મંગળવાર, 28 જાન્યુઆરી, 2014

પોતાનું

બારી ના બહારના એકાદ ખૂણે
તથાગત યથાવત પોતાનું માણસ
સુખ નામના પ્રદેશે એકાદ સ્વપ્નદ્રષ્ટા
ત્વમેવ સર્વમ મમ દેવ દેવ !!
---રેખા શુક્લ

તનમન થી જઈ આવી......

શમાણાંની આરપાર હું માનતા કરી આવી 
ઘર થી ઘર તરફ તનમન થી જઈ આવી


આખર પંખીનું ઘર છે પાંજરું જોઇ આવી
મિલનનું ભોળપણ દ્વાર સુધી થઈ આવી

એક તારી જ છે જરૂરત ઝુંપડે વાસ્તુ કરી આવી
પ્રથમ ચાહી તને ગણપુજન વિધિએ કરી આવી

ભાડાની ઓરડી એ ઘાત દિશા ખોળી આવી
                પોઢેલા ચંદ્ર ને હથેળીમાં ભાગી ને લઈ આવી

ડૂંસકાની દિવાલે મણ-મણ નો બોજ જોઈ આવી
મંગલ ચરણે પાંદડે પાંદડે દીવડા કરી આવી


થૉરની વાડે લીલીછમ સુગંધી મોતી-બુંદ થઈ આવી
ગિટારની પેહલી ધૂન...કહો શું પામશો? લઈ આવી

વાદળઘેરા આભમાં ક્યારેય તું મારી સાથે નહીં રમે?
વાત હોય આપવાની એમાં નિયતિ કેમ આવું કરે?

ઉગે સૂર્ય વિનય નો બે મીઠા નમને આવકારે આવી
વતનનો સાદ પણ ભણકાર સાચે જ જોઈ આવી !

ભારત મારી ભીતર, તાસિરે વિદાય લઈ છું આવી
શોખીન નાર ઓઢી પાનેતર શિવજી સંગ છું આવી
---રેખા શુક્લ

સોમવાર, 27 જાન્યુઆરી, 2014

કુમકુમ

કંચનવર્ણી કાયા એની કુમકુમ પગલાં પાડે
હસ્તી એવી આંખો એની રુમઝુમ ડગલાં માંડે

ડોક્ટર કહે બ્લડ પ્રેશર ને રક્તકણ ઓછા લાગે
કદી કવિને પૂછો તો એવું જરીએ ના લાગે !!
---રેખા શુક્લ        

હાયે...હાયે

ઓ ઘમ્મર ઘમ્મર ફિરું હાયે પાવ પડ ગયો રે 
વો જિયરો મોરો લેકે જાલીમ હાય અડ ગયો રે
ઓ બાલમ મોરો હાયે ક્યું પીછો પડ ગયો રે ?
વો શબનમ શબનમ કેહ્કે મોહે સંગ લે ગયો રે 
મૈં..મે મૈં ...મે સે તૂ ..તુ કેહકે પાસ લે ગયો રે
જા જા ના ના...કેહકે તું ખાસ હો ગયો રે...!!
---રેખા શુક્લ

ગુરુવાર, 23 જાન્યુઆરી, 2014

પગલાં

દાયકાના પગથિયે
પગલાં કવિતાના 
ને ચિત્ર-સંગીતના
પાથર્યા જુજ પુષ્પો
---રેખા શુક્લ