ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018

અષાઢી રાતે

અષાઢી રાતે
Photo
હર્ષિકા હાલરડું ગાઈ રહી હતી ને તેના  મહિનાના દિકરા ને સૂવડાવવાની ટ્રાય કરી રહી હતીબાજુના રૂમમાં યોગેન તેની રાહ જોતો પોતાનું કામ પતાવવાનો ડોળ કરતો મનોમન ધૂંઆફૂંઆ
થઈ રહ્યો હતોબહાર ઝરમરતો વરસાદ દરેક પાંદડીઓને વ્હાલ કરતો રૂફ ઉપર ટપ ટપ નાચતો 
હતો.  ખળખળ વહેતું પાણી કોઈ ખાબોચિયાં માં આશરો લઈ રોકાઈ ગયું ને વધારાનું વહી ગટર તરફ વળી ગયું
આકાશ કાળુ ધબ્બ હતું મૂશળધાર વરસાદ ના એંધાણ દેતું હતું. ' કેટલી વાર છે હજુ ?' ઉદ્વેગતા ને ઉગ્રતા સંગ યોગેન બોલ્યો ને હર્ષિકા  બેડરૂમ માં પ્રવેશ કર્યો.
અરે પણ હજુ હમણાં  સૂતો ને મૂકી ને આવી...તમે તો ભારે ઉતાવળા છો હોંબોલો શું કામ પડ્યું ?' બાકી રહેલા વાળેલાં કપડાં ગોઠવતાં ગોઠવતાં તે બોલીએના હાથમાંથી કપડાં લઈ લેતાં તેણે પાછળથી વળગી હાથોમાં જકડી તેના ગાલે કિસ કરી
     બીજા ચાર વર્ષે બીજો દિકરો આવ્યો હતોવચ્ચે એક બે વાર સખત તાવ આવેલો તો પિયર આવેલીફેમીલી ડોક્ટર ની દવા ને થોડો આરામ કર્યો ને સાજી થઈ ગયેલીકદી યોગેન કે ઘરની વાત બહુ ના થાતીપણ  વખતે બંને ને લઈને આવી હતીથોડી વાતમાં પણ ચિડાઈ જતીમમ્મીને ઘણી વાત કહીમમ્મી  સારો એવો સમય સાંભળી પછી કીધું કે  'ઉપાય
તો બધા આપણે  કાઢવા પડશેસ્ત્રી  તો એક વિરાંગના ની જેમ લડવું પડે છે બેટાપુરૂષો તો ભોળા હોય છે ને સંયુક્ત કુટુંબમાં સાસુ-સસરા-દિયર-જેઠ-જેઠાણી તારે તો બધાનું ધ્યાન રાખવાનું છે ને આમ હિમંત હાર્યે થોડું ચાલશે ?' તે વાત ને બીજા પાંચ વર્ષ વિત્યાં ને સાસુ ને કેન્સર થયું હતુંહર્ષિકા  બાની દિલ થી ખૂબ સેવા ચાકરી કરીનમ્યાં તે ગમ્યાં પણ જ્યાં સુધી પોતાના મા-બાપ ના કામ પત્યાં ત્યાં સુધી બધા પતિ સારા તેની જેમ દિકરાઓના લીધે પણ ઘરમાં ખટપટ ચાલુ થઈ ગઈસાસરેથી દુઃખી થાતી પિયરે આવી તો ત્યાં પપ્પા ને બિમાર
જોઈ ખુબ દુઃખ લાગ્યુંપાર્કિનસન બહુ ખરાબ રોગ છેને શફલ થાતાં પગલાં ભરતાં પપ્પા ને જોઈને તે તો રડી  પડીસૌથી નાનો ભાઈ મિડલ સ્કુલ માં હતો હવે  ક્યારે મોટો થશે ને
હેલ્પ કરશે કોણ જાણે ? પણ લાગણીનું બંધન કેવું ગજબ એણે વિચાર્યું કે ભાઈ ને સાસરે લઈ જઈ ને ત્યાં એક વર્ષ તો ભણાવું તો મમ્મીને થોડી રાહત થશે !! વિધીના લેખ કોઈ ના જાણેપોતાના ભાઈ ને સુધારવા કરતા પોતાનો દિકરો બગડશે તેની કોઈને ખબર ઓછી હોય ? બન્યું કાંઈક એવું  કે દિકરા  હર્ષિકા નું સાંભળવાનું બંધ કર્યું જે ને લીધે તેનો અભ્યાસ નબળો પડ્યોયોગેન તો કામેથી આવી ને ગુસ્સો  કરતોહવે ઘરનું વાતાવરણ ડહોળાઈ ગયુંબન્ને ભાઈઓ વચ્ચે પણ ઉંમરનો તફાવત તો હતો  ને ઉપરથી ત્રીજે પોતાનો ભાઈ કે જે સમજતો નથી ને દિકરા ને બગાડે છેલાગણી છિન્નભિન્ન થઈ વિંધાણીપ્રેમ ને શાંતિ વાતાવરણમાં ક્યાંક ખોવાઈ ગઈ...ના કહેવાય ના સહેવાય આમાં કઈ રીતે જીવાય.
નાની નાની વાતો ભારેલા અગ્નિની જેમ મોટો દિકરો સોળ વર્ષનો થયો ત્યારે મોટી જ્વાળાઓ થઈ ગયેલીમનમાં વેર-આવેશ-આવેગ-ને ગુસ્સો વસી ગયેલોયોગેન ને હર્ષિકા કે જે એક
બીજા વગર રહી ન્હોતા શકતા તે હવે અંડર વન રૂફ રહેવા ન્હોતા માંગતાબંને વચ્ચે નું અંતર ખૂબ વધેલું ને માનસિક તણાવ વધતાં હર્ષિકાને ખાતરી થઈ ગયેલી કે તેની કોઈને જરૂર  
હતીનાની અમથી વાતમાં પણ કોઈનો સાથ ના મળે ..ને ઉપેક્ષા થતી જોઈ રહી. 'માસંવેદનશીલ હોય છેશામ-દામ-દંડ-ભેદ બધું અજમાવવા તત્પર બનેલી હર્ષિકાથી હાથ ઉપડી ગયો.
દિકરો અવાક થઈ ગયો પણ સામો થયોદાંત ભીંસીને બરાડ્યો..ને બાજુમાં પડેલી લાકડી ઉગામી મારવા માંડ્યોનાનકો દિકરો ડરી ગયો દરવાજા પાછળ સંતાઈ ગયોપોતાનો ભાઈ  બધું જોઈ રહ્યો ચૂપચાપ...તે પણ ટીનએજર હતોખુલ્લી બારી ના લીધે દિકરા-મા નો અવાજ પાડોશીઓએ પણ સાંભળ્યો પણ આતુરતાથી બારીની બહાર ડોકિયાં કર્યાં ખરા પણ ત્યાં તો યોગેન ઘરમાં પ્રવેશ્યોસોસાયટીમાં ઘણી બારીઓ ખુલ્લી હતી પણ જઈ ને તરત તેણે પોતાના ધરની બારીઓ બંધ કરી દીધીદિકરા ને વઢવા ને બદલે વ્હાલ કરી પોતાના બેડરૂમમાં જઈ હર્ષિકા ને ભલુબુરું કહી એકાદ બે લાફા મારી દીધાગુસ્સાથી આંખેથી તણખાં ઝરતાં અવાક હર્ષિકા તાકી રહીસ્કૂલે જાતા દીકરાના મોજાંને પણ ઇસ્ત્રી કરી દેતી.તેના યુનિફોર્મને પોતે જાતે ધોઈ નાખતી
સાચવીને તેનું ટિફીન ભરી રોજ યાદ રાખીને આપતીસ્કૂટર પર લેવા મૂકવા જતીબધુંજ નજરે દેખાયુંને આંસુ માં વહી ગયુંહાથ ઉપડ્યો  કેમ ? તે  માત્ર યાદ રહ્યુ બધાનેહવે દિકરો બોલતો નથી ને યોગેને ડિવોર્સ માટે ફાઈલ કર્યું છે.આજે ખૂબ બફારો હતોઘરમાં નિરવતા છવાયેલી હતીકોઈને હર્ષિકાની જરૂર નહોતી કે નહીંપણ એવું તેને લાગ્યાં કરતુંસૌ પોતપોતાનું કામ જાતે કરતા. નાનકો ક્યારેક પાસે આવવા માંગતો પણ પપ્પાના ડર ના લીધે હવે તે પણ 
મમ્મીથી અલગ થઈ ગયેલોહર્ષિકાને જીવન જીવવા લાયક  ના લાગ્યું...અતિસંવેદનશીલ વ્યક્તિત્વ ના લીધે એણે આપઘાત કરવાનું નક્કી કર્યું !! 
ચાર વર્ષના મોટા દિકરા ને ખોળામાં બેસાડી હિંચકા ખબડાવતી હર્ષિકા સૂરીલા સૂરમાં ગાતી ત્યારે તે કલાકો સુધી તેને વળગી ને સાંભળતો હતોતેને ભાવતી વસ્તુ  હાથે બનાવી ને 
જમાડતી કોળિયા ભરાવતી ખુશી ખુશીપણ ક્યાં ને ક્યારે શું ઓછું પડ્યું...!! કેટલી વાર સોરી પણ કીધું ..કેટલું રડી ?? હવે તો રડી રડી ને માથું દુઃખી ગયું !! ઉંઘની ગોળીઓ નો ઓવર
ડોઝ લઈ ને ગોઝારી રાતે લંબાવ્યુંહર્ષિકા ને પડેલી જોઈને યોગેને તેને ઢંઢોળી .. અડધી સભાનતામાં લખેલી સુસાઈડ નોટ તેની પાસે  પડી હતી તે વાંચી યોગેન વધારે ગુસ્સો થયો.
તેને વાળથી ખેંચી ને દાદરા ઉતરવા લાગ્યોઢસડાતી ફંગોળાતી હર્ષિકા અર્ધબેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચીડોકટરે પોલિસ કેસ ફરમાવ્યો ને ડોમેસ્ટિક વાયોલન્સ નો કેસ કર્યોહવે
સાથે રહેવામાં મજા નહોતીડીવોર્સ ફાઈલ તો કરી  દીધેલા બધાથી દુઃખી થયેલી હર્ષિકા પિયરે ધસી આવીભાઈ-મમ્મી-પપ્પા બધા ગભરાઈ ગયેલાવાજતે ગાજતે પરણાવેલી દિકરી
જ્યારે પાછી આવે છે ત્યારે મા-બાપની શું હાલાત હોય ? તે વિચારવું તો અશકય નથી
પણ અનુભવવું કપરું છે ખરુંપાડોશી પણઆવીને દયા ખાઈ જાત વાત જાણી જાય...એમાં થોડું
મીઠું મરચું ભભરાવી વાત આગળ વધારે. ગામમાં ઢંઢેરો પીટાતો જાય..કો' ના દિકરા-દિકરી વગોવાતા જાય ને મા-બાપ ના જીવ કકળતા રહે
સ્કુલની નોકરી મળી તો ખુશ ખુશ થાતી હર્ષિકા યોગેનપાસે આવી હતી. ' લુક યોગી આઇ એમ ગોઇંગ ટુ ટીચ ઇન કોન્વેન્ટ ' વાહ ખુબ સરસ કહી યોગેને તે દિવસે ફ્લાવર્સ-સાડી ને ચોકલેટ
ભેટ કરેલાંદર વીક ની જેમ  વીક પણ પોતાના પતિને રાત્રીના સમયે સમી રહીપણ અતિશય પીડાતીપથારીમાંથી ઉઠી પણ નહોતી શક્તીકાશ પુરૂષ રમજી શકતો હોય રીયલ મેડિકલ રીઝન પણ એની વે સમજવા નો સમય કે જાણવાની ઇંતેજારી કોને હોય છેએક રૂમ કે બે રૂમમાં સંયુક્ત 
કુટુંબ માં બાપરે બાપ બધુ  રાબેતા મુજબ થાતુ રહે પછી ભલે ને આંખ આડા કાન કરવાં પણ પડે...!! સસરા - ને સાસુ તો પહેલાં ચાય વગર ના ઉઠી શકેએમાં બીજા દિકરા ને રોજ ગાંઠીયા જલેબી જોઈએ...ભલે ને પાણી માત્ર બે-ત્રણ કલાક માટે  આવે પણ એને રડવા દેવાનો નહીં ને હર્ષિકા  બધાનું ધ્યાન રાખવાનુંએમાં વંઠેલ નણંદબા ઘરે આવે ત્યારે સોફા પર પગ વાળી ને મા દિકરી બેઠા બેઠા વાતો ના ગપાટા મારે 
