસના પંજામાં ચંદ્ર ને તારલા છૂપાઈ ગયા હતા. તોફાની હડિયાપટ્ટી કાઢતો અચાનક ધડામ અવાજ આવ્યો.પાછા
ફરતા માર્ક ના ટ્રક નો આંખના પલકારામાં જીવલેણ એક્સીડન્ટ થઈ ગયો. માર્કે આંખ ખોલી અને પોતાને કાર ક્રેશમાં મૄત્યુ પામેલો જોયો એને માનવામાં ન આવ્યું. લોકો કેહતા હોય છે કે લાઈ ફઈઝ ટુ શોર્ટ પણ પોતાની સાથે આમ આવું બનશે તે તેણે ન્હોતું માન્યું. 
હજુ તો પીકનીક જ કરી હતી ત્યાં તો જિંદગી બસ પતી ગઈ? ઓહ નો માય જેની ! મારે તો તેને વેડીંગ ડ્રેસમાં જોવી હતી !! 
અને માઈકલ ને બેઝબોલ ની પીચ શીખવાડવી હતી. બાકી રહી ગયું બધું...સામે પડેલી સેમી ટ્રક માં એક સ્ત્રી ડ્રાઈવર લોહી લૂહાણ પડી હતી. એની પાસે જઈ ને જોવાની ટ્રાય કરતો જ હતો
ત્યાં જ તેની બાજુ માં ઉભી સેઈમ સ્ત્રી માર્ક ની માફી માંગતા બોલતી હતી ..'આઈ એમ સોરી, આઈ લોસ્ટ ધ કંટ્રોલ એન્ડ આઈ કૂડ બેરલી સી એની થીંગ ઇન ફ્રન્ટ ઓફ મી !!' માંડ માંડ એણે 
નજર ફેરવી એ છોકરી ડ્રાઈવર પણ મૄત્યુને આધિન થયેલી હતી. બે 
અજનબી વીના સાંત્વને પીડા નો દરિયો વહાવી રહ્યા હતા.
જિંદગી ગજબ છે બધુ ચલાવી લેવાય પણ વ્યક્તિ ની ઉણપ ના સેહવાય. રેચલ ભાંગી પડી સાંભળી ને...માઈકલ આવી ને ગળે વળગી ગયો અને જેની એના આંસુ લૂંછતા બોલી 'મોમ ડોન્ટ 
પ્લીઝ' ને તે પણ રડવા લાગી. બંને ના હાથ પકડી ચર્ચ માં રેચલ દાખલ થઈ માર્ક ના ફ્યુનરલ ની વ્યવસ્થા કરાયેલી, ગામ ના બધા ત્રણેય ને આવતા તાંકી રહ્યા. ઓપન કાસ્કેટ માં સૂતેલા 
માર્ક ને છેલ્લી અશ્રુઅંજલી આપતા રેચલ જેની ને માર્ક રડતા રહ્યા. વસમી ફાઇનલ ગુડબાય....અલવિદા જોવી અસહ્ય હતી રૂમ માં દરેક ની આંખો ભીની હતી. અચાનક મોમ નો હાથ છોડી
જેની દોડી ને માર્ક ના ઠંડાગાર બોડી ને વળગી ને રડતા રડતા બોલી "આઈ લવ યુ ડેડી..!!" બિચારો માર્ક, પ્રાણ પંખેરૂ ઉડી ગયા પછી પણ માઈકલની ઉષ્મા અનુભવી રહ્યો.
માઈકલ મોમ ની પાછળ ભરાઈ ગયો તેની મુઠ્ઠી એકદમ ટાઈટ હતી. શું કરવું તે તેને સૂઝતું ન્હોતું રેચલે તેને ઉંચકી લીધો ચુંબન થી 
વરસાવી દીધો તેના અશ્રુને ગાલે થી લૂંછતા તે બોલ્યો 'યુ નો
મોમ ડેડી ડોન્ટ લાઈક ઇટ વ્હેન યુ ક્રાય' કઠણ થતા  રેચલ બોલી આઈ નો આઈ નો બસ જો હું નથી રડતી એમ કરી 
બીજી બાજુ ફરી ગઈ ને આંસુ ને ટીશ્યુ માં લૂંછતી તે જેની ની પાસે 
ગઈ. 
