બુધવાર, 25 ઑક્ટોબર, 2017

પાણી ભર્યા ફુગ્ગા...!!

 પાણી ભર્યા ફુગ્ગા...!!

'તું શું જાણે હું તને કેટલો પ્રેમ કરું છું !! ઝૂરી ઝૂરી ને જીવું છું પણ તું ને તારું ઘરકામ...મારા માટે તને સમય જ ક્યાં છે ?' તન્મયથી ના રહેવાયું જઈને વળગી ગયો સીધો. કિચનમાં કંઈક 
પડ્યા નો અવાજ આવ્યો પણ પડદા પાછળ કોઈ દેખાયું નહીં જાનકી ના ગાલ લાલ થઈ ગયેલા ને આંખો શરમથી ઝૂકી ગયેલી...કાનની પાછળ વાળની લટ ખસેડી બહાર નીકળતા બોલી ઃ
' અરે ! કોઈ જોઈ જશે ! મને દિવસ-રાત સતાવો છો તમને પણ ખબર છે જ ને હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું , પણ આમ સામે બેસી મારું મોઢું જોયે રાખે ઘરકામ થોડું થઈ જવાનું છે ?' 
તરત જ તન્મયે ફરી ધસી આવી કહ્યુ ઃ' આપણે રામુ રાખી લઈશું બધું કામ કરી દેશે ને હું તને પ્રેમ કરીશ.' ભીડાયેલી બથમાંથી માંડ માંડ છૂટતાં જાનકી બોલી ' તો પણ આમ ખુલ્લમખુલ્લા
નહીં.. મને જવા દો હવે ' ને બે વર્ષ લગ્નજીવનના ક્યાં પસાર થઈ ગયા તે સમજાય તે પહેલા મુન્ના એ અવતરીને તેમની દુનિયા ચેંજ કરી નાંખી. ઘર એના કલરવથી ગાજી ઉઠતું ને ત્રણે
જણા "જીવવા" લાગ્યા...!! 
રંગો ભરીને રંગોળી કરી આજે આખી રાત જાગીને બંન્ને એ ને જાનકીએ બનાવેલા ઘુઘરામાંથી એકાદ લઈને અડધો કરી જાનકીને ખબડાવી મઠીયાં લઈને ખાધા. મુન્ના માટે લાવેલા ફટાકડા
 ઉપર મૂક્યાં છે તે પણ જોયું, પાંચ દિવસ બધું બંધ રહેશે સાથે મળીને ખુશી મનાવીશું !! વિચારોનું વંટોળ ને સપનાની હેલી ..ઉંઘ આવી ન આવી ને સવાર થઈ ગઈ. પરોઢ થયું ને જાનકી
એ ઉંબરા પણ પૂજી લીધા. નાહીધોઈને તન્મયે બધાને લઈને મંદિરે જવાનું નક્કી કરેલ તો તૈયાર થવા લાગ્યો. હજુ ધુમ્મસ ચોતરફ ફેલાયેલું નજરે પડતું હતું. બાજુમાં રહેતા સુમનભાઈ 
પણ એમના વાઈફ કલ્પનાબેન ને લઈ જવા નીકળતા જ હતા...તે જોઈને તન્મયે કહ્યુ ઃ ” હેપ્પી દિવાલી અંકલ આંટી " ને નમસ્તે કર્યું. " દિવાળીના અભિનંદન " કહી સુમનભાઈએ 
શુભાશિષ પાઠવી. કલ્પનાબેન હાથ ઉંચો કરી બોલ્યા ' નૂતન વર્ષના શુભાશિષ ' ને ટેક્સીમાં બંને બેસવા જઈ રહ્યા હતા. ટેક્સી ડ્રાઈવરે મોટી સુટકેસ પર નાની ચડાવી ને બોલ્યો ' તો ફિર
ચલે મેમ-સાહબ 'દો મિનિટ બૈઠો પાંચ મિનિટ મે વો આતે હૈં...’ મંદિરેથી દર્શન કરીને બધા પાછા ફરતાં હતા ત્યારે રસ્તો ક્રોસ કરતી વેળા જાનકીને એક ટેક્સી જોસથી ટક્કર મારીને નીકળી 
ગઈ. તન્મ્ય જોતો જ રહી ગયો. ટક્કરથી પછડાઈને રસ્તાની પાળ પર પડી..ધાર પર પડી ને માથું અફળાયું ને ત્યાં જ ફાટી ગયું ને જાનકી બે સેકંડમાં લોહીના ખાબોચિયાંમાં છેલ્લા શ્વાસ 
લઈને ચાલી પણ ગઈ...!! ફાટી આંખે મુન્નો મમ્મી મમ્મી કરતો રડતો રહ્યો ..!! જાણે પાણી ભર્યા ફુગા ફૂટ્યાં આભેથી કે   આંખ્યું આગ ઝગારા….. લૂંટાયા આભેથી..પૂંજી લૂંટાઈ ગઈ, 
ઝન્નત ખોવાઈ ગઈ.. કઈ રીતે કરું હિફાજત પ્રભુ તું જ કહે ને જાનકી તો સૂઈ ગઈ !!પાંચ વર્ષનો મુન્નો કે જેની જાન તેની મમ્મી હતી તેની પાસે દોડી ગયો. રડતા રડતા બોલ્યો ઃ' મમ્મી.. ડોક્ટર અંકલ દવા દેશે તું ઓલરાઈટ થઈ જઈશ. ' પણ એને ક્યાં ખબર છે કે તે શું 
કહી રહ્યો છે ? તાવ-શરદી હોય તો ડોક્ટરની દવા મદદ કરે પણ મોતના પંજામાંથી આવી હાલતમાં તો ડોક્ટર પણ નથી બચાવી શકતા. તન્મય બેબાકળૉ જાનકી સામે જોઈ રહ્યો. આંખો
માંથી આંસુ ટપકતાં હતા અને ટપકતાં જ રહ્યા. લીલી છમ્મ બાંધણીમાં મેચીંગ બંગડીઓ વચ્ચે વચ્ચે નાંખી સોનાના ઘરેણાં પહેરી જાનકી સોળે શણગારે સજી હતી. એને પણ ક્યાં ખબર
