બુધવાર, 16 માર્ચ, 2016

પરણવાના વિચારમાં કરેલો પ્રવાસ..!!


પરણવાના વિચારમાં કરેલો પ્રવાસ..!!

કદાચ કોઈ એક મહિલા ઉ૫ર થતો અત્યાચાર અટકે, અત્યાચારમાં ઘાયલ કોઈ બહેનને દવાખાને ૫હોંચાડનારું મળી રહે, અત્યાચારનો ભોગ બનેલી મહિલાના ૫ક્ષમાં કાયદાને સાચી સાક્ષી આ૫નારું કોઈ મળી રહે. તો પોતાની જિંદગીની અંગત પીડાને આ૫ણી સામેમૂકનારી બહેનની હિંમતને સાચી સહાનુભૂતિ અને સહયોગ મળ્યાં કહેવાય.
સમય આવ્યો છે ૫રિવર્તનનો આ દુનિયાની સહુથી સારી એક બાબત એ છે કે તેમાં સતત ૫રિવર્તન આવતું રહે છે. હા,એ વાત અલગ છે કે તે બદલાવ હકારાત્મક અને નકારાત્મક બંને રીતનો હોઈ શકે છે. એ બદલાવની અસર ૫ણ અલગ અલગ હોઈ શકે છે. તો પછી દર ફેરે સોનાની માંગણી ગિફ્ટ ના નામે મને લાગે કે છડે ચોકે લેવાતી લાંચ લાગે છે. અને એવી વાતો ને માન્ય રાખી ને પ્રણાલિકા ચાલુ રખાય છે. એક વાર ઉછેરી ને દિકરી વેચી દેવાની ને પરણાવી નું નામ દેવાય છે. કફન નો રંગ ભલે એક જ હોય પણ તેના ભાવ જુદા જુદા બોલાય છે. ને સામે વાળી વ્યક્તિ પાછી માથુ ઉંચુ કરી ને આરામ થી વર્તે છે જેમ ફાવે તેમ. ને જો કોઈ કંઇ કહે તો તેમને ખોટુ પણ લાગે છે કે અમારી માનહાનિ થઈ તે સહન કરવામાં નહીં આવે. અરે પણ વિચાર તો કરો કે કોઈની દીકરી તમારે ત્યાં બધું છોડીને આવે છે ત્યારે કેટકેટલા સપના લઈને આવે છે. તમારું ઘર ભરી દે છે આવતાંવેંત જ તેના ઉત્સાહ ને ઉમંગથી ને તમે તો તે કૂમળા ફૂલ ને રેંહસી નાંખો છો તેને સમજાય તે પેહલા જ !!! શતરંજ ની બાજી રમો છો કે પછી તમારા માટે જીતવું જ મહત્વનું છે તે જ સમજાતું નથી... કારણકે તમને દીકરી નથી...?? પણ જરાંક યાદ કરો તમે પત્થર બની ગયા તે પેહલા કોઈના દીકરી જ હતા ને...યાદ તો કરો યાદ આવી જશે ! આ જમાનામાં તો તેણી પોતાનો ખર્ચો પણ માથે ઉઠાવી લે છે છંતાય તમારી લાલચ નો કોઈ અંત જ નથી? શું આ બધું મળી ગયા પછી તમે ખુશ થશો? કે તેને ખુશ રાખશો પછી ? પિયરિયા પણ પૂરાવે સાથ કે પાનેતર નામે કફન ઓઢાડે, સુખી થાજે દીકરી ને બદલે સુખી કરજે બેટા, ભલે બલિ નો બકરો તું બને પણ અખંડ સૌભાગ્યવતી બનજે બેટા. આથમણી સાઈડે વિસકજો બેટા કેમ કે સૂરજ સામે ડગલા ના ભરાય !! ખોળામાં કાલા કાઢવાનું મન થાય તો પણ પાછી ના આવીશ બેટા. આ તો રહ્યો હિંદુ સમાજ એમાં તો દીકરીના દાન દેવાય ભલે પછી હોય તેના ઓછા સન્માન ને ઓછા માન-પાન. પપ્પા તારા ખુશ છે ને મમ્મી પણ તારી ખુશ જ છે. અરે, દીકરી તું ખુશ છે કે નહીં કોઈએ પૂછ્યું પણ નહીં? સોરી બેટા, આદત પાડી લે આમેય સાસરે કોઈ પૂછવાનું નથી. કામ કરો મૂંગા રહો ને કોઈ દિવસ ફરિયાદ ના કરો રોબોટ ની જેમ સતત. " ઝબકી ને જાગી સોનલ ને વિચારી રહી આવતા મહિને લગ્ન છે ને મને આવા કેમ વિચારો સપના માં આવે છે?
