ગુરુવાર, 28 એપ્રિલ, 2016

ત્રિપુટી


ત્રિપુટી-પ્રેમ , શ્રેયા અને કામ્યા ....ઘણું ખરું જ્યારે જુવો ત્યારે ભેગા જ દેખાતા હોય પ્રેમ ને કામ્યા ની જોડી ને આ બાજુ મૌલીને ને તો ચળવળ ને આંદોલન માં મોખરે રેહવું જ ગમે એમાંય જ્યારે કોલેજ ની ફી માં ખાસ્સો એવો વધારો જોયો તો મૌલીન ચૂપ ના રહી શક્યો. મોટા મોરચા સાથે આંદોલન ચાલુ થયું હતું. ત્રિપુટી પણ સંધમાં જોડાયેલ જ હતા. ને હા,આ મૌલીન તો કેટલો બધો દેખાવડો હતો કે કોઈ પણ એના પર મોહી પડે તો નવાઈ નહીં. કામ્યા ને પ્રેમ સાથે હરતા ફરતા પણ તે બહુ વિચારી વિચારી ને ભળતી. મનમાં પ્રેમ થી વધુ મોહક દેખાતો મૌલીન મનોમન ગમતો પણ હૈયા ની વાત હોઠે કદી ના આવી જાય તેથી સંભાળી ને આગળ પાછળ ફરતી જોવા મળે. વંડરીંગ આઈઝ તો ના કેહવાય પણ મોહી પડેલી તો તેની આંખો પરથી ક્યારેક લાગી આવતું. પ્રેમ ને કામ્યા ખૂબ ગમતી પેહલેથી જ. હજુ ક્લાસ ચાલુ થવાને ૧૫ મિનિટ ની વાર હશે ને તેઓ મળેલા, બંને એક્લા વેહલા આવ્યા હતા. હાય-હલ્લો ને સ્મોલ ઇન્ટ્રો થયા પછી રોજ ક્લાસ માં ને લાયબ્રેરીમાં સાથે નજરે પડતા. બંને ના વિષયો પણ સરખા હોવાથી બધી નોટ્સ પેપર્સ વગેરે માં સમાનતા હતી. એક કરતા બે ભલા માની નોટ્સ શેર કરે સાથે હરે ફરે, ક્યારેક પિકનિક કે પીકચર નો પણ બ્રેક લે. આ બાજુ શ્રેયા કામ્યા ની હાઈસ્કુલ ની બહેનપણી હતી. તો ઘણું બધુ બંને માં કોમન હતું. પણ શ્રેયા થોડી વધુ પ્રેમાળ ને ડાહી છોકરી હતી. કામ્યા ના લાંબા ભરાવદાર વાળ ને તેની લટો તેના ઝુમખાં ને ચૂમતી ત્યારે શ્રેયા સીધી સાદી લાંબા વાળનો નારિયેળી અંબોડો વાળતી. એના કાનમાં લટકણીયા પણ એની આંખોની જેમ ચમક્તા હોય. પાણીદાર અણીયારી આંખો ને તેની સાદગી પર બધા ફિદા થઈ જતા ને તેને ઘણી વાર કોમ્પલીમેન્ટ મળતું, તે સાંભળી શરમાઈ જતી ને ગાલ ના ખંજન હસ્તા બહુ ઉંડા પડી જતા. કામ્યા ની કામણગારી આંખો તો લાગ જોઈ ને ખુલી ના ખુલી ને તેની લાંબી આંગળી શ્રેયા ના કમર તરફ વળે ને ચૂંટલો ભરે ને શ્રેયા થી ના રેહવાય..."ઓય મા", કહી પડે ને ખડખડાટ હસી પડે કામ્યા સ્ટોપ, સ્ટોપ મને ગલી થાય છે બહુ ! પ્રેમ કામ્યા ને માંડ માંડ વારે કે "બસ કર ને કામ્યા તેને બિચારી ને શું કામ હેરાન કરે છે !" દૂર થી ઝંડાઓ સાથે ને મોટા મોટા લખાણો લખેલા પાટિયા વચ્ચે મૌલીન બીજા સ્ટુડન્ટ્સ ની વચ્ચે મોટા મોટા નારા ઓ કરતો દેખાતો હતો. સપના ના સેલ ઘટાડેલા ભાવે મળે પણ મોંઘવારી તો સૌને નડે. જેને ભણવું છે પણ આટલી બધી ભારેખમ વધારા વાળી ફી થવાથી ઘણા બધા ને પોસાશે કે કેમ ? અને તેથી કાં તો ડ્રોપ આઉટ થઈ માતા-પિતાના વ્યવસાયમાં જોડાશે કાં તો રઝળી પડશે માનવ-મેદની ના મેહરામણમાં !!
પ્રેમ ની સાથે કામ્યા પણ નીડર નેતાગીરી કરતા મૌલીન થી પ્રભાવિત તો હતી જ.પાછા ફરતા સોમીત્રો ફોટોગ્રાફરે કરેલી ઓફર યાદ આવી પણ આ રાત કઈ રીતે જશે..અડધી રાત ની ફ્લાઈટ છે ! આંખો સખત ભારે હતી પણ ચિંતા સતાવતી હતી મૂળ તો પાછા ફરવાનું કારણ પણ કાશીબા ના આલસાઇમર નું હતું. બિચારા કાશીબા એ કેટલા સારા હતા અમે ગમે ત્યારે ટપકી પડીએ ને અમને બધાને પ્રેમ થી બોલાવે ખવડાવે પીવડાવે ને પછી જ જવા દેતા. આલસાઈમર તો કેટલો મોટો રોગ છે મોહમદ અલી ફાઈટર-પછી બેક-ટુ-ફ્યુચર વાળો માઈકલ જે. ફોક્સ ને પણ ને હવે કાશીબા ને, આવું થવાથી બહુ દુઃખ થયું...ને તેને પ્રેમ અચાનક યાદ આવ્યો... ગોવા થી દુર છૂટી પડી ને અચાનક કોલેજ કાળ ની યાદો માં ગરકાવ થઈ ગયેલી. આ હંમેશ સાથે રેહતો પ્રેમ શાંત સ્વભાવનો હતો ને કદી ઝગડામાં પડતો નહીં..! અને હા, શ્રેયા પણ કોલેજ પતી નથી ને શશાંક સાથે પરણી ગઈ આજે તો તેની ખૂબ યાદ આવે છે. આટલું બધું ટેન્શન પોતે કદી નહીં એકલી સહી શકે..મન પોકારી ઉઠ્યું શ્રેયા નો નંબર ઘરે જઈને તરત ડાયલ કરીશ..આ પ્રેમે તો જણાવી દીધું કે મારી મા કાશીબા આલ્સાઈમર થી પીડાય છે તેવું ડોકટરનું નિદાન છે. અને જ્યારે પ્રેમ ને હું તો સિરિયસ ન્હોતા અમારા રિલેશનમાં ...પણ પ્રેમ કદાચ ચોખ્ખુ કહી શક્યો નહિ હોય કે મેં જ મોકો જ ન આપ્યો. સ્પેશયલ ને ક્લોઝ હોવા છંતા સાથે ન્હોતા. કદાચ તે વાત નું કાશીબા ને દુઃખ થયું હશે કે પછી હું જ પ્રેમના રીયલ પ્રેમને સમજી ન્હોતી શકી ..ને કામ્યા તો વધુ ને વધુ ઉંડી વિચારોના વમળમાં ગરકાવ થઈ ગઈ. શશાંક તો કેટલો નસીબદાર કેહવાય શ્રેયા ને પરણી ગયો.
પ્રેમ ની સાથે કામ્યા પણ નેતા થી પ્રભાવિત તો હતી જ.તાકાત , પાવર ગમે સાચું કહું તો કોને ના ગમે આવું બધું તમે જ કહો અને એમાય જ્યારે યુવાન હૈયા ભેગા રોજ રોજ મળતા હોય ત્યારે તો રૂપ-રંગ નજર પહેરવેશ શું શું ન આકર્ષિત ના કરે. પ્રેમ ની સંગંત ગમતી તેણે ઘણી વાર તેના પર કાવ્ય પણ લખેલ પણ કેહવાની હિંમત ન્હોતી કરી શક્યો. હા, એક વાર રમણીય હિલ સ્ટેશન ના પ્રવાસ દરમ્યાન પ્રેમ ને કામ્યા ખૂબ નજીક આવી પણ ગયેલા. કેટલી મસ્ત જગ્યા હતી. દૂર તળેટી માં લીલી છમ્મ હરિયાળી હતી. આ બાજુ દરિયો , નાની નાની ટેકરીઓ ઉતરો એટલે આવી જાય. પાણી માં રમતાં પેલા બતકા ને સીગલ્સ જોઈને એક પતંગિયાની પાછળ પડે તેમ દોડાદોડી કરી નાંખેલી..ફૂરરર કરતા ઉડતા પક્ષીઓને જોઈને કામ્યા ખુશ ખુશ થઈ ગયેલી પ્રેમ તે જોઈને મૂંછમાં હસેલો. પછી શંખલા વીણતા વીણતા પણ કામ્યાના પગલા રેતી માં પડતાં તે નિહાળી રહ્યો હતો. તેના એક પગમાં પેહરેલું એન્કલ બ્રેસલેટ તેને બહુ ગમેલું તેમ કહ્યુ ત્યારે કામ્યા બોલી "મારી મોમે લઈ આપ્યું છે ,યુ નો ઇટ્સ વેરી સ્પેશયલ ફોર મી. ઇટ્સ ડેલીકેટ ને ચાર્મીંગ" એના સ્વીમિંગ કોશ્ચ્યુમ પર નજર પડી પ્રેમ તેના વીંધેલા ઉદર ને તાકી રહ્યો હતો. ત્યાં પણ લટકણિયું લટકી રહ્યું હતું...જાણે એક લકી ચાર્મ ન હોય તેમ. ને જરાક થોડું ઉપર તેની પરફેક્ટ બિકિની ટોપ માં ઉભરાઈ રહેલ વક્ષ ને તેથી ઉપર તેની લાંબી ડોક..ને ગુલાબી ભર્યા ભર્યા હોઠ. "કાચની પૂતળી જેવી તું પરફેક્ટ મોડેલ જેવી દેખાય છે " કહી પ્રેમે કામ્યા સામે આંખ મારી ને મસ્ત સ્માઈલ કરેલ. "એય મિસ્ટર સ્ટોપ સ્ટેરીંગ પ્લીઝ પ્રેમ !" કમર નીચેના ભાગ પર સરોંગ વીંટાળતી તે બોલી. ઇન્દ્રધનુષ્ય જેવી લોચ કમર ને અડ્યા વગર પ્રેમ રહી ના શક્યો. ને ત્યાં તો શ્રેયા આવી ગઈ " ચાલો, બધા વોલી બોલ રમે છે અને પેર બનાવે છે એક ગેમ થઈ જાય રસાકસી મેન વર્સીસ વુમેન !!" મળ્યા વગર બંને શ્રેયા સાથે આગળ વધ્યા. રંગમાં ભંગ ના પડ્યો હોત તો કદાચ પ્રેમ કંઈક બોલ્યો હોત ! ઉજાણી ચાલુ થતા પેહલા એક વોલીબોલ ની ગેમ પણ પતી . દરિયા પાસે કેટલાંક અંદર તરવા માટે પડ્યા ને કેટલાંક કિનારે છબછબિયા કરતા દેખાયા. દરિયા ની છોળો ને ઘૂંઘવાટ, શંખલા ને છિપલાં, સૂરજ નું પાણીમાં ઢળવું ને ઢળતા સૂર્ય ના કેસરીયાળા કિરણો નું કામ્યા પર પડવું...વાહ્ ! કંચનવર્ણી કોમળ કાયા સોનેરી ચમકતી હતી ને તેની આંખો તો એટલી બધી માદક લાગતી હતી કે ના પૂછો ને વાત..! અચાનક પાણી ની છાલક તેની આંખમાં પડતાં તે જાણે તેના વિચારો માંથી જાગી પડ્યો. ખિલખિલાટ હસતી કાવ્યા ને શ્રેયા પાણી ની છાલકો થી તેને ભિંજવી રહ્યા હતા. પાછા કાશીબા યાદ આવ્યા..કામ્યા ના શરીરે પ્રસવેદ બુંદો ને રોંગટા ઉભા થતા અનુભવ્યા.આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી તેના મનમાં એક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ તેની આંખમાં ડોકાતો પણ હતો. કે કાશીબા ને હવે જલ્દી મળવું છે મારે હવે ઘરે જવું છે. પ્રેમ ને શ્રેયા પડખે આવી ને ઉભા તો રેહશે ને ! મારા એકલાથી આ બધુ કેવી રીતે સહન થશે. ટેન્શન્ હેડેક ની અનુભતિ થઈ. પ્લેનમાં મોટા ભાગના લોકો સૂઈ ગયેલા પણ કામ્યા તો અંધારા માં પણ ટગર ટગર તાંકતી વિચારી રહી હતી કે કાશીબા નું શું થાશે ? ઉપર બટન દબાવતાં વેંત જ એર હોસ્ટેસ હાજર થઈ તેણે પાણી માંગ્યું ને હેડએક ની વાત પણ કરી. "જસ્ટ અ મિનીટ ! ઇફ યુ વોન્ટ આઈ કેન ગીવ યુ પેઈન કીલર " "યસ,પ્લીઝ્" "આઈ થીંક આઈ નીડ વન. ઇટ વોઝ લોંગ ડે" બે મિનિટમાં વોટર ને પેઈન કીલર લઈને તો એર હોસ્ટેસ હાજર થઈ . એણે જોયું કે કામ્યા પોતાની આંગળી થી કપાળ ને લમણાં ને મસાજ કરી રહી હતી. " હીયર યુ ગો, પ્લીઝ્ ટેક ઈટ એન્ડ ટ્રાય ટુ ટેક અ નેપ" ઓવર એક્ઝોસ્ટેડ કામ્યા થોડી વાર વિચારતી રહી પણ પછી ખૂબ થાકેલી પણ હતી તો ક્યારે નીંદર આવી ગઈ તે ભૂલી ગઈ. ગોવા ના કિનારે સ્વીમીંગ પોઝીઝ લીધેલ તે દેખાતા હતા. ઉંચી ઉંચી નારિયેળીના બેક ગ્રાઉન્ડ પાસે ને પછી થડ ના ટેકે કમર વાંકી કરીને પોઝીઝ લેવાયેલા. ને સોમીત્રો તો આમેય નફિકરો હતો ને સુંદરતા પાછળ પાગલ જ સમજો..જેમ સેક્સી પીક્સ તેમ તેના વધુ પૈસા ને વધુ માર્કેટિંગ તો ટ્રીપ સફળ !! નારિયેળી ના લીવ્સ ની હટ પાસે હેમોક (સ્વીંગ ) હતું તો ત્યાં પણ કામ્યાના પીક્સ પડ્યા ને છેલ્લે રેતી ચોંટેલ બિકિની ટોપ ના અડધા પાણી માં પાડેલા તે પણ લેવાઈ ગયેલા ને પ્રેમ નો ફોન આવેલો. હા, રેત સાફ કરી ના કરી ને પ્રેમ ના શબ્દો એ કાશીબા ની વાત યાદ આવી ને સફાળી તે હબકી ગઈ. હ્રદય તો ધક ધક જોરથી ધબકી રહેલું. આ અમદાવાદ ને આવતા કેટલી વાર ! મારે જલ્દી ઘરે જવું છે કાશીબા પાસે. પાછી શ્રેયા યાદ આવી. કે છ મહિના પેહલા શશાંક સાથે લગ્ન તો થઈ ગયેલા પણ તે પછી રોજ નું મળવાનું જાણે બ્ંધ થઈ ગયેલું. વીક પછી બધા મળ્યા ત્યારે બ્ંને ખૂશ દેખાતા હતા. સારું થયું ચલો પણ હવે આઈ નીડ હર ફોર મોરલ સપોર્ટ આઈ કેન્ટ ફેઈસ અલોન ! પોતાના ફોન માં તેણે ટાઈમ ચેક કર્યો ને પછી આલસાઈમર માટે શું શું કરવું ને શું શું થશે જોવાનું તે તેણે ગુગલ કર્યુ ને તે વાંચવા લાગી કારણ કે હજુ તો વન મોર આવર પછી અમદાવાદ એર પોર્ટ આવશે ને તે પછી ઘરે પહોંચતા બીજો અડધો કલાક તો લેટ મી રીડ એમ વિચારી તે વાંચવા લાગી.
--- ---રેખા શુક્લ💓

બુધવાર, 13 એપ્રિલ, 2016

બેબી મોના


માઈક ને મોના ના લગ્ન થોડા મોડા થયા પણ મોના શું કરે ? તેના ડેડી ન્હોતા ને શી વોઝ થોડી શાય પણ ખરી. સ્નો પડેલો ને કોલેજ ના પાર્કિંગલોટ માં તેની કાર સ્ટાર્ટ ન્હોતી થતી.ત્યારે માઈક ઉભો રહ્યો તેના માટે ને તેમની ઓળખાણ શરૂ થઈ." કેન આઈ ડુ સમથીંગ ફોર યુ મીસ... ? હાય આઈ એમ માઈક " મફલર ને વુલન હેટમાં સંતાડેલા તેના વાળ અચાનક છોડતા તે બોલી " યસ પ્લીઝ આઈ એમ મોના એન્ડ ધેર ઇઝ સમથીંગ રોંગ વીથ માય કાર કેન યુ લુક એટ ઇટ પ્લીઝ?" કાર માં બેટરી નો પ્રોબ્લેમ હતો તેણે જ્મ્પર કેબલ થી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ નો યુઝ !! "યુ નીડ ન્યુ બેટરી" બટ આઈ કેન હેલ્પ યુ ઇફ યુ બાય ન્યુ બેટરી આઈ વીલ ઇન્સ્ટોલ ફ્રી. હોપ ઇન લેટ્સ ગો આઈ કેન ગીવ યુ રાઈડ નાઉ"

