વેલેન્ટાઇન્સ ડે
ફૂલોને આવ્યો છે 'ફ્લ્યુ' ને ભમરાં છીંકો ખાય છે
ઝરણું બેડું ફોડી પર્વત ને સતાવે છે
મહિમા રેડ મુન નો, સમૄધ્ધિ એને રંજાડે છે
દરણું મેલી છોરી મોરલી વગાડે છે
કાનો રાધા પછવાડે, બેકયાર્ડે ધૂન મચાવે છે
ગાણું ગાંઉ શિવજી ડમરૂં લૈં નચાવે છે----રેખા શુક્લ
બસ આટલું કંઇક સૂઝ્યું ને પૂર્વીના અવાજે એને ચમકાવી....આઈ મીન આગળ લખતા રોકી લીધી.' ઓહો જ્યારે હોય ત્યારે નિખીલ... નિખીલ... નિખીલ..!! તને કંઇ બીજું સુઝે છે ખરું ??
ટેરવાં ના સ્પર્શે શું કર્યું જાદુ કે એંગેજ્મેન્ટ તો થઈ જ ગયા ને લગ્ન ની તારીખ થશે નક્કી જસ્ટીફીકેશનમાં ...પૂર્વી ને ખબર પણ ના પડી ને જોતજોતામાં બધું જ રંગે ચંગે પાર પડ્યું હા,
નીમા એની બેસ્ટ ફ્રેંડ સાથે સાથે ભાગંભાગ ના કરત તો લગ્ન ની બધી તૈયારી અધૂરી જ રહી હોત...!! નિખીલ ખુશ હતો...લગ્ન પહેલા તેને ખૂબ પજવેલો એનો બદલો લેવાનો દિવસ
આવી ગયો. બંનેના હૈયા જોર જોરથી ધબકતાં હતાં. હૈયાની ફ્રેમમાં બંનેની મઢેલી છબીમાંથી
મોરલો નાચતો હરખાતો હતો. આટલું જ રીએકશન ?? તો થોડું તોફાન ને થોડી મસ્તી પણ
બને જ છે ને એમ વિચારી નિખીલ રૂમમાં પ્રવેશ્યો...ઘૂંઘટ ઓઢીને બેઠેલી નવવધુ ને જોઈ ને બોલ્યો; ' ચલો આજ થોડા સા રૂમાની હો જાયે...મૈં તુજ મે સમા જાંઉ તુમ મુજમે ખો જાયે'
કંઇ અવાજ કે ચહલ પહલ ના થઈ તેણે ઘૂંઘટ ઉઠાવ્યો તો સામે રાઉન્ડ પીલોઝ પર સાડી ઓઢાડી ને એની દુલ્હન બનાવેલી તે જોઈ દંગ રહી ગયો..ત્યાં તો બેડ પાસે સંતાયેલી નીમા
ખડખડાટ હસતી ફૂલોના હારો ના ડેકોરેશન ને ખસેડી પાસે આવી..' યુ કેન્ટ ગેટ મી નિખીલ...આઇ હેડ હંચ કે યુ વિલ થીંક ટુ ગેટ મી...બટ આઈ ગાટ યુ... હા હા હા !!' એની નિખાલસતા
એની આંખોમાં દેખાતી હતી..તેના હાસ્યને માણી રહ્યો. ને એક્દમ ઉભો થઈ ને તેને બાથમાં ભરી લઈ બોલ્યોઃ ' નેવર માઇન્ડ આઇ ગાટ યુ નાઉ માય ડીયર !' દર વર્ષે આ જ રમત રમાતી પૂર્વીના લગ્ન નિખીલ સાથે થયેલા તેમ છતા નીમા જ તેની દુલ્હન
બનતી ને બંનેને ખૂબ સતાવતી. આજે દસમો વેલેન્ટાઈન આવી ગયો હતો. ને પૂર્વી-નિખીલ
ને ઉલ્લુ બનવાનો ને સાથે મળી આનંદ કરવાનો દિવસ હતો. પણ નીમા ક્યાંય ના મળી. ફોન પણ સ્વીચ ઓફ હતો. ક્યાં ગઈ હશે ને શું થયું હશે ની ચિંતા માં તે લોકો એ પણ ના કરી
