સેરા ને જોઈને મોહમાયામાં પડી જવાય તેવી હતી તે રૂપકડી. અણીદાર નાક ને પ્રેમાળ આંખો હંમેશા હસ્તા અધરો તમને જોયા ને ચીક ટુ ચીક મળે મોટુ સ્મિત. છઠ્ઠા ધોરણ થી સાથે રેહતા માઈક સાથે એકવીસ વર્ષની થઈ બંને મનોમન એક્બીજા ને લાઈક કરે પણ કોઈએ નમતું ન્હોતું જોખ્યું. પાડોશ માં જ્હોન પણ હતો કે તે પણ સેરા ને લાઈક કરતો ક્યારેક ટકરાઈને હસ્તો તો ક્યારેક અડપલાં કરીને તંગ કરતો. એક જ ગામ માં મોટા થયેલા સૌ એકબીજા ને સારી રીતે જાણતા હોય એમાં નવાઈ નહીં અને જ્યાં ફૂલ હોય ત્યાં હોય ભમરાં તેમાં પણ કંઈ અજુગતુ નહીં. યુવાવસ્થા જ એનુ નામ. સેરા ને ડ્રામા નો શોખ તે પોતે ડાયરેક્ટ કરે ને બધાના નખરાં પણ ઉઠાવે...આ બધા ના કોશચ્યુમ્સ બનાવે સેરા ની મોમ જેનીફર. શી વોઝ બેસ્ટ સિમસ્ટર ઇન ટાઉન. ખુશી ખુશી સિવણકામ કરે ને તેનુ ઘર ચલાવે. દિકરીને લઈને પોતે રાજી રાજી.. ગામમાં રહેવા આવેલી ત્યારથી બધા એમને ઓળખે. એનો સમય મોટે ભાગે સિલાઈ કામ માં જતો રેહતો. રૂઝાયેલા ઝખ્મ આવે છે રોજ મળવા પણ પાલવ પકડે લાગણી ને જેનીફર ઘટમાળે પરોવે સતરંગી શમણાં. સેરા ની શોપ સરસ ચાલે છે રોજ બરોજ ની નાની મોટી વસ્તુઓ મળે છે ને તે પોતાના પગભર પણ છે અને તેના શોખ પણ પૂરા કરે છે. રંગભૂમિના મંચ પર એક બાળકી બની જાય ને ખોવાઈ જાય છે ત્યારે ઓપન એર માં તાલીઓનો ગડગડાટ થાય છે ને દરેક જણ બીજા મહિના ના આખર ની રાહ જુવે છે કે આ વખતે સેરા કેવુ ભજવાશે નાટક ? બધાની ઉત્સુકતા વધે છે. રોજ ની જેમ આજે પણ વાદળોમાંથી ડોકાઈ ને સૂરજ બધા ને હલ્લો કરે છે...!! પ્લે ચાલુ થવાને થોડીક જ વાર હતી ને સેરા ભાગંભાગ કરતી ઘરે પ્રવેશે છે. મા સિવણકામ કરતી દેખાય છે તો ઝડપથી પોતાના કપડા બદલતા બંને ટૂંકો વાર્તાલાપ કરે છે. 'તો તુ આવે છે ને મા નાટક જોવા?' 'હા, હીરો બન્યો છે તેનુ કોશ્ચ્યુમ જરીક બાકી છે બે ટાંકા મારી દઉ બખીયાના બસ...તું કોફી પીશ તો બનાવું ?' પોતાના આંગળાઓ દબાવતી મા ને જોઈ સેરા બોલી ' મા આર યુ ઓકે? ' 'શ્યોર.. શ્યોર!' કરતી ફિનિશ કરે છે ને ભાગતી સેરા ના હાથ માં આપે છે. ઘરથી નજીક હતુ ને આખુ ગામ જોવા જતુ હતુ તે જેનીફરે વિન્ડો માંથી જોયુ, થોડુક દેખાયું ને થોડુંક ધૂંધળુ થયુ ને તે પડી ગઈ અચાનક ત્યાં આવી ચડેલી તેની પાડોશણ આ જોઈ ગભરાઈ ગઈ તેણે સામેથી આવતી શરીફ ની કાર રોકીને મદદ માંગી બધાને તો ડ્રામા પત્યા પછી જ્યારે ખબર પડી ત્યારે સેરા ને જણાવ્યું હતું કે 'ઘરે ચાલ, તારી મોમ ઇઝ નો મોર !' તે રડી પણ ના શકી. આફટર પાર્ટી ના બદલે આખુ ગામ ફ્યુનરલ માં એકઠું થયું..હજુ સેરા રડી ન્હોતી. બધાની દિલગીરી સાંભળતી ઘરે આવી. ઘર સાવ ખાલી લાગ્યું. આજુબાજુ વાળા ખાવાનુ ને ડીસર્ટ નો ઢગલો કરી ચાલ્યા ગયા. ફ્રીજ માં મૂકવા જગ્યા પણ ના રહી...તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. નોધાર્યા બન્યા નો એહસાસ થયો. તેણે પોતે આંસુ લૂંછી આગળ શું કરવું છે તે તેણીએ જ વિચારવાનું છે.