"ઓહ જિસસ પ્લીઝ ટેક કેર ઓફ માર્ક " 
યે ઉંચે પહાડોં કે મગરૂર સાયે
યે કેહતે ઉનકો નજર તો મિલાયે
ફરિશ્તે ભી હૈ ઇસ જ્ગહ બેજુબાં
હાય યે ખામોશિયાં કી તન્હાઈયાં
ન પરદા હૈ કોઈ ન હૈ કોઈ ચિલમન
કદમ છોડતે જા રહે હૈં નિશાન 
બનાલી થી હમને તો જન્નત યહાં 
હાય યે ખામોશિયાં કી તન્હાઈયાં 
----રેખા શુક્લ


સોમવાર, 2 મે, 2016

‘તસવીર બોલે છે’ --જૂન ચેપ્ટર


પ્રગટી ફૂલ આપણ ને પણ પ્રગટ કરે છે ને એક સાવ કાચી માટી નું પૂતળુ તમારી નજરે પડે છે ને તમે કૂતુહૂલતા ભરી 
નજરે તેની બાજુ માં પડેલી તખ્તી વાંચો છો ને તમારી નજર ભીંજાય છે ને ત્યાં જ વરસાદ ચાલુ થાય છે. તમે છત્રી ખોલી આંખો લૂંછી બીજી તરફ થી આવી રહેલી ટ્રેન ને નિહાળો છો. પાંચેક મિનિટમાં ટોળા માંથી આગળ ખસતા છત્રી વાસી તમે ટ્રેન માં બેસો
 છો ને ટ્રેન ચાલુ થાય છે . તમારું મન ચગડોળે ચડે છે ને મનમાં વિચારો દોડે છે. ગરીબ બાળક ને પૂછો તો કેહશે કે પૈસા છે જરૂરી 
ભણવા માટે જેથી મોટા માણસ બની શકાય. અનાથ ને માટે તો માબાપ પોતાની સલામતી ને રક્ષણ કાજ જરૂરી છે. યુવાન માટે 
પ્રેમાળ સાથી વગર જીવવું છે અઘરું ને વૄધ્ધ ને ટેકો લાકડી નો ...પણ દેશપ્રેમી 'કેપ્ટન રવિ' માટે તો દેશની રક્ષા એજ એક લક્ષ્ય હતું ને તે માટે તેઓ દિલોજાન ન્યોછાવર કરવા તત્પર રેહતા હતા. આર્મી માં જોડાયા ત્યારે તેમની મુલાકાત 'મોતી' સાથે થઈ હતી. મોતી ઘણો સમજુ, ચાલાક માયાળુ ને વફાદાર કૂતરો હતો.અને આપણે જાણીએ છીએ કે જીવનમાં દરેક કામ માં જીવમાત્ર , પછી એ 
માનવી હોય, મૂંગૂ પ્રાણી હોય કે ઝાડપાન હોય પણ તેને ચોક્કસ પણે મૄદુ શબ્દો અને અમી નજરની જરૂર હોય છે. 
સાંજ પડે ને બંને જેવા ભેગા થાય તો પરિશ્રમ ને ટેન્શન તેનુ ઉતરી જાય . મોતી વ્હાલ થી આવકારે જાણે કે આખા દિવસની
 તેની આતુરતાનો અંત આવ્યો છે. રોજ રોજ નવી નવી વાતો, રમતો ને ગમ્મત થી ઘાસમાં આળોટતા બંને જણા 
કેટકેટલું વ્હાલ વરસાવતા,હસ્તા હસ્તા દોડતા ને હાંફતા પણ હસતા જાણે ...ને રમ્યા પછી જે ભૂખ લાગે ત્યારે સાથે જમતા પણ ખરા. જમ્યા પછી નો પ્રોગ્રામ રેહતો કે સાહિત્ય રસિક કેપટન પોતાની નોંધપોથી માં રોજ કંઇક ટપકાવતાં...ને આજે અચાનક આવું 
લખાઈ ગયું તેમની રોજનીશી પછી.
ઉપવન ભવનમાં રેહતા હતા 'મોતી' સાથે
માતૄભૂમિનું રક્ષણ કરતા 'કેપ્ટન રવિ' સાથે
મૈત્રીના સંબંધો માણે અધૂરી ઝંખના સાથે
ગૂંચવાયેલી ક્ષણો  ઉકેલે પળભર માં સાથે
આતુરતાતો એટલી ઘરતી ચૂમે ના પગસાથે
મોતી વ્હાલો હાથ આપે રવિ પ્રેમાળ સાથે
કુદરતમાં શું વસંત ઉગી ભળ્યો ગેલમાં સાથે
સક્રિય કેપ્ટન યુવાન લાગે વિરાટ પગલાં સાથે
સમજણભર્યો વ્યવહાર રાખો સૌ મિત્રની સાથે
વાણીને પાણી ગાળી ને વાપરો ને રહો સાથે
----રેખા શુક્લ
પાછળ પાના ફેરવતા પાછું કંઈક યાદ આવ્યું ને વાંચતા વાંચતા બીજું ટપકાવ્યું. છાપા ઓ ઉથલાવતા કે મજેદાર સાહિત્ય વાંચતા તો તેમની ખુરશી ની નજીક પગ પાસે મોતી બેસે ચૂપચાપ. જો કેપ્ટન પાણી પીવા પણ ઉઠે તો તેની આઈબ્રો ને કાન ઉંચા કરી પૂંછડી પટપટાવતો મેક શ્યોર 
