ગુરુવાર, 30 ઑગસ્ટ, 2018
સોમવાર, 20 ઑગસ્ટ, 2018
ગણેશ
પધારો પાટે શ્રી ગણેશ દૂંદાળા રે...
રિધ્ધી સિધ્ધીના દાતા ગણેશજી ....
રિધ્ધી સિધ્ધીના દાતા ગણેશજી ....

શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત
શ્રી ગુણેશ સ્તુતિ – પુરાણોક્ત
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||
પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||
લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||
વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||
જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

શ્રી ગણેશજીથી કરો શરૂઆત ને આપણા કાર્યો સિધ્ધ થાય... પાર પડે. ગણેશજી ને સ્વયં શિવજીએ વરદાન આપેલું કે ગણપતિજી ની પૂજા સૌ પ્રથમ કરવામાં આવશે ને હજુ કોઈ પણ કાર્ય કરાય ત્યારે સૌથી પેહલા એમનેજ આખા ભારત માં માનવામાં આવે છે પછી ભલે ને તેમના જુદા જુદા સંત-મહારાજ-ભગવાન કેમ ન હોય. જ્યારે મન થાય ત્યારે અચૂક ગાઓ.. ખૂબ મજાની આ છે આરતી...!!!
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા
એક દન્ત દયાવન્ત ચાર ભૂજાધારી
મસ્તક પર સિંદુર સોહે મૂસે કી સવારી
અન્ધન કો આંખ દેત કોઢીન કો કાયા
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા
પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા
લડૂઅન કા ભોગ લગે સન્ત કરે સેવા
દીનન કી લાજ રાખો શંભુપુત્ર વારી
મનોરથ કો પૂરા કરો જાયે બલિહારી

શ્રાવણમહિનામાં અચૂક ગણગણુ મારા મમ્મી નું ભજન કે જે મારા દિલ ને ખૂબ વ્હાલુ છે.
દીન પંથે દીના દર્શન કરવાને
સારા સકળ રૂપ
દીન પંથે દીના દર્શન કરવાને
સારા સકળ રૂપ
પાઘડિયે અંતર વાસ વસે
તેને નમે છે મોટા ભુપ
સ્વયંભુના સ્મરણ કરવા રે
ભાવે ભવસાગર તરવાને
શિવના સામો પોઠિયો ને
કંઠે ઘુઘરમાળ,
પાર્વતીજી બેઠાં પુત્ર ઝુલાવે

ગણપતિ નાનેરૂ બાળ...સ્વયંભુના..
સોમવારે સારી રૂદ્રી કરવીને
પાંચ ધરવા પકવાન
સેવક જમાડીને હર હર બોલાવવા
મહાદેવને દેવા માન..સ્વયંભુના..
શ્રાવણમાસ સોહિતોને
સેવક સાબદા થાય
સુખડ ચંદન ને બિલ્લિના પત્ર,
ફુલનું ફોરું થાય...સ્વયંભુના....
સાંજ વેળા સિવના દર્શન કરવાને
દેવળ દીવા થાય
ઝાલરનગારા ઝણઝણે ને
ઘંટ ઘણેરા થાય...સ્વયંભુના...
પ્રુથ્વી તો તમને પાયે લાગે ને
જગત જોડે બે હાથ
દુનિયા ઉપર તમે દયા કરોને
બંકબિલેશ્વર નાથ..
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)