રૂડી ના ઘરના પ્રોબ્લેમ્સ નું ટેન્શન મને થાવા લાગ્યું છે કે શું ? મારે તેને મદદ કરવી જ રહી. ઓછા ભણેલા લોકો રૂઢિચુસ્ત રિવાજોને પકડી રાખે છે કેમ કે તેમને જ્યાં સુધી પોતાને લાભ થતો હોય ત્યાં સુધી રિવાજો માં માને છે કારણ કે તેમને કોઈ દીકરી નથી ને હવે વહુ લાવવાની છે ને તેથી. પણ હું પપ્પા ને લઈને જઈશ એના ઘરે ને પૂછીશ મોઢામોઢ કે આવા રિવાજો શા માટે?

ગુરુવાર, 3 માર્ચ, 2016

માનસી (2)


માનસી (2)
 "હા, હું જ માનસી છું કહોને આપ કોણ? મને શબ્દો સાથે પ્રેમ છે ને રંગો તો બધા જ મને રીઝવે છે. પણ તમે મને ક્યારે મળેલા તે યાદ તો કરાવો."
શબ્દો અને રંગોનો જન્મોનો સથવારો છે. કેટલીય રચનાઓનો ઉદભવ તસવીરોમાંથી થાય છે તો કઈ કેટલીય રચનાઓ તસવીરમાં પરિણમે છે.અને લોકો હોળી ની રાહ જુવે છે વસંત ની રાહ જુવે છે કે રંગો ક્યારે બિખરાશે જીવનમાં. અને કોઈક એવા ને મળીએ અને રંગો ભળી જાય જીવનમાં. માનસી પણ એવી જ હતી જેને મળે તેને ખૂબ વ્હાલી લાગે. તેના ગાલ ના ખાડા તો બસ   બધાને ખૂબ ગમતા. મીઠ્ઠુ મીઠ્ઠુ બોલતી પરાણે વ્હાલી લાગે .
"બિના કંગન ઔર કોઈ ગેહને ભી નહી ફિરભી તુમ કિતની પ્યારી લગતી હો" મહમદચાચા વ્હાલથી માથે હાથ ફેરવતા બોલ્યા. "જી" બોલી શરમાતી માનસી અભી નો હાથ પકડી ને ભાગી. પણ ગયેલી તે ગયેલી, છેક બે દિવસે પાછી ફરી લોકો તો ખૂબ વિચારતા હતા કે શું થયું કે અભી ને માનસી ભાગી ગયેલા. બોલવાની કે કંઈ પણ કેહવાની સખત મનાઈ હતી કારણ કે જો બોલશે તો તેને ને તેના ભાઈ અભી ને ઉપાડી ને લઈ જશે આ મહમદચાચા ને આ વખત તો મારી જ નાંખશે. ખુબ આજીજી કરી ત્યારે બે દિવસે પાછા ફરવા મળ્યું હતું. ૫ વર્ષનો અભી તો ખૂબ ગભરાઈ ગયો હતો ને ૭ વર્ષની માનસી પોતાની સમજ પ્રમાણે પોતાના કાકા નેકાકી પાસે રેહતા હતા. કાકા મોટા ભાગે બહારગામ રેહતા ને કાકી ને પોતાની કીટી પાર્ટી માંથી સમય ન્હોતો મળતો. પણ ઘરના રસોયણ મંજુ્લાબેન બંનેને જમાડતા-નવડાવતા ને ધ્યાન રાખતા પણ આ ત્રણ દિવસથી તેને પણ તાવ આવેલો ને મોકો જોઈને બંને ને મહમદચાચા ઉપાડી ગયા. ખિલખિલાટ રમતી હસતી છોકરી ગભરું ને ગંભીર બની ગઈ !! મા વગર કદી સાચી શિખામણ પણ કોણ આપે તેથી મોટાભાગે ચૂપ રેહવા લાગી.મૂડી લોહીની ધાર છે, મહોબતના સવાલો ને હું શું ભરું, લોહીની ધારે નાહક નક્શા ભરુ, યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું,સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું! આવું કઈક આઠ વર્ષની માનસી એ લખ્યું કે પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી. પણ વાંચવાનું કોણ હતું...૧૦ વર્ષની બાળકી જ્યારે કેહવાતા કાકા ના હાથનો જ શિકાર થઈ ત્યારેતેની ડાયરીના પાના ચીસો પાડી રહ્યા હતા. સમજાતુ ન્હોતું કે પોતે શું કરે ને બધું સારું થઈ જાય ..
અને આ નો ઉકેલ પોતે પોતાની રીસ્ટ કાપી ને કરતી. ન સમજાયું પોતાને પણ કે પોતે આવુ કેમ કરે છે !! યુવાવસ્થા ની મૂઝવણો ના ઉકેલ તેની એક માત્ર બારી નશો...નસ કપાઈ જશે તેની પણ બીક નથી. ન સમજાય માતા-પિતા ને આજના સમયમાં શું અઘરું છે? મા-બાપ થવું તે કે બાળક થવું તે?
માનસી મનોમન ગુંગળાતી  ટવેલ્થ ગ્રેડમાં આવી ને તેની ઓળખ તેના ટી્ચર મિસિસ વસુધાબેન સાથે થઈ!. એક મા ની ગરજ સારી જાણે...વાત વાતમાં અંગત પ્રશ્નો ના ઉત્તર મળી ગયા ને એમણે તેને સમજાવી કે મુસીબત નો સામનો કરવા તુ સ્પોર્ટ્સ જોઇન કર, રીડ મોર ને મેક યોર સેલ્ફ સ્ટ્રોન્ગ. સ્કૂલ પછી તારે આગળ પણ
ઘણો સામનો કરવાનો છે. હું તારી સાથે જ છું, તને રાત દિવસ ક્યારેય જરૂર પડે તો હું છું ! મને ખબર છે કેહવું સહેલું પણ કરવું ઘણુ અઘરું છે. યુ કેન રીચ મી ઓન માય સેલ એની ટાઈમ"કહી માથે હાથ ફેરવ્યો ને માનસી તેમને વળગીને ખૂબ રડી પડી. જીવનમાં આજ પેહલી વારર કોઈએ તેનું સાંભળ્યું. તેને દિલથી સ્પર્શી કોઈ પણ ખરાબ ઇરાદા વગર. અભી ને લઈને બંને જણાએ કરાટે ક્લાસીસ ચાલુ કર્યા. વસુધાબેન ફી ભરતા ને બંને પર નજર રાખતા.
ઘરે મંજુલાબેન પણ હતા જ. મુસીબતો થી ભાગવા બારણાં નહીં તો દ્વાર ખોલી એ તોય ઘણું. આમ બારી ના કઠેડે માનસી બેસી ને વિચારે છે પોતાનું ભવિષ્ય ને અભી નુ ભાવિ. એક બીજા સાથે રહીશું તો જ કંઇક કરી શકીશું તેથી તે અભી ને સમજાવતી ને પ્રેમથી પોતાની વાત ગળે ઉતારી શકતી. હવે વસુધાબેન ટીચર મટી મનોમન મોમ બની ગયા છે. તેની ડાયરી માં પતંગિયા ને ફૂલો સાથે મૌલિકતા ભરેલ કવિતાઓ ઉભરાય છે. વસુધાબેન ખૂબ ખુશ છે. એમની
પડોસમાં રેહતો સંજીવ ક્યારેક મીઠ્ઠુ સ્માઈલ આપતો તે તેમણે જોયું હતું. એક સ્ત્રી બીજી સ્ત્રી ને વધુ સમજી શકે છે. પણ મારા મતે પૂરૂષોમાં જતુ કરવાની સારાશ વધુ હોય છે. કેમકે આખરે તેમને તમે ખુશ થાવ તે જ જોઈએ છે.સંજીવ હવે ક્યારેક અભી ને તો કયારેક માનસી સાથે હલ્લો હાય કરે છે. પણ વસુધાબેન ની સામે તેની હિમંત નથી થતી.. સંજીવ નો ફેવરીટ સબ્જેક્ટ કેલ્ક્યુલસ છે. પણ પોતે નાટક કરે છે કે "માનસી તને મારા કરતા વધુ આવડે છે ને મને હેલ્પ કરીશ તો હું જ્લ્દી શીખી લઈશ". હજુય માનસી ભોળી જ છે. તેણે તેને હેલ્પ કરવાની ચાલુ કરી,રોજ લાઈબ્રેરીમાં મળતા. આમને આમ મહિનો થયો હશે ને એક દિવસ માથે પાટો બાંધીને સંજીવ આવતો જોયો..."હાય,હાય શું થયું ?" કહી ધસી આવતી માનસી ને તે જોઈ રહ્યો. મનોમન લડ્ડુ ફૂંટ્યા પણ રોતલ મોઢે જવાબ આપ્યો કે "પડી ગયો ને માથામાંથી લોહી નીકળ્યું હતું ને પાટો પણ બાંધવો પડ્યો." "ઓય મા, બહુ દુઃખે છે ? "કહી માનસી માથે હાથ ફેરવી રહી. અજાણતા દુનિયાને ભૂલી ગઈ ને બે મિનિટ પછી પાછી ખસી ગઈ !! સંજીવને ખૂબ ગમ્યું પ્રેમ નું બીજ તો ક્યારનું ફૂટ્યું હશે આજ ઉષ્મા શું મળી કૂંપણ ફૂટી નીકળી. માનસી ને પણ લાગ્યું કે પોતે સંજીવને લાઈક કરે છે ને સંજીવ તેને.પ્રેમ પામતા આવે સમજણ ને સમજાઈ જાય પોતાની ને સામેવાળાની કિંમત.
"આજનો યુવાવર્ગ કાંડા કાપે-આપઘાત કરે કે રેપ ના શિકાર બને તે માટે સમાજ માત્ર નહીં પણ દરેક વ્યક્તિ જવાબદાર છે અને મક્કમ મનોબળ ને તાકાતવાન સ્ત્રી એક પુરૂષ સમોવડી થઈ ને જુદા જુદા ક્ષેત્રો સર કરી શકશે તે માટે હેલ્પીંગ હેંડ વડીલો એ દેવો જોઈએ શાળા ને સંસ્થા નો પૂરતો ફાળો મળે તો પાંચ આંગળી ઓ મુઠ્ઠી બની જાય ને મુક્કો બને તો સમાજ સામે  ટક્કર લઈ શકાય " સ્કૂલ ના ન્યુઝ્પેપર્સ માં તેનું કોલમ હંમેશ આવતું પણ આ વખતે તેણે જે લખ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું ને ઘણી બધી છોકરીઓ ભેગી મળી ને એક સ્પોર્ટ્સ સેંટરમાં ભેગા મળી પોતાની રક્ષા કરવાનું ઝૂંબેશ માથે લીધું. આ બાજુ સંજીવ ને પણ ગમ્યું કે પોતાની સાથે રેહવા છંતા માનસી જેવી છોકરી ઇન્ડીપેન્ડન્ટ રહી એક સારી મિત્ર બની રહે છે. હેલ્ધી સમાજ ની ગરજ સારે છે. એક બીજાની હૂંફે વધાય આગળ પણ આપમેળે સામનો કરી શકતી નવ-યુવાપેઢી જરૂર નવુ પૂરવાર કરશે...