કરે માલિક બરાબર છે ને...!! ને પટુડો થતો ટી.વી જોતા કેપ્ટન ના ખોળામાં બેસી નિરાંત નો દમ
ભરતો. કેપ્ટન પણ હતા પ્રેમાળ આફટર ઓલ ડોગ ઇસ ધ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ !! એક વાર તો જાણભેદુ જાસુસે કેપ્ટન પર હુમલો કરવાનો પ્રયાસ કરેલો ત્યારે પોતે ગોળીથી વિંધાયેલો ને રવિ નો જાન બચાવેલો 
આટલો તો તે વફાદાર હતો. તેની કૂતુહૂલતાનો પાર ન્હોતો, જરાંક અવાજ ઉપર-નીચે બહાર કે 
અંદર થયો નથી ને તેના કાન સરવા થઈ જતા. ઉંચી ડોક કરીને હં હં બે બાજુ મોઢું ફેરવતો તેની પ્રશ્ન પૂછતી આંખો જોઈ કેપ્ટન કામ ડાઉન ને સ્ટે ઓર્ડર કરતા તેના પર હાથ ફેરવતા. ગળામાં તેના નામનો 
ટેગ રણકતો ને લાંબી લીશ લઈ આવી વોક માટે રેડી રેહતો. બંન્ને નીકળે ....ટપ ટપ પટ પટ ચાલતો. ફૂલ , પાંદડા, બરફ , વરસાદ, ખિસકોલી, પતંગિયું કે પક્ષી કે 
ઇવન પોતાના જ પડછાયા નો રસપ્રદ અનુભવ માણતો. કેપ્ટન તેની સારી બિહેવીયર ને બિરદાવતા 
ડોગી ટ્રીટ આપી બોલે ગુડ બોય ને સરપ્રાઈઝ્ડ બાઉન આઇઝ તેમને તાંક્યા કરે. 
જતા કેપ્ટન ને પાછળ આગળ ઘૂમી ને આગળ પાછ રાહ જોતો રહે...રોજ નો આ જ ક્રમ કે 
ટ્રેઈન સ્ટેશને મૂકવા જતો. ટ્રેન ઉપડે ને પોતે જાતે એકલો ઘરે આવવા પાછો ફરે. રસ્તામાં આવતી બેકરી વાળા તેને ડોગ બિસ્કીટ ની ટ્રીટ ધરે તે લઈ જાણે બધા ને હલ્લો હાય કરતો ઘરે ફરે.શોપ કિપર પણ તે ને બરાબર જાણતો તે પાસે બોલાવે ને વ્હાલ થી હાથ ફેરવી ટ્રીટ આપે. હાઈ ફાઈવ આપે મોતી પોઝ 
થી રોજ નો આ જ ક્રમ કદી ના તૂટતો. 
પણ એક દિવસ જ્યારે કેપ્ટન  જવા તૈયાર થતા હતા ત્યારે મોતી ભૂંકતો ને રોકતો હતો. જવા માટે રોકતો 
હતો જાણે આગાહી જાણતો હતો.એક્ચ્યુઅલી આગલી રાતે પણ રડતા રડતા ભૂંકતો હતો. તે છંતા કેપ્ટન ગયા ને ટ્રેન નો ભયંકર એક્સીડન્ટ થયો ને તે કદી પાછા ન આવ્યા. 
એ સાંજ મોતી આખી રાત ટ્રેઈન સ્ટેશને રાહ જોતો બેઠો રહ્યો. મોટુ સ્નો સ્ટોર્મ વરસાદ ને બરફના કરા પડ્યા પણ એ ના જ હલ્યો.
બીજે દિવસે પણ તેની સામે જોઈ જે કોઈ એના નામથી જાણતું તે બે ઘડી બોલી ને પસાર થઈ જતું પણ ન તો તેણે પૂંછડી પટપટાવી કે આંખો ઉંચી કરી ને ઉત્સુક્તા કે વ્હાલ દર્શાવ્યું. 
એ તો બસ રાહ જોતો હતો કેપ્ટન રવિની !! બીજે દિવસે ખાધા પીધા વગર નો રાહ જોઈને કંટાળેલો 
અમીટ નજરે જતી આવતી ટ્રેન ને 
ભીની ને ધુંધળી આંખે જોઈ રહ્યો...સાંજ પડતા તેણે પણ કાયમ માટે આંખો મીંચી દીધી . અતૂટ મૈત્રી ને આતુરતાની પરમસીમા ની ગરિમા જાળવવા ગામવાળા ઓ એ નક્કી કર્યું ને મોતીનું સ્ટેચ્યુ બનાવ્યું ને 
તે જ જગ્યાએ રાખ્યું. એની જેમ એના માલિક ની રાહ જોતુએ સ્ટેચ્યુ જોઈને યાદ અપાવતું મોતી ની 
વફાદારીની વાત. 
ન્હાના ભૂલકાં સાચું કૂતરું માની પંપાળી પણ જાય છે તેની પ્રેમાળ આંખો જોઈને જાણે ખુશ દેખાય છે. 
---રેખા શુક્લ