 "ઓહ ઓકે થેનક્યું" અચાનક ક્યાં ભાગી ગઈ શરમ અને ક્યાંથી આવી ગઈ હિંમત કે તે ચાલી નીકળી. ક્યારેક અજાણ્યા કેટલા જાણીતા જાણે લાગે છે. કે વી સ્ટાર્ટ ટ્ર્સ્ટીંગ ધેમ. બસ આવું જ કંઇક બન્યું ને રોજ ની મુલાકાતો આખરે સંબંધ બની ગઈ ને પછી બંને ના લગ્ન પણ થઈ ગયા. એલિઝાબેથ માઈક ની મોમ ને મોના ની મોમ સોનાલી લાઈબ્રેરી માં સાથે જતા ને બુક બડીઝ પણ હતા. ક્યારેક સાથે મોલ માં જતા તો ક્યારેક મૂવી ને લંચ સાથે લેતા. પણ અચાનક એક વાર સોનાલી ગ્રોસરી કરીને આવી રહી હતી ત્યારે એક ટીનએજરડ્રાઈવર સાથે કાર નો એક્સીડન્ટ થયો. કાર ટોટલ થઈ ગયેલી ને સોનાલીને ખૂબ વાગેલું. એમ્યુલન્સવાન ને પોલીસ ભેગા મળી હોસ્પીટલ માં લઈ ગયેલા જલ્દી. ટીનએજર વોઝ ડેડ ઓન ધ સ્પોટ ! વાંક તેનો હતો કેમ કે તે ટેક્ષ્ટ કરતો હતો ને ડ્રાઈવ કરવામાં ધ્યાન ઓછું આપતો હતો. બિચારી સોનાલી વિના વાંકે હોસ્પીટલ ભેગી થઈ. સખત વાગેલું તેથી ઓબ્વીયસલી રીકવરી થતા વાર લાગી. પોલિસ સ્ટેટમેન્ટ ને ઇન્શ્યોરન્સ ક્લેઈમ માટે તપાસ જારી રહી. મહિનો રહી ને ઘરે સોનાલી પાછી આવી ગઈ. હવે મોના બધે સાથે જ જાય છે.

"મોમ વોટેવર યુ નીડ પ્લીઝ ટેલ મી આઈ વીલ ગેટ ઇટ અધરવાઈઝ વી વીલ ગો ટુ ગેધર..!" સોનાલી વચ્ચે બોલી. " બટ આઈ નીડ ટુ ગેટ ઓવર એન્ડ વી નીડ ટુ બાય ન્યુ કાર"
"આઈ કેન નોટ જસ્ટ સીટ એટ હોમ આઈ લાઈક માય ફ્રીડમ !!" માઈક ની મદદે બીજી કાર તે ફરી ચલાવવા લાગી. એપ્રિલ ની પેહલી તારીખે મોના ને માઈકે ન્યુઝ આપ્યા કે ધે આર એક્સ્પેકટીંગ નો-વન બીલીવ્ડ ધેમ.."અરે ઇટ્સ નોટ એપ્રિલ-ફૂલ થીંગ બીલીવ અસ પ્લીઝ !!" "ઓહ માય ગોડ હાઉ સ્વીટ !" કેહતા એલીઝાબેથ  બંનેના ગળે વળગી પડી. "ઇટ્સ અ રીયલી વંડરફૂલ ન્યુઝ માય બેબી!" બોલીને સોનાલી પણ મોનાને કીસ કરવા લાગી.બધા ખુબ ખુશ થયા કેમ કે બ્ંને પેહલી વાર ગ્રાન્ડ પેરેન્ટ્સ થાવાના છે. મુદ્દલ કરતા વ્યાજ વ્હાલુ નેચરલી. મોના ને માઈક  પણ ખુશ હતા. ટાઈમસર પરફેક્ટ બેબી ગર્લ એન્ડ બેબી બોય ના એકસાથે પેરેન્ટસ બની ગયા. તેમને ત્યાં ટ્વીન્સ આવેલા. એક સાથે કેટલી બધી ખુશી મળી ગઈ. ભગવાન ની દયા થી નોરમલ બધુ. આયન ને અંજુ નામ પણ દઈ દેવાયા. સવા મહિનો થયો હશે ને અચાનક એલીઝાબેથે પોતાની નબળી પડતી જતી આંખ ની વાત કરેલી.આઈ ડૉક્ટરે ને બતાવવાથી જાણવા મળ્યું કે ઇટ વોઝ રેટીના પ્રોબ્લેમ.
 છ થી આઠ મહિના બીજા પસાર થયા ને જાણ્યું કે હવે તો બહુ જ પ્રોબ્લેમ છે નજીક નું પણ નથી દેખાતું . આઈ ડોક્ટરે રેટીના ટ્રાન્સપ્લાન્ટ રેકમેંડ કરેલ..વેરી રેર ઓપરેશન પણ અંધાપો ડરાવી રહ્યો હતો. અચાનક એક વાર મોના ને ચક્કર આવ્યા ને તે ઉંચી સીડી પરથી પડી ગઈ. સારું થયું તેની પાસે એક પણ બાળક નહોતું નહીંતર એને પણ ઇજા થાત. માથે મોટો પાટો આવ્યો.  પણ તેનાચક્કર હજુ બ્ંધ થયા ન્હોતા. ભૂલકાંઓ ના જગત માં મા ની ઉણપ આટલી જલ્દી આવી જશે તે તો માઈકે સપના માં પણ ન્હોતું વિચાર્યું. ચક્કર મટ્યા નહીં ને આખરે તે ભગવાન ને પ્યારી થઈ ગઈ. અરે ભગવાન શું કામ આમ કર્યું હશે. પણ જતા પેહલા તેની આંખો એલીઝાબેથ ને ડોનેટ કરી ને ગઈ.
ગદગદ ચેહરે પોતાના ગ્રાન્ડ કીડ્ઝ ને ફરી ફરી કીસ કરતા મોનાની આંખોથી જોયા. ન માનવામાં આવશે તમને પણ્...! પણ આજે પણ 
અંજુ એલીઝાબેથ ને કહે છે કે "ગ્રાની આઈ લવ યોર આઈઝ સો મચ " "આઈ લવ યુ સો મચ " કેહતા એલીઝાબેથ પણ તેને બાઝી વળે છે. ટેકનોલોજી નો સારો ઉપયોગ થાય તે સારું છે. મેડીકલ ક્ષેત્રે કેટલી
બધી પ્રગતિ કરી છે. માઈક વિચારતો હતો કે ક્લોન બનાવી મોના ને જીવંત રાખી હોત તો ? ને મોના ની આંખે તાકી રહેલી એલીઝાબેથ્
તેને પ્રેમથી પ્ંપાળી ને કહે છે આઈ એમ વીથ યુ !!માનવામાં આવે નહીં પણ અંજુ સોળ વર્ષ ની થઈ ગઈ ને એલિઝાબેથ એઈટી ઇયર્સ ની. માઈક ની પડખે ઉભો રહી ગયા આયન ને અંજુ !! બંને ને કોલેજ માં વિદાય એક સાથે કેમ દેવાશે ? ઘર તો આખુ ખાલી થઈ જશે ને માઈક ને પણ જરાય નહીં ગમે. તેણે સોનાલી ને પોતાની સાથે જ રેહવા આવી જવાનું કહ્યું કેમ કે તેની તબિયત સારી નથી રેહ્તી હતી. તો જો સાથે રેહશે તો એક બીજા ના હૂંફે દિવસો જલ્દી પસાર થશે. ધીમા ડગલે ક્ષીણ નજરે સોનાલીએ મોના ના રૂમ માં પ્રવેશ કર્યો. ત્યાં પોતાના બંને નો સાથે પાડેલો ફોટો મઢાવેલો જોયો ને તે રડી પડી. પાછળ થી વળગતી એલિઝાબેથે તેને મોટી હગ કરી. મોના ની નજરો ને તાકતી સોનાલી લગભગ પ મિનિટ સુધી એલિઝાબેથ ને વળગી ને સામે હગ કરતી રહી.
બધુ જ સમયસર ને બરાબર માપસર જ ઉપરવાળો દે છે. આપણે થેંક્યુ ક્યારેક કહીએ પણ કેટકેટલી કંપ્લેન પછી હે ને ? સોળ વર્ષની અંજુને વસંત માં ફૂલો પાંગરે ને મહેંકી ઉઠે તમારું મન તેમ તેને પણ સોહમ સાથે પ્રેમ થઈ ગયો. સોહમ પણ સુશીલ ને ખાનદાન કુટુંબ માંથી આવતો હતો. એલિઝાબેથ ને મળ્યો ત્યારે મોના ની પ્રેમાળ આંખો છલકી ઉઠેલી ને આખરે ભેટી ને આવકાર્યો ને તેણે સંતોષ અનુભવેલો. "માય ડાર્લિંગ સોહમ, વેલકમ ટુ અવર ફેમિલી ડીયર !" ચાર મહિના દર અઠવાડિયે મળતા રહ્યા બધા ને એક સાંજે એલિઝાબેથ ઉંઘમાં જ ચાલી ગઈ પોતાની આંખો ખુલ્લી રાખી ને !! માઈક ને સવારે જ્યારે ખબર પડી મોના ની આંખો ને બંધ કરતા પોતાની મોમ એલિઝાબેથ ની સામે જોઈને બોલ્યો "ગુડ બાય માય ડીયર" અંજુ, આયન ને સોહમ માઈક સાથે પલંગ પાસે ઉભા ઉભા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા. ભીંતે ટાંગેલો ફેમીલી પોટ્રેઈટ હજુ દેખાઈ રહ્યો હતો. કે જેમાં બધા કેટલા ખુશ હતા. ફ્યુનરલ પછી માઈકે તેની કોપીઝ કરાવેલી ને ક્રિસમસ સમયે ફેમિલી પિક ના પર્સન્લાઈઝ્ડ કાર્ડ્ઝ બનાવડાવ્યા હતા. જાણે એને પણ આ છેલ્લી ક્રિસમસ ની યાદો તાજી રાખવી હતી. ભગવાન પણ કોને ક્યારે અને કેમ મેળવે છે તે આપણા સમજ બહાર ની વાત છે. 
---રેખા શુક્લ