હતી કે સજીને તે તો મોત ને મળવા જતી હતી. મુન્નાને નવા કપડાં પહેરાવી કેટલું વ્હાલ કરતી હતી. કે મુન્નો અકળાઈને ' નો...નો..નો મોર ' કહીને ભાગી નીકળેલો. એને પણ મન ભરીને
ચૂંમતા ક્યા ખબર હતી કે આજે તે છેલ્લી વાર ચૂમી રહી છે...!! ત્યારે તન્મયે જોઈને ટકોર પણ કરી કે અરે ભાઈ આટલી બધી મહેરબાની કાશ કોઈ અમને ન ભૂલે...અને સાચે જ જાનકી
દોડીને આવી ને ગળે વળગી પડેલી. પછી આખી મિનિટ, 60 સેકન્ડ્સ સુધી ચુંબનના વરસાદમાં બંને ભીંજી રહ્યા. ' છી..છી ચલો ને ડૅડ-મોમ પ્લીઝ ..વી હેવ ટુ ગો ; કમ ઓન 'મુન્ના એ બંનેને વાસ્તવિકતા તરફ દોર્યા. 
બધામાં થોડું થોડું વધુ મોડું થતું જ રહ્યું હોત તો કેવું સારું ..આ એક્સીડન્ટ્માંથી તો બચી જાત... મન માનતું નથી...કેહવુ સેહલું છે બીજાને પણ અંગંત વ્યક્તિને થાય ત્યારે કંઈ ન સમજાય
કે સૂઝે. હોઠે લાગી જાય તાળા. હે ભગવાન આ શું થઈ ગયું ? તું છે કે નહીં ? અમે તો સરન્ડર કરેલ અમારી જીન્દગી તારા ચરણે ને તે અમને આ રીતે જીવંત કેમ રાખ્યાં? આકાશમાં ઊડતાં
રંગબેરંગી ફટાકડાના અવાજ સાંભળી મુન્નો ફરી બોલ્યો ઃ' મમ્મી જો ફટાકડા...ફૂટે છે , મારે પણ તારી સાથે ફોડવા છે..ઉઠને હવે જલ્દી કરને ...આંખો ખોલને ?? 'પોતાના લોહી વાળા હાથ
 નવા શર્ટ ઉપર લુંછતા બોલ્યો ને રડતો રહ્યો.  તન્મય દોડી ગયો મુન્ના ને ઉંચકવા. જાનકી સામે તેનાથી જોવાતું નહોતું ને મુન્નાનું રૂદન સહન થતું નહોતું. ' ડેડી પ્લીઝ ટેલ મોમ આઈ એમ સોરી માય ન્યુ શર્ટ ડર્ટી થઈ ગયું બટ પ્લીઝ વેક અપ' ' મોમ....મોમ પ્લીઝ !! ' મુન્નો કહેતો રહ્યો....તન્મય રોતો રહ્યો. બધા ભેગા થઈ ગયેલા માણસો શોક માં હતા. આનંદ ને ઉલ્લાસ દુઃખ-વેદના ને વિષાદ માં ફેરવાઈ ગયા. 
સુમનભાઈ ને કલ્પનાબેનથી ચીસ નીકળી પડેલી અને એમના ટેક્સીવાળા એ ' હમકો લફડે મેં નહીં પડનેકા' કહીને ભગાવી મારી..ધુમ્મસ ઘણું હતું ને એરપોર્ટ પર ટાઈમસર પહોંચવાનું હતું.એક તો વેધર સારું હોય તો ઠીક બાકી એરપોર્ટ પર તો વહેલા જ પહોંચવું પડે ને ? ને તેમ છંતાય ક્યારે કઈ ફ્લાઈટ ઉપાડે તે નક્કી ના હોય અરે ! ફ્લાઈટમાં કલાકો બેસાડી રાખે ફ્લાઈટ ના ફૂલ થાય ત્યાં સુધી.. કાં તો એરક્રાફ્ટના કાંઈક લફડાં નીકળે ને અધુરામાં પૂરું કોઈ માથા ભારે બાજુમાં આવી જાય તો ન્યુઝ પણ બની જાય કે આજે ફલાણી ફલાણી ફ્લાઈટમાં બનેલી અસામાન્ય ઘટના..!! 
તેઓ તો વેકેશન માટે નીકળેલા ને ટેક્સીવાળા એ પીધેલો હશે તેની પણ કોઈને ક્યાંથી ખબર હોય !! દસ દિવસ દુબઈમાં ફર્યા ને ત્રણ દિવસ બોમ્બે..દુબઈ માં તો અવનવું જોવાનું હોય ને એમાંય ટોમ કૂઝે જ્યાં શુટિંગ કરેલું તે હોટલ જોવાનો મોકો જવા થોડો દેવાય. ને ગ્રુપમાં બધાને દેખાડવા એકબીજા ના ઢગલાબંધ ફોટાઓ પણ લીધા.ને બોમ્બેમાં તો પારવગરની વાનગીઓ ને દુકાનોમાં ફર્યા પછી બહેન સાથે પણ ફોટા લીધા તે કેમ ભૂલાય...? .પોતાની બહેન ને બનેવી ને મળીને સુમનભાઈ પાછા ફર્યા ત્યારે આભા જ થઈ ગયા...!! એમની જ ટેક્સીથી અકસ્માત થયેલો. વેકેશનની મજા સજામાં ફેરવાઈ ગઈ. આવી તે દિવાળી હોતી હશે !! કોઈના ઘરનો દિપ બુઝાઈ જાય !! કલ્પનાબેન નું કલ્પન તો કલ્પના બહરનું હતું  મુન્નો તેમને વળગીને રડી રહ્યો હતો..'આન્ટી ...નો મોર મોમ..ભગવાન ને ત્યાં ચાલી ગઈ...આઈ મીસ હર સો મચ ! '
સુમનભાઈ ને તન્મયથી ધ્રુસ્કો મુકાઈ ગયો.. કોણ કોને અને કેવી રીતે શાંત રાખે ? તે સમજવું કે સમજાવવું મુશ્કેલ હતું..!!

