શનિવાર, 30 ઑગસ્ટ, 2014

નૂતન પ્રભાત અનેરૂ

એક દિપક એક પ્રાગટ્ય ઝળહળી ઉઠે પ્રભાત અનેરૂ
ગર્વીલા ખંતીલા મા-ભોમ માં ઝગમગે પ્રભાત અનેરૂ

સૂર્ય ની કરો પરિક્ર્મા ઉગ્યું છે નૂતન પ્રભાત અનેરૂ
'સબરસ' ટહુકો, ભાતભાતી રંગોળીયું રે પ્રભાત અનેરૂ

સુસ્વાગતમ ને સાલમુબારક બાંધી તોરણ પ્રભાત અનેરૂ
ફૂટે ફટાકડા સૌ હરખ્યા અન્કુટિયા દ્વારે પ્રભાત અનેરૂ
-----રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. હ્રદય ની દેહલિજે દસ્તક મૂકી-ઉમંગ ઉત્સવનો ગુલદસ્તો લઈ આવે પ્રાંગણે દિવાળી.કાચના રહ્યા આપણે રૂમઝૂમ રૂમઝૂમ ઝૂમી ઉઠીએ ...ઉર્મિનો ભંમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો આવી
    બેસે ને કોઈ અજાણ્યો જાણીતો ચેહરો પણ ખીલી ઉઠે. ખોબલે શુભકામના વ્હેંચાણી બસ દિપાવલી દ્રષ્ટિબિંદુ માં છે સમાણી...લે જો અમારી નૂતનવર્ષની શુભકામના અપનાવી...દિપાવી જીવન
    જ્યોત પ્રગટાવી.-----રેખા શુક્લ પરિવાર આપને વંદી શુભાષિશ પાઠવે છે.

    જવાબ આપોકાઢી નાખો