શનિવાર, 30 ઑગસ્ટ, 2014

અક્ષરી અંતાક્ષરી

ચરણ ચાંપી મૂંછ મરડી સૂર્ય કવિતા ને છેડે છે
ભીતરી સૌંદર્ય શબ્દો પેહરી અલંકાર રીઝવી છે

વિદેશની અટારીએથી માણસાઈના પ્રગટે દિવડાં
ને સૌરભ સંગ જ્યોત પ્રકટી  એકલતા અડે છે

ગુંજે હાસ્યમાં અક્ષરી અંતાક્ષરી ને કૄતિ કરે ડોકિયા
નિકટ લોચનિયે ઝલક પડે મૂંગા મંતર રીઝવે છે
-----રેખા શુક્લ

નૂતન પ્રભાત અનેરૂ

એક દિપક એક પ્રાગટ્ય ઝળહળી ઉઠે પ્રભાત અનેરૂ
ગર્વીલા ખંતીલા મા-ભોમ માં ઝગમગે પ્રભાત અનેરૂ

સૂર્ય ની કરો પરિક્ર્મા ઉગ્યું છે નૂતન પ્રભાત અનેરૂ
'સબરસ' ટહુકો, ભાતભાતી રંગોળીયું રે પ્રભાત અનેરૂ

સુસ્વાગતમ ને સાલમુબારક બાંધી તોરણ પ્રભાત અનેરૂ
ફૂટે ફટાકડા સૌ હરખ્યા અન્કુટિયા દ્વારે પ્રભાત અનેરૂ
-----રેખા શુક્લ