મજા. ના બનાવ્યો કોઈ પ્લાન કે ગયા બહાર.. બીજે દિવસે પણ ના મળ્યા સમાચાર ત્યારે નિખીલ-પૂર્વી ફ્રેંડ સર્કલ માં તપાસ ચાલુ કરી. કોઈએ કંઇ કહ્યુ ને કોઈએ અજાણ્યાં રહી તમાશો
જોવાનું નક્કી કર્યું. ફ્રેંડ્ઝ લાઈક ધેટ હુ વોન્ટ્સ એનીમી..!! મહાબળેશ્વરથી પાછી ફરેલી નીમા જ્યારે ઘરે પહોંચી ત્યારે તેણે બંને ને દરવાજા પાસે બેઠેલા જોયા. પૂર્વી ધસી આવી ને રડતા
રડતા બોલી ;' વ્હેર હેવ યુ બીન ? ઓહ માય ગોડ વ્હોટ્સ રોંગ વીથ યુ ? '
'તમને લોકો ને કહેવાની મારી હિંમત નહોતી. સુરેશ ટુક મી ફોર રાઈડ...માય લાઈફ ઇઝ રુઈન !! મને ડ્રગ કરીને લઈ ગયેલો. .. સુરેશ આવો નીકળશે તેની જાણ મને નહોતી. ' તે રડતી
રહી. નીમા ને રડતી જોઈ પૂર્વી ને નિખીલ પણ રડી પડ્યાં પૂર્વી ને પછી ખબર પડી કે સુરેશ તેની સાથે કામ કરતો હતો...પણ ચાલ ચલી ગયો. એણે કહ્યું કે પૂર્વીને નિખીલ આપણને અહીંયા
મળવા આવે છે. તો ચાલ આપણે તેમને સરપ્રાઇઝ આપીએ..રસ્તામાં ફોટો સ્ટુડિયોમાંથી તેમનો કેનવાસ પીક પણ પીકઅપ કરતા જઈએ. એકદમ નેચરલ વાત કરતો સુરેશ મનમાં
કેવા કેવા પ્લાન કરીને બેઠેલો તેનો જરા પણ ખ્યાલ ના આવ્યો. નીમા એ સાથે ડીનર પણ લીધું પણ જ્યારે તે ડીનર આવ્યા પહેલા હાથ વોશ કરવા ગઈ ત્યારે સુરેશે વેઈટર ને સમજાવી
દીધું ને હાથમાં પૈસા ને પડીકી સરકાવી દીધા. ને તેના લીધે પાણી માં ડિઝોલ્વ થયેલ ની સ્મેલ કે ટેસ્ટ કે રંગ ના જણાયાં બિચારી નીમા ... વેલેન્ટાઈન્સ ડે ના ડેટ રેપ નો શિકાર બની.
હવે તો જોબ છોડવી કે શહેર બસ એજ ઓપ્શન હતા. ને મનમાં પણ એજ ઘૂમતું હતું બટ વ્હાય..વ્હાય એન્ડ વ્હાય મી ? કાશ પૂર્વી-નિખીલ કોઈ ઉકેલ કાઢી શકત.
કોફી બનાવી પૂર્વી એ તેને ફોર્સફૂલી શાવર લેવડાવી ફ્રેશનઅપ થવાની આજીજી કરી. નિખીલ એની લખેલી પંક્તિ ફરી ફરી વાંચી રહ્યો....
तुम कैसे वजुद हो जिसके लिये घर छोड के आई....
अफसोस उस्को ही रुला दिया ...??
दवा तो ना बन सके तो झहर क्युं बन गये ??
क्या मिला हंसना छीन के ???
औरत ने तो जनम दिया अफसोस तुम मरद ना बन सके ..!!
---रेखा शुक्ला
હસવામાંથી ખસવું બની ગયેલા આ દિવસ ની યાદ તો દર વેલેન્ટાઇન્સ ડે ના આવે જ પણ હવે ત્રણેયમાંથી કોઈ આ દિવસ ઉજવતા નથી. ----રેખા શુક્લ 02/13/2018