કે સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પુરૂષથી પણ વધુ સિધ્ધી મેળવી શકશે. ને આજ જોઈએ તો બંને એકબીજા ના પૂરક એક જ સિક્કા ની બે બાજુ જ છે ને. "પણ આ બધુ કાગળમાં જ સારું લાગે ક્દાચ મન પણ દિલ સાથે સહમત થઈ જાય થોડી પળો માટે. છોકરી ઇન્ડીપેન્ડન્ટ ગમે પણ ઇન્ડીપેન્ડંસ નવી વ્યાખ્યા માં પોતાના સંકુચિત વિચારો જોડે તો નામ નું જ ઇન્ડીપેન્ડંસ ગણાય." માનસી હજુય લખે છે કોલમ પણ હવે તેનો બ્લોગ છે." સંજીવ આઈ એમ સો ગ્લેડ વી મેટ" માનસી બોલી ને સંજીવ તેને વળગી બોલ્યો " તો આપો મારું ઇનામ !" "અરે! અરે, તમે શું કરો છો? જે માગો તે મંજુર !!" દીકરા ના જ્ન્મ પછી સંજીવ ને માનસી છૂટા પડેલા કોઈ ને ખબર ના પડી કેમ પણ આજે સંજીવ ને તે ઓળખી પણ ના શકી.માંગી ને દિકરો કઈ રીતે ભાગી શકાય ? તે માનસી ને કદી ના સમજાયું પણ પાછળ થી જ્યારે ખબર પડી કે અભી ને સંજીવ ફ્રેંડ થી વિશેષ બન્યા છે થયું છી છી શું જમાનો આવ્યો છે ? પણ બધુંજ સંભવ છે આજ કાલ!! અને આજે અચાનક દ્વારે ઉભો છે તે કોણ છે? સ્ટ્રેઈટ છે-ગે છે- કે બાય છે ? ને "આવ, સંજીવ" કેહવાઈ જ ગયું. "મેં ચશ્મા પેહર્યા ને ઓળખાઈ ગયો "
આમ બેસવાનું કહી પોતે સાડી નો પાલવ સરખો કરતા બોલી "અરે, આવ આવ. હું પણ ચશ્મા માં કેવી લાગુ છું તે બોલ !" વાતાવરણ ગંભીર ના બને તેથી હળવી વાત જ તેણે કહી માત્ર આઈસ બ્રેકર તરીકે. “સ્ત્રીઓના જીવનમાં એક ગાળો એવો આવે છે જ્યારે તેને મેન્ટલી સપોર્ટની ખૂબ જરૂર હોય છે જે ગાળાને ઘરના અન્ય લોકો સમજી શકતા નથી. આથી આ ગાળામાં સ્ત્રીઓએ પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી જોઇએ. જેમાં વાંચન/લેખનને મુખ્ય બનાવી શકાય. શાળામાં કે કોલેજમાં ભણતા સમયે કેટલીક યુવતીઓ ઘણું સારું લેખન કરતી હોય છે પરંતુ સમય જતાં સંસારની ઘટમાળમાં ફસાઈને એનાથી દૂર થઈ જાય છે. કેટલીક  સ્ત્રીઓ એવી પણ છે જે આ પ્રવૃત્તિ કરે જ છે પણ વાચકવર્ગ મેળવી શકતી નથી. સારું લેખન હોવા છતાં પુસ્તકો છપાવી શકતી નથી.” પોતાનું ન્યુઝ પેપર્સ, થોડી નવલકથાઓ તથા આગવી પ્રતિભા ઉભી કરી લીધી છે તે અંજાઈ ગયો. તો પછી મને શા માટેટે આવકારે છે ? તે ના સમજયો. સામે કોફી ટેબલ પડેલ મોટા હેડીંગ સંજીવ વાંચ્યા વગર રહી ના શક્યો.  તે અવાક ચૂપચાપ માફી માંગતો રહયો ને અચાનક ત્યાં"મમ્મી ,મમ્મી... મોમ !" કરતો વિશાલ પ્રવેશ્યો.
..માનસી (-રેખા શુક્લ)

બુધવાર, 2 માર્ચ, 2016

માઈલ્સ નું સૂરજમુખી


સ્કૂલ ખૂલવાનો મહિનો બાકી હતો ને અમારા નેબર મૂવ થઈ ગયા હતા તેમની જગ્યાએ એક ઇંગ્લીશ ફેમિલી રેહવા આવ્યું. જેનીફર બેંક માં હતી સંજય કોઈ મોટી ફર્મ માં ઉંચા હોદ્દા પર હતો ને તેમનો માઇલ્સ સ્કૂલ માં દાખલો લેવા આવ્યા ત્યારે અચાનક અમારી ઓળખાણ થઈ. વેરી વેરી ડાઉન ટુ અર્થ ફેમિલી જણાયું. અને અમારો વિશાલ ઉર્ફે વિશુ ને માઈલ્સ સેઈમ ગ્રેડમાં હતા. "હાય; હલ્લો આઈ એમ મિસિસ ચૌધરી એન્ડ ધીસ ઇઝ માય સન વિશાલ..હાઉ ડુ યુ ડુ !" અને સામે જેનીફરે પણ પોતાની ફોર્માલિટી આદરી ઓળખ આપતા જણાવ્યું.
"વેરી નાઈસ ટુ મીટ યુ..યુ નો વી આર ન્યુ અરાઉન્ડ હીયર કેન વી બી ફ્રેંડ્સ ?" "યસ ઓફકોર્સ.. આઈ એમ અવેલેબલ ઇન ઇવનીંગ. હીયર ધીસ ઇઝ માય નંબર, પ્લીઝ ડુ કોલ મી"
અને અમારી ઓળખાણ નેબરમાંથી બેસ્ટ ફ્રેંડ્ઝ્માં પરિણમી ગઈ. ઓબ્વીયસલી વિશુ એન્ડ માઇલ્સ ટુ ! બંને સાથે લેસન કરે સાથે રમે ને મજા કરે. માઇલ્સ નેચર લવર હતો એને મોટા થઈ ને બોટનીસ્ટ માં આગળ વધવું હતું જ્યારે વિશુ ને ફૂલ પાંદડા હોય ત્યાં સુધી વાંધો ન્હોતો પણ જો કોઈ પણ પ્રકાર ના બગ્સ ની વાત આવે તો તે ડરતો..તેથી કોઈક વાર માઇલ્સ એકલો બગીચામાં ઝાડ પાછળ ફરતો જણાતો. એને જુદા જુદા જાત જાત ના ફૂલો જોવા ગમતા. એની માહિતી મેળવી ઇન્ડેક્સકાર્ડમાં ટપકાવી પિકચર્સ પાડી ભેગી કરતો. એની ભૂરી ભૂરી માંજરી આંખો માં કુતૂહુલતા ભરી હતી ને સદાય હસતી જોવા મળતી. તેના રૂમ માં એક બરણી માં ગ્લો બગ્સ ભરેલા રાખતો. કાંણા પાડેલા ઢાંકણ થી બંધ કરેલી એ બરણી
સામે જોતા જોતા સૂઈ જતો. એનો ફેવરીટ રંગ હતો આછો જાંબુડિયો ઉર્ફે લવંડર ! એ રંગના શર્ટમાં તે સરસ દેખાતો તેના બ્લોન્ડ હેર ને કોમ્પ્લીમેંટ્સ કરતો રંગ, જેનીફર ને પણ તે રંગ પસંદ હતો. તેને ભાંગ્યુ તૂટ્યું ગુજરાતી અમે શીખવી દીધેલું. બટાકાનું કડકડીયું શાક જોતા તે બોલેલી "ઓહ બેબી ફ્રાઈઝ હલ્દી વાળી" અને ફુલ્કાં રોટી ઉપર ઘી ચોપડેલી તેને બહું ભાવે. વિશુ ને માઇલ્સ રૂમમાં પ્રવેશ્યા ત્યારે હું કિચનમાં ફૂલકા બનાવી રહી હતી. "વાઉવ, કેન આઈ હેવ વન રોટી ટુ ગો પ્લીઝ "વિશુ ની પાછળ માઇલ્સ આવી ગયો હતો ખાવા.
