મંગળવાર, 28 જાન્યુઆરી, 2014

તનમન થી જઈ આવી......

શમાણાંની આરપાર હું માનતા કરી આવી 
ઘર થી ઘર તરફ તનમન થી જઈ આવી


આખર પંખીનું ઘર છે પાંજરું જોઇ આવી
મિલનનું ભોળપણ દ્વાર સુધી થઈ આવી

એક તારી જ છે જરૂરત ઝુંપડે વાસ્તુ કરી આવી
પ્રથમ ચાહી તને ગણપુજન વિધિએ કરી આવી

ભાડાની ઓરડી એ ઘાત દિશા ખોળી આવી
                પોઢેલા ચંદ્ર ને હથેળીમાં ભાગી ને લઈ આવી

ડૂંસકાની દિવાલે મણ-મણ નો બોજ જોઈ આવી
મંગલ ચરણે પાંદડે પાંદડે દીવડા કરી આવી


થૉરની વાડે લીલીછમ સુગંધી મોતી-બુંદ થઈ આવી
ગિટારની પેહલી ધૂન...કહો શું પામશો? લઈ આવી

વાદળઘેરા આભમાં ક્યારેય તું મારી સાથે નહીં રમે?
વાત હોય આપવાની એમાં નિયતિ કેમ આવું કરે?

ઉગે સૂર્ય વિનય નો બે મીઠા નમને આવકારે આવી
વતનનો સાદ પણ ભણકાર સાચે જ જોઈ આવી !

ભારત મારી ભીતર, તાસિરે વિદાય લઈ છું આવી
શોખીન નાર ઓઢી પાનેતર શિવજી સંગ છું આવી
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો