મંગળવાર, 16 મે, 2017

આપની સાથે એક છત નીચે

અમૄતા ને રઘુવીર 
મીઠી બોલકીચંચળ આંખો...પાંખો જેમ ઉડતા પગલાંરૂપા નો દેહ ને સૂરજ ની પેહલી કિરણે સોનેરી ચમકતી લે અંગડાઈ ને પવનથી પણ ના રહેવાય અડપલાં કરે તેની લટો ઉડાડી ગુલાબી ગાલ ને ચૂમી  લે અમૃતા બાર વર્ષે સમાજ ની નજરો માં ચડી આવી એમાં કોઈ નવાઈ નહોતીભણવામાં હોશિયાર,ને સદાય હસતી આવી રૂપાળી કોને વ્હાલી ના લાગે? અરે ! જુવાન તો જાય  વારી વારી પણ મોટેરાં  ની પણ ખુલી રહી જાતી ડાકળીરિશ્તેદારો માં વાતો નો વિષય બની ગઈ...ચોમેર નજર ફેરવી જુઓ તો સ્પોટલાઈટ એના ઉપર  હતીસ્કૂલે જાતી તો સખીઓના ઝૂંડમાં બધા એને  તાંકતા રહી જાતાઘરે આવતો રાવજી એમનો નોકર બહુ સીધો સાદો દેખાવે હતોએને ભોળી અમૄતા માટે ખૂબ લાગી આવતું...
'બેનબા..! શુ લાવી દંઉ ? શું જોઈએ છે મને કહેજો તમતમારે...સાચવી ને જાજો..ખૂબ ભણજો !! ભગવાન તમારું ભલું કરે.' બસ  અમૄતાની ગોળગોળ ફરતો જ્યાં સુધી સ્કૂલે ના જાય ત્યાં સુધી ખાસ ધ્યાન રાખતોજેવો દેખાવે હતો તેવો  સીધો સાદો સ્વભાવનો પણ હતો
ગામડે જ્યારે જાય ત્યારે બેનબા માટે કૂંણો પોંકતાજી મગફળી ને મીઠી શેરડી ને ગુલાબી
પાકા જામફળ લઈ આવતોકાચી કેરી તો કાયમ લાવે લાવે ને લાવે જોવા જાવ તો અમૄતા ને  બધી ભેટોથી રીઝાવતો...ખુશ રાખતોને  તે પણ રાવજીકાકા કહેતી ને ખૂબ મજા કરતી
બેનબા... મારું એક કામ કરી આપશો...??' અટકાતાં અચકાતા તે માંડ બોલ્યો
હા.. રાવજીકાકા હા...તમે તેના બદલામાં શું લાવશો મારે માટે ?? બોલો ..બોલો .., જલ્દી બોલો.'
'બેનબા જે માંગે તે..!' ' તો પહેલા પ્રોમીસ કરો તમે લાવશો !!' રાવજીકાકા  જવાબમાં ડોકું હલાવ્યું 'હાબોલ્યા વગર. ' પાપડ ના લોટ ના ગુંદલા !! નાની બનાવતા હતા ને તેવા...તીખાં કાળી મરી વાળા '
બસ ? એમાં શું ! જરૂર લાવી આપીશ પણ પહેલા મારો એક કાગળ લખી દો ને તમે બેનબા..!! '
ઉભા રહો હુ કપબોર્ડમાંથી પેન ને કાગળ લઈ આવું ...!' ક્યારે ગઈને ક્યારે આવી ગઈ પાછી..પલકારો માર્યો ને આછા વાદળી રંગનો કોરો કાગળ લઈ ને સરસ બ્લ્યુ પેન લઈ ને આવી.
દિકરા ને શીખામણ ને ભલામણ કરતા પ્રેમથી કહેલા ને લખેલા શબ્દોની અસર ઉંડે સુધી રહે છેલખો બેનબા...'
પ્રિય પુત્ર,
પત્ર હું તને કારણોસર લખું છું...
👉જીવન,નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી...તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી કહી દેવાય...
👉હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું,તો તને કોઈ નહિ કહી શકે...
👉 બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું,તો પણ તું તારા જીવનમાં શીખીશ ...પણ,ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય...જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે...
)જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ... તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની છે... બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે...તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર રહેજે...કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે,તો એનો આભાર વ્યક્ત કરવો...પણ હંમેશા સાવચેત રહેવું... દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે...ઉતાવળ માં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા...
)દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય... વાત તને ખાસ કામ લાગશે,જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે...જીંદગી ચાલ્યા કરે છે અને બધી વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે...
