શનિવાર, 9 એપ્રિલ, 2016

તસવીર બોલે છે – મે ચેપ્ટર


પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મે, આજ મૈં આઝાદ હું દુનિયા કે ચમન મેં આ શબ્દો સમજુ તે પેહલા મન ના ઉઠતા તરંગો ની શી વાત કરું ? ને સમજાવું તમને કે ધક ધક દિલ માં ઉડે પતંગિયા, સપના માં મોગરા ના ફૂલો યુનિફોર્મ માં ઘૂમે ને આકાશ તો મુજ અગાશી માં મળે. શબ્દો મનમાં ટપકે ને લાગે છપછપ મારે ધૂબાકાં, આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક...યક ! શાક તો ભાવે નહીં વાદળ પાછળ પાછળ દોડું ને વંડર વુમન ની જેમ ઉડું ..સુપર મેનની શોધમાં ગગને વિહરું ! બરફ ના પહાડ ની લીસ્સી લપસણી એ ઉતરું , તું આવી ને અડે વાદળ ચલ પાલખી તારી કરું. છૂપાછૂપી ખેલુ તારલા સંગ ખોવાઈ જાઉ સિતારી ઓઢણી પેહરી. ફાગણ ફોરમાતો આવ્યો કેસુડે ને ઝાંકળ બની ને દદડું હું પાને થી પાને...સર્ ર્ ર ર !! મારા જ પડઘે ડરી જાંઉ ને વીજળી માં થરથરી જાંઉ છું. ચપટી વગાડું ને ગુલાબ ની ગાદી એ બેસી ને ફૂલોને આપુ ઠપકો ને પછી કરું છું વ્હાલ. મા ના હાથ ના કોળિયાનો સ્વાદ મમળાવું છું...જીતી ને જીવી જાંઉ છું !! વનવેલ ફૂલી વાસંતી રાતે મહોર્યા આંબા ને કદંબે ટહુકી કોયલડી ! ઉષ્મા ઘરી ને ચાલુ મસ્તાની ચાલે, ઠપ ઠપ એક લસરકો ...પાછળ ઘસરકો તારલા ની ચકમકે ! પકડાપકડી માં આગળ હું ને પોરવું શમણાં ની માળા. પળ વેરાઈ ને પંખી રડ્યું પડે ચીલો રૂપેરી ! સર્પસીડી સૂર્યાસ્ત ને સૂર્યોદય ને સોના નું પિંજર મસ્ત યાદો.
હું જ ઉમંગ ને હું જ તરંગ
સરકતો રહું ઉડતો છું રંગ

થડ તોડી ને કૂંપણ છું અંગ
દ્રઢ્ઢ મને શમણું લાવું રે સંગ

સાવ અટૂલો ભાગી રહ્યો છું પણ મનમાં કર્યો છે સંકલ્પ તે પૂરો કરી ચાલ્યો જવાનો ને હા, જો જો યાદ તો  રહી જ જવાનો.

