અધુરા સ્વપ્નો ના અધુરા આપણે....
વ્હાલ પણ કે...ટલું બધું થાય??? હાય હાય હવે તો શરમ રાખો...કોઈ જોશે તો કેહ્શે ગાંડા છો....તે ભલે ને કહે....ઓલો શમ્મી કપુર કેહ્તો તો ને ચાહે કોઈ મુજે જંગલી કહે...તે ગાઈ લઈશ.જાવ જાવ હવે...મને તો શરમ આવે છે....આમ શરમ મા ને શરમ મા પરણ્યા વિના રહી જઈશ..જીવન માં સ્વપનો જ જીવવાનું પરિબળ છે ક્યારેક જર્નાલિસ્ટ થયા પછી નો અનુભવ બોલતો હોય તેમ તેનું મૌન સમજી ગયો...તેનું હૈયું ભરાઈ ગયું ને તે રડી પડ્યો....હું કાંઈજ ના કરી શકી બસ સ્તબ્ધ ને સુનમુન તેને તાકી રહી...બાળપણ ચાલી ગયું ને ચાલી જઈ રહી જવાની....વાગોળી જૂની યાદો જીવી રહ્યો છું ...રેતી નો મહેલ સાગર કિનારે બાંધેલો ત્યાં ક્યાંથી આવ્યું મોજું તોડી ગયો....તેમાં આ સફરમાં કયું આવ્યું સ્ટેશન કે હું ને તું બસ અજાણ્યા રસ્તે અજનબી થઈ ને ચાલી નીક્યા....આતે કેવો સૂરજ તેમાં તેજ ના રહ્યું...કંઈ રીતે જીવીશ આગળ....કેમ જીવી શકીશ તું? તે પણ ના વિચાર્યું....ક્યારે મળીશું ન્હાની ગણાતી દુનિયા વિશાળ થઈ ગઈ કે શું? ઝાંઝવા રણના હતા લો સરોવર થઈ ગયા....વાવેલ દાણા જીવનની જમીનમાં વર્ષો વિત્યા ને અંકુર બની ને ક્યારના ફુંટી ગયેલા ધોધમાર વર.....સાદે ઘેઘુર વડલા થઈ ને ઉભા થઈ ગયા...!! પણ આમ અચાનક તું મળી જશે તે ન્હોતી ખબર હો....આઈ મીસ યુ સો મચ...સહજતાથીજ ગળે વળગી ગયો....અરે અરે શું કરે છે તું? બોલી જવાયું ને દુર હટુ ત્યાં હાથ પકડી ને બોલ્યો કેમ હવે હું પરાયો સાચે થઈ ગયોને....એમ નહીં પણ કોઈ જોઈ જશે તો... યા હુ ચાહે કોઈ.. આગળ બોલે તે પેહલા બેય હસી પડ્યા ને પછી રડી પડ્યા...એક બીજા ના આંસુ લુંછતા કહે આપણાને એકબીજાને ભેગા કરતા આપણે કેમ છૂટા પડી ગયા??? તારી બહેન ના લગ્ન વખતે તો તું આગળ પાછળ પડેલો...ઓશિકા લઈ ને ચારેકોર ફરી ને મારી બાજુમાં બેસી ને અંતાક્ષરી રમતાં રમતાં મારી ચોટી ખેંચી ને હરાવી દીધીને ઉપરથી અંચંઈ કરી ને કેટલો ખુશ થયેલો...હં...!!! ગુલાબ જેવું મુખડું શરમથી લાલ લાલ થઈ ગયેલું !! તું ગયા પછી બા નો ઠપકો હજુ યાદ છે....છોડી જરાંક શરમ રાખ....એકલતા નો પંથ અકેલો છે સાથે નહી હો તો કેમ જીવીશ....છતમાં ઉગેલ તારક જોઈને કેમ જીવીશ ? ઈ તો છોકરો છે...એને તો શું ન્હાવું ના નિચોવું...બીજું ઘરગણું કરી બેસશે...ને તું કાંખમાં નાનકો લઈને ફરતી રેહજે. પણ બા મેં એવું શું કર્યું છે??? હુ ચિખવા મથી પણ મૌન જ રહી. સંગીત બની ને શબ્દો મારા કાગળ પર ટપકતાં આંસુ સાથે અક્ષરો બની ગયા....લીધેલ કેડી મારગ થઈ ગયો....આજે અક્ષાંસ રેખાંશ છેવટે મળી ગયા....ને જોવાની વાત તો એ કે ચારેકોઈ કોઈ ના રહ્યા શત્રુઓ ...ને તો પણ આપણે ભેગા નથી થઈ શકતા...!! અચાનક તું ચુંટલી ખણીને બોલી પડ્યો એય શું વિચારે છે જો કોઈ નથી જોતું....કેન આઈ કીસ યું...પ્લીઝ?? જા જા કહી ને હું દૂર હ્ટી ગઈ...!! પણ ઓરી આવે તો તને વાત કહું ખાનગી.જાણું છું તારી બધી વાતો...!! વાદળ વિનાનો વરસાદ...હ્ર્દયમાં મીઠ્ઠી યાદ બની ગયો....ધબકી ગયુ આ લીલી કુંપણ વાળું દિલ...મેહસુસ કર્યા કર્યું… ક્યાંય સુધી થતો રહ્યો જળ નો બંબાધાર. શ્વાસોના ધાગે બંધાઈ ગયા હતા તેમ ના તેમ...ભુલી ગયા બેય આખી દુનિયા...અશ્રુ તુજની પાંપણ ની ધાર...ખોવાઈ ગઈ આભ ની પેલે પાર...મૂકી ગઈ તુજ યાદ ...ને યાદ નો ક્યાંથી વરસે આ વરસાદ ....ગઈ તો પણ રહી મુજ પાસ...મારી ને તારી વચ્ચે જો એક જ ધબકે છે હ્રદય !! માણેલું શૈશવ પાછું મળી ગયું પાછળ ફરીને નજર કરીએ ત્યાં તો ટગર ટગર નજરું ને હું તાકી રહી....તેની નજર મળે તે પેહલા જ તે બોલી શરમાવ શરમાવ મારા પતિ છે ...હું આભી થઈ ગઈ અધર થરથર્યા કર્યા પણ મૌન પણ ના રહ્યા...શું બોલું તે ના સમજ્યા શબ્દો ને વરસી પડ્યા...સાચું મારું ધન ઘણા વખતે મળી ગયું છે સોરી તમે આવી ગયા પણ રંગીન સપનોની માળા જેની વિખરાયેલી પાછી મળી જાય તેનો આનંદ તમને નહીં સમજાય...!! કાંકરી મારીને વમળ કરવાની તારી ટેવ આજેય ના ગઈ ને હું સફાળી જાગું તે પેહલા તું જોરથી હસી પડ્યો...પરસેવે રેબઝેબ હુ સાચે જાગી ગઈ...ધત્તેતેરીકી કેહતા કપાળે હાથ દઈ મોટેથી હસી પડી....ઝાંકળ થઈ ને ફુલ પર ખર્યા કરે યાદો...ભીની કૂંપણો પર પતંગિયુ કરતું અડપલું
....ને આપણે જ્યાં ઉભેલા ત્યાં જોને ટુલિપ્સ પણ અતિત ની સાક્ષી દેતા ઉગી નીકળ્યા છે. કોને શોધવા નીકળી છું મારી જાત ને ખોઈને હું ???? આપણે તો અધુરા ના અધુરા જ ને અવિરત ઉગતા નવાનવા સપના પણ અધુરા ના અધુરાજ .!! ......રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો