રવિવાર, 21 જૂન, 2020

નાનકી-તૃપ્તિ.

પરિવારમાં સૌથી નાની ને દોડીદોડી ને કામ કરતી તેથી બધા એના ઉપર નિર્ધારીત  રહેતા. શ્વેતાથી મોટી ત્રણ બહેનો હતી ને બધા પોતપોતાનામાં વ્યસ્ત રહેતા. સ્કૂલ હોય લેસન હોય ને ધરકામ પણ હોય ઉપરથી મહેમાન દર વેકેશનમાં અચાનક પણ કાયમ આવી જતા મઝા પણ પડતી પણ કેશ એન્ડ કેરી જેવા સ્ટોર હજુ ખુલ્યા નહોતા ને તેથી કામવાળો કપડાં વાસણ ને કચરો વાળી પોતા કરી જતો હોય પણ આખા વર્ષનું અનાજ તો વીણી ને સાફ કરવાનું બધાની જવાબદારી. બધા ચોખા દાળ ને મોઈ ને મમ્મી ભરતા અને હા, જાતભાતનાં અથાણાં પણ ઘરે જ બનાવાતા. તેથી ઉનાળો બીઝી બીઝી પસાર થઈ જતો. તેમ છંતા બધા કઝીન્સ સાથે રમતગમત પત્તા ને પકડાપકડી જરૂર રમાતી. કામ કર્યા પછી બાળકોને ખુશ કરવા દાદીમા બરફનો ગોળો ખવડાવતા પણ ક્યારેક દાદીને મનાવવા પડતા તો ક્યારેક દાદી ધમકી દેતા કે જે કોઈ આજે સૂઈ નહીં જાય બપોરે તો તેને બરફનો ગોળો નહીં મળે. ખબર નહીં પણ ગરમીમાં ત્યારે બરફનો ગોળો જેણે ખાધો હશે તેને જ મજા ની ખબર પણ હશે જ. ફ્રીજ વગર ચાલતું પણ ખાવાનું ગમે તેટ્લું ખાધું કેમ ન હોય પણ રોંઢો કરવા બધા તત્પર રહેતા.. ભલે ને પછી વધેલી રોટલીને તેલમાં સાંતળી દીધી હોય ને મીઠું મરચું નાંખ્યું હોય પણ આહાહા... !! મજા પડી જતી હોય. ત્યારે લેફ્ટ ઓવર નહોતા મળતા. જુવાન બાળકોની સંખ્યા જોઈને. બાળકોની ભૂખમાં એક 'રોંઢો' કરવા પણ જો રોટલીઓ વધે તો ભયો ભયો. હા, અહીં કાઠિયાવાડી  તળપદી શબ્દ વાપર્યો છે. પણ હવે તેને અત્યારે બપોરનો નાસ્તો કે ટી-ટાઈમ કહેવાય છે. આમ ને આમ ક્યારેક દહીંમાં વધારેલી રોટલી પણ માણતા. ફરી હતા ત્યાં ના ત્યાં ભૂખ્યાં ના ભૂખ્યાં. નાનકી તો ચપટી કે માંડ ચમચી ખાતી હશે. સાવ દૂબળી એની ચોલી ફુગ્ગા બાંય નું માપ પણ ઢીંગલીના કપડા જેવું જ લાગતું. નાનકડી ઘાઘરી ને ચુન્ની જેટલી ઓઢણી..અને એમાં ડાન્સ શીખવાડી ને મમ્મીએ સ્ટેજ પર ઉભી રાખી દીધી " હુંં નાની ને નમણી દૂધવાળી' નો ડાન્સ કર્યો...બધા ખુબ ખુશ થયા ને તાલીઓથી વધાવી લીધી.

આંખો તો એની બોલતી જ હતી  I miss you ને સામેથી I Love you નો રીપ્લાય ક્યારે આવશે તે વિચારતી. બસ એક લાગણી પડી હતી તૂટેલી વિખરાયેલી કે કોઈએ આવી ને એને સમેટીને પોતાની કરી લીધી...પ્રેમ પાંગર્યો ને છેવટે ધર છોડી ભાગી ને લગ્ન કરી લીધા.
તું આમ જ મને છોડી ગઈ !!
લે જો તરસઘર બન્યા દેશે ઘરમાં
કોઈ'ક તો આવી ક્યારેક જો હરખાવશે
તરસ્યા મલકનો મેઘ જો બનશે !!
સાચેસાચ ના માંગુ સુવર્ણચંદ્રક, પારિતોષિકો કે પુરસ્કાર
ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં
થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં
તું આમ જ મને છોડી ગઈ !!
આમ ને આમ સંસ્કૄતિના દાબ હેઠળ,
છોડ બધુ ઓ' વનસુંદરી તું જો પ્રવેશે..
પ્રકૄતિસૌંદર્યના અંકૂર ફૂટી મહોરાવુ પુષ્પ સમર્પિત
શું ટાંકુ વેદના અરે !! આખરી તીવ્ર જીવંત વેદના,
ભાષા ચિતરાઈ જો ને પાને પાને ;
પાણે... પાણે !! ડૂબી જીન્દગી આંગણે ને
તું આમ જ મને છોડી ગઈ ઉગતા ઘડપણે !!

 હા, એને એમ કે ધરકામ ને વૈતરાં માંથી છૂટી તો ખરી. પ્રેમ હશે તો જગ જીતાશે. પણ સામે મોટું પરિવાર હતું.. સાસરું ને પિયર નજીકનજીક હતું... તેથી કામ બમણું થયું...!! સાસુ સસરા, બબ્બે જેઠ જેઠાણી ને નણંદબા... લગ્ન પછી કામકાજ વધ્યા. ઘરડાં થયા સસરાજી તો તેમની શ્વેતાએ ખૂબ ચાકરી કરી..સાસુના હોવા છંતા..તે ખડે પગે ઉભી રહેતી. આખર સસરાજી પરલોક સીધાવ્યા. તો કાકીજી આવ્યા. બીમાર ને નિરાધાર , લાગણી રડે ને શ્વેતા દિલથી સેવા કરે.પહેલા ખોળે દીકરો અવતર્યો. અને પછી આવી લક્ષ્મી દીકરી બનીને. સંપૂર્ણ પરિવારની પરિભાષા સચવાઈ. ખર્ચા વધ્યા... કામ વધ્યું, સાસરે તો જેઠ જેઠાણી નણંદ પરિવાર બધા આવતા જતા કેમકે સાસુજી (બા) હતા ને..!! સ્ત્રી પ્રેમ મળે તો બધુજ સ્વીકારે છે. બધા સાથે ભેગા મળી દિવાળી - હોળી- નવરાત્રી- રક્ષાબંધન વગેરે તહેવારો સ-રસ ઉજવતા રહ્યા. ખુશી અને સુખી પરિવાર ને બાંધી રાખવા હંમેશા તે પોતે ભોગ આપતી રહી...ઘસાતી જ રહી. સાસરા પક્ષે ને પિયર પક્ષે જાણે તે ઝઝૂમતી રહી. ક્યારે બેસાંધા ભેગા કરવા વાર તહેવારની વસ્તુઓ વેચતી રહી... ધરે બેઠા કમાતી રહી. પોતે જે કમાતી તે ભેગુ કરવાની ટ્રાય કરતી પણ ક્યારેક વેચાણ ઓછુ થાય તો નિરાશ થવાને બદલે પરિવાર ને ખુશ રાખતી. સમજણથી સમજોતો કરતા શીખી ગઈ હતી શ્વેતા પોતે પાયાની ઇમારત બનીને.

શ્વેતાનું મન ને દિલ ચોખ્ખુ અને આપવા-લેવાની સૂઝ પણ ખૂબ પડે. કોને કેટલાનું કરવું જોઇએ અને મહારાજે વિધી બરાબર કરાવી કે નહીં તે પણ સમજાય. બધાના મન સાચવતી જાય હસતી જાય અને કામ કરતી જાય. બધું સારું ચાલતું હોય તો જીવનમાં એથી વિશેષ જોઇએ શું ? દિવસે ન વધે તેટલી રાતે વધે દીકરી... ને સમય આવે એના લગ્ન લેવાય..તેવું દરેક 'મા' ના જીવનમાં આવે છે આ ખુશી ને સાથે વિદાયનું દુઃખ એજ " કન્યાદાન" શ્વેતાના જીવનમાં પણ દિવસ આવી ને ઉભો. ને દીકરીના લગ્ન એટલે કેટલો ઉત્સાહ !! કેટલો ઉમંગ !! કેટલા કામ-વ્યવહાર -બધાના લિસ્ટ બનાવતા તે વિચારી રહી. મામેરૂ થશે, ચોરી માં વરવધુ ને જાનૈયાઓ માટે 'અલુચલુ' પીરસાશે. ચોખ્ખા ઘી માં તળેલાં દહીંથરા સુંવાળી ને દળેલી બૂરું ખાંડ
ને ઉપરથી રેડાશે ઘી ની ધાર ! સાળી ની સાથે સખીઓ ગોઠડી ને મસ્તી મજાક કરતી જશે. અણવર ને વરરાજાની ટીખળી કરતી જશે ... ને લાગ આવે વરરાજા ના જૂતા (શુઝ) ચોરી જશે.થોડું હસવું આવી ગયું... પાછું મનને મનાવ્યું કે આ બધી પ્રથા તો મજાક મસ્તી કરવા માટે નહીં પણ વાતાવરણ હળવું કરવા માટે હશે... મારું શું થશે ? ના  હું તો હસતા હસતા જ વળાવીશ.પરિસ્થિતિ, અચોક્કસ પણ આશાસ્પદ. મનની સંતુલિત અવસ્થા. અધૂરપમાં પણ તૃપ્તિ.

ચોરીનો મંડપ ફૂલોથી બંધાય પછી જાનૈયાઓ ચંદરવા નીચે ખુરશી ટેબલ પર જમશે.બધું રાબેતા મુજબ જ થયું. મેંદી મૂકતી છોકરીઓ હસી રહી હતી. આનંદ આનંદ !! ગણેશસ્થાપના ને વિધી થઈ...મિંઢણ બંધાયા... પાથરેલું આણુ બધાયે ખૂબ વખાણ્યું. ભારે સાડીઓ ને મેચીંગ ઘરેણાં ને શુઝ ઉપરાંત હેરસ્ટાઈ ને મેકઅપ બધુ દરેક વખતનું નક્કી કરાયેલું તે પ્રમાણે જ થયું.ભોળી દીકરી ને મલકાતી જોઈ કઈ 'મા' ના હરખાય !! યસ શ્વેતા પણ હરખાઈ પણ પછી યાદ આવ્યું કે આટલી મોટી કરી દીધી હવે જાતી રહેશે ને આંખો ભીની થઈ ગઈ...છાનું રડી લીધું .નહીંતર દીકરી જો ઢીલી થઈ જશે તો તેના પપ્પા ને નહીં સચવાય.  આપણામાં દિકરી ને પપ્પા ખુલ્લા દિલથી વાતો નથી કરી શક્તા...વિદાયવેળા એ ઉભરો છલકાય છે !! પ્રેમ કરું  છું એમ પણ ના કહે પણ હા, "જીવતી દાટી દઈશ જો કોલેજ ના નામે લફરાં કર્યા છે તો" એવી ધમકી આપતાં ના અચકાય. અને આખરે અજાણી વ્યક્તિને આખી ને આખી સોંપી દે દીકરી..ને તેને કન્યાદાન દીધું કહેવાય !! ઉપરથી સલાહ દેવાય પડ્યુ પાનુ નિભાવજે...બધાનું ધ્યાન રાખજે ને ડાહી થઈને રહેજે... વગેરે વગેરે કહી વિદાયવેળાએ માતા-પિતા ખૂબ રડે..ક્યારેક એમ થાય આવું કેમ ?
દિકરી વળાવુ હું જાણી લેજો..ભૂલ થાય તો વાળી લેજો...!!
હસતી એનો માણી લેજો..આંસુ એના વાળી લેજો...!!
આંસુ ને તો સરવાની આદત ...ભોળી આંખે રડતા "આંસુ" શ્વેતાનું ઘર દીકરી વગર સૂનું સૂનું લાગે ...એ તો સારું થયું કે દીકરી બહુ દૂર નથી રહેતી તેથી આવજા ચાલુ રહી છે. દીકરો તો એના કામ ના લોંગ આવર્સના લીધે ક્યારેક જોવા મળતો. તેથી શ્વેતાએ ઘરમાંથી જ ટપરવેરનું વેચાણ કરે આમ પાયો મજબૂત રાખવા દરેક સ્ત્રી મનેકમને ઘસાતી જ આવી છે ક્યારે ધોળા વાળ આવી ગયા ને અરીસો અણગમતો થઈ ગયો ખબર નથી પણ આ માટે સ્ત્રી પૈસાથી વધાવાતી કે કોઈને એવોર્ડ મળતા... પણ કરેલો ભોગ સુગંધ બની બાળકોના પ્રોગ્રોસમાં જોવા મળે જ છે. વડીલોની કરેલી સેવા ચાકરી ના મેવા શુભાષિશ થઈ ફળે જ છે. દાદીની આર્થરાઈટીસ ની બિમારી ને લીધે એમના આંગળા કામ ન કરે ને સાવ વળી ગયેલા કમરેથી ...તેથી નાનકી શ્વેતા જ્યારે આવી ને માથું ઓળી આપે ને નવડાવી દે ને ચા બનાવી દે તો ખુશ થઈ જાય. એમને સાચવી લેતી ..પણ તેમના સ્વર્ગવાસ પછી વર્ષમાં જ પપ્પાની પાર્કિનસન થી જે હાલત થયેલી તે જોવાતી નહોતી. દિલ ને હજુ સમજાવીને કઠણ કરતી. માનવામાં ના આવે તેટલા દવાખાના ના ધક્કા થવા લાગ્યા ને તબિયત તો વધુ કથળતી જ ગઈ..!! દિલ આજે પત્થર બની કે શું આસું પણ થીજી જ ગયા છે કે શું ? પપ્પા ના દેહ ને તાંકતી શ્વેતા મૂરત થઈ ગઈ હતી.