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં ….મનોજ ખંડેરિયા

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
નાનપણ થી દોડવાનું શીખ્યા બસ જીવનભર દોડતા રેહવાનું, ખુલ્લી આંખે સપના ભાગે તારલિયા સંગ જાગે. હું ખોવાઉ મુજમાં આખું અંતરિક્ષ જ જાણે મુજમાં. હરણફાળ ભરી ને મૂકો દોટ બસ જર્ની તમારી થઈ છે શરૂ, વૃક્ષ થઈ ને ઉગી નિકળ્યો છું આકાશ આંબવા મથી રહ્યો છું. કોણ રક્ષક ને કોણ ભક્ષક ? બારણું જો બની ગયો માળો તોય ગોતી રહ્યો છું. મૂળ સોતો ઉખેડ્યો છું ગુસ્સા માં ને જુસ્સા માં ઝાઝો મથી રહ્યો છું. દસ વર્ષનું સ્પંજ છું દૂર મારી મંજીલ છે જયાં તે તરફ પ્રસરી રહ્યો છું. પથ્થર માંથી શિસ્ત કંડારું તો કઈ બની શકું છું. પ્રત્યેક આશા નિરાશા ના ઉઝરડાએ ફરી ફરી કૂંપણે ફૂંટી રહ્યો છું. કાર્લ માર્ક્સ ની શબ્દછબી ને મઢી ને મૂકાઈ અહીં કે 
અમીર ઘરનો ભણેલ નબીરો પૂરો, તે છંતા; ભમ્યો ભટકતો તું રંક દૂર દેશ નિર્વાસને
પ્રકોપી સળગાવતો કલહ દેશ વિદેશમાં ;કશાગ્ર કલમે તુ બીજ સહુ રોપતો ક્રાન્તિના
ને વધુ જરાંક આગળ ને વાગે ત્યાં ઠોકર પણ વધવાનું તો આગળ જ ને ? ના ઓળખું કશું, બદલાયું બધું, ક્ષુબ્ધ ...હું શોધતો ફરું અધીર 
કિશોર મુગ્ધ...બારીએથી બાહ્યાવલોકન ને મોત ખખડાવતું બારણે..પુનરુથ્થાન માં ભાગ્યા કરો. આવા જ પડધાઓ માં હું ખોવાયો છું. ડરું છું જો ઉંચકીશ અહમ નું પિંજર તો પછી હેઠું ક્યાં કદી મૂકાય
છે? પા્છું યાદ આવ્યું કંઈક જો હું જ એક ઝાડ છું ... હું જ એ ઝાડની ડાળી પર બેઠેલો કાગડો. હું જ એ કાગડાની ચાંચમાંની પૂરી હું જ એ ઝાડની નીચે ઊભેલું શિયાળ પણ.મને કોઈ ખ્યાલ પણ નહોતો કે મારે જીવવી પડશે બચપણમાં સાંભળેલી આ વારતા!– પન્ના નાયક
સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે –એ તરતો કેમ નથી?– પન્ના નાયક
નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે કે હું દોડુ છું તેથી જ તો જીવું છું કશા પણ વળગળ વગર !! બહુ સમજવા જેવી વાત છે કે આપણા અહમ ને પોષવા, આપણું 
મહત્વ જાળવવા બીજાને અધમૂઆ મારીને પણ લોકો ભાગી રહ્યા ખબર નથી ક્યાં પહોંચવાના ? ઓઢી ઓઢણી તારલિયાની કે મા નો પાલવ છે તે તો. લોકો કહે છે એઈમ હાય ! રીચ
ધ સ્ટાર ! હા, મારી હસ્તી નો પૂરાવો મારે પણ છોડવાનો ને ભાગવાનું આગળ ને આગળ. ખૂબ સુંદર પ્રતિમા ને પ્રતિભા છે તારી ...પૃથ્વી તો તમને પાયે લાગે ને જગત જોડે બે-હાથ
કે તમને મળવા "મા" મૂકુ છું હવે દોટ !! આવું ને મળું અને ભળું તુજ હૈયે . રાખજે આવ્યો છું સદાય તુજ સંગે કે પૂષ્પ થઈ રેહવાનું મારે તુજ ચરણે. મંગલ મંદિર ખોલો કે આવ્યો છે શિશુ ભાગતો ભોળો. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? સંબંધના સમીકરણોનું સનાતન સત્ય , હા કદાચ કડવું વખ જેવું સત્ય. પણ સત્યનોજ થયો છે ને વિજય. અજન્મ્યા ને 
જન્મનો ભય, જન્મ્યાનો જીવ્યા નો ભય ને જીવન ને મોત નો ભય. કોઈ તો ચાલો સંગ કે મે તો મૂકી છે દોટ !!“I will love the light for it shows me the way, yet I will endure the darkness because it shows me the stars.” ~ Og Mandino

----રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો