બુધવાર, 28 ઑક્ટોબર, 2015

ભારે હૈયે...કૂમણી યાદો

ભારે હૈયે...કૂમણી યાદો
રૂડા અવસરિયા આવ્યા ને લગભગ ઘણું બધું યાદ છે...મારે હાથે બધાને પૈસા દેવા છે..દિવાળી ની ખુશી છેલ્લે છેલ્લે માણી લંઉ !! અને હા, તમે બધા પાસે છો ખુશ છો આથી વિશેષ હવે મારે જોઈએ પણ શું ? વહુને કહ્યું હતું તે બધી ગુજરાતી ચોપડીઓ..ના વાર્તા સંગ્રહો પણ પૂરા કર્યા, જતા પેહલાં વાંચી નાંખ્યા...તને પણ યાદ છે ને બાપુજી ને કેટલો બધો વાંચન નો શોખ હતો !! ભલે ને આંખમાંથી પાણી હાલ્યાં જાય..ટકોર પણ સાંભળી લીધી બા, તમે તો પરીક્ષા આવી હોય તેમ વાંચો છો ને આંખો લૂંછતા જાવ છો...હા બેટા ટાઇમ ઘણો ઓછો છે ને તેડું ક્યારે આવે તેની ક્યાં ખબર છે ...!! ઓક્ટોબર માં ખબર પડી કે સંધ ઉપડ્યો છે વ્રજ જાવા તો એમની ખૂબ ઇરછા હતી..જાણે ભગવાને સાંભળ્યું ને બસ ની ટુર માં અમને જગા મળી ગઈ.શું કહું શું આવી મજા...હા, પણ હું તો દવાખાને...એડમીટ થયેલી ને દરેક જણા વારા ફરતી મળી જાતા..દિકરી પણ લંડનથી આવી ગઈ છે !! હવે મને જાવ દ્યો...શું બા તમારે તો હજુ બધાના લગ્ન માણવાના છે...બસ હવે બહુ થયું ..આ ડોકટર જોને હાડપીંજરમાં પણ સોયું મારે જ રાખે છે...મારાથી સહન થાતુ નથી....આ નાનક્ડાં ભલે હોય ડોકટર પણ મને અંદર તપાસે તે નથી ગમતું...ઓ બા..પણ સોરી તપાસે નહીં તો શું ખબર પડે !! બળ્યું આ ભૂંડાળા શો જોઈ જોઈ ને પણ થાકી...મોંમા અમીરસ નથી તો કંઈ ભાવતું પણ નથી. પણ તું આ ફોટા કેમ લઈ આવી ? કહો તો બા આ કોણ છે? ઇ કૄષ્ણ ..પણ એની સાથે કોણ છે ?? ભૂલી ગયા..?? બા એ તો યશોદા મા છે..હા, હા સાચું ..હવે શું કામ આ ફોટો લાવી...કેહતા જલેબી જેવડુ મલક્યા...બાપુજી..નો પિક જોઈને. ટી.આઈ.ઍ ના લીધે જીભ બંધ..આંખો બંધ ને પરાણે ઘેનમાં સૂપ ગળે. અમારી ચિંતા ના કરશો..હું ઓકે છું ..રાધાજી ના ગળે પેહરાવેલી પૂષ્પમાળાને પ્રસાદ માં પેંડો ચાખ્યો..બસ બધાને માંડ માંડ પૈસા આપ્યા ને નજર સામે હોસ્પિટલમાં દેવલોક પામ્યા તેમ કેહવાયું ..ચારેકોર ઉજવાસ..ને સુખડની સુગંધ...અરે પણ શું હું સાચે જ મરી ગઈ..!! રૂડા પર્વે...કંકુપગલાં લઈ ચાલી હું તો ....વહુ-દીકરા-દીકરી ને પોતાપોતી બધા હિબકા લે છે ...પણ તમે લોકો રડો નહીં...હું અહીંજ તમારામાં પણ ખરીશ. નવેમ્બર ની ૧૩ ના રોજ બા ચાલ્યા ગયા...૨૦૦૩ માં પણ આજે બધુ જ યાદ છે જાણે કાલે જ ના બન્યું હોય..!!
---રેખા શુક્લ ૨૦૧૫

સોમવાર, 12 ઑક્ટોબર, 2015

ધબકારા નો સંગંમ

"સુનીલ, આખો દિવસ આમ ૨૪ કલાક મારી આગળ પાછળ કેમ ટાઈમ વેસ્ટ કરે છે?" સરીતાએ હિંમત કરી પૂછીજ નાંખ્યુ ને ઉમેર્યું , ના'ના મૂંછાળા ટાબરિયાં જેવ મારી પાછળ કેમ પડ્યાંછે ...હે ભગવાન ! આજકાલ ના છોકરાં ને સમજાવવા પણ ભારે હો ! પણ ના, ના હું તારી શું થાંઉ છું કે મારો પીછો છોડતો નથી. ને તે પૂછેલું ને મેં ફ્રેંડલિસ્ટમાં ઉમેર્યો એનો મતલબ એજ કે માત્ર ફ્રેન્ડ બીજું કાંઇ નહીં !! અને ઉંમર નો તફાવત હોવાનો પણ આખરે મેં સ્વીકાર્યો ને..." સરીતા એક શ્વાસે બધું બોલી ગઈ.
"તમને શું કહી ને બોલાવું ? તો ગમશે" સુનીલે પણ પૂછયું "તારાથી મોટી છું બહેન કે દીદી જે ફાવે તે કેહજે..." "ના, શક્ય નથી...ફ્રેન્ડ તરીકે સ્વીકારો ને પ્લીઝ" શી અગ્રીડ રીલકટંટલી.
".કે ફાઈન. બોલ શું કરે છે તું ? અભ્યાસ પતાવ્યો ને જોબ ગોતી રહ્યો છું" "મળી જશે પ્રયાસ ચાલુ રાખવાના...અહીં સમય પસાર કરવાથી કે મારી સાથે વાતુ કરવાથી મળશે નહીં "
"હા, સાચું કહ્યું પણ બહેન સાસરે ગઈ, મો' ગુજરી ગયા તો ઘરમાં એકલું લાગે છે ને ડેડ પણ કામ માં બીઝી હોય તો મને થયું તમે વાત કરશો ને તેથી આવ્યો"
".કે સોરી ફોર યોર લોસ પણ બહેન ની સાથે ફોન કરતો હશે કે રૂબરૂ મળતો હશે ને વાતો પણ કરતો હશે ને..એક સારા ભાઈ ની જેમ !" "હાસ્તો અને એનો શશી, મારો ભાણિયો એટલો ક્યુટ છે ને કે પૂછો વાત..." આમ વાત ચાલુ થયા ને વર્ષો થઈ ગયા...જુઓ શશી ના પીક્સ...અને સાચે મર્ફી રેડિયા ના કેલેન્ડર જેવો બકુડો બકુડો વ્હાલો જોઈલો...સો ક્યુટ !!
રોજ વાતો કરાય ને સરીતા સમય વિસરી જાય. દૂરનું પણ કેવું નજીક બની ગયું...બસ માણસનો વિસામો માણસ...દિલ ઠાલવી નાંખી વાત કરે, મનમેળ થઈ જાય ને પાકા ભાઈબંધ દોસ્તાર બની જાય તો ઉંમર નડે..જાતિ કે અંતર !
" 'સની', બની ગયો છું બધા હવે કામે પણ રીતે રો બોલો આપ પણ કહો ને મને સની !!" ".કે સની ઘણા દિવસ પછી આવ્યો...કામ માં બહુ બીઝી લાગે છે "
" તો ખરું પણ હમણાં વચ્ચે તાવ આવી ગયો.." "અરે! પણ ધ્યાન રાખજે. વરસાદ પડ્યો નથી ને બિમારી આવી નથી. બસ આરામ કર પછી વાત કરીશું "
"ના, ના હવે તો સારું છે. કેટલા દિવસે વાત કરીશું ? થોડી વાર બસ !"
પાછી નવી વાતો નવા પ્રકરણો ...જૂની નવી યાદો માં મજબૂત બનતું જાતું બંધાણ....હા, બંધાણ નહીં તો બીજું શું ? સરીતા ચૂપ રહી કયારેક સાંભળે છે ક્યારેક વઢે છે ક્યારેક સલાહ દે તો ક્યારેક ગુસ્સો પણ કરે. એકબીજા ના ઉભરા ઠવલાય ને કેવું સારું લાગે છે જાણે ફરી નવી બની ગઈ.. મન નું મનમાં ગોંધાતુ ક્યાં સુધી સંધરવું? અને હવે એનું છે પણ કોણ ? બધા તો ચાલ્યા ગયા એને છોડી ને... માધ્યમ ખરું ...મળ્યા વગર કાન માં ગુંજે..ધડકન સુધી પહોંચી જાય લાગણી...અરે હું તો મોટી છું આઈ શુડ નો બેટર...!! મારે ભક્તિ તરફ વળવું જોઈએ.