સ્મરણ માં સપનું છળ થઈ ભળ્યું, લ્યો આખર મુલાકાતી નું વળગણ થઈ મળ્યું
કોઈ કહે મૂંઝવણ મીઠ્ઠી થઈ ફળ્યું. અરે આંસુ ઠરી બરફ મહીં એ વિસ્મરણે ભળ્યું
---રેખા શુક્લ

મંગળવાર, 16 જૂન, 2020

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ

કોરોના મૄત્યુ નો ફરિશ્તો- રેખા શુક્લ
"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."

અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી"
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના,  આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.આજે એનો ફોન આવ્યો ભાઈ ઇઝ ગેટિંગ સીક, આઇ થીંક !!  કંઈક તો કહે છે

બંધ પડી બારી દરવાજા કંઈક તો કહે છે
સડકો પર પ્રસર્યો સન્નાટો કંઇક તો કહે છે

બંધ સિનેમા મોલ દુકાનો, ઉભી રેલ-બસો
શોરૂમો પર લટક્યા તાળા, કંઇક તો કહે છે

બહુ દિવસોની તરસી જે તરસ બુઝાવતી'તી
સૂકી નદીયો સૂના કિનારા કંઈક તો કહે છે

મળે ભલે એમને આશ્વાસન લાખ સરંક્ષણનું
ચિન્હો ગુંગળાય ગભરાટી કંઇક તો કહે છે

સૂરજ ચંદ્ર દંતકથાના બેશક બન્યા કિસ્સા
સાચા અંધારી રાત ના તારા કંઇક તો કહે છે
---- રેખા શુક્લ

ઉધરસ ને શરદી સખત છે ને હોસ્પીટલ જવા તૈયાર જ નથી. પણ એમનું કોણ ધ્યાન રાખી શકે ? ધરેથી તો ધરેથી પણ જોબ તો કરવી જ પડે છે. કોરોના હશે તો ?? એટલીસ્ટ ટેસ્ટ કરવા લઈ જ જઈશ. શોશિયલ ડિસ્ટન્સ ને લીધે હું ગીલ્ટી ફીલ કરું છું પણ ના છૂટકે આ જ કરવું પડશે. આ લોકડાઉન તો ખૂબ ચાલ્યું પણ કોરોના તો બધાને ભરખી જ રહ્યો છે. માણસે માણસનો ફક્ત ઉપયોગ કર્યો છે,ના છૂટકે કુદરતે એક પ્રયોગ કર્યો છે,આવો પણ સમય આવશે નહોતી ખબર, માણસનેજ માણસનો ડર લાગશે નહોતી ખબર,
મોંધા માં મોંધા કપડાં કબાટમાં લટકાવી દેવામાં આવ્યાં,અને બ્રાન્ડ વિનાનું માસ્ક બાજી જીતી ગયું .
કોરોના વાઇરસના માધ્યમથી ઇશ્વરનો સુંદર સંદેશ, તમે પ્રુથ્વી પરના મહેમાન છો માલિક નહીં.
કુદરતે આપેલી ભેટોને આપણે નુકશાન પહોચાડ્યું છે,આ કોરોના વાઇરસ એની છેલ્લી નોટિસ છે.
મંગળ પર જીવન વિકાસવાની વાતો કરતો હતો માણસ, આજે પૄથ્વી પર અસ્તિત્વ ટકાવવા જજૂમી રહ્યો છે.
અમુક નાસ્તિક લોકો મેણાં મારે છે કે ,હોસ્પિટલ ખુલ્લા છે અને ભગવાનના દ્વાર બંધ છે
ના ભાઈ, ભગવાનના દ્વાર બંધ નથી,જો અદ્રશ્ય વાયરસમાં તમને મારવાની શક્તિ હોઇ શકે છે
તો અદ્રશ્ય ભગવાનમાં તમને બચાવવાની પણ તાકાત છે,બસ વિશ્વાસ રાખજો.
આજે બધા મંદિરો બંધ છે કારણકે,બધા ભગવાન અત્યારે હોસ્પિટલમાં
સફેદ કોટ પહેરીને સેવામાં છે. ,કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા
ખાલી એજ તો દેખાય છે જ્યારે કોઈ નથી દેખાતું.રહી જો ડાળીઓ તો પાંદડા પણ આવશે
આ દિવસો ખરાબ છે તો સારા પણ આવશે,બસ સમયને સમયસર સાચવી લેજો
બીજું કંઇ પણ સાચવવાની જરૂર નહીં પડે,જે સમયે સમસ્યા એ જન્મ લીધો હોય છે,
એજ સમયે સમાધાને પણ જન્મ લીધો જ હોય છે.શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી જ પડે,જીવનમાં કપરો સમય તો આવે જ છે
તે તમારા પર આધારિત છે કે તમે તેને કેવી રીતે લો છો
કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા ,પણ કોઈને નડવું નહીં એ આપણે ક્યારે શીખશું
એટલી હદે આઝાદ થયો છે આજનો માનવી,કે આજે એને ઘર પણ જેલ જેવું લાગે છે
જીભને સેનેટાઇઝ કરિને ક્વોરંટાઈન કરી દો,સબંધોમાં પ્રસરતો કોરાનો-વાઇરસ અટકી જશે
કોઈતો એવું સેનેટાઇઝર બનાવો કે,જે હાથની સાથે સાથે લોકોના દિલ પણ સાફ કરે
સમય સમયની વાત છે સાહેબ, પહેલા કહેતા કે  નેગેટિવ લોકોથી દૂર રહેવું
હવે કહે છે કે પોઝિટિવ લોકોથી દૂર રહેવું, કોરાના એ લોકોને સમજાવ્યું કે,
આપણો દેશ અને આપણા ઘર જેવી ,સુરક્ષિત જગ્યા બીજે ક્યાંય નથી
જ્યારે પરિસ્થીતિ બદલવી અશક્ય હોય,ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
નિમિત્ત કોણ હતું એનાથી ફેર નથી પડતો,નિર્ણય હમેશા કુદરતનો હોય છે જે દરેકને સ્વીકારવો જ પડે છે
સમય પણ ઘણો મજાનો છે સાહેબ, પહેલા મળતો નહોતો અને હવે જતો નથી
ક્યારેક પરિસ્થીતિ ને સમય પર છોડી દેવી જોઈએ,
શું ખબર તે પરિસ્થીતિ તમારા પ્રયત્નો નહીં સમય માંગતી હોય
એક સેકન્ડનો પણ સમય ન્હોતો સાહેબ આ દુનિયાના માણસો પાસે
કુદરતે બધાને એક સાથે જ નવરા કરી દીધા, થપ્પો દાવની રમત ચાલી રહી છે, દાવ કરોના નો છે
આપણે છુપાઇને રહીશું તો જીતી ગયા
અને બહાર નીકળ્યા તો કોરોના આપણને આઉટ કરી દેશે દુનિયામાંથી
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું, ICUમાં રહેવા કરતાં ધરમાં રહેવું સારું
અને જિંદગીથી હાથ ધોવા કરતાં ,સાબુથી હાથ ધોવા સારા
જિંદગીમાં પહેલી વખત જોયું કે માણસે જીવવા માટે પૈસા કમાવવાનું છોડી દીધું
સમય સમયની વાત છે સાહેબ,
ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને ,નકામા કહેવામા આવતા
અને આજે ધરે પડ્યા રહેવા વાળાને સમજદાર કહેવામાં આવે છે. અમે હળદરવાળું દૂધ સાથે પીધું માસ્ક પહેરી તેને મદદ કરી કારમાં બેસાડી ગાડી ઇમરજન્સીમાં દાખલ કરી. પીડિતો ની સંખ્યા જોઈ હું દંગ. પણ ભાઈએ અચાનક કહ્યું હું સમજું છું તારી
ગડમથલ મને ખબર છે તું મારી સાથે જ છે મને પ્રેમ કરે છે ને મારી કેર કરે છે. જો હું પોઝિટીવ કોરોના કેસ હઈશ તો પણ અંતરથી ખુશ છું કે આપણે તો આટલા વર્ષ સાથે શાંતિથી રહ્યા.કેટલી બધી સમજ છે ને ભાઈને લોકો ફિઝીકલી ચેલેંજ માને છે !!.
--- રેખા શુક્લ

શનિવાર, 28 માર્ચ, 2020

કંઈક તો કહે છે...!!!

કંઈક તો કહે છે

બંધ પડી બારી દરવાજા કંઈક તો કહે છે
સડકો પર પ્રસર્યો સન્નાટો કંઇક તો કહે છે

બંધ સિનેમા મોલ દુકાનો, ઉભી રેલ-બસો
શોરૂમો પર લટક્યા તાળા, કંઇક તો કહે છે

બહુ દિવસોની તરસી જે તરસ બુઝાવતી'તી
સૂકી નદીયો સૂના કિનારા કંઈક તો કહે છે

મળે ભલે એમને આશ્વાસન લાખ સરંક્ષણનું
ચિન્હો ગુંગળાય ગભરાટી કંઇક તો કહે છે

સૂરજ ચંદ્ર દંતકથાના બેશક બન્યા કિસ્સા
સાચા અંધારી રાત ના તારા કંઇક તો કહે છે

---- રેખા શુક્લ 

શુક્રવાર, 27 માર્ચ, 2020

સરસ બાળપણના દિવસો કબસ્કાઉટમાં...!!

યાદ છે ત્યાં સુધી કબસ્કાઉટ માં હતો ત્યારે હું આઠ નવ વર્ષનો હઈશ. હા, એનો યુનિફોર્મ પહેરીને પહેલા દિવસે તો ઘરમાં જ ટ્રાયલ શો થયો. ઘડી વાળીને મૂકી દીધો. સમરનું વેકેશન ને ઉપરથી આ કબસ્કાઉટમાં મારા સાથીદારો સાથે ૧૪ દિવસની શિબિરની મજા. અમારા ટૂકડી ના આગેવાન અશ્વિનસર પણ એટલા જ ઉત્સાહિત ને આનંદિત હતા. બધા ને એકસરખા ઉભા રાખવામાં આવ્યા. સર નો હું ગમતીલો તેથી બાજુમાં જ ઉભો રાખ્યો. સૌથી ક્યુટ ને બકુડો હું પણ મહેનતુ ને બધાથી વધુ મદદમાં હું આવતો. ગામની બહાર સ્કૂલ બાંધવાની હતી જગ્યા વિશાળ હતી. ગોળ કુંડાળામાં બધાના ટેન્ટ બંધાતા. અમે બધા ભેગા થઈ એક ખૂણામાં સિમેન્ટ-ધૂળ ને સૂકા ઘાસનું ભૂસુ ભેળવી ઈંટો બનાવી સૂકવા મૂકતા. બધાની સુકાઈ જાય એટલે પાયાની ડીઝાઈનની ફરતે મૂકવા જતા. ખબર નહોતી કે કોણ આ સ્કુલ માં જાશે અમારા માંથી પણ હોંશે હોંશે પોતે બનાવેલી ઇંટો ગોઠવવાનો આનંદ મને પૂછો તો અદકેરો હતો. દોડી દોડી ને બીજાની પણ મૂકી આવતો, મદદ કર્યાનો વધારે આનંદ !! કોઈ ધીમે ધીમે કામ કરતો કે અટવાઈ ગયેલો જોઈ તેને મદદ કરતા સમજાવતો જો આમ થાય પછી આમ કરજે...પછી સૂકાઈ જશે. ટેન્ટના કુંડાળામાં મોટુ મેદાન એમાં વચમાં બોનફાયર થાય રાતના. બધા નાના-મોટા લાકડા ભેગા કરી તાપણાં માં વાતો ગીતો ને રમતો રમાય. બધા ટેણીયાઓ ભેરૂની જેમ આનંદ કિલ્લોલ મોડી રાત સુધી કરીએ. સવારે ઢીંચણ વેત પાણી માં બધા લાકડાં ના હોડકાં ત્રણેક ભેગા ઉંચકી નદીએ લઈ જઈ કનુઇંગ કરીએ... બોટીંગ કો કે હોડી હંકારી ભૂસકાં મારી નાહી ધોઇ હોડકાં માથે ઉંચકી પાછા ફરીએ. અશ્વિનસર ને મગનકાકાએ બનાવેલો બ્રેક્ફાસ્ટ ઝાપટીએ.બ્રેકફાસ્ટમાં અમને બ્રેડ બટર દૂધને થેપલાં લંચમાં બટેકાનું શાકને વધારેલી ખિચડી ... મજાનું વર્ણન સાચું કહું તો અનુભવો તો સમજાય.