----રેખા શુક્લ 

ગુરુવાર, 5 ઑક્ટોબર, 2017

'વાહ ' = વી આર ઓલ હયુમન્સ


સાયન્સ એન્ડ સ્પીરીચ્યુલીઝમ બ્રીંગ લાસ્ટીંગ પીસ એન્ડ પ્રોસ્પરીટી = 'વાહ ' = વી આર ઓલ 
હયુમન્સ                                                                     

  લાખો કરોડો ઘરમાં મને એક ઘર ગમે છે
જ્યાં માણ્યું હતું શૈશવ પાછું મને મળે છે
લાખો કરોડો ઘરમાં….
જ્યાં બાળપણના ખેલો રમવા ફરી મળે છે
જ્યાં નાનપણની મસ્તી જોવા ફરી મળે છે
લાખો કરોડો ઘરમાં….
વરસાદની હેલીમાં કોઈ મસ્ત થઇ ફરે છે
કાગળની હોડી લઈને કોઈ પાણીમાં તરે છે
લાખો કરોડો ઘરમાં….
સાચું છે મારું ધન સ્મૃતિઓ મહી રહે છે
હીરામોતીથી ઝાઝા સ્મરણો મને ગમે છે
લાખો કરોડો ઘરમાં….
દિનેશ .શાહ


