પરબે પાણી પા'તી પાંચ વર્ષની છોકરી ક્યારે મોટી થઈ ગઈ તે નથુ ને સમજાયું નહી અને છેલ્લા સાત આઠ વર્ષથી આવતા શેઠ-શેઠાણી ની નજર એના પર હશે તે પણ ખબર ન્હોતી. નથુ એ 'દિ પોક મૂકીને રડેલો. પિતૄત્વનો પોકાર જરૂર પ્રભુના કાને ગુંજયો હશે.પ્રભુના દરબારમાં એનો આક્રોશ અને રૂદન સહેવાયો નહીં જ હોય.દુઃખનું ઓસડ દહાડા ને પોતાની રોજી કમાવા નથુ
બીજે ગામ સ્થાયી થયો. પારકાં ઉપરનો ભરોસો ભાંગી ગયેલો તો હવે પોતાનો જ ના'નો મોટો ધંધો કરવાનું નક્કી કરી પોતાની ખેતીવાડી વેચી નાખી ને નવા ગામ માં બે રૂમના ઘરમાં વહુ અને તેનો છ મહિના નો દિકરો લઈ ને આવી વસ્યો. બંને જણાએ પોતાની રમકડાંની દુકાન ચલાવાનું નક્કી કર્યું, ઘરેથી એની વહુ થોડું સિવણકામ કરી લેતી જેથી હાથ છૂટો રહી શકે.
કિશોર દિકરા ને ભણાવો પણ હતો. આ બાજુ શેઠ-શેઠાણી સાથે સાત આઠ વર્ષની મુલાકાતી ઓળખાણથી દિકરી તેજલે તો ચપટી વેંતમાં જ પોતાના કરી લીધા. તેજલે પૈસા નો પ્રભાવ તેમના બંગલા ઉપરથીજ જોઈ લીધેલો. નિઃસંતાન શેઠ-શેઠાણી ને ત્યાં અગિયાર-બાર વર્ષની દીકરી રૂમઝૂમ રૂમઝૂમ નાચતી જોવા મળે. અડોશી-પડોશી ને વિચાર આવે કે શેઠાણી ના
બંગલામાં કંઈક તો ફેરફાર થયો છે. પોતાની દિકરી તરીકે ઓળખાવતા શેઠાણી કેહતા કે આટલાં વર્ષ એમનાં ભાઈ ને ત્યાં રેહતી હતી. ગાડરિયો પ્રવાહ અને આમેય કાચા કાનના...જે કહો તે માની લેનારા લોકો તો પૈસો મારો પરમેશ્વર માં માને.દાને દાને પે લિખ્ખા હૈં ખાને વાલે કા નામ. ધરતી પુકારે ને વ્યક્તિ ત્યાં જઈ પહોંચે. સુખના દહાડા ગેલેરીમાં ટહુકે..રોજ થનગનાટ ને મધુર કંઠે પુજન, શ્લોક ને પ્રાર્થના ગવાય. કુતુહુલતા,રોમાંચ, આનંદ ને નિર્દોષતા માં મન ઝૂમી ઉઠે. ચલચિત્રોની નાયિકા જેવી લાગતી તેજલ સમજણી હતી...ખુશ રેહતી ને રાખતી ને દિલથી માનતી શેઠાણી ની વાત કે એની મા એ એના
ભવિષ્ય માટે રાજી ખુશી શેઠાણી પાસે મોકલી છે. ને થોડા વખત પછી એને એના મા-બાપ ના ઘરે જવા મળશે. હા. કિશોરભૈલો યાદ આવે તો મુખ વિલાઈ જાતું..બધું લાવી આપનાર શેઠ પાસે જઈ ને કેહતી ભૈલો લાવી દો ને..પણ ક્યાંથી આવે ભૈલો..!! હવેલી નો હિંડોળો રત્નજડિત હતો. હોંશીલી તેજલ આગળ વધી ને બોર્ડ ઉપર પોતાના પિતાનું નામ વાંચી ખુબ ખુશ હતી. મળવા આતુર હતી..ભૈલા ના સુંવાળા હાથમાં હાથ પરોવી વાત કરવા ઝૂરતી હતી.હસતા હોઠોની હલચલ ની અનુભૂતિ થાત જ નહીં જો તે જાગી પડી ના હોત..હવે નથી રહેવાતું...જવું જ છે ...મન મક્કમ કરી ને બોલી, શેઠ-શેઠાણી જ્યારે લઈ ગયા નથુ તો ત્યાં થી દૂર ચાલ્યો ગયેલો. નિઃસાસો નાંખી ધ્રૂસકે ને ધ્રૂસકે રડતી તેજલ પાછી કારમાં આવી ને બેસી ગઈ. ત્યાર પછી તેને કદી ગાતા કે નાચતા ના જોઈ લાંબા ગાળા સુધી. શેઠ-શેઠાણી ગીલ્ટ સાથે ખુશ હતા. ક-મને ના ગમતું હોવા છંતા જ્યારે તેજલને કોલેજ માં ભણવા મોકલી તો નસીબ ની કરામત પણ કેવી કે તે એજ શહેર માં ગઈ જ્યાં તેના પિતા રેહતા હતા.પણ બંને ને ખબર ન્હોતી. કોલેજ માં અવનવા તરૂણ તરૂણીઓ ની સાથે દૂધ ભળે સાકર તેમ તેજલ ભળી ગઈ. ભણવામાં તે હોશિયાર હતી જ. પિકનિક આવી ને નદી કિનારે બધાએ ખૂબ મજા કરી..રાત વાસો ટેન્ટમાં દરિયાની રેતીમાં સૂતા સૂતા તારલાં નીચે...આહા,હા આવી રાત ફરી કદી આવી ન્હોતી ને આવશે પણ નહીં..!! આજે ઉંઘ વેરણ બનેલી. પોતાના માં ખોવાયેલી
હતી...આખરે વિશાલે એને હલબલાવી ને પૂછ્યું અરે તેજલ ક્યાં ખોવાઇ ગઈ છે?? ઓહ, હાય વિશાલ ક્યાંય નહીં અહીં જ છું...!! આવ, બેસ. ને બંને બે વાગ્યા સુધી કેટલીય વાતો કરતા બેઠેલા..છૂટા પડતા વિશાલે તેજલે નો હાથ પકડી ને કીધેલું 'આઈ, લવ યુ તેજલ' ને તેજલે પણ કીધું 'આઈ, લવ યુ ટુ વિશાલ" આમ જિંદગીનું નવું પ્રકરણ પ્રભુતાના પગલે ચાલુ થયું.
જિંદગી દોરે ને ખેંચી જાય જયાં હોય મંજીલ....બધા ગીતો ગાતા ગાતા પાછા ફર્યા..પણ વિશાલ અને તેજલ તો ચૂપચાપ એકબીજાથી અલગ થવાના રંજે એકબીજામાં ખોવાયેલા બેઠેલા. બંનેને એકબીજાથી અલગ થવું ન્હોતું. ફરી જલ્દી મળીએ કહી છૂટા પડ્યા....એકબીજા ના દિલમાં પ્રેમ નો દરિયો હિલ્લોળા લેતો હતો. અવર્ણનીય આનંદની અનુભૂતિ અને કારણ વગર
એકાંતમા હસતું મુખ પ્રેમ ની ચાડી ખાઈ જતું હતું...વિશાલે પ્રપોઝ કર્યુ ને તેજલે સ્વીકાર્યું. વિશાલ એના ઘરે તેજલ ને લઈ ને ગયો ત્યાં તેજલ ને પોતાના પિતા નો ભેટો થયો...અચાનક એનો હાથ વિશાલ ના હાથ માંથી છૂટી ગયો..વિશાલ ના પપ્પા ના બિઝનેઝ પાર્ટનર તરીકે ઓળખાણ થઈ અને તેજલ ના પગ તળે થી જમીન સરી પડી. બાપ ની બુઢ્ઢી આંખો અને તેજલની
યુવાની...સર્યા આંસુ..ભાવોની સંતાકૂકડી...જઈને ગળે વળગું કે કહી દંઉ હું જ તમારી તેજલ..!! કેટલા વર્ષે પાછા મળ્યા...સમય શું શું કરાવે છે ?? બાળકી માંથી તરૂણી બનેલી દિકરી ને ઓળખતા, ચશ્માં લૂંછતાં, પિતા દિકરી ને વળગી પડ્યા. ઘરમાં સન્નાટો છવાઈ ગયો અને ચોમેર ભીનાશ છવાઈ ગઈ...બધાની આંખો ભીની હતી. ઘરે જવાની ઉતાવળ હતી..મા ને ભૈલુ ને જોવા ની તાલાવેલી હતી...કારણ જાણે અચાનક આજે લોટરી લાગી ગઈ..!! નસનસમાં દોડતું વ્હાલ તરન્નુમ બની અક્ષરો રૂપી નિતર્યું કાગળે અને તેજલ ગાયિકા બની..પોતાની કૄતિની રજુઆત રોજ ઉમળકાભેર કરતી રહી...અને જોતજોતામાં તેમના લગ્ન લેવાયા..