સવારે ઉઠી દુકાને પહોંચી ત્યારે તેના મનમાં અનેક વિચારો હતા અચાનક પોતાની પિતા ની બહેન ને જોઈ તે રાડો પાડતી શોપ તરફ આવી ને બોલી મારો ભાગ છે ઘરમાં ને દુકાન માં તો તારી મા તો હવે નથી રહી હું લેવા આવીશ તૈયાર રેહજે. બાજુમાં બબડી ને ચાલી ગઈ. સેરા ના હાથ નીચે કામ કરતી સ્ટેલા નાનકડી હતી તેના સપના હતા કે પોતે ભણે ને સ્ટોર ઉભો કરે પૈસા કમાઈને. પણ ખૂબ ગરીબ હતી પણ હાર્ડ વર્કર હતી. સેરા ને તેણે તે દિવસે કંઇ કામ ન કરવા દીધું...ઉપરથી તેનું ખાસ ધ્યાન પણ રાખ્યું. માનવતા હજુ જીવે છે. ્તેણે કિચનમાં અભરાઈએથી મોટો ડબ્બો કાઢ્યો તો તેમાંથી ઢગલો કાગળો / પત્રો નીકળ્યા. ગામના વકિલે બોલાવીને તેને એક લેટર આપેલો કે જે તેની માએ જ લખેલો ને તેમાં એક ફોટો પણ બીડેલો. તે તેના સાચા પિતા હતા. આટલા બધા એકસામટા આઘાતોને લીધે અચાનક સેરા ફર્શ પર પડી ગઈ. ત્યારે ડોકટરે ચેક કરીને કીધું કે તેને કંઇ ચિંતા કરવા જેવું નથી પણ નબળાઈને આઘાત ના કારણે આવુ થયું છે તો તેને સૂવા દેજો. બરાબર સ્ટ્રેઈટ ૭૨ કલાક સૂતી રહી સેરા..ઓહ માય ગોડ આવું તે કંઇ હોય ! બધા ને ચિંતા હતી ને તે જાગી પોર્ચ આગળ થતો કલરવ ને મિત્રો નો સંભળાતો હતો તે ધીમે ધીમે ઉભી થઈ ને માઈક ને જહોન ને અન્ય ગ્રામ્યજનો ને જોયા. ને બોલી માઈક આઈ વોન્ટ ટુ ગો એન્ડ મીટ માય ડેડી. જ્હોને પણ હા કહેલી ને માઈકે તેને પૂછ્યું આર યુ શ્યોર ? માઈક ને સેરા તો છઠ્ઠા ધોરણથી જાણતા હતા જ હવે માઈક થી તેનુ દુઃખ જોવાતું નહોતું તેણે પ્રપોઝ કર્યુ ને એની સાથે લગ્ન કરવા પ્રસ્તાવ મૂક્યો. જહોને થોડી ગરબડ કરી બધુ બગાડ્યુ તે પણ તેને ચાહતો હતો જ ને !! પણ હવે સેરા તેના પાપા પાસે ઇટલી જવાની છે તો જ્હોને બીજી છોકરીને પ્રપોઝ કરી લગ્ન કરી લેવાની વાત કરી. સેરા ને બધાએ સમજાવી પણ હવે આ ગામ માં એકલી રહી ને શું કરે ? સાંજે બધાયે નક્કી કરેલ કે રંગભૂમિ પર ભેગા થશે સેરા ને સેન્ડ ઓફ કરવા. માઈકે ઘરે આવી સેરા ને થોડીવાર રોકી રાખી ને પછી કહે 'ચાલ હું તને ક્યાંક લઈ જાંઉ ને મજા કરાવું'. બગીચામાંથી પસાર થતા ગુલાબ તોડી ને સેરા ના વાળમાં સરકાવતા તેની ગરદન ને ગાલ ચૂમતા ચૂમતા બંનેના હોઠ બિડાયા ને આંખો પણ ઝૂકી ને બંધ થઈ ગઈ. એકાદ બે મિનિટ માં સેરા થોડી હસીને બોલી;' કેમ આજે બહુ લાગણીવશ થઈ ગયો.. ? આઇ એમ ઓકે યુ નો ?' માઈક પેહલા તો બોલ્યો કંઈ નહીં ને તેને આંખ મારી ફરી કિસ કરતા બોલ્યો 'યુ નો વી નો ઇચ અધર સિન્સ સિસ્ક ગ્રેડ' ને પાછળ ના ટૂંકા રસ્તેથી રંગભૂમિ પાસે લઈ ગયો. આખુ ગામ સેરા ની રાહ જોઈ રહ્યું હતું સેરા થી આગળ ડગ મંડાતા જ ન્હોતા તો માઈકે પુષ કરીને આગળ લઈ ગયો...બધાએ હગ ને કિસ ને ગુડ વિશિસ કહી. ત્યાં જ્હોન આવી ને બોલ્યો આઈ હેવ સમ સરપ્રાઇઝ ફોર યુ...ને સેરા ના ફાધર ને ખેંચી લાવ્યો આગળ..ફોટા કરતા થોડાક જ જુદા લાગતા પિતાને જોઈને સેરા ભેટવા દોડી ગઈ ને તેના પિતા પણ એટલા જ આતુર હતા. દરેક નું સારું ઇરછતી સેરા નું આજે સારુ થતુ જોઈ બધા એ તાલીઓથી તેની ખુશી વધાવી...ને માઈકે સેરા ને પ્રપોઝ કર્યુ કે પ્લીઝ સ્ટે હીયર વીથ મી..વીથ અસ ! વી ડોન્ટ વોન્ટ ટુ લેટ્ યુ ગો એનીવ્હેર પ્લીઝ..! પ્રેમ નું બંધન પિતાની મરજી થી જોડાયું. સેરા ને માઇક બંને શાંતિથી તેના પિતા સાથે હજુ પણ ગામ માં જલસા કરે છે.
---રેખા શુક્લ