સોમવાર, 20 જુલાઈ, 2015

થેંક્સ ચાર્લી


"તું જે કહે છે તેથી તારી આંખો કંઈક જુદુ કહે છે" અરમાને કહ્યું 
"કોઈને શેર કરી ને શું ફાયદો? અને અલગારી અલખ નિરંજને તો એકલા જ ચાલવાનું છે ! નો એક્સ્પેક્ટેશન એટ ઓલ ....એની વે આઈ એમ ફાઈન..તું જરાય ચિંતા ન કર" આશા એ કહ્યું.
ત્રણ મહિના પછી ભેગા થઈ સાથે રેહવાનું નક્કી કર્યું વધતી જતી વસ્તી ને મોંધવારી નો આ એક જ ઉપાય યોગ્ય લાગ્યો. મા એ પણ લગ્ન પછીજ સાથે રહો કહી મંદિરમાં તુરંત લગ્ન લીધા.અંતર ના આશિષ આપી પોતાના કાંપ ચાંદીની ડબ્બીમા મૂકી આપતા કહ્યું "બેટા, સાચવી ને રેહજે, પતિને ગમતું કરજે, સુખી રેહજો"
મા ને પ્રણામ કરતાં એના આંસુ મા ના ચરણે સ્પર્શ થયા અને દીકરીના માથે મા એ હાથ ફેરવ્યો ફરી. થોડા સમય પછી સમાચાર મળ્યા પિતા દેવલોક પામ્યા છે. પોલિસે મનહુસ સમાચાર આપતા કહ્યું આવી ને બોડી આઈડૅન્ટીફાય કરી જાઓ. આશા રડમસ ચેહરે ભારે હૈયે પહોંચી ગઈ...ફ્લાઈટ માં સૂતા સૂતા જ ગુજરી ગયેલા પિતા ને જોવા. ફસડી પડી ખુરશીમાં ..દુઃખી ચેહરો ને આંસુની ટપકતી ધાર જોઈ આવી ને બેસી ગયો ચાર્લી...ને કહે "યોર ફાધર વોઝ સીટીંગ નેક્ષ્ટ ટુ મી..હી સ્લેપ્ટ ઓન માય શોલ્ડર રાઈટ હીયર" પોતાનો જમણો ખભો બતાવતા બોલ્યો...ને તેણે કહેલુ કે તું તેની વ્હાલી દીકરી છે...આશા રડતી રહી...ચાર્લીએ ટીશર્ટ ઉતારી આપતા કહ્યું તું રાખી શકે છે ...પપ્પા ની સ્મેલ ટીશર્ટમાં ..સુંઘતી રહી..! આખરે થેંક્સ ચાર્લી કહી છૂટા પડ્યા.
અજાણ્યા શહેર માં ચાર્લી એક નાનકડી કોટડી માં રેહવા ગયો..ત્યાં બીજા ટપોરી ને મળી ગયો. ફ્રેંડ સર્કલ માં ભળી ગયો. એમ્યુલંસવાન માં પિતાના દેહ ને લઈ જવામાં આવી રહેલો. ને પોતે ફોલો કરી રહેલી...પણ કોઈ કારણસર વાન ને કાર છૂટા પડી ગયા ને પાછા બીજીવાર મળી ગયા...અચાનક ચાર રસ્તે વાન અથડાઈ બીજી ગાડીઓ સાથે ..એમ્યુલંસ નો ડોર ખુલી ગયો ને સ્ટ્રેચર-આઈ વી -બોડી વગેરે બધુ હવામાં ઉછળી ને રસ્તે પછડાયું...આશા જોઈ ન શકી છંતા તાંકતી રહી ગઈ...એક જોર થી બ્રેક મારી ..ગાડીમાંથી ધસમસતી નીકળી...બોડી પાસે જતા મોટેથી રડી પડી ...ભયંકર ચિત્કાર નીકળી ગઈ..ટેક્સીમાંથી ચાર્લી જોઈ ગયો..અચાનક ભેગા થઈ ગયા પાછા..માંડમાંડ સંભાળતા હજુ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં અરમાન આવી ચડ્યો. નામ હતું અરમાન..ખબર ન્હોતી આશા ને કે અરમાન સાથે એનું ભાવિ કેવું છે..ખબર પડી ત્યારે બહુ આગળ નીકળી ગયેલી ..દિલથી અરમાન દિલમાં દેવતા બની ને બેઠેલા. રોજિંદુ જીવન મોટા ભાગે  એક શહેર થી બીજે શહેર ટ્રાવેલીંગ જોબ રેહતી તેથી પતિ-પત્ની અઠવાડિયે એકાદ વાર મળી શકતા. જીવન તો સાથી સાથે અને સાથી વગર પણ પસાર થઈ જાય છે જ પણ
એની ક્વોલિટી બદલાઈ જાય છે. આમા જ્યારે તે પ્રેગનન્ટ હતી ત્યારે ખૂબ અગવડ પડેલી પણ એમાં આ ચાર્લી મળી ગયો. જાણે શ્વાસે અભરખાં ના શણગાર સજ્યા...કોઈક તો સમજ્યું તેના દિલ ને કે તેની પરિસ્થીતિ ને ! પ્રેમ ની અભિવ્યક્તિ આંખેથી ઉભરાઈ ગઈ. અને અરમાન પણ મહિને આવતો ન આવતો ને ચાર્લી તો દિકરા સાથે પણ ભળી ગયેલો. લાગણી તો ટેરવે વિંટાઈ ને બેઠી… બે મિનિટ નું આશ્વાસન સમયસરે મળે કે સહારો મળે ને આવી જાય હિમ્મત ફરી જીવન માં . દિકરાના કિસ્મતના પગલાં સાચી દિશા માં હશે કે અરમાન ની જોબ હવે અહીં કાયમ ની થઈ ગઈ હતી. પણ ચાર્લી ની હાજરી ખટકતી હતી તો સમજુ આશા એ ઇશારા થી સમજાવી દીધો પણ બાળહઠ આગળ નમતું આપતા ચાર્લીએ હવે કાલે આવીશ નું બહાનુ બતાવી ને જ્વાનું નક્કી કર્યુ. પોઝિટીવ એનર્જિ વાળા માણસો ગુડલક ચાર્મ પણ હોય છે કે જેની પાસે જતાં જ ખુશી થાય..મળી ને આનંદ થાય, એવા ચાર્લી ની ગેરહાજરી પછી જાણે હાલત નબળી પડી..દિકરો બિમાર રેહવા લાગ્યો...અરમાન ના લેપટોપ પર તેના સાઈડ ધંધાની બાતમી બહાર 
આવી...ને આશા ના માથે તો દુઃખો નો પહાડ પડ્યો. અરમાન ના ન્યુઝ ચેનલ પર આવી ગયેલા તો ચાર્લી સાંભળી ને દોડી આવેલો...કોઈ પણ વ્યક્તિ કેવા બંધન ના તાંતણે ભેગા થઈ જતા હોય છે તે તો માત્ર ભગવાન જ જાણે છે..પણ અરમાન ને બધે થી મુંઝાયેલો જોઈ આશા નો ને દિકરા નો વિચાર કરી ચાર્લી એ માંડમાંડ છોડાવ્યો ને નવા નાકે નવી દિવાળી ની જેમ ફરી શરુઆત કરવાનું કહી પોતે ખસી ગયો...જેની હાજરી ખટકી હતી તે આવીને કોઈ પણ જાત ની અપેક્ષા વગર પડખે ઉભું રહે ત્યારે માણસાઈ ની શરમે અરમાને તેનો દિલ થી આભાર માન્યો. આશાએ ફરી તેને થેંક્સ કહ્યુ...કદાચ આ થેંક્સ નો રિશ્તો હતો કે લેણું હતું  ! એક અજનબી ક્યારે અંગંત બની ગયું..આંખો અહોભાવની લાગણી દર્શાવી ઝૂકી પડી..! ફરી જ્યારે મળાયું ત્યારે બાગ માં એક બાંકડે આશા બેઠેલી..કબુતરો ના ફોટા પાડતી હતી...ને દિકરો કબુતરો ને ચણ નાંખતો હતો. આજે એક મા ખુશ હતી ને દિકરો ખિલખિલાટ હસતો હતો તે જોઇ ચાર્લી ત્યાં આવી બેસી ગયો. નિર્દોષતા બધા ને વ્હાલી લાગે છે. અરમાન ને કાર એક્સીડંટમાં ગુમાવી દીધા ની વાત થઈ ને ચાર્લી બોલી ઉઠ્યો તે મને કેમ ના જણાવ્યું ? તારુ એડ્રેસ કે ફોન પણ ન્હોતા..મારી નજરો, મારો દિકરો, તને શોધતા રહ્યા પણ આજે ભગવાન ને કરેલી ખૂબ આજીજી રોજ ની જેમ જ ને તેને દયા આવી ગઈ..!! સારું થયું ચાર્લી યુ આર હીયર...મોમ કેન અંકલ ચાર્લી કમ એન્ડ સ્ટે વીથ અસ...?? 