પણ કામ જરાય
ના કરેદરવખત ની જેમ  વખતે પણ નણંદબા ઘરે આવ્યા હતા પણ પગ વાળી ને બેસતા નહોતા...ઘડીએ પડીએ બારીમાં ઝાંખે રાખતાં , કાંઈક ઇશારા ને નખરાં તો ચાડી ખાતા  
હતાંપણ આજે તો ધોયેલા વાળનો ઢીલો ચોટલો લઈ ને બેય બાજુ લટો કાઢી ને લાલ છડી મૈદાન ખડી થૈ ને ગયેલા ને ચાર કલાકે ખબર પડી કે તે બાજુ ની સોસાયટી ના યંગમેન નયન
સાથે ભાગી ગયાં છેહર્ષિકા ચૂપ હતી પણ યોગેન તો ગુસ્સા માં પોતાના ભાઈને લઈને સ્કુટર ભગાવતા ગોતવાં નીકળેલાંહે ભગવાન શું જમાનો આવ્યો છે !! 
  બધુ થાળે પડ્યુ  પડ્યું ને કોન્વેન્ટ જવાનું ચાલુત્યાં મોસ્ટલી ખ્રિસ્તીઓ કો-વર્ક્ર્સ હતા.
 હર્ષિકા ની જેમ સાડી ના પહેરે તેથી માઇકલ ની નજર હર્ષિકા પર રોજ પડેનૈનો નચાવતાં
ભાઇ સાહેબ પહોંચી ગયેલા લાઇન મારવાં..પણ હર્ષિકા ના હાથ નો લાફો ખાધેલોપણ આમ હાર માને તેવો નહોતોસ્કૂલ પછી પાછળ પાછલ ઘર સૂધી આવેલોહાંફળી ફાંફળી હર્ષિકા
 ઘરમાં યોગેન ને કહી દીધું ને યોગેને માઈકલ ને ધોઈ નાખેલોપછી તો માઈકલ ને સ્કૂલ માંથી પણ કાઢી મૂકવામાં આવેલોસયાજીરાવ ગાયકવાડના મ્યુઝિયમમાં ફરીવાર જ્યારે
જોયો ત્યારે પણ હર્ષિકા ડરી ગયેલીયોગેને તેને બાંહેધારી આપતાં સમજાવ્યું કે પોતે છે ત્યાં સુધી ડરવાની જરૂર નથીબે  મિનિટમાં ઝડપથી પલાયન થતાં માઈકલ ને જોઈ રહીબીજો દિકરો પણ પપ્પા પાસે  રખાયો ત્યારે મનમાં ભરાયેલો ક્રોષસમાજે કરેલી અવગણનાસમયાંતરે એના અજુગતા વર્તનમાં જણાઈ આવતુંપણ હવે તે રડતી નથી ક્યારેક કહે છે :'મને મારો મોટો મળવા આવેલોભૂલાતું નથી પોતાનું સંતાન કદીય... મે તો બે બે દિકરાઓ ને 
જન્મ આપ્યો છે ને હવે તો હું સાસુ પણ બની ગઈ છું. !! ' છેલ્લી વાર સાંભળ્યું કે તે હવે 
હરિભજન કીર્તન તરફ વળી ગઈ છેઆજે મળી તો કહે 'કોઈને કહેતા નહી પણ હું શ્રી કૄષ્ણ સાથે 
વાત કરી શકું છુંમારા માટે ભક્તિ  મારું ભાવિ છે ...!! ' વાહ રે કિસ્મત... વાહ ખુદાઈ
ટુકડે ટુકડે જીવી અષાઢી રાતે ....રોજ રોજ ઉઠી ને મરાતી જીન્દગી કેમ જીવી અષાઢી દહાડે !!

----રેખા શુક્લ