 આ બધુ ધર છોડીને ઘર જેટલો ખોરાક, વ્યવહાર લગભગ બે ત્રણ વર્ષ ચાલ્યો. પછી બાપુજી સાથે દરિયા કિનારે ફરતા અમે ભાઈ બહેનો સિલ્વર સેન્ડ માં બેસી કેટલીય વાતો કરતા ધૂળમાં આડા પડી મોટા ચમકીલા તારલાંઓ જોતા. એકદમ ચોખ્ખા વાદળી પાણીમાં શંખલા વીણવાની મજા ને મોજા સાથે ઉછળતા મોટે મોટેથી હસતા રમતા નીકળીએ ને પવન પણ હુંફાળો જે વાય બે પાંચ મિનિટે કપડાં વાળ ક્યારે સૂકાઈ જાય તે ખબર પણ ન પડે. ચડ્ડીમાં સાચવેલા ૧૦ શિલિંગની ચિપ્સ એના ઉપર લીંબુ,મીઠું મરચું ભભરાવીને મજા માણતા ભર માંથી પાછા આવતા. રસ્તામાં કાચીકેરી ના ખેતર આવતા. ઓબ્વીયસ્લી બધાને ભાવતી તેથી પત્થર મારી પાડી લેતા. ક્યારેક ગુસ્સે થયેલો માળી લાકડી લઈ પાછળ પણ પડતો. હા,હા,હા, હસતા અમે ભાગી જતા
મગનકાકા વર્ષો સુધી સક્રિય રહ્યા પણ અશ્વિનસર મને યાદ છે ત્યાં સુધી ્હાઈસ્કૂલ પતાવી તે પહેલાજ દેવલોક પામેલા. પણ હવે જ્યારે નવરો પડ્યો ત્યારે અરિસે જોયું કેવા સરસ બાળપણના દિવસો હતા તે.

નિવૄત્ત થયા પછી સક્રિયતા ને ક્ષમતા વધે તો તો ખૂબ ખૂબ સારું અને આળસ ને બિમારી વધે તો ખાટલો પકડાઈ જાય. યુવાની માં જગત બદલવાની ઇરછા થઈ હોય પણ જો નિવૄત્તિના સમયે પરિપક્વ થયેલી સમજ ને કુશળતા કામ કરાવવાની હશે તો યુવા વર્ગ ના સહકારથી જરૂર જગત માં કંઈકતો થશે જ. પ્રદ્યુમનભાઈ ને બાળપણ માં ના મળ્યું તેથી નહી પણ આ સમયનો સદઉપયોગ જો કરાય તો ? કંઇક નવું શિખાય તો ? વિચાર આવતાવેંત જ તેમણે કમ્યુનિટિ કોલેજ માં આર્ટ ક્લાસિસ ચાલુ કરી દીધા. શ્રૄતિએ પોતાનો એક બુટિક સ્ટોર ખોલ્યો...કે જેમાં જૈમિન ની મદદથી કસ્ટમ મેઈડ આઉટફીટ્સ તૈયાર થાય છે, ને ઉપરથી માંગ્યા ભાવ ના પૈસા પણ મળી જાય છે. આ બંન્ને ના લગ્ન પણ એરેંજ મેરેજ જ હતા, એક બીજા ને માંડ માંડ જોયા ને તાત્કાલિક લગ્ન લેવાયા. હા એ વાત સાચી કે બમણી સ્પેસ રાખવા છંતા બન્ને ખૂબ નજીક હતા...!! આઈમીન બન્ને ઉપર આંગળી ના ચિંધાય તેવા એમના વિચારો ને આચરણ ના લીધે બન્ને તો ખુશ હતા જ ને ઘરમાં પણ બધા હેપ્પી હતા. દાદી-નાની મામા-ફોઈ માંથી કોઈને કોઈ રીટાયર્ડ થવાની ઉંમર પેહલા ઉપર સિધાવી ગયેલા. બંન્ને ના પથદર્શકો કંઈક ચિન્હો જણાવી ગયા. હા, આમ જ દુનિયા માંથી જીવન સંધ્યા ટાણે થોડુંક શાણપણ આવે જ છે.