ઘરે આરામખુરશી માં આશા ની મા ને જોઈ ને બોલ્યો...લુક ગ્રાની ચાર્લી અંકલ ઈઝ હીયર ...!! ખુશ થઈ બધા સાથે ડીનર જમ્યા...ધણા દિવસે એક ખુશી ની લહેર આવી ગઈ...બારીએથી શીતળ પવન વાયો...પાછળ ના ગુલાબી ગુલાબ ને ચંપા ના ફૂલોની મહેંક આખા રૂમ માં છવાઈ ગઈ..!! મૌન ની મજા દિકરા એ ભાંગી...કેન વી હેવ આઈસ્ક્રીમ પ્લીઝ કહીને..દર સાંજે હવે ચાર્લી આવતો...મોડે સુધી રોકાતો ...આશા રોજ ની જેમ આતુરતા થી સાંજ ની રાહ જોતી...કેસરી સિંદુરી સાંજ રમણીય લાગતી...લોન માં ચેર નાંખી ટેબલ પર સજાવેલા ફૂલોને નિહાળી રહી હતી....રોજ ની જેમ આજે પણ ચાર્લી આવી ને બાજુ માં બેઠો..મીંઠા મુસ્કાને દીધો આવકાર ને તે ઉભી થઈ રહી હતી...ત્યાં તેનો પાલવ ચાર્લી ની ચેર માં ભરાઈ ગયો..ધીમે રહી ને ચાર્લી એ કાઢ્યો...આંખો કંઈ ન બોલી પણ બંને એકબીજા ની ખૂબ નજીક આવી ગયેલા ..બંને ના શ્વાસ ને ધબકાર એકબીજા ને સંભળાતા હતા "મોમ, કેન ચાર્લી બી માય ડેડી?"અચાનક પૂછાયેલા પ્રશ્ન થી બંનેને વાસ્તવિકતા નું ભાન થયું ...બે ડગલા પાછળ ખસી આશા ને ઉંધુ ફરવા જતી આશા નો હાથ પકડી બોલ્યો...આઈ ડોન્ટ માઈન્ડ ! "થેંક્યુ ચાર્લી" કહી આશા શરમાઈ ને પરશાળ માં પ્રવેશી...પાછળ થી જતી આશા ને એક નજરે ચાર્લી તાંકી રહ્યો...આ કંઈ શારૂખ ખાન નથી કે હમણાં કેહશે "પલટ" ને પેલી પણ કાજોલ નથી...!! ઃ)મા એ અંતર ના આશિષ આપ્યા ફરી લગ્ન ની રજા આપી..પછી બધાએ ખાધુ પીધુ ને મજા કરી…ધ એન્ડ .
 ---રેખા શુક્લ

શુક્રવાર, 10 જુલાઈ, 2015

અન્ટીલ વી મીટ અગેઈન !!


"કેટલી માવજતથી તમારા દાદાજી ફૂલો વાવ્યાં છે ને તમે જોવા પણ નવરાં નથી?" નકામો છણકો કરતી મીઠ્ઠી મામીએ જરાક અણગમા સાથે જોયું જોયું ને અવની ટપકી..,હા,હા હા....ફૂલોની મજા તો પતંગિયા ને ભમરાં લઈ રહ્યા છે....ભાગો ..કહું છું ભાગો ...તમારા માટે નહીં તો મારા માટે ફૂલો છે..ઉંચા-નીચા હાથ ઉલાળતી પતંગિયા ને ભમરાં ઉડાડતી અવની ને મામી જોઈ હસી પડ્યા...ને અવની તેમને વળગી ને હસવા લાગી..કમરેથી ખસેડતા બોલી પડ્યા કે તમારા મામા આવે તે પહેલા લેસન કરી લેજો પછી આપણે બધા ફરવા જાશું
સાંજે...અવની ખુશ થઈ ગઈ..એના લાંબા વાળ ના બંને ચોટલા સુંદર રીતે ધોઈને વાળેલા પણ નાની-મોટી લટો સાથે પવન અડપલા કરતો ભાગ્યો. બાજુ એક રંગીન પતંગિયુ આવીને ખભે બેસી ગયું..! અવની ગભરાઈ ને જરા ગુસ્સા ભરી નજરે જોવા લાગી..તે બધુ જોવા સોસાયટીના બધા છોકરાઓ ભેગા થઈ ગયેલા..અરે મેં શાં માટે બોલાવી...ચાલો અંદર..નહીંતો મેળો ભરાતો રહેશે..!! અવની કાંઈ સમજે તે પહેલાં અંદર ભાગી ગયેલી. "મામી તમારા હાથના ઢોકળાં ને ચટણી નો પ્રોગ્રામ છે આજે" ? "હા, તમને ભાવે છે ને તેથી..""હા, લાવો
હું લસણ ફોલી આપું ને પછી ગીતો સાંભળતા સાંભળતા આજે અનાજ પણ વીંણાઈ જશે...સમર નો મહિમા હતો..અવની માટે તો તેના મામા-મામી નું ઘર વેકેશન !! બધા ક્યારેક બગીચે જાય ક્યારેક દરિયા કિનારે, ક્યારેક મંદિરે તો ક્યારે સારું પિક્ચર જોવા જાય...સમયસર થોડું શોપિંગ પણ થઈ જાય...ભાણી ને લીલા-લહેર થઈ જાય. શહેરની મધ્યમાં  એક મોટો રંગીન ફૂવારો પણ થયેલો તે જોવા ઘોડાગાડી (બગી) માં બેસીને જવાનું વળતા આઈસ્ક્રીમ ખાવાનો. "તમને ચોકબાર ખાવો છે ને ?" "હા", "ને આપણો એક કાજુદ્રાક્ષ ને એક કસાટા ઓર્ડર કરજો" કહેતા મામી બોલ્યા. મામા સાથે બધે ફરવાની મજા !
દસ વર્ષે દીકરી અનુ ને લઈને અવની આવી ત્યારે મામીને ત્યાં ત્રણ બાળકો આવી ગયેલા. થોડી સફેદી પણ માથે આવી ગયેલી ને મામા થાકેલા લાગતા હતા...અચંબા ની વાત હતી કે સામે થી આશુતોષ ને જતા જોયો પણ ટ્રાફિક ખૂબ હતો.. તો બૂમ પાડી શકી તો રોડ ક્રોસ કરી શકી..બે મિનિટમાં તો દેખાતો ગૂમ ..!! ખૂબ વાંચવાના શોખીન અને કસરત કરવા ને કરાવામાં એક્કા એવા મામા આજે શીખંડ લઈ ને આવ્યા...અવની જરાં થંભી ગઈ...મામી ભાખરી-શાક બનાવ્યા...અવની ઝંખવાઈ ગઈ પણ બધાએ ચૂપચાપ સાથે જમી લીધું..આંબા
ડાળે ...હજુ ઉંચે...હજુ ઉંચે કરતા હિંચકા ખાધેલા...બકરી પકડી ને દોહવા બેસી તોફાન કરતા મામા ને જોઈ રહી...ને હા, પેલા ભીંત ભડાકા ફોડતા મામા નજરે તરવર્યા..ને આજના સીરીયસ, થાકેલા, ગંભીર મામા...જમાનો બદલાય, માનવી બદલાય, ઉંમર વધે -થાક વધે, હા, આમ બુઠ્ઠા થઈ જવાતું હશે...ચાલો રજા લંઉ છું કહી અવની અનુ ને લઈને ચાલી..મામી સાડી ને પૈસા હાથમાં દીધા...સંકોચતા થી અવની લીધા કેમ કે તેમને નારાજ ન્હોતા કરવા. અનુ પણ આજે જુદી જુદી લાગી. રમકડાં લઈ દેવા કહેલું ને મળવાથી નારાજ તો હતી પણ છણકો કરતા બોલી "નો બડી લવ્ઝ મી" ને કારની બહાર જોતી બેસી રહી આખા રસ્તે કંઈ બોલી..બધા બદલાઈ રહ્યા છે ને હું અવની હજુ ત્યાં ની ત્યાં ?? રાત્રે નિંદર આવી, સવારે કામ માં મન ના લાગ્યું ને વોક કરવાનું કહી નીક્ળી પડી...કેટલું બધું ચાલી ગઈ યાદ ના રહ્યું ! અચાનક એક ગાડી એક્દમ નજીક થી પસાર થી હોર્ન વાગ્યું ને તે પડી ગઈ...વિચારમાળા તૂટી પડી. તંદ્રાવસ્થામાં ઉભી થઈ થઈ ને જોયું તો કારમાં બેઠેલા ને સખત વાગેલું ને ડ્રાઈવર ઉંઘમાં હતો તે બેબાકળો જાગ્યો હતો..."અરે ! પણ બે પાળી કરવાની શી જરૂર..શરીર છે...બીજા ને મારી નાંખીશ ત્યારે જંપીશ ??" પોલિસ ને એમ્યુલંસવાન આવી ત્યાં સુધીમાં તો
કેટકેટલું કહી ગઈ...ગભરાયેલો ડ્રાઈવર પેટ પર મારતા મારતા રડી રહેલો...!! અંદર બેઠેલા ઇન્જર્ડ થયેલ વ્યક્તિ પર ફરી નજર ફરી પડી ને અવની આભી થઈ ગઈ...મામા ની સોસાયટીમાં સૌથી વધુ હેરાન કરતો તોફાની, ઇશ્કી, આશુતોષ ઘાયલ હતો...અવની રડી પડી. જ્લ્દી હોસ્પિટલ લઈ જવામામ આવ્યો. પોલિસકેસ-આઈવિટનેસ-હોસ્પિટલ ને કીડી વેગે જાતા દિવસોમાં અવની રડી રડી ને અડધી થઈ ગયેલી...ફેસબુક પર પ્રે કરવા વિનંતી પણ કરેલી..ઘણા બધા મિત્રોએ યાચના નો પ્રત્યુત્તર પણ લખેલો...અનુ કંઈ સમજી કે મમ્મી ને શું થયું 
છે... બાજુ અવની ના લગ્ન તો અવિનાશ સાથે થયેલા..હવે કીધા વગર તો છૂટકો નથી...આખરે તે એક શ્વાસ માં બધું કહી ગઈ ને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અવિનાશે શાંતિ થી કહ્યું એમાં શું છે? આપણ જઈએ તેની મદદ કરીએ...અવની મનોમન વંદન કરી રહી...બધા સાથે ગયા...આશુતોશ દવા ના ઘેન માં સૂતેલો હતો..માથે , હાથે ને પગે પાટા બાંધેલા..અવનીનું રડવાનું ચાલુ રહયું ...અવિનાશે માથે હાથ ફેરવ્યો ને કહ્યુ સારું થઈ જશે !!