પણ આ વખતે તો ખુશી ના આંસુ હતા..ભૈલા ને મળી ને અનેરો સંતોષ અને મા ને મળી ને મમતાએ મૂકી માઝા એ પ્રસન્નતાનું વર્ણન દેવો ને પણ દૂર્લભ છે..!! પણ આખર ની સફળતા એ સંતોષની લાગણીની અનુભૂતિ થઈ...શેઠ-શેઠાણી ને દિલ થી માફી માંગી અને નથુ...ના હવે તો શ્રીમાન નાથાલાલ ને શ્રીમતી સ્મૄતિબેને બંને ને માફ કર્યા. ભૈલુ હવે શ્રી કિશોરલાલ ના નામે ઓળખાય છે. આ બાજુ શ્રી. વિશાલ અને શ્રીમતિ તેજલ સુખી દાંપત્ય જીવનમાં બંધાયા છે. બધા ખુબ ખુશ છે...લક્ષ્મીજી બિરાજમાન છે ...સરસ્વતી વાણી માં છે અને રાધા-કૄષ્ણ નો પ્રેમ ઘરમાં છે...ચોતરફ પ્રસન્નતા જ છે !! ટુ-સીટર કન્વર્ટેબલ માં કિરીટ ને તેજલ સામે જતા ગાયો ના ધણ ને જોતા રહ્યા અને અચાનક ટ્રક આવી ને ટક્કર મારી ને આગળ નીક્ળી ગઈ...રસ્તાની ધારે ખાડામાં કાર સાથે બંને પડ્યા.
હોસ્પિટલ માં જાગ્યા ત્યારે ખબર પડી કે કાર તો ટોટલ થઈ ગઈ હતી...ઓવરનાઈટ ઓબ્ઝર્વેશનમાં રાખી કિશોર ને ઘરે જવાની રજા મળી પણ..તેજલ માટે ડોકટર ચિંતીત હતા...તેજલ પ્રેગન્ન્ટ હતી...ડૉકટર ને મેક શ્યોર કરવું હતું કે બેબી ઓકે છે...વિશાલ દિવસ-રાત ત્યાં જ હતો. કઠપુતલી ના ખેલ ...આ કામણગારી માયાના જાદુ સુખ દુઃખના...ને રચાયા કરે વિસ્મયનો સંસાર...!! આકાશી ચાદર ઓઢી રાત નીંદર લઈ ને આવી ઉગશે સોનેરી નવલી પ્રભાત અંતરીશની બારી ખોલી...ડોક્ટરે કહ્યુ..આઈ કેન હીયર ટુ હાર્ટબીટ્સ...જોડકાં બાળક ની વધામણી ના શુભસમાચાર..ઇશ્વર જેનું ધ્યાન રાખે છે તેને કંઈ જ ન થાય...!! વિશાલ ને એક્સ્ટ્રા કેર તેજલ નું લેવાનું કહી ને ડોક્ટર રવાના થયા. બે દિવસનો બેસ રેસ્ટ ફરજીયાત કરાવી રજા મળી.
વિશાલે અને તેજલે નિરાંત અનુભવી ને ખુશી ની લાગણી સંગ પ્રભુ નો પાડ માનતા ઘરે ગયા...ભાવો ની ભાતીગળ લાગણીઓમાં ગરકાવ આજે બંને એકબીજા માં ખોવાઈ ગયા..!! શંકા નહીં ને શ્રધ્ધા રાખતી નીડર તેજલને ત્યાં બે જોડકા બાળક અવતર્યા...બંને એકબીજા થી ચઢિયાતા..દિકરો આકાશ અને દિકરી અનુરાધા...આશુ અને અનુ બંને એક પારણાં માં મોટા થતા રહ્યા..એકબીજાથી બમણા ક્યુટ...વેરી ફોટોજેનીક ને કદી ના રડતા...સૌને ગમતા..નોકર ચાકર આયા બધા ખૂબ ધ્યાન રાખે તેજલે પોતાની તરન્નુમ ની સીડી બનાવેલી..વીક માં બે દિવસ એનો અવાજ આકાશવાણી રેડિયો પર અચુક સાંભળવા મળેજ...નાથાલાલ અનુ ને રમાડે ના'ની તેજલ નજરે તરવરે..અને આશુ પણ વધુ તેજલ જેવો જ દેખાતો...આશુ નાનકડાં
પગલાં ભરે..ક્યારેક ગબડે પણ રડે નહીં..ભાખોડિયા ભરતી અનુ પાછળ પાછળ ફરે..જોઈને શેઠ-શેઠાણી ખુશ દુઃખણા લેતા નજરે પડે..!!