જુવાનીયાઓ હેલ્થ કોન્શિયસ બન્યા છે...ને સ્ત્રીઓ એ અગ્રેસર રહી નેતૄત્વ જાળવી કરી દેખાડ્યું છે. પ્રવૄત્તિમાં રચ્યા પચ્યા નિવૄત્તિ મળે એથી વિશેષ શું છે..!!કૄષ્ણકાંતે દસ દસ વરસ કમ્યુનિટિમાં સર્વીસ કરી ને હા ફૂડ પેન્ટ્રીમાં આગલી હરોળ માં પ્રાધાન્ય પામ્યું છે. નબળા મનને હ્રદયના શ્રધ્ધાના સુમન ઓટલે..તે આર્થિકતા માં સધ્ધરતા પ્રાપ્ત થતા જ આગેકૂચ કરી છે. શોભના એ હજુ છોત્તેર વરસે પણ પોતાનું શરીર સાચવી રાખ્યું છે...!! દરેક ના પ્રાયોરિટીઝ ભલે રહી ડિફરંટ પણ પ્રવૄત્તિ માં ખુશ છે. ઇશ્વર કરાવે આપણી પાસે તેના કામો...રાજીપો રાખી ખુશી ખુશી કરીએ. આરામ કમાને નિકલા હુ આરામ છોડ કર .. તુ મેરા સાથ બસ મુજે દે દે. કહીં કિસી આંગન મેં રોશની, હંસી, ખુશી ઔર સુકૂન આપસ મેં ગપ્પે લડાતી હોતી... !બસ હમણા વાંચન છૂટી ગયુ છે અને પોસાય એવુ એ નથી રહ્યુ.....ઘર ની લાઈબ્રેરી એકવાર તારી ભાભી એ કોથળો ભર્યો ...ઓહ મારા જીવ થી એ જ્યાદા વ્હાલા હતા તે પુસ્તકોએજ સમયે સ્કૂલ ની લાઈબ્રેરી મા મોકલી આપ્યા.....હવે નવા જનમ મા નવા વસાવીસ અને વાંચીશ....કઈ કઈ રીતે શું નુ શું છૂટી જાય છે જીવનમાં ક્યારેક યાદ કરો તો લાગે ખુદ થી ખુદ છૂટી જાય ને ખુદ ને પણ ના ખ્યાલ રહે ને કઈ રીતે મન મનાવી લેવાનુ કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ને ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે...અરે પણ કઈ રીતે..?? આવી આસું લૂછવાની તક ને હાથમાં પાલવનો છેડો રહી જાય..ને આખેઆખા વ્યક્તિ જ ગાયબ થઈ જાય...ભર જવાની માં કેન્સરમાં કિમો પતાવીને ઉભેલી છોકરી ને કોઈએ જઈને કીધું નહીં હોય કે યુ આર બ્યુટીફૂલ !! હેય પ્રિટી વુમન !હા નન્દિની પણ મારી એક હુનહાર વિધ્યાર્થીની જ હતી...કેન્સર મુક્ત હતી હવે... હું શિક્ષક છું મારા દરેકે દરેક વિદ્યાર્થી ને નામ થી જાણું છું ...આ જે ફરી વાર રિધ્ધિને માતા-પિતાની સહી કરી લાવવા કીધું છે..ને સહી ને પૈસા લીધા વિના પાછી ફરી છે...સમજાતું નથી આ છોકરીને, બધાની ફી ને પ્રવાસ ના પૈસા આવી ગયા...અરે રિધ્ધિ આજે પણ ! પપ્પાબહાર ગામ હોય તો મમ્મી ની સહી ચાલશે..."અરે પણ મને મમ્મી નથી સાહેબ..".શું હું મારા વિધ્યાર્થીને રીયલી જાણું છું ! સ્કુલે થી ઘરે જવાનું મોડું ના થાય તો આજે રિક્ષા લઈ લઉ છું બોલાવું તે પેહલા એક રિક્ષાવાળો સામે થી બોલે છે ચાલો સાહેબ ! ને હું અડધે પહોચું તે પેહલા બોલ્યો...તમે મને ના ઓળખ્યો ને?? હું ધ્રુવમાણેક !! આપનો ચહિતો ...ભૂલી ગયા મને? અરે પણ ધ્રુવ આમ રિક્ષા કેમ ચલાવે છે તું..? શું કરું સાહેબ કોલેજ માંડમાંડ પતાવી પણ તે પેહલા મા બિમારીમાં ને પિતાજી એક્સીડન્ટમાં દેવલોક પામ્યાં. ને લાગવગ વગર કે લાંચ વગર જોબ ક્યાં મળે છે...આ તો મારી બહેન ને હું, ટ્યુશન કરી કરી ને બચાવેલ તેમાંથી આ રિક્ષાલઈ લીધી છે...મહિનો પૂરો પડી જાય છે ઉછીના વિના...લ્યો આપનું ઘર પણ આવી ગયુ ..."મને ના શરમાવશો સાહેબ ફરી ક્યારેક આવજો મારી રિક્ષામાં ...! "એક પણ પૈસો લીધા વગર ચાલ્યો ગયો ને હું અવાચક જોતો રહ્યો ..આખા વર્ગમાં તાળીઓના ગુંજ થી વધાવતા વિદ્યાર્થીઓ મારા ક્યાં ક્યાં ને કઇ દશામાંહશે......યુનિફોર્મ માં આવતા સધળાં ભૂલકાં ક્યાં ખોવાઈ ગયા !!

વર્ગખંડમાં બેઠો છું ખાલી ઓરડો મને ચૂપચાપ કહે છે...આજે મન ભરીને મળી લેવું છે??? આજે મને અંકુર પણ યાદ આવ્યો. તે ખૂબ હોશિયાર હતો. સાયન્સ માં ઠક્કર સાહેબ કેહતા કે આ છોકરો તો એવા એવા સવાલો પૂછે છે કે તેના જવાબ મારે ખોળી નેઆપવા પડે છે તે જરૂર સાયન્ટિશ્ટ બનશે. દરેક ના સંજોગો ને કેટલું આગળ વધવાની ધગશ છે તે પર જ બધું નિર્ભર છે..કેમ કે ઇરછા કે મન વગર માળવે ના જવાય. ને આવું કંઇક લખાયું કે ભડભડ ઇરછા બળે ને દાગ એના જીવનભર દુઃખે. ને મળ્યા પછી રેતમાં મળ્યા મને રતન જાણે,, લો કરો તમતમારે ચમત્કાર ની વાત!! અંકુર... આમ અચાનક મળે હૈયે અંકુર થઈ ભળે મંદ પવન ની પળે અડકી અડકીને છળે ઢેંફા માંની રજકણે સુગંધ થઈ ને બળે  પ્રશ્નો પૂછી પૂછી ને કરવાની રહે છે ગર્ભ થી ભૂગર્ભ ની યાત્રા. આજે અંકુર 'નાસા' માં કામ કરે છે અને ખુશ છે તેવા સમાચાર મળ્યા ને આનંદ થયો ચાલો જીન્દગી તો એક યાત્રા છેકોણ ક્યારે ને કયા કારણે ક્યાં મળે છે ને છૂટા પડીએ છીએ ઉપરવાળો જ જાણે છે. બારીની બારે ડાળીએ ડાળીએ ઝુમ્મર થઈને ઉગ્યા ટીંપા વરસાદના ને હું ખોવાઈ ગયો પ્રકૃતિના સૌંદર્યમાં. વાહ, તું મહાન ને અંદર બહાર તું જ !! હું સ્તબ્ધ નજરે ફૂલો ને તાંકી રહ્યો હતો. ધીમે ધીમે વાદળાંઓ વિખરાતાં જોઇ રહ્યો ને ત્યાં તો ઉઘાડ નીકળ્યો ને આવ્યો સૂરજ આભમાં ...નમસ્કાર કરતા આ વર્ષે ભૂલકાંઓ ક્લાસ માં કેવા હશે તેના વિચારે ચડ્યો. આજે સ્કૂલનો પેહલો દિવસ બધા યુનિફોર્મ માં... આંખોમાં ઉત્સુકતા, ડર ને ખુશી લઈને પ્રવેશસે ને હું તેમનો શિક્ષક નહીં એક બાળક બની ને જોઈશ..બધું મારા અતિત સાથે જ તો છે સંકળાયેલું તે વાગોળીશ.ઉદાહરણો આપતા થાકીશ નહીં ને પ્રેમથી સૌમાં ભળીશ. ત્યારે દરવાજામાંથી એક ઢીંગલી પ્રવેશી...પાછળ પાછળ બીજી !!