)જીંદગી ટૂંકી છે...જો તું આજનો દિવસ વેડફીશ,તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે...તો જીંદગીના દરેક દિવસ-દરેક પળનો સદુપયોગ કરજે...
)પ્રેમ બીજું કાંઈ નથી,પણ એક બદલાતી લાગણી છે...જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે...જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે...સમય દરેક દર્દ ને ભુલાવે છે...કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું...અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું...
)અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે...પણ એનો મતલબ નથી કે...અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ થાય...વિદ્યા થી વધુ કશું નથી... ભણવા ના સમયે ધગશ થી ભણજે...
)હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો,કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે...અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ,તે પણ મને ખબર નથી...મારી ફરજ તને મોટો કરીને,સારું ભણતર આપીને પૂરી થાય છે... પછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ... તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે...
)તું તારું વચન હંમેશા પાળજે...પણ બીજા એમનું વચન પાળશે એવી આશા રાખતો...તું સારું કરજે...પણ બીજા સારું કરશે એવી આશા પણ રાખતો...જો વાત તને વહેલી સમજાઇ જશે,તો તારા જીવનના મોટા ભાગ ના દુઃખ દૂર થઇ જશે..
)મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી...જીવનમાં એમ નસીબ થી અમીર થઇ જવાતું નથી...એના માટે ખૂબ મહેનત કરવી પડે છે...તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ...
)જીવન ખૂબ ટૂંકું છે અને કાળનો કોઇ ભરોસો નથી...તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો વિતાવી લઈએ...કારણ કે આવતો જન્મ તો આવશે ...પણ જન્મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી...તો જન્મ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવજે...
લિતારો પિતા.. ઝાંઝેરા આશિષ ને અઢળક વ્હાલ
 કાગળ લખ્યાને પંદર વર્ષના ગાળા વિતી ગયા..ત્યારે તો લખ્યું શું ને તેનો મતલબ શું ક્યાં હતી 
ખબર પણ કારણ પૂછવાની પણ ક્યાં હતી ખબર.. ? આજ અચાનક રાવજીકાકા ની યાદ આવી ગઈપોતે ક્યારે જુવાન થઈ ગઈ..!! પોતાના પ્રતિબિંબથી પોતે શરમાતી ને ક્યારેક હસતી એક્લી પછી 
વિચાર કરતી ધત્તેરીકી..!! સચ મે હોતી હૈં જવાની દિવાની.ક્યારે રધુવીર આવી ગયો જીવનમાં ...ઝરૂખે થઈ ગઈ એની શું ઝાંખી ને પ્રેમ થઈ ગયો. ... !!
પિયા પિયા જપતી હૈં સાંસે માલા તેરા નામ,
પિયા પિયા જલતી હૈં શામે ચંદા તેરા નામ 
--રેખા શુક્લ
મોટર બાઈક પર કેટલું ફર્યા..સાથે વિતાવેલો સમય...નજરે તરવર્યો..!! જોવા ખાતર જોયેલા પિકચરોના નામની લાંબી યાદી ને પરિમલ બાગમાં માણેલી અસંખ્ય સાંજોની યાદ ઘેરી વળી...ચાંદની જેમ 
ચમકતો રધુવીર નો ચેહરો એને ખૂબ વ્હાલ કરતો..એને વારંવાર હસાવતોચાંદની થી ન્હાયેલી રૂપની વાંછટો રધુવીર ને સતાવતી ને પોતાના પ્રેમ ના ઉભરા ને તે રોકી ના શકતોપણ 
અચાનક તે બધું ક્યાં ચાલ્યું ગયું ? લગ્ન ના દસ વર્ષમાં શું થઈ ભૂલો ? અમૄતા  પહેલા પોતાનો દોષ શોધવા માંડ્યો.જમા-ઉધાર ના પાસા પડે એક પાને તેમ  માંડ્યો હિસાબ...સુવર્ણ અક્ષરોમાં 
લખાયેલો હિસાબ જોઈ દૂરથી ડુંગરા રળિયામણાં લાગ્યાં સૌને..!! પણ પોતે તો એક્દમ 
નજીક થી નિહાળી રહી હતી...તપાસી રહી હતીરોકસ્ટાર જોયા પછી આજે ફરિયાદ થઈ ચારેક લીટીમાં ...!! 
નદીયાં ગહેરી, …નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા…. ફિરસે ભારી,
બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા… સબ કહાની સારી,
ગલિયાં-ચોબારાં કી વો… રૂહાની
રૂહ સે રૂહ… ….કબસે થી હમારી,
આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબ ભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ
જેના માટે અસહ્ય સહન કર્યુ... લોકોની પરવા કર્યા વગર તન મન ને ધનથી હા, પૂજા કરી !! હા, પાગલ બની પ્રેમ કર્યો..હાબધાની ઉપરવટ જઈ લીધેલો નિર્ણય લગ્નનો.. શું ભાળી ગયેલી
એનામાં ..?? કેટકેટલાંય આવ્યા સારા નરસાં વિચારો ને મન ડહોળાઈ ગયું !!. એક દીકરીને એક દીકરો જનમ્યો ને ખૂબ પ્રેમથી ઉછેર્યા બાળકોજીવની જેમ સાચવ્યું ઘર કરકસર કરી ને
ચલાવ્યું ઘર.. ને તેનો બદલો રોજ ના મહેણાંટોંણા ને માર ???? રેડિયા ઉપર વાગતું જૂનું ગીત સાંભળતા  ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી...!!
રેહતે થે કભી જીનકે દિલ મે હમ જાન સે ભી પ્યારો કે તરહા
બૈઠે હૈં ઉન્હીં કે કૂજે મૈં .......હમ આજ ગુન્હેગારોં કી તરહાં 
દાવા થા જીન્હેં હમદર્દી કા.. ખુદ આકે ના પૂછા હાલ કભી
મેહફિલ મે બુલાયા હૈ હમપે..હસને કો સિતમગારો કી તરહાં
બરસોં કે સુલગતે તન મન પર અશ્કોકે છીંટે તો દે  સકે
તપતે હુવે દિલકે ઝખ્મોં પર બરસે ભી તો અંગારો કી તરહાં 
સો રૂપ ધરે જીને કે લીયે...... બૈઠે હૈ હજારો ઝ્હેર પિયે
ઠોકર ના લગાના હમ ખુદ હૈ ગિરતી હુઈ દિવારોં કી તરહાં
રાવજીકાકા ના કાગળના એક એક અક્ષરનુ પાલન કરવા છતાં સારા થઈ ને શું મળ્યું બોલ ને મન...!! મનોમંથન કઈ રીતે રોકાય..વિચારો માં યુધ્ધ ચાલતું રહે..!! હજુ પણ બેસી  રહેત. ત્યાં રધુવીર આવ્યોઆજકાલ તેની પાર્ટીઓ રોજ રોજ ની થવા લાગી છેનવાઈની વાત નથી પણ આજ ત્રણ નાચ -ગાન વાળીઓને લઈને નશામાં ધૂત આવ્યો...જોઈ કંઈ પણ બોલ્યા વગર તે 
ઉભી થઈ ગઈ ને વરંડામાં ચાલી ગઈબર્બાદ કર દેતી હૈં મહોબ્બતહર મહોબ્બત કરને વાલોં કો ક્યું કી ઇશ્ક હાર નહીં માનતા ઔર દિલ બાત નહીં માનતા..!!હર પળ જીંદગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે, પળ પળ માનવીના મન બદલાય છે, બસ નથી બદલાતા સંબંધો, જે સાચા દિલથી બંધાય છે. આમ તો એક ચાદરમાં પણ ઉંઘ ના આવતી આજકાલ અલગ રૂમમાં 
સૂવા છતાંય કેમ બેચેની ને બદલે હાશ અનુભવું છું.. મારું બોલવું  સાંભળ્યું ના સાંભળ્યું  કરી નાંખે છે ...જાણી જોઈને ધરાહર સાંભળવાની ના કહે છે...!! ફ્રસ્ટ્રેશન ક્યાં ઉતરે ? કોના ઉપર ઉતરેરામ જાણે પણ એમને તો બસ બધીજ છૂટબધું  મંજુર પણ… આજે હદ કરી નાંખી છે...આમ ને આમ આખી જિંદગી સળગાવે પણ લાકડાભેગું ના થવાય ને મર્યા પછી લાશ કહે હવે શું કામ અગ્નિદાહ દેવાય ? ટપ ટપ પડ્યાં આંસુ સરકી ગાલો પરથી હાથમાં પકડેલા કાગળ પર પોતે ચિત્રેલા 
ગુલાબમાં જઈ ગોઠવાયા...જો ફોટો પાડો તો લાગે કે ગુલાબ પર ઝાંકળ પડ્યું છે..!! હાઉષા સાથે ઉગતા સૂરજ ને જોઈને રાત રડતી  હશે છાનીમાનીસાંજ ની ગોદમાં આથમે ને ઉષા
ના ખોળે જાગતો સૂરજ ....રાત તો  કેમ રડતી હશે? એનો ચાંદ પણ નથી કે નથી સૂરજ ??? 