શનિવાર, 9 એપ્રિલ, 2016

તસવીર બોલે છે – મે ચેપ્ટર


પંછી બનું ઉડતી ફિરું મસ્ત ગગન મે, આજ મૈં આઝાદ હું દુનિયા કે ચમન મેં આ શબ્દો સમજુ તે પેહલા મન ના ઉઠતા તરંગો ની શી વાત કરું ? ને સમજાવું તમને કે ધક ધક દિલ માં ઉડે પતંગિયા, સપના માં મોગરા ના ફૂલો યુનિફોર્મ માં ઘૂમે ને આકાશ તો મુજ અગાશી માં મળે. શબ્દો મનમાં ટપકે ને લાગે છપછપ મારે ધૂબાકાં, આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક...યક ! શાક તો ભાવે નહીં વાદળ પાછળ પાછળ દોડું ને વંડર વુમન ની જેમ ઉડું ..સુપર મેનની શોધમાં ગગને વિહરું ! બરફ ના પહાડ ની લીસ્સી લપસણી એ ઉતરું , તું આવી ને અડે વાદળ ચલ પાલખી તારી કરું. છૂપાછૂપી ખેલુ તારલા સંગ ખોવાઈ જાઉ સિતારી ઓઢણી પેહરી. ફાગણ ફોરમાતો આવ્યો કેસુડે ને ઝાંકળ બની ને દદડું હું પાને થી પાને...સર્ ર્ ર ર !! મારા જ પડઘે ડરી જાંઉ ને વીજળી માં થરથરી જાંઉ છું. ચપટી વગાડું ને ગુલાબ ની ગાદી એ બેસી ને ફૂલોને આપુ ઠપકો ને પછી કરું છું વ્હાલ. મા ના હાથ ના કોળિયાનો સ્વાદ મમળાવું છું...જીતી ને જીવી જાંઉ છું !! વનવેલ ફૂલી વાસંતી રાતે મહોર્યા આંબા ને કદંબે ટહુકી કોયલડી ! ઉષ્મા ઘરી ને ચાલુ મસ્તાની ચાલે, ઠપ ઠપ એક લસરકો ...પાછળ ઘસરકો તારલા ની ચકમકે ! પકડાપકડી માં આગળ હું ને પોરવું શમણાં ની માળા. પળ વેરાઈ ને પંખી રડ્યું પડે ચીલો રૂપેરી ! સર્પસીડી સૂર્યાસ્ત ને સૂર્યોદય ને સોના નું પિંજર મસ્ત યાદો.
હું જ ઉમંગ ને હું જ તરંગ
સરકતો રહું ઉડતો છું રંગ

થડ તોડી ને કૂંપણ છું અંગ
દ્રઢ્ઢ મને શમણું લાવું રે સંગ

સાવ અટૂલો ભાગી રહ્યો છું પણ મનમાં કર્યો છે સંકલ્પ તે પૂરો કરી ચાલ્યો જવાનો ને હા, જો જો યાદ તો  રહી જ જવાનો.

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લના શબ્દોમાં ….મનોજ ખંડેરિયા

ગુલમ્હોર તળે મૌન ટહૂકંત રોજ રોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

માહૌલ હશે, મ્હેક હશે, ભીનું ભીનું ઓજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ઘેરાય ઉપરકોટ ને ફરતી સ્મરણની ફોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

ગિરનાર ચડ્યે પાંખને પીંછા શો આછો બોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

કરતાલ ને કરતાલ વિષે જબ અલખની ખોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.

તળેટી સુધી ચાલ ગઝલ, ત્યાં પ્રભાતી મોજ હશે,
દેખાય, ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે.
નાનપણ થી દોડવાનું શીખ્યા બસ જીવનભર દોડતા રેહવાનું, ખુલ્લી આંખે સપના ભાગે તારલિયા સંગ જાગે. હું ખોવાઉ મુજમાં આખું અંતરિક્ષ જ જાણે મુજમાં. હરણફાળ ભરી ને મૂકો દોટ બસ જર્ની તમારી થઈ છે શરૂ, વૃક્ષ થઈ ને ઉગી નિકળ્યો છું આકાશ આંબવા મથી રહ્યો છું. કોણ રક્ષક ને કોણ ભક્ષક ? બારણું જો બની ગયો માળો તોય ગોતી રહ્યો છું. મૂળ સોતો ઉખેડ્યો છું ગુસ્સા માં ને જુસ્સા માં ઝાઝો મથી રહ્યો છું. દસ વર્ષનું સ્પંજ છું દૂર મારી મંજીલ છે જયાં તે તરફ પ્રસરી રહ્યો છું. પથ્થર માંથી શિસ્ત કંડારું તો કઈ બની શકું છું. પ્રત્યેક આશા નિરાશા ના ઉઝરડાએ ફરી ફરી કૂંપણે ફૂંટી રહ્યો છું. કાર્લ માર્ક્સ ની શબ્દછબી ને મઢી ને મૂકાઈ અહીં કે 
અમીર ઘરનો ભણેલ નબીરો પૂરો, તે છંતા; ભમ્યો ભટકતો તું રંક દૂર દેશ નિર્વાસને
પ્રકોપી સળગાવતો કલહ દેશ વિદેશમાં ;કશાગ્ર કલમે તુ બીજ સહુ રોપતો ક્રાન્તિના
ને વધુ જરાંક આગળ ને વાગે ત્યાં ઠોકર પણ વધવાનું તો આગળ જ ને ? ના ઓળખું કશું, બદલાયું બધું, ક્ષુબ્ધ ...હું શોધતો ફરું અધીર 
કિશોર મુગ્ધ...બારીએથી બાહ્યાવલોકન ને મોત ખખડાવતું બારણે..પુનરુથ્થાન માં ભાગ્યા કરો. આવા જ પડધાઓ માં હું ખોવાયો છું. ડરું છું જો ઉંચકીશ અહમ નું પિંજર તો પછી હેઠું ક્યાં કદી મૂકાય
છે? પા્છું યાદ આવ્યું કંઈક જો હું જ એક ઝાડ છું ... હું જ એ ઝાડની ડાળી પર બેઠેલો કાગડો. હું જ એ કાગડાની ચાંચમાંની પૂરી હું જ એ ઝાડની નીચે ઊભેલું શિયાળ પણ.મને કોઈ ખ્યાલ પણ નહોતો કે મારે જીવવી પડશે બચપણમાં સાંભળેલી આ વારતા!– પન્ના નાયક
સરોવરના નિષ્કંપ જળમાં ચંદ્રની પ્રદક્ષિણા ફરતી માછલીને કુતૂહલ થાય છે –એ તરતો કેમ નથી?– પન્ના નાયક
નિ:શબ્દ થઈ જવાય તેવી મધુર છતાં ઘેરી ફરિયાદ છે કે હું દોડુ છું તેથી જ તો જીવું છું કશા પણ વળગળ વગર !! બહુ સમજવા જેવી વાત છે કે આપણા અહમ ને પોષવા, આપણું 
મહત્વ જાળવવા બીજાને અધમૂઆ મારીને પણ લોકો ભાગી રહ્યા ખબર નથી ક્યાં પહોંચવાના ? ઓઢી ઓઢણી તારલિયાની કે મા નો પાલવ છે તે તો. લોકો કહે છે એઈમ હાય ! રીચ
ધ સ્ટાર ! હા, મારી હસ્તી નો પૂરાવો મારે પણ છોડવાનો ને ભાગવાનું આગળ ને આગળ. ખૂબ સુંદર પ્રતિમા ને પ્રતિભા છે તારી ...પૃથ્વી તો તમને પાયે લાગે ને જગત જોડે બે-હાથ
કે તમને મળવા "મા" મૂકુ છું હવે દોટ !! આવું ને મળું અને ભળું તુજ હૈયે . રાખજે આવ્યો છું સદાય તુજ સંગે કે પૂષ્પ થઈ રેહવાનું મારે તુજ ચરણે. મંગલ મંદિર ખોલો કે આવ્યો છે શિશુ ભાગતો ભોળો. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? સંબંધના સમીકરણોનું સનાતન સત્ય , હા કદાચ કડવું વખ જેવું સત્ય. પણ સત્યનોજ થયો છે ને વિજય. અજન્મ્યા ને 
જન્મનો ભય, જન્મ્યાનો જીવ્યા નો ભય ને જીવન ને મોત નો ભય. કોઈ તો ચાલો સંગ કે મે તો મૂકી છે દોટ !!“I will love the light for it shows me the way, yet I will endure the darkness because it shows me the stars.” ~ Og Mandino

----રેખા શુક્લ

શુક્રવાર, 8 એપ્રિલ, 2016

“લેટર બોક્સ”



કિરણ બેટા, 
  તું હજુય ના દેખાય એવા એવા વિચારે મને ઢંઢોળી છે કે ન જાણે સ્મૄતિના કંઈ કેટલાયે પડળો ખૂલી રહ્યાં છે. સંબંધના સમીકરણો ખુલે ને મળો ન મળો ને તળિયાં નજરે પડે
તેથી સાચવી ને રહેજે. બારી બહારે શૈશવ તારું જો જાણે ડોકાયું છે.
ઝરમર ઉગ્યા ડાળે ડાળે

ટહુક્યા પંખી પાળે પાળે 
પર્ણો સૂર્ય ને ચાળે માળે
કૂમળાં સપના તાણી માણે
નજરૂં ઝંખે ઓઝલ સ્મર્ણે
---રેખા શુક્લ
પાછલે બારણે થી પ્રવેશી લહેર લઈ જા ઉડ ઉડ પત્ર ઉતાવળો ...જા પુત્તર ની પાસ, પ્રત્યુત્તર લઈ આવજે નહીંતર થઈશ હું ઉદાસ. ભલે તમે લોકો ટેકનોલોજી ને ઈ બધા માં આગળ વધો પણ મોઢું જોઈને જે આનંદ થાય તને ભેટું ને જે સંતોષ થાય તે મારે તો બધું મન મનાવાનું- મન મારવાનું ન ગમે ! તું તારા સંસાર માં થઈ જાય વ્યસ્ત ને મારા દહાડા તો થઈ ગયા છે લાંબા...મૂવો આ સમય પણ, જરાય જતો જ નથી. નથી આવતી ટપાલ કોઈની હવે. તારા વિના જૂઇ ને ચંપો સૂકાઈ ગયા ને ઓલો બટમોગરો ય મરવાના વાંકે માંદો માંદો ઉગે છે મુરઝાયેલો. આતો ઉખડ ઉખડ થાતા ભીંગડા, 
સાંજ ટપકતી રહી રાતે કોઈ આવ્યું નહીં
ડોકાયું આકાશ બારીએ કોઈ આવ્યું નહીં 
કોફી કપમાં ઠરી પ્રતિક્ષા કોઈ આવ્યું નહીં
પંખી જ ગાઈ પોઢી ગયું કોઈ આવ્યું નહીં
---રેખા શુક્લ
તારી બેનપણ ઓલી મંજુડીય દેખાઈ નથી જે દી'થી તું ગઈ બસ ત્યારે છેલ્લે જોયેલી. તને ભાવતી વેડમી (પૂરણપોળી) બનાવાનું બંધ કર્યું છે હવે. બધું બદલાઈ ગયું .મીઠા, મરચાં ને મસાલા વગરની રસોઈ જેવું બધુમ ફીકું ફીકું જીવન અકારું થઈ ગયું છે તે હું કહું છું દીકરા જલ્દી આવને હવે. એજ આશા માં છું દીકરા. લોકો ભૂલી ગયા કે યાદ નથી કરતા ? દેશમાં વસ્તુ અને વસ્તી વધી ગઈ પણ ઘટ્યો છે સંતોષ. પણ મારી મમતા થઈ ગઈ છે આતુર ને અધીરી, વળી વળી ને આપણા શામજીભાઈ પોસ્ટમાસ્ટર ક્યારેક અમસ્થા ખબર અંતર પૂછી જાય છે પણ તેમના હાથમાં વાદળી ઇન્લેન્ડ લેટર હોતો નથી અને મારી નજર નિરાશ પાછી ફરે છે. તોય બીજો દી' થાય ને સૂરજ ઉગે ને એજ ઇંતજાર ...આજે તો થાય કે દીકરા આંખ મિંચાઇ જાય તે પેહલા આવી જા, તારું મુખડું દેખાડી જા. આંખની તરસ અને આંસુની ભીનાશથી લાગે છે આવે છે ઝાંખપ હવે !! 
જુઓ બોક્સ સાઈઝ્માં બોક્સ ના નામ અલગ છે
તમને ખપે ના ખપે તો પણ પૂરાવું પડે છે (૧)