"યસ યસ સ્યોર, ફર્સ્ટ વોશ અપ" બંનેને હું રોટી નો વીંટો બનાવી ને આપતી હતી ને ત્યાં જ મેં માઇલ્સ ને વાત કરતા સાંભળ્યો તે વિશુ ને કોઈ મોટા ફૂલ ની વાત કરી રહ્યો હતો. 
" યુ નો ઇટ્સ કોલ્ડ સન ફ્લોવર આઈ મીન સૂરજમુખી" પછી વિશુએ પૂછ્યું કેમ તેનું નામ સૂરજમુખી કેહવાય છે? એક્સપ્લેઇન કરતાં મે જણાવ્યું "સૂરજમુખી ફેઇસ ધ સન ઓલ ધ ટાઇમ એન્ડ નો સન ધેન સૂરજમુખી ગોઝ ટુ સ્લીપ ટુ"  ઓછા પાણીમાં ઉગતા આ અજબ સૂરજમુખી ની ગજબ પ્રેમ કહાની છે. માઇલ્સ ને મેં ઘણી વાર સુરજમુખી સામે તાંકતા જોયો છે. ફ્લાવરપોટમાં બે ચાર તોડી ને લઈ આવ્યો ને આખો ફ્લાવર વેઝ ભરાઈ ગયો...છલકાઈ ગયો. "પછી મે તેને
સન ફ્લાવર સીડ્ઝ ને સન ફ્લાવર ઓઈલ વગેરેની પણ વાત કરેલી ત્યારે બંને જણા સ્તબ્ધ થઈ ગયેલા...આઇમીન ધે વર ફેસીનેટેડ ટુ હીયર ઓલ ધી જેનીફર !!" આથમતા સૂરજ સામે નમી પડેલા સૂરજ મુખી ને તાંકી તાંકી ને ખુશ થતો માઈલ્સ તેની સામે મલકાઈ રહ્યો. એને તો એમ જ લાગ્યુ કે સન ફ્લાવર ઇઝ સો ફેસીનેટીંગ !! અને જોવા જઈએ તો કુદરતમાં રંગો ભર્યા પ્રભુએને બધા ને બધુંજ એક એક થી ચડિયાતું. વસંત ના વધામણાં થાતાં જ ઉગી નીકળે ને છેક પાનખર સુધી ઠેર ઠેર જોવા મળતા આ સૂર્ય લવર્સ સૂરજમુખી ને સ્કૂલ માં ડ્રો કરી ને રંગ ભરીને માઇલ્સે મૂક્યું ને પછી નીચે થોડી માહિતી પણ લખી તે જોઈ ને બધા ખુશ થયેલા. સૌથી વધું ખુશ માઇલ્સ ને જેનીફર હતા !!  ક્યારેક આજુબાજુ ઉડતા પતંગિયા ને જોઈ મલકાતો, ક્યારેક અણસિયા ને સળી પર ચઢાવી છેડતો..ક્યારેક ભમરાં ને જોઈને તેના જેવો અવાજ કરતો..બઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ્ઝ ! ગર્વીલા સૂરજમુખી મને એટલે ગમે છે કેમ કે તે પણ સૂર્ય તરફના તેના અમરપ્રેમ ની ઓળખ કરાવે છે જગત ને અને મને પેલું જુનુ ગીત યાદ આવી ગયું કે "તું સૂરજ મૈં સૂરજમુખી હું 
પિયા ના દેખુ તુજે તો ખિલે ના જીયા" અને જ્યારથી આ વાત  ની માઈલ્સ અને વિશુ ને સમજાઈ ગઈ ત્યારે અમારી બંનેની બર્થ-ડે પર અમને સૂરજમુખી જ મળતા! અને અમે પણ  તેને પ્રેમથી સ્વીકારતા, ને ઝાંખી લેતા બંને ની આંખો માં ચમકતા પ્રેમને !! કમ્યુનિટી મેગેઝીન માં આર્ટ ના પેઈજ પર એક વાર જેનીફરે મધર-સન આર્ટ ફન કલાસીસ વિષે વાંચેલું.
આજે ફ્રાઈડે હતો ને સાંજે અમે યુઝવલી સાથે જમતા. જમ્યા પછી જેનીફર ખુશ થતા બોલી "બોઈઝ આઈ હેવ સરપ્રાઈઝ ફોર યુ, આઈ મીન ગુડ આઈડીયા ટુ ડુ સમથીંગ નાઈસ એન્ડ વી ઓલ આર ટુ ગેધર" વિશાલ ને માઈલ્સ ની આંખો ચમકી ગઈ બંનેના કાન સરવા થઈ ગયા. બધા ધ્યાન થી જેનીફર ને સાંભળવા ઉત્સુક હતા. જેનીફરે ટૂંકી વિગત કહી ને કહ્યું કે "આઈ હેવ ઓલરેડી પેઈડ ફોર ધ ક્લાસ. ઇટ્સ ટુ મોરો એટ નુન ટુ થ્રી" " વી આર ગેઈમ ફોર ઇટ" જાણી જોઈને જેનીફરે તે દિવસ નો ક્લાસ બુક કરેલો કેમકે તે વિકેન્ડના અમે માત્ર ચાર જ જણાં સાથે હતા. આર્ટ ટીચરે અમને આવકાર્યા. રૂમમાં બધા ના ઇઝલ પેઈન્ટ બ્રશીશ ને રંગ ઓલરેડી ગોઠવેલા હતા. ઓઈલપેઈન્ટ રંગો ની મજા પેહલી વાર કરીશું
અને દસેક મીનીટ થઈ હશે ને આખો ક્લાસ રૂમ ભરાઈ ગયો લગભગ ૩૦ જણા હશે પંદર મોમ ને પંદર સન એકસાથે વાઉવ ! કેનવાસ પર બધાએ દોરવાનું સાથે ચાલુ કર્યું ને આડાઅવળા સનફ્લાવર્સ ઘણાએ દોર્યા પણ જેનીફરે પોતાના સન નું સૂરજમુખી સામે જોતું સુંદર પિક્ચર દોર્યું... ને બોલી "યુ આર માય સનફ્લાવર , માય ડીયર !" ને ફ્યુ કિસીસ કરી.ઘરે આવી મેં ફ્યું લાઈન્સ ટપકાવી દીધી મારી ડાયરી માં ને સનફ્લાવર દોર્યું.
ગર્વીલા સૂરજમુખી
ડોક એની સદાય સીધી
લાંબી એની ઉંચાઈ
હરખાઈ જાય, મુરઝાઈ જાય
વાતો એના સૂરજની
બરછટ થઈ ઉગ્યો
આખર પાની એ જઈ પડ્યો
સૂરજમુખી એ ઢબૂર્યો
આવ્યું વાદળ ને સંતાયો
અમસ્તા અડપલે હરખાયો
ચો-તરફ છે તું પૂજાયો
---રેખા શુક્લ
(તસવીર બોલે છે – એપ્રિલ ચેપ્ટર)