સમયના સ્મરણ, સમયનું વિસ્મરણ, સમયનાં સંભારણાં ને નક્લી સંસારે નક્લી વર્ષો ફરે...બંને મોટા થયા જાય છે..અભ્યાસ ના વિકાસાર્થે પરદેશમાં સ્થાયી થયેલ વિશાલ-તેજલ હવે ક્યારેક ફોનથી તો ક્યારેક ઇમેઈલથી , તો ક્યારેક ફેસટાઈમ કરી વડીલો સાથે સંપર્કમાં રહે છે...હાઈસ્કુલ પતી...ગ્રેજ્યુએશન ના પીસ્ક જોઈ દાદા-દાદી, નાના-નાની અને શેઠ-શેઠાણી ખુશ થયા....તેજલે પોતાના અરમાન બાજુએ મૂકી ને પરિવાર માં પૂરેપૂરો સમય આપ્યો. આપણ ચાહવા છંતા આપણા વડીલો આપણ ને મૂકી ને ધામ માં જતા જ રહે છે ...બધાને દુઃખ થાય છે પણ પ્રભુની મરજી પ્રમાણે જ બધું થાય છે. એકપછી એક ટૂંક સમયમાં વિદાય થયા ત્યારે આશુ ને અનુ એ ખુબજ સમજણ પૂર્વક બધાનું ધ્યાન રાખ્યું...અચાનક મેચ્યોરીટી ની નોંધ તેજલ ની નજર ની બહાર ના રહી. ધીમે ધીમે સ્વસ્થતાં પ્રાપ્ત કરતા સર્વે પોતાના રૂટિન લાઇફમાં પરોવાયા...નવી જૂની મેમરી બધીજ અકબંધ...કોઈ ક્યાં ચાલ્યા જાય છે?? બાળકોની યાદમાં, તમારા દિલમાં અને હેબીટમાં જ સમાઈ જાય છે ને...જેમ માધવને હતી મથુરાના માખણની મમતા...એવી તેજલ-વિશાલ ને હતી તેમના બંને માસુમ ની માયા.હવે બંને યુનિ ડોર્મ માં રહે છે..બંને ની લાઇન અલગ..એક ની સાયન્સ ને બીજી ની ફાઈનાન્સ..બંને લગનથી ભણી રહ્યા હતા...આ બાજુ ગ્લોબલ બિઝનેસમાં ગરકાવ વિશાલ દેશ પરદેશ ફરતા...આજે તેજલ એકલી એના રૂમમાં કણસતી પડી રહી હતી. અચાનક એને ચક્કર આવે છે..વિચારે કે કોને ફોન કરૂં તે પેહલા તો તે બેભાન થઈ ગઈ...થોડી વારમાં વિશાલ નો ફોન સતત વાગતો હતો ને કોઈએ ના લીધો તોઆખરે રામુકાકાએ લઈ ને કીધું બેન રૂમમાં જ છે ને જાગતા નથી...સીધા હોસ્પીટલ બધા ભેગા થયા..ડોક્ટરે કહ્યું શી હેડ હાર્ટએટેક..બાય પાસ કરી ને ડોકટરે ફરી તેની નાજુક તબિયત નું ધ્યાન રાખવા ની ટકોર કરી. નવજાત શિશુ ની જેમ સંભાળ રાખવી પડે...ત્રણ વીકે ઘર-મંદિરે એક અજાણી તેજલ પ્રવેશી...બાંધી લીધેલા સૌએ નિજના માળા હએ આજે બધા પાછા ભેગા થઈ ગયા..સ્વજન મિત્રોના નિકટ સાથમાં પોષાયાં સૌ પ્રેમ ના આંચલમાં..જુદા જુદા પ્રસંગો ખુલે છે ખૂણે ખૂણે...ડાઈંગ એકઝીસ્ટંટ્સ આખર મંદિરિયે...બધાના સાથ, પ્રોત્સહને તેજલ ને જલ્દી ઉભી કરી દીધી હજુ કઈ જગ્યાએ અન્નના દાણા બોલાવશે તે વિચાર માં તેજલ ગરકાવ હતી.. ----રેખા શુક્લ