સગપણ નામના બોક્સે ઓળખાણ ભરી મૂકી છે
ગોળ પીઝા ચોરસ બોક્સે ભૂખ ભરી પડી છે (૨)

ડોક્ટર આપે લખી મોત નામે દવા ભરી જડી છે
ઘુંઘટે શરમ છૂપી ને કફન બોક્સે દેહ પડી છે (૩)

ઝીણકા બોકસે વીંટી નહીં પ્રપોઝલ ભરી મૂકી છે
ગંગા-જમના નીકળે છે રડે પર્વત તો મળી છે(૪)

કૂદકાં મારી ભાગે માછલી સાગરે બોક્સે જડી છે
લીધા શ્વાસ કોખે ત્યારે જગત બોક્સ માં રડી છે(૫)

મારે ટપલી શીખે રડતા લીધા શ્વાસ હ્રદયે ભળી છે
ઘર નામે બોક્સ માં લાગણીઓ વસી ઉછરી છે(૬)

વૄધ્ધત્વ રૂંવે આશ્રમ બોક્સે સમજણ થોડી પડી છે
માળા નામે બોક્સ્માં વ્હાલ પંખીડે અડી છે (૭)

ઘર બદલ્યુ વિદાયવેળાએ સાસરિયે સગાઈ છે
મંડપ-સ્તંભ-ચોરી ફેરા, બંધન-વ્હાલે વળગી છે(૮)

સઘળું છોડી કબરે કે કળશે અસ્થીમાં ગૂમ બળી છે
સ્ટેશન સ્ટેશન જર્ની ફરતી કરાવે ટ્રેન વળી છે(૯)

જીવ પ્રકાશી ઝળહળે રે બ્રહ્માંડી બોક્સમાં ભળી છે
જ્યોતિ નામે આંખ કરે અવલોકી ને ઠરી છે(૧૦)
----રેખા શુક્લ
તું ખોળામાં બેસે ને વર્ષગાંઠ્ની કેક ખાય બધુય યાદ આવે છે.શું કરું બેટા, મા છું ને ? જાન લઈ ગઈ "જાન" મારી  આંગણ સૂનું ને દિલમાં ખાલીપો. પીપળાની ડાળે ખાલી ઝૂલે છે ઝૂલો. હવા ને શું ખબર દીકરા વગર નો ખાલી ઝૂલો ના હલાવાય. સંતોકમાસીએ છેલ્લા અઠવાડિયે ત્રણ વાર યાદ કરેલ. તારા વગર ખાંડવી ને તને ભાવતી હાફૂસ કેરીનો સૂંડલો મારે ભાણીયા ને પાછો લઈ જવા કહ્યું તે ઇ લઈ ગયો કેમ કે તારા વગર કંઇ નથી ભાવતું મને. 
શબ્દોના જ પરિચય નો સંબંધ છે
લાગણીઓ હ્રદયની હંમેશ અંધ છે
ક્યારેક ખીલે છે ફુલ પાનખર માં
પ્રસંગોને ન હોય બંધ કોઇ સંબંધમાં
બાજુવાળા અમુકાકા કાલે તારે ગામ આવે છે તો તેમની સાથે આ પત્ર મોકલું છું સાથે સુખડી નો ડબ્બો ને ઝીણા મોતી નો સેટ છે રાખી લેજે ને પહેરજે હા.  તારી ઢીંગલી માટે ઘૂઘરીવાળી ઝાંઝરી પણ છે હો બેટા !! આખા ઘરમાં છમછમ પેહરીને નાચશે.
તને પણ મને મળવાનું મન થતું જ હશે હા, દીકરો કહુ પણ દીકરી એ તો સાસરે જ રેહવું પડે ! મારો ડાહ્યો દીકરો, બહાદુર દીકરો તું ...આખુંય ઘર સંભાળી લે છે અને મનોરમાબેન તો વખાણ ખૂબ કરે છે. સાચું કહું મોં તો સાકર ખાધી હોય તેવું ગળ્યું ગળ્યું થઈ જાય છે સાંભળીને હો ! ભાણીયો કોઈ રૂપાળી ને મળ્યો છે તો લગ્ન લેવાનું કહે છે. માગશર મહિનામાં તો અગાઉથી સાસરેથી રજા ની સગવડ કરી લે જો જેથી બેચાર દા'ડા અહીં રોકાવાય. બધાને મારી યાદ ને ઢીંગલીને વ્હાલી વ્હાલી સાથે ઝાઝેરાં આશિષ. જમાઈને કરું છું યાદ હવે એજ મારા સાચા દીકરા, એક ના એક દીકરા. હું તો ખર્યું પાન કેહવાંઉ તું શ્રાવણ મહિનામાં બિલિપત્ર ચઢાવા જાતી હશે. આ પગ ગયા પછી હવે ઘરમાં જ શિવલિંગ પર અક્ષત ચોખા ને બિલિપત્ર માની ચઢાવું છું મારા ભોળાનાથ, શંભુ બધું માની લે છે. મારા બધા કામ પાર પાડ્નાર એજ છે ને ચાલ બેટા, હવે તો અક્ષરો પણ બહુ સારા નથી દેખાતા ને આંખે થી ટપકે ઇ પેહલા બંધ કરું
મળશું-મળશું જલ્દી મળશું
આશની જલતી એક ચિનગારી
પ્રતીક્ષાની પળોને ઝાંઝવાના નીર
ઉમટતા તરંગો ને હૈયાની કિનારી
 ને બધું જોખમ...સાથે સાચવીને આવજો. બેટા.બસ એજ આશા સહ.
લી.મમ્મીના અંતઃકરણ પૂર્વક્ના શુભાશિષ.