એમની આંખો ચમકતી હતી. નિર્દોષતા ને કુતુહુલતા બંનેમાં છલકાતી હતી. આવી ને આગલી બેંચ પર બેસતા જ મીઠુ હસી..હું જાણે કેમ પણ ખીલી ઉઠ્યો..!! નમસ્તે કરતા દિયા ને રિયા મને ટૂકુર ટૂકુરજોઈ રહ્યા. ને નવી સ્કુલબેગ માંથી નવી નોટબુક કાઢી ને વાળ ખસેડીને બેઠી. ત્યાં માઈક પર પ્રિન્સિપલે જાહેરાત કરી કે સ્કુલ બંધ થાય છે ને સૌ બાળકો પોતપોતાના ઘરે જાય. દરેક ના માતા-પિતા ને જલ્દી ફોન કરીને જણાવો....માસુમતા વિલાઈ ગઈ ને ગભરાહટ ઘેરી વળી. વિચારોની રખડપટ્ટી માં એકદમ બ્રેક આવી શુંથયું સમજાય તે પેહલા તો ધડાકો સંભળાયો ને એક હું સફાળો બંને ને લઈને બારીથી આઘો ખૂણા માં સંતાયો. મૌન આંખો રડતી હતી ને પૂછતી હતી કે શું થઈ રહ્યું છે, કોઈ પેરેન્ટ ગ્રાઉન્ડમાં ગભરાયેલું ચીસો પાડતું હતું અને તેના બાળક ને કોઈએ પકડી રાખેલું ને તેણે મોઢા પર બુકાની બાંધેલ ને માથે હેટ પેહરેલી એની મોટીમોટી લીંબુની ફાડ જેવી આંખો લાલ ઘૂમ હતીને ગુસ્સામાં તેના બાળક ને નહીં લઈ જવા દે તો આખી દુનિયા ખત્મ કરી નાંખીશ તેમ રાડો પાડતો હતો. હજુ સુધી બાજી બગડી નથી પણ વધુ કંઈ થાય તે પેહલા બીજા એક ફાધરે તેના ઉપર આક્રમણ કરી તેને નીચે પાડ્યો..તેની બંદુક તેનાથી દૂર પડી હતી હવે બીજા ત્રણ ચારજ્ણાએ સાથે હુમલો કરી તેને પકડી રાખ્યો ને બાળક બચ્યું ત્યારે હાશ કારો થયો...બે મિનિટ માં તો શું નું શું થયું ને હું ફાટી આંખે બારી બહારનું આ દ્રશ્ય જોઈ રહ્યો...વાહ, વાહ મનુષ્ય નું સર્જન ને તેની ખામીઓથી ભરેલી દુનિયા..!! પેરેન્ટ્સ ના પ્રોબ્લેમ માં બાળક નો મરો થતો જોઈ દિલ દ્રવી ઉઠ્યું કે ઘર ના પ્રોબ્લેમ ઘરે જસોલ્વ થતા હોય તો...!! ને આમાં બીજા બધાનો શો વાંક ? ન કરે નારાયણ કંઈ અણબનાવ બની ગયો હોત તો...? મન ને દિલ ને કઠ્ઠણ કરી બંને ને તેમની બેંચ પર બેસાડી શાતા આપી..ગેરંટી આપી કે હું છું કંઈ નહીં થાય હોં ! હું સમાજ નો હિસ્સો બાળકનું કરું ઘડતર દેશનું મસ્તક કરું ઉંચુ પણ આવા હથિયારો ની સામે કઈ રીતે નિહથ્થે કરું પ્રયાસ..! સ્કૂલ માં હવે સિક્યોરિટી વધશે ને આવા કોઈ બનાવ નહીં બને તે માટે પેરેન્ટ-ટિચર્સ મીટીંગ પણ ભરાઈ ને એમાં કર્નલ શર્મા આવેલા. બે શબ્દ નહીં પણ મોટું લેક્ચર આપતા બોલ્યા..તમારા બાળકોને મિત્રો ની જરૂર નથી તમે તેના મા-બાપ બની ને રહો. વ્હોટ અ ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ..હવે આવું ત્યારે ધ્વજવંદન કરીશું સાથે. ને બાળકોને બ્રેવ બનવાનું કહીને શર્મા રવાના થયા ત્યારે તાલીઓ ગૂંજી ઉઠી..
 ---રેખા શુક્લ

બુધવાર, 18 માર્ચ, 2020

कैसे बिसरुं तुम्हैं? काश तुम आ जाती ...!!


पुराना हो गया हुं फिरभी तुम्हारा हुं... पार्टीशन हो गया धर बदल गया पर जडसे  नही उखडा हुं... हा, थोडा कम देखता हुं पर दूरका सब देखता हुं. मेरी बुढी आंखे याद करती है करीमचाचाको पता नही पर दूर दूर से साफ देखती याद करती है.. शाखे फिर से निकली थी फिरसे इसी घरमें पूरी जिंदगी गुजारने के लिये तैयार हुं काश तुम आ जाती...!! वही घर हैं, करीमचाचा और वो पूरानी अलमारी नक्शीकाम वाली... उसमे तुम्हारा बुना स्वेटर और दादाजी की अलमारीमें पूरी तूफानी यादे अभी भी बंद हैं... काश तुम आ जाती...!! पर ये घर तो एन्टीक अलमारी से भी पूराना दादाजीके दादाजीका है और इसी कमरेंमें तो में पैदा हुआ था... पर तुम्है थोडा पता था?  वो तो बूआ थी जो दीदीको बोल रही थी उनकी शादी के बाद तब मुजे पता चला था.वो  केह रही थी जब तक मैं जिन्दा हुं तुम इस घर को देखलो...  मिल लो इन दीवारों को ... मीट्टी तरस गई हैं आ के कर्ज चूका दो..!! काश तुम आ जाती..!! पूरानी चद्दर में पडी सलवटें... पुरानी बातें.. मीठ्ठी बातें काश तुम आ जाती. ये महेंक तो उनके हाथों की बनाई रसोई से आती थी.. अभी भी वही महेंक रसोईघर में बस गई हैं, ग्रामोफोन पर बजतें वो मधुरें गाने देखो अभी भी आंखे भर जाती हैं... काश तुम आ जाती...!!

वक्त और आबादी आधा कब्रस्तान खा गई, अब अच्छी मिट्टीमें बोये जाये बीज तो तेरे और मेरे की नई जडायें बनाई जाये... पर काश तुम आ जाती..!! किताबों से कभी गुजरों तो युं मिलते हैं किरदार गये वक्तकी जोडीमें घडे कुछ यार दोस्त मिलते हैं जिसे हम याद करतें हैं उसीमें शहरो की तासीर मिलती है.. खुली हवामें तेरा बाल सुखाना तेरी लटोंको तुजे परेशान करना...सजे गुलाब बालों में और गुलाब की महेंक का मुजमे खो जाना, काश ये तस्वीर से निकलकर सामने आ जाती...हमने बोया था पौधा वो घनघोर वॄक्ष बन गया हैं .. उसकी घनी छांवमें जमीं पे पडे फूलोकी चादर पे सोना कित्ना अच्छा लगता है... काश तुम आ जाती...!!

कुछ याद आया ये लम्बे लम्बे बालवाला कौन था तुम्हारे साथ में ?? तुम्हारे अम्मीके पास ले जानेका बहाना करके ले गया... लोग केहते हैं तुम्हारे ही अब्बुने तुम्हैं बेच डाला.. कोई केहता हैं तुम्हारी शादी हो गई !! एक हप्ता हो गया आंखे रो रो के सुज गई.. काश तुम आ जाती..!! देखोना महिने में तुम्हारी कित्नी तस्वीर बनाली मैंने... तुमसे तुमको मांगा था... वक्त मिल गया पर तुम कभी ना आई... काश तुम आ जाती...!! ये शाम युं ही ढल जायेगी.. दीवारों ने बाते सुनना बंध कर दिया है..इन रुखी सुखी आंखेभी इन्तजार करना बंध करदे उस्से पहेले काश तुम आ जाती..!! आयना कित्ना धुंधला हो गया हैं.. वैसे
मैंने उन्से मिलना बंध किया हैं. ये ढलता सूरज मेरी तरहा पानीमें डूब जायेगा... रंग बदल जायेगा. आंगन मे तेरी मेना कूक करने नहीं आती हैं! वो सुबहा कभी आ जाती की सूरज की धूप आंगन आनेसे पहेले तुम आंगनमे खडी बाल सूखाती... काश तुम आ जाती वो मेना की कूक सुनने को कान तरस गये हैं ! सब छोड कर आ जाती वही वजूद और मक्सद हैं इन सांसोका. सुनो आज करीमचाचा ने फिर से हमारी तस्वीर तकिये के नीचे देखली है...तुम शरम से पानी पानी हो गई थी और मैं हंस पडा था... देखो आज भी हंस पडा हुं बुरा मत मानना...गुस्से मे तेरी लटोंको सुलझानेमें तेरी महेंदू तेरे कान पे लग गई थी..और मैं हंसा और करीमचाचाने खींचली तस्वीर..है ना..हाथ फैला कर खडा हुं काश तुम आ के समा जाती...!!
 -- रेखा शुक्ला 


શનિવાર, 29 ફેબ્રુઆરી, 2020

અનુરાધા


શું કરું લોહીના સંબંધે ગુંથાઈ છું કહી અનુરાધા રડતી હતી. કંઈ સૂઝ ના પડી શું કહેવું તેને. જાનકી એ પાણી આપી એની પીઠ પંપાળી. પેહલા તો અનુ ના પતિ હર્ષદે હા પાડી કે હેમલ ભલે રહે આપણી સાથે. થોડો વખત તો લાગણી, સમજ, અનુકંપા કામ કરી ગઈ પછી ખર્ચા વધ્યા, ધર માં મોકળાશ ના લાગી ને કૂતરા ને વ્હાલથી બોલાવાય પણ હેમલનું તોતડા પણું ને કોઈ આવે ત્યારે ઉશ્કેરાઈ જ્વું બધુ ભારે પડ્તું લાગ્યું. હર્ષદે સાળા ને ધરમાંથી કાઢી મૂક્યો. અનુરાધા તેથી રડતી હતી.  જાનકી આમાં શું સલાહ દે ને શું સમજાવે ?? લાંબા સમય કોઈને કોઈની જીમ્મેદારી લેવી ક્યાંથી હોય તે પણ સ્વાભાવિક તો ખરુંજ...પણ સામાન્યતા થી ઉપર ઉઠી અનુરાધા એના ભાઈ હેમલને લઈને નીકળી ગઈ. નાનકડા એપાર્ટ્મેન્ટમાં મા-બાપ સાથે શીફ્ટ થઈ ગઈ. ધીમે ધીમે દવા ને પ્રેમ મળતા હેમલમાં ચેંજ દેખાયો ને પોતાના જ નાનકડા બીઝનેસમાં પણ હેલ્પ કરવા લાગ્યો. ત્યારે અનુ ખૂબ ખુશ થઈ. એટલાથી તે હારી નહીં હેમલ જેવા બીજા ત્રણ ને પણ બીઝનેસમાં મદદ માટે લીધા. એણે એના પોતાના પિતાને બીજા આગળ કરગરતા જોયેલા કે મારા ભણેલા દીકરાને જોબ આપો પગાર નહીં આપો તો પણ ચાલશે.
કરૂણતા ની પરાકાષ્ઠ્ઠા આથી વિષેશ કઈ કહેવાય ? પતિ ના મદદ નો આભાર માન્યા પછી ભાઈ ને લઈને નીકળી પડી ને પિયર પક્ષે દીકરા ની જેમ મા-બાપ ના પડખે ઉભી રહી. અનુરાધાને ખબર હતી કે જો પોતે નહી કરે તો તેના ભાઈની જિંદગી ખરાબ થઈ જશે. સમય વર્તે સાવધાન આનું જ નામ. નવો ચેંજ ને મા-બાપ ના ખરા આશિર્વાદ ફળ્યા. જે બીજાનું સારું ઇરછે સારું કરે તો તેનું ભગવાન સારું જ કરે છે. --- રેખા શુક્લ

બુધવાર, 16 ઑક્ટોબર, 2019

जिंदगानी

टीप टोप रानी = गुलबदन मलाई जिंदगानी 
अजनबी से आबाद पल पल खीली जिंदगानी

टीप टीप बरसती  मौसमी महेमान जिंदगानी
कभी भिगोती, कभी रुलाती, चले जिंदगानी

ठुमक ठुमक रूनझून रूनझून नाची जिंदगानी
आग आग भागी जवानी,ये शबनम जिंदगानी

तरस तरस फिर बरस कच्ची समज जिंदगानी
नटखट लडाकु हसाती सबक सिखाये जिंदगानी

छाता लेके खडी कभी तूफानी रोष ये जिंदगानी
लगजा गले बारिश मे बरसी खुशी दे जिंदगानी

पा पा पगली से मा मुझे संभालो हैं जिंदगानी
लंबी राते खोई यादे, स्पर्शी उनसे ये जिंदगानी

गुलाबी महेर वासंती सतरंग आसमां जिंदगानी
चुम्मा चुम्मी से निखरी चिल्लाती हैं जिंदगानी

ना कोई शिकवा गिला परवरीश दुलार हैं जिंदगानी
आई लव यु ओ माय एंजल सवर गुजर जिंदगानी
- रेखा शुक्ला