આજ અવની ભૂતકાળમાં ગરકાવ હતી. પર્સનાલીટી સ્ક્વીઝીઝ રાઈટર હતી...ઉપર નીચે નજર પડતાં વ્યક્તિ વિષે જાણી લેતી....કોઈ કેહતું યુ આર સાઈકીક...તે હસી નાંખતી. ડાયરીના પાના સ્પષ્ટ દેખાતા હતા..."આઇ એમ ક્રેઝી અબાઉટ યુ"..."તારા થી જેટલી દૂર રહેવા માંગુ છું તેટલો તું મારા માં ભળતો ગયો છે...લાગે છે ક્યારેક ચાસણી ની જેમ પીગળી રહ્યો છે"પહેલા પહેલા તો બહુ ચિડાતી..પણ આશુતોશ ભૂખ હડતાલ પર ઉતરી આવ્યો ત્યારે નમતું જોખાઈ ગયું !! આટલો બધો પ્રેમ તે કોઈ કરતું હશે ? સાથે બેસી ને કરેલું લેસન...રમતગમત, સંતાકૂકડી ને મોર નાં પગલાં રમતા કેટલી વાર શીખવ્યું તો પણ તેને તો ના આવડ્યું "બુધ્ધુ" કહી ને તે ચિડવતી...પણ બધું થોડું બધાને આવડે ..એનો અવાજ અફલાતુન હતો, તેની ઉચ્ચ ભાષા પણ મોહક હતી...કવિતા ગાઇ સંભળાવે તો ઉભા ઉભા રડી પડાય..દર્દ ગળામાંથી અવાજ થઈ હૈયે થી ટપકતું...!! હાઈસ્કૂલ પતવા આવેલી દર સમયમાં મળતા હવે જુદી જુદી કૉલેજ માં જશે જુદા જુદા...મામા ની પણ બદલી થઈ ગયેલી. ભણીગણીને બંને જુદા જુદા પરણી પણ ગયા...એકબીજા ને મળ્યા વગર..છૂટા પડી ગયા ને આજ અચાનક મળી ગયેલા..!કંઇ રીતે મદદ કરવી ને કંઈ રીતે અવિનાશને સમજાવાશે...તે વિચારી રહી....દવા ને સારવાર માટે અવિનાશે સામે થી ખૂબ ધ્યાન
રાખ્યું એક માણસાઈ ના નાતે ને તે પણ કંઈ અપેક્ષા વિના..! એક વાર બંને વકતૄત્વસ્પર્ધા માં  ભાગ લીધેલો. બંનેની સ્કૂલ જુદી જુદી ને વિષય પણ જુદા જુદા...બંનેની તૈયારી જોરદાર ચાલતી હતી. પહેલા કવિસંબેલન હતું જેમાં શ્રી. આદિલ મન્સુરી, શ્રી. ઉમાશંકર જોશી, શ્રી. બકુલ ત્રિપાઠી, શ્રી. ફાધર વાલેસ તેમજ શ્રી ભૂપતભાઈ વડોદરિયા પ્રસતુત હતા...ને પછી સ્પર્ધા માં "મા" વિષે બોલવાનું હતું...'જનની ની જોડ સખી નહીં જડે રે લોલ' 'જનની જન્મભુમિશ્ચ
સ્વર્ગાદપિ ગરિયસિ'...મોટું મોટું કડકડાટ બોલતી હતી ....ત્યારે આશુતોશ બોલેલો...હે પ્રભુ મારો શું ગુન્હો કે મારા જન્મ સમયે મારી મમ્મી ને તે લઈ લીધી ? એક વાર તો પૂંછ કે હું રડું તો મા ની મમતા ભર્યો પાલવ ક્યાં ગોતું ??? અવનીએ તેના માથે હાથ ફેરવ્યો....વાસ્તવિકતા ભૂલાઈ ગયેલી...અવિનાશ બારણેથી દાખલ થયો...નાની અનુ જોઈ રહી...આશુતોશે આંખો ખોલી ...અવિનાશે નર્સ ને બોલાવી ...તાબડતોબ ડોકટર પણ દોડી આવ્યા...અતીત નો પડદો ખુલ્યો ના ખુલ્યો બંને સજળ એક્બીજા ને તાકી રહ્યા...!! અવિનાશે ફ્રુટ ટેબલ પર મૂક્યું ને બોલ્યો...ફીલ બેટર...વિશ યુ સ્પીડી રીકવરી ..!! યુ વીલ બી ફાઈન સુન ...અનુ ને લઈ ને દરવાજે આવી પાછા ફરતાં અવની સામે જોઈ બોલ્યો..."શુડ આઈ વેઈટ ફોર યુ?" ..."યસ યસ શ્યોર ગીવ મી જ્સ્ટ ફાઈવ મીનીટ્સ"...બંને ગયા અવની બોલી પડી..."આઈ મીસ યુ...આમ અચાનક ? ને તે પણ આવી રીતે ? યુ વીલ સ્ટે ઇન ટચ વીથ અસ રાઈટ ?? ધીસ ઇઝ માય ફોન નંબર પ્લીઝ ફીલ બેટર..." ઘણું પૂછવાનું બાકી છે..પણ આઈ હેવ ટુ ગો ...આઈ વીલ સી યુ સુન ...બાય ..!"  બધી ડીટેઈલ ની જાણ થતાં એજ્યુકેટેડ અવિનાશે કહ્યું આપણે સાથે જરૂર જઈશું...!! આશુતોશ ને ખબર હતી કે પોતે અવનીના જીવનમાં આવશે તો પ્રોબ્લેમ થશે..તેથી લોકો ફરી મળવા આવે તે પેહલા બીજા રૂમમાં શીફ્ટ થઈ
ગયો..! 'બલિદાન પ્રેમ નું નામ પણ આમ તે કંઈ કરાય ??ઠપકો આપતી અવની પૂછતાછ કરી ને રૂમ ગોતી નાંખ્યો..આઇ વોન્ટ ટેઈક નો ફોર આન્સર...લેટ મી ડુ ધીસ પ્લીઝ કહી એનો હાથ પકડી ને બાજુની ચેરમાં બેસી ગઈ..આટલો તો મારો હક બને છે હોં !'