जलते दिये हमारे चिराग 
क्यां करुं "बा" तु युं छोड जायेगी 
बात करो युं रूठके तो  जायेगी
तेरे आने से सब ठीक हो जायेगा
कमरे की उदासी देती दिलासा वो आयेगी
कोशिश जारी रह ना जाये मेरे मौला
पा कर खो दिया फिर से मिल कर भूला दिया?
चाहत की शरण में तो आउंगी ही 
समजदार क्युं नही हो मेरे मौला ?
संभल जाओ और हौंसला ही बढा दो
ताकत बना दो, साथ रहे मेरे मौला
जुदा कर दे दर्द सारे, मेरे मौला
जी भर के चाहु तुजे मेरे मौला
खुश्बु से भरी मोम की परी हुं मेरे मौला
एक बार बुला के देख मा तेरी लाडली खो गई कहां
क्युं में मरुं रोज रोज स्कूल में मेरे मौला
तुं क्युं खो गई कब्रस्तान, वो बोला मेरे मौला
क्युं बार बार काट काट कर तुने मारा ?
वाह खुदा तुने भी लूंट लूंट कर मुजे मारा
क्युं आई नौबत बनके द्वार मेरे मौला
खो गई औकात बनके औरत मेरे मौला
तुझे अब क्या आशिर्वाद दू मेरा बच्चा 
तुं ही तो आशिर्वाद बन घर आई दादी अम्मा !!
----रेखा शुक्ला
ભાર લાગે છે, ઇરછાનો ભીંતને
જળ વળગે જઈ, રોજ ભીંતને
પાડી તિરાડોને, પંપાળે ભીંતને 
થાક નો તણાવ લાગ્યો ભીંતને
હથોડી સમજણુ તોડે રે ભીંતને
ભડકે બળતી જો ભીતરી ભીંતને
---રેખા શુક્લ
મારો પરિચય મારી રચનાઓ....
   નાનપણથી જ સાહિત્યનો શોખ-કવિતા,ગીત,ગઝલ વાંચવાનું,રાષ્ટ્રિય ભાવના વાળા લેખો લખવાનું ને જે ગમે તે ડાયરીમાં ટપકાવવાની આદત પણ ખરી.ઈશ્વરકૃપાથી લખતી ગઈ  અને"ગુજરાતસમાચાર"માં આવતી મારી કવિતાને જોઈને આનંદ પામતીલગ્નપછી સંસ્કારી ઘરમાં મહેશજી નો ખુબ સહકાર મળ્યોછેલ્લા ૩7 વર્ષથી શિકાગો ખાતે ગૃહપ્રવેશ કર્યા પછી પણ ગુજરાતી ભાષાનો પ્રેમ કદીય ન ઘટ્યોવધુ મજ્બુત બન્યો છે તેનો આનંદ છેએટલાન્ટા સીટી માંથી પ્રકાશિત થતા "રાષ્ટ્રદર્પણમાં દર મહિને મારી વાર્તા ને કાવ્યો સાથે ફોટા - આર્ટ વર્ક આવે છેપ્રોત્સાહન નેમોકો જાણે મળીગયો.ગુજરાતી ને હિન્દી માં લખતી રહી.ડ્રોઈંગ કરવાનો પણ એટલોજ શોખ..તેપણ પુરો કરુ છું. વાઈનબોટલ,ફ્લાવરવેઝિઝ ,  મોટી ડેકોરેટીવ પ્લેટ્સ વગેરે ફ્રી હેન્ડપેઇન્ટ કરુંછું...પપ્પાનોથોડો વારસો મળ્યો છે ને..!!
  "ગગને પુનમનોચાંદપુસ્તક રુપે જન્મી મારીકવિતાઓ..જેનેબિરદાવી"ગુજરાત દર્પણે", "કેસુડાકોમ"-શ્રી કિશોરભાઈ રાવલે ખુબ સહકાર આપ્યોશિકાગો બ્રહ્મસ્માજના ન્યુઝલેટરમાં પણ મારી પુર્તિ પ્રગટતી રહી.....ત્યારેશ્રી ચિરાગભાઈઝા  એમની"ઝાઝી.કોમમાં મને અગ્રસ્થાનદીધું છે..સૌનો ખુબ ખુબ આભાર માનું છુંઆખરે નવરાત્રીના શુભપર્વ પર"ગગને પુનમનોચાન્દમારાબ્લોગ નો જન્મ થયો છેઅને " મારો સોનાનો ઘડૂલો રે..." શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં... 
આશા રાખું કેગુજરાતી સાહિત્યપ્રેમીઓને મારો  પ્રયાસગમશે અને નવી પેઢીમાંથી વિલુપ્ત થતી જતી માતૃભાષાને બળ મળશેઆપ સર્વે નો ખુબ ખુબ આભારમળતા રહીએ હસતા રહીએ