ત્રણ વર્ષે રૂબરૂ મળ્યા..જાણે સરીતા વહી સાચે લાગણીમાં, માથે હાથ ફેરવાઈ ગયો...!!! " સની બેટા, ભગવાન તને ખૂબ સુખી રાખે " "શું યાર ! આમ રડવાનું નહીં માય ગર્લ ફ્રેન્ડ..."અને બંને હસી પડ્યા. "જા..જા હું કંઈ તારી ગર્લફ્રેન્ડ નથી" " સાંસ ભી કભી બહુ થી અને તું તો હજુ પણ ગર્લ છે મારી ફ્રેન્ડ પણ છે ...તો થઈ ને મારી ગર્લ-ફ્રેન્ડ" હાહાહા...
સ્માર્ટ-ડેશીંગ-એજ્યુકેટેડ સની ને હસતા જોઈ સરીતા પણ હસી પડી.નથી લોહીની સગાઈ અને તો પણ કેમ આમ વ્હાલ ઉભરાય છે ? સમજવું ને સમજાવું બંને અઘરું છે. ઉષ્મા રોપાઈ ગઈ
ને આંગળીઓમાં પ્રેમ...ચિતરામણ કરવું નાનપણમાં ગમતું ખબર ન્હોતી એવો કોઈ ચેહરો ટહુકી ઉઠશે સાચો સાચ !! રૂહ ને સમજાઈ જાતું હશે અગાઉથી કે ક્યું, કોનું  ને કૅટલું લેણું છે..!!
હજી વિચાર ચાલતો રહ્યો હોત પણ ધ્યાનભંગ થયું જ્યારે સની એની દેવી ને લઈ ને ઘરે આવ્યો.
" અરે ! એટલે તું દેખાયો ન્હોતો...આટલા દિવસથી...આવ, આવ અંદર આવ ઓળખાણ કરાવ. લગનવા ઉપડ્યો છે કે શું ?? "
"દેવી, મીટ માય ગર્લ-ફ્રેન્ડ" દેવી અવાક બની થંભી ગઈ, એની આછી કથ્થઈ આંખોમાં ઉત્સુકતા ની જ્ગ્યાએ રોષ ભરાયો ને દડદડી પડ્યો..!! "અરે ! પગલી તું સની નું માની ગઈ ?? આવને બેસ, એવું કંઇ નથી ...બસ લાગણી થી બંધાયેલા છીએ"  
સની ને દેવી અંદર આવી ને બેઠા ને સની બોલ્યો "બન્યું એવું ને કે અમે વિચાર્યું બધાને ભેગા કરવા ને લગ્ન નો ઢંઢેરો પીટવો તેના કરતાં અમે નાનું રહેઠાણ લેશું. લીટલ બીટ ઓફ હેવન ન્હાના ન્હાના પ્રસંગોમાં વણાઈ રહ્યું છે અને જ્યારથી તને મળ્યો છું બસ ભગવાન આસપાસ રહ્યો છે તેથી દેવી મારા કરતા પણ વધુ ધ્યાન ને માન મારી ગર્લફ્રેન્ડ ને દેજે .""હા, સાંભળ્યું બધું તમે જેમ કહેશો એમ .કે" પેહલા જેટલું ખાલીપણું અને એકલતા લાગતી તે બધું જાણે ગૂમ થઈ ગયું "હવે તું જો આપણે કેટલી બધી મજા કરીશું
દરેક જણા સાંજ ના ઇંતજાર માં રેહતા, દરેક ના મળવામાં કંઈક સંકેત હોય છે પ્રભુ નો ! એક સાંજ અંતાક્ષરી રમ્યા તો બીજી સાંજે ટોકિઝ માં મુવી જોઈ ...કોઈ વાર પાર્ક તો કોઈ વાર બોર્ડ-ગેમ રમતા...સરીતા હાથે કરી કોઈક વાર સાથે જવા ના પાડતી જેથી એમના પરિવાર ને પણ સાથે મજા કરવાનો ચાન્સ તો મળે. સમજણ ની સજા ત્યાગ માં રહી ને પોતાની જાત ની સાથે ખુદ ને મળવાની તક પણ મળે. બસ વર્ષ ક્યા ગયા ચાલી...સમય સાથે રહી રહી ને પસાર થઈ જાય ને લઈ જાય જુવાની, જિંદગી...ને ઉંબરે આવી ને ઉભું ઉભું તાકે ઘડપણ !! અચાનક આવી ને એમનું ગલગોટુ વ્હાલ કરે ત્યારે પાછું આવી જાય બાળપણ !!