આજે વર્ષો બાદ અનુ નો રૂડો અવસર આંગણે આવ્યો છે અને આનંદની વાત છે કે અવની ને અવિનાશ આશુતોશ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે...ઘણા વર્ષે પાછા ભેગા થવાના...બિછડકે બિછડકે ફિર ફિર મિલના...યે લમ્હાં આજ જાને દેના..!! એજ દાદાજી ના ફૂલોથી આખુ ઘર મહેંકતું હતું ...વચ્ચે એક સુંદર મજાની ફૂલોની રંગોળી કરેલી...ઘર દ્વારે બે મદનિયા-વૄક્ષ માંઆકાર બનાવેલા તે ફૂલની માળા લઈ ને રાખેલા...સુસ્વાગતમ ને શુભમ ભવતુ મા માંડવે શ્રી ગણેશજી બિરાજેલા...ધીમી ધીમી શરણાઈ વાગી રહી હતી...આખુ ઘર બહાર થી રોશની થીઝળહળતું હતું...અવની ને અવિનાશ ની નજર બારણે થંભી ગઈ..ગુલાબી ફેંટો, લટકતો ખેસ, જાજરમાન શેરવાની ...ઉપર ગુલાબ નું ફૂલ ને બાજુમાં તેની બંને દીકરીઓ બાંધણી ના ચણિયા-ચોળી પેહરેલ પ્રવેશ્યા...એક જુવો ને બીજી ભૂલો...બંને ખૂબ રૂપાળી, ગુણીયલ ને ભણેલી...હજુ આજે જાણ થઈ કે જોડકી દિકરીઓને જન્મ આપી તેની પત્ની પણ તેને મૂકી ને
ચાલી ગયેલી...અનાયાસે બંને દીકરીઓના માથે હાથ ફેરવાઈ ગયો...અવની ના આંખો ભીની હતી..!અવિનાશે ખભે હાથ મૂક્યો...અવની ને બંને ખૂબ સુંદર લાગતા હતા..બંને હરખથી આવકાર્યા...અંદર બોલાવ્યા...અનુ બેટીના લગ્ન છે..પતંગિયાને ફૂંટે પાંખો તેમ દિવસો ગયા ઉડી..બે મીનીટ પોતાના શૈશવમાં તાકી રહ્યા પછી હસી પડ્યા...ભગવાને ફરી ફરીમળવાનો મોકો પણ આપ્યો..!! દૂર દૂર રેહવા છંતા કેટલા પાસ પાસ રહ્યા...અવિનાશે જૂના ગીત ની ફર્માઈશ કરી અને આશુતોશે મુક્તમને શ્રી. મૂકેશજી નું ગીત સંભળાવ્યુ...તાલીઓ
ના ગડગડાટ ..પછી ત્રણેય દિકરીઓએ બધાને મોટી સરપ્રાઈઝ એક ડાન્સ કરી ને આપી...જૂના પિકચર નું ગીત.."દુનિયા હૈં મેરે પીછે...લેકિન મૈં તેરે પીછે..અપના બનાલે મેરી જાન"તે ગીત હતું બધાને ખૂબ પસંદ પડ્યો...માહોલ માં ચોતરફ હાસ્ય ની છોળો ઉછળી રહી ...ફંકશન ખુબ સફળ ગયુ...'અન્ટીલ વી મીટ અગેઈન" કહેતા બધા છૂટા પડ્યા પાછા ભેગા થવા માટે...!!

---રેખા શુક્લ ૦૭/૧૦/૧૫