પટરાણી
આંખે થી ટપક્યાં ઝરમરીયાં મીઠા પાણી
નજરૂં શોધે દૈદેને તારી કોઈ એકાદ તો એંધાણી

ગગરીયાં છલકી જોબન મલકી બોલીયે રંગાણી
પગેરૂં શોધુ જો દૈદે તું કોઈ એકાદી રે એંધાણી

પલપલ ડગમગી નયનન બોલકી વાંચાળી
જલજલ વિંધશે અર્જુન બાણે થાવું રે પટરાણી

વાંસળીનો ગુન્હો કરે ફરીયાદ કહે છું વિંધાણી
વાતુમાં કાઢો વાંક તો ક્યારેય ના છું સંધાણી

સરયુ- તાપી નદીઓ રડીરડી છાપે થઈ ગવાણી
રોપ્યું વ્હાલે, એકાદ ટપલીયું કૂંપન થઈ ખોવાણી
---
રેખા શુક્લ ૦૮/૨૯/૨૦૧૭
સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો પીડે છે મને.
બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.
હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.
સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.
હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.
-
ભરત ભટ્ટતરલ
એક લપસણી માં બારાક્ષરી ને ગણાઈ ગઈ ભૂમિતિ હીંચી
ટાંકો લેતા શબ્દો માંય ચિરાઈ જીન્દગી ગઈ સમૂળી સીંચી 
આંખો વાંચે નજરાઈ ને .....કોરે પાને સાક્ષત લીધી વાંચી
ટપ ટપ ચાલ કવિતાની ગબડ્યા અક્ષર સીધી જાણી ખાંચી
સૂસવાટા ના સબડકા ને બટકું વાદળિયાળો તડકો ને મીંચી
વ્હીસલ વગાડે પોપટડો ને માતેલો ટહુક્યો મોરલીયો ઢીંચી 
----રેખા શુક્લ 
जंगे सैनिक !!
ईस बात का खतरा रहेता हैं 
खामोशी चित्कार क्युं सहेता हैं
गर सबकुछ गलत निकलता हैं 
कहो वो सच कहां निगलता हैं 
आंधियां आक्रमण सैनिक सेहता हैं 
वो  हर रोज जान पे खेलता है
खुल्ले दिल शहीद वतन पे होता हैं
मां का वो भी तो प्यार-दुलार होता हैं
वो कतरा कतरा रोज मरता हैं
हस हस कर फिर भी जीता हैं
झेल गोली,चैन गोद मे सोता हैं 
मिट्टी का मोलयुं लहु चुकाता हैं 
----रेखा शुक्ला
ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતેસવાર છાંટુ કવિતા વાટે
ગુજરાતણ છું છાંટુ પ્રભાતેરંગ રૂપાળા કવિતા વાટે
---રેખા શુક્લ
તળપદી જો  સમજાય તો માફ કરજો જાયાબાકી મીઠ્ઠ્ડી તો છે કાઠિયાવાડી ભાષા
માથે ગાગર ને ચકા-ચકી ની વાર્તાભાભા ઢોર ચારતાં છોકરાંઓની કાલી  ભાષા
પાટી-પેન માં ધૂંટી-ઘૂંટી અક્ષરો ગોળ-ગોળ મોતી દાણા  મારી વ્હાલી દિલની ભાષા
ભાણીબા ના માન ઘણાં ને ભાણા ભઈ મોંઘેરાફળિયું -મેડી-પાણીયારું બોલકી ભાષા
વંડી ટપી ને માર્યા ધૂબાકા ઘાબે થી ઝાઝેરાઅથાણા-અનાજ પકવો કેરી રમતી ભાષા
કિચુડ કિચુડ મોજડીયું ને લટકો ચટકો ગુર્જરીસુંવાળુ વ્હાલ વેરતી મોજીલી  ભાષા

---રેખા શુક્લ