હુકુમ નું પાનું હાથમાં આવ્યું ને થાય કે જીતી ગયા...અચાનક ડોકટરે સમાચાર આપ્યા કે જીવ ની સંધ્યા આવી રહી છે. તું બધાની માયા મૂક ને બધાને મૂકી ને જવાની તૈયારી કર. રોવાનું નથી પણ હિંમત રાખી રહ્યા છે જે દિવસો બાકી તે મજાથી જીવવાના છે. સેવીંગ્સ બેલેન્સ મોટું ને ઇન્શ્યોરન્સ પોલિસી ના મળ્યા પૈસા ને બધાએ સાથે ખૂબ શોપીંગ કર્યું આખુ વિકેન્ડ મજા કરી આનંદ આનંદ છવાઈ ગયો...લીલીછમ્મ લાગણી વળઈ ગઈ.હૂંફ નો કૂણો તડકો ખૂબ વ્હાલ કરી ગયો....કેટલા બધા રમકડાં-વિડીયો ગેમ્સ ને કપડાં મળ્યા ગલગોટા ને તો રાજી ના રેડ થઈ ગયેલો...ખળ ખળ વહી સરીતા ખડખડ હસતા ગલગોટા ને માણી રહી.
કનેક્ટીંગ વીથ -રસ રીઝન..એક બીજા નો સાથ સથવારો ને હૂંફ અડ્યા વગર ...પવિત્ર બંધને મળ્યો. છતાંય રૂહ સુધી અડક્યા બધા એક બીજાને શબ્દો ના માધ્યમે....થેન્ક્યુ માર્ક ગુલ્બર્ગ, સ્ટીવ જેકોબ ને થેંક્યુ ગોડ !! આવા અનુભવની અનુભૂતિ કરાવા માટે ને પારદર્શક સુંવાળપ માટે સદાય આભારી રહીશ...બસ ચબુતરે મારા પંખીડા આવી શબ્દો ને ચણ ચણ્યા કરજો !! 
અદભૂત ક્ષણો માં સમાઈ ગયું સ્વર્ગ...મારો બગીચો મહેંકી ગયો .હવે કોઈ ઇરછા નથી ? મન ફંફોસ્યું...કિમો કામ કરે ત્યારે સર્જરી ઇલાજ નહીંજ કામ આવે કેમ કે આખે આખા શરીરમાં ફેલાઇ ગયેલું હોય તે ક્યાંથી નીકળે. જરૂરતો આપણ ને કાપે અને પાંવ ઝંઝીર બની જાય પણ હવે કોયલ નથી આવતી ને મોરલો તો ચિતરવાનો ...ને દેશ તથા પરદેશ બંનેમાં પરદેશી બની ગયા...બધું આટોપી લંઉ હવે ,માની સરીતા પાર્ક ની બેંચ પર શાંતિથી છેલ્લા શ્વાસ મૂક્યા...સની તેનો હાથ પકડી ને બેઠેલો. દૂર કોર્નર માં ગલગોટા સે દેવી રમી રહી હતી પકડાપકડી ની રમત. તે જોઈને વાદળ જાણે હસ્યુ કે વાદળ પર બેઠેલી સરીતા અમીછાંટણા વરસાવ્યા !!
એક સાંજે સરીતા પાસે બેસાડી ને પરાણે કરેલી વાત ને યાદ રાખવા કહેલુ કે મારા મરવાનો શોક ના પાળશો...જ્શન મનાવજો પાર્ટી રાખજો ને બધા ભેગા મળી આનંદ કરજો. બસ પ્રોમીસ લઈ લીધેલું તો તે પ્રમાણે પાર્ટી થઈ ને રહી...દૂર ખૂણે ટપકેલાં આંસુ રાખ ને ખંખેરતા પાર્ક માં.... ત્યાં વર્ષે ફૂલો આવી ગયેલા રંગબેરંગી ઝીણાં ઝીણાં તાજા કૂંમળા ને ઝાંકળના ચુંબનો ચમકતા હતા.

-----રેખા શુક્લ