આડાઅવળાં કંઈક પ્રશ્નો સતાવે છે પણ ચાર દિવાલોમાં એક ખુરશી ને ખાટલા જેટલું પણ 
પોતાના અસ્તિત્વનું મહત્વ ના હોય.. પોતાના બોલ ની કે મંતવ્યની કોઈને પડી   હોય તો ઘરમાં એક છત નીચે રહેવું કે નહીં ? ડુંસકાઓની સુનામી.. ખબર નહોતી આવા દિવસો પણ 
આવશે !! થીજી ગયા ગાત્રોભંગાતા હશે આમ  ધર ના માળા... પૂરી કરવી હતી મારે તો જીવની યાત્રા પગપાળા.. !! ના'ની ના'ની કળીઓ કરતી જેમ અટકચાળા..ત્યારથી છું 
ભરમાયેલી લઈ વરમાળા...ભીના ભીના વ્હાલાં લાગતા હતા ગરમાળાલટક મટક ચમકતી હતી ગળે મોહનમાળા...!! શાને ફૂલો અચાનક આમ  કરમાણાંઅર્પુ શ્રધ્ધાંજલી લઈ કરે હું માળા...
આકુળ વ્યાકુળ જોયા છે ખાલીખમ પંખી માળા,ધ્યાન રહે મિત્રો ફાટે ના વધારે રોગચાળા...  તો પથ્થર ની પથારી છે..મૄત્યુ-સ્નાન સંગ માળા...!! અહીં તો હલાવો હાથ પગ ને
ફૂંટી નીકળે સગપણ અજાણ્યા...!આમ ને આમ ક્યારે વિચાર પૂરા થયા ને ક્યારે સૂઈ ગઈ વરંડાની આરામ ખુરશીમાં તેને તો યાદ પણ ના હતુંઅચાનક જાગી ને પાણી પીધું બાજુ ના કમરા માં લાઈટ ચાલુ હતી ચાંપલીઓ ના હસવાના અવાજો આવતા રહ્યા... 
ચશ્માં ચડાવી ઘડીયાળમાં જોયું તો અઢી વાગેલા... !! ટેબલ પરથી પેન ને કાગળ લઈ ને લખવા બેઠી..
 પ્રિય રધુવીર
પતિ તરીકે ની તમામ જવાબદારીમાંથી મુકત કરું છું તમનેકરોડપતિ કરોડ ના માલિકલાખોપતિ લાખોના ..છેવટે દરેક સુકન્યા ના લગ્ન પછી પતિ   પુરૂષ કહેવાય છે પણ માલિક બધા
નો એક છે...બાજુના રૂમમાંથી   પત્ર લખી રહી છુંસ્વભાવે લાગણીશીલ છું સંવેદનશીલ છું પણ આપને તો પતિ તરીકેના અધિકારો  ભોગવતા આવડે છેએક છત નીચે ઉજવાતા
શોખઆનંદ પ્રેમ બન્ને વચ્ચે રહ્યા નથી...તે તમે પણ જાણો  છોત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતા  વ્યવહારમાં તારી  પ્રતિકૄતિ બની રહ્યો..કે જે હું ક્યારેય 
નહોતી ઇરછતીઆજે સવારે  કોઈ વાત વાતમાં તમે બન્ને  મને વચમાં દખલ  કરઅમને ખબર પડે છેતું શાંતિથી તારું કામ પતાવ...હાહું કામ પતાવવા માટે  જીવું છું ને !!
મને મારી ઓળખ બાંગ પોકારી ઝંઝોળે છે...હું મારી ઓળખ શોધવા લાગી ગઈ છું ..!! અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા,પર્સન્ટેજ ની હોડ તો ત્યારે પણ હતી.
પણ કમ્પલસરી સબ્જેક્ટ્ના માર્ક્સ ઉમેરાતા નહિમાત્ર પાસ થવું જરૂરી હતુંપણ  વાંચવા લાયકવિચારવા લાયક હોવા છતાં અમે  છોડી દેતા... યસ્સ્સ્સ્સ ...મને મારો અર્થ સમજાયો !
શક્તિની પૂજા કરનારા સ્ત્રીઓ ને અશક્ત બનાવી દેનાર દંભી સમાજ ની સ્ત્રીમાં ક્યાંય જગ્યા નથી ...હું ગોતું છું મારું ઘર જન્મતાંજ ..મા-બાપ ને ત્યાં..ત્યાંથી વિદાય તો કહેવાય પણ જાકારો
મળે પતિને ત્યાં ને પછી હવે ક્યાં ખબર છે ક્યાં છે મારું ઘર ? હું રજા લંઉ છું આપની સાથે એક છત નીચે મારાથી નહીં રહેવાય હવે...નહીં સહેવાય હવે !! '  એજ લિતમારી હતી અમૄતા